Page #1
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના
અને
મૂર્તિવિધાનનાં લક્ષણો
: લેખક :
જે. પી. અમીન એમ. એ., એલએલ. બી., પીએચ.ડી. એમ. એ., એલ. એસ. જી. ડી.,
અધ્યક્ષ ભારતીય સંસ્કૃતિ વિભાગ શ્રી. ર. પા. આર્ટસ, કે. બુ. કેમસ અને શ્રીમતી બી. સી. જે. સાયન્સ કોલેજ
ખંભાત
દ્વારિકા.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ- ગુજરાત રાજ્યના
Page #2
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના
અને
મૂર્તિવિધાનનાં લક્ષણો
: લેખક : - કે. જે. પી. અમીન એમ. એ., એલએલ. બી., પીએચ.ડી. એમ. એ., એલ. એસ. જી. ડી.
અધ્યક્ષ ભારતીય સંસ્કૃતિ વિભાગ શ્રી. ર. પા. આર્ટસ, કે. બુ. કેમ અને શ્રીમતી બી. સી. જે. સાયન્સ કેલેજ
ખંભાત
અદાથી
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬
Page #3
--------------------------------------------------------------------------
________________
The Concept of Idol-Worship in India and Salient Features of Indian Iconography
by
Dr. J. P. Amin
: પ્રકાશક :
જે. બી. સેડિલ
અસક્ષ
યુનિવસિ†ટી ગ્રંથ નિર્માણુ ખાડ, ગુજરાત રાજ્ય,
અમદાવાદ-૩૮૦ ૦૦૬
(C) યુનિવસિ†ઢી ગ્રંથ નિર્માણુ ખેાડ
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૨
નલ : ૧૧૦૦
કિ`મત : રૂ.૧=૦૦
"Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsored Scheme of Production of Books and Literature in Regional Languages at the University level, of the Government of India in the Ministry of Education and Social Welfare (Department of Culture), New Delhi.‘
• મુદ્રક : રાજુભાઈ સી. શાહ કેનિએક પ્રિન્ટસ
મામુનાયકની પાળ, ગાંધીરાડ,
અમદાવાદ–૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું પુરોવચન
ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની યેજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતી અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૭થી આ પેજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. '
આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકે અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્યપુસ્તકે અને સંદર્ભ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્ર આપવાની વ્યવસ્થામાં “ભારતમાં મૂર્તિપૂજની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે' પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમે એ વાતે થાય છે કે પુસ્તકના લેખક કે. જે. પી. અમીન આ વિષયના જ્ઞાતા છે અને એમણે પિતાનાં જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાથીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડો. પી. સી. પરીખનો આભાર માનું છું.
આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે અને એ બધાંને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેડ, ગુજરાત રાજ્ય, અમદાવાદફેબ્રુઆરી, ૧૯૮૨
જે. બી. સેંડિલ
અધ્યક્ષ
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ભારત ધર્મપ્રાણ દેશ છે, અને એમાં મૂર્તિપૂજાનું વિશિષ્ટ મહત્વ ધરાવે છે. એટલે પૂજન માટેની મૂતિઓ બનાવવા માટેના વિશિષ્ટ સિદ્ધાંત ઘડાયા છે અને મૂતિવિધાન બહુધા એ સિદ્ધાંત ચર્ચતાં શાસ્ત્રોને આધારે થાય છે. પ્રસ્તુત પુસ્તિકામાં મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા, મૂતિવિધાનની કલા અને તેની ચર્ચા કરતાં શાસ્ત્રો, સાંસ્કૃતિક ઈતિહાસના સાધન તરીકે મૂતિવિધાનનું મહત્વ, મૂતિવિધાન માટેના પદાર્થો અને એની પદ્ધતિઓ, મૂતિઓનાં દેહમાન, અંગઉપાંગ, દેહભૂષા, આયુધ, ઉપકરણે, વાહનો,વગેરેની સંક્ષેપમાં ચર્ચા કરવામાં આવી છે અને અંતે મૂતિવિધાન માટેની ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય પરંપરાઓ વચ્ચેનો ભેદ દર્શાવતું પરિશિષ્ટ આપ્યું છે. લખાણના સ્પષ્ટીકરણમાં અતિ આવશ્યક ચિત્રાંકને પણ આપ્યાં છે. છેલ્લે વિદ્યાથીઓ અને જિજ્ઞાસુઓને ઉપયોગી થાય તે માટે સંક્ષિપ્ત સંદર્ભગ્રંથસૂચિ આપી છે.
ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે હિંદુ મતિવિધાન, બૌદ્ધ ભૂતિવિધાન, અને જૈન “મતિવિધાન” નામનાં ત્રણ અલગ પુસ્તકે પ્રગટ થયાં છે. એ ગ્રંથમાં નહિવત કે સંક્ષેપમાં આવતા કેટલાક મુદ્દાઓને આ પુસ્તિકામાં વિસ્તારથી રજૂ કર્યા છે. આથી ઉપર્યુક્ત ત્રણ ગ્રંથ સાથે અંકેડારૂપે આ પુસ્તિકા સામેલ થતાં ભારતીય સંસ્કૃતિના વિદ્યાથીઓ ઉપરાંત જિજ્ઞાસુઓને પણ આ પુસ્તિકા ઉપયોગી નીવડશે.
આ પુસ્તિકા તૈયાર કરવામાં સલાહસૂચન અને જરૂરી માહિતી પૂરી પાડવા માટે ભે. જે. વિદ્યાભવનના ડિ. હરિપ્રસાદ શાસ્ત્રી તેમજ ડે. ભારતીબેન શેલતને, ખંભાત કેલેજના છે. સી. એમ. દેસાઈને અને પુસ્તિકાનું પરામર્શન કરી પ્રકાશનક્ષમ કરી આપવા માટે ભે. જે. વિદ્યાભવનના અધ્યક્ષ અને આ ગ્રંથના પરામશક શ્રી. ડૉ. પ્રવીણભાઈ પરીખને હાર્દિક આભાર માનું છું. આ પુસ્તિકાના લેખનની કામગીરી મને સોંપવા બલદ હું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને તેના અધ્યક્ષ શ્રી સેડિલ સાહેબનો આભારી છું. ખંભાત
જે. પી. અમીન કે વતન : સંડેર, તા. પાટણ, જિ. મહેસાણા
ભારતીય સંસ્કૃતિ વિભાગ મકર સંક્રાંતિ, વિ. સં. ૨૦૩૮
આર્સ, કેમર્સ–સાયન્સ કોલેજ (તા. ૧૪-૧-૧૯૮૨)
ખંભાત
અધ્યક્ષ
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૩૫
પ્રકરણ ૧ મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા
(અ) વિભાવના
(આ) પ્રાચીનતા પરિશિષ્ટ : જુદા જુદા ધર્મોમાં મૂર્તિપૂજાનું સ્વરૂપ પ્રકરણ ૨ મૂર્તિવિધાન : કલા અને શાસ્ત્ર
(અ) કલા (આ) શિલ્પ-સાહિત્ય (ઈ) સાંસ્કૃતિક ઈતિહાસના સાધન તરીકે મતિવિધાનનું મહત્વ
(ઈ) મૂર્તિવિધાનના અભ્યાસનાં સાધન પ્રકરણ ૩ મૂતિવિધાન માટેના પદાર્થો અને પદ્ધતિઓ
(અ) પાષાણુ (અ) ધાતુ () મૃત્તિકા
(ઈ) કાષ્ઠ પ્રકરણ ૪ મૃતિવિધાન : દેહમાન અને અંગઉપાંગ
(અ) મૂર્તિના પ્રકારે (આ) તાલમાન (ઈ) આસન (6) અંગભંગીઓ (ઉ) મુદ્દાઓ
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મૂતિ'વિધાન દત્તુભૂષા, આયુધો, ઉપકરણા, વાહના, વગેરે
(અ) વસ્ત્રપરિધાન
(આ) અલકારા
(૪) કેશભૂષા
(ઈ) આયુધા, ઉપકરણા, વાદ્યો
વાહના
(ઊ) પીઠિકા (ઋ) મૂતિ એમાં ભાવદશન
પરિશિષ્ટ મૂર્તિવિધાનઃ કલા-પરપરા અને શૈલીએ
સૌંદર્ભ ગ્રંથાની સૂચિ પરિભાષા
ચિત્રોના પટ્ટ
પટ્ટ ૧. તાલમાન (નવતાલ મૂર્તિ) પટ્ટ ૨. સ્મૃતિ એનાં અગભગ અને આસના
પટ્ટ ૩. દેવભૂતિ એની મુદ્રાઓ પટ્ટ ૪. દેવમૂર્તિના અલકાર
પટ્ટ ૫. દેવમૂતિ એનાં આયુધા અને ઉપકરણ
પ
૭.
८०
૮૧
૪૭
૫૦
૫૫
}
Fe
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧. મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા
(આ વિભાવના
સમગ્ર માનવજાતિને પ્રથમ અને પ્રાથમિક ધમ પ્રકૃતિવાદ (Naturalism) હતા. એટલે સ્વભાવિક રીતે જ માનવીની પૂજાનું પ્રથમ કેન્દ્ર પ્રકૃતિ બની. જગતના સાહિત્યમાં સૌ પ્રથમ પ્રકૃતિપૂજા અશ્વેદની ઋચાઓમાં નિહાળાય છે.
પ્રાચીનકાળના આર્ય ઋષિમુનિઓ નૈસર્ગિક જીવન જીવતા હતા. નિસર્ગ (કુદરત) જ એમને પ્રેરણા સ્ત્રોત અને પરમ ગુરુ હતી. નૈસર્ગિક જીવન જીવવાને કારણે તથા નિસર્ગ એમને પ્રેરણાસ્ત્રોત હોવાને કારણે એમનાં અંતઃકરણ સદા સર્વદા નિર્વાસનિક, નિર્વિકારી અને નિરંજન ( વિશુદ્ધ) રહેતાં. એમના શ્વાસ પ્રમ્ભવાસમાં, હૃદયના ધબકારામાં અને રુધિરના પરિભ્રમણના પ્રત્યેક થડકારમાં નૈસર્ગિકતા નિહાળાતી હતી. એમનો સમગ્ર કાળ નિસર્ગની અર્થાત્ પ્રકૃતિની પુનિત ગાદમાં પસાર થતો હતો. એટલે નિત્ય નિહાળાતાં પ્રકૃતિનાં વિવિધ નયનરમ્ય ત જેવાં કે ઉષા, સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, પર્જન્ય, વાયુ, સરિતા, સાગર, પહાડ, વૃક્ષ, વનરાજિ, આદિ એમના આરાધ્ય દેવ બન્યાં. ઊઠતાની સાથે આખે. આગળ આકારિત થતું અફાટ આકાશમંડળ અને એમાં ચમકતે ચંદ્ર, ટમટમ થતા તારા, પ્રકાશિત થતા સૂય, આનંદવિભોર કરતાં ઉષાનાં વિવિધ નયનરમ્ય દ, ઝરમર ઝરમર થતી વષ, શીતળતા વેરતો વાયુ તેમજ અવનિ પર નિહાળાતાં સરિતા, સાગર, પહાડ, વૃક્ષ, વનરાજ આદિ એમનાં આંતરમનમાં આત્મસાત થવા લાગ્યાં. પહાડ, પર્વત અને ગિરિકંદરાઓ પરથી ખળખળ વહેતી સરિતાના વહેણમાં સંભળાતું સુમધુર સંગીત, તથા વનવૃક્ષ, વનરાજિની શાખાપ્રશાખાનાં પર્ણો સાથે અહનિશ થતા પવન દેવતાના પ્રેમ-સપના પરિણામે નિષ્પન્ન થતા સુમધુર નિનાદ, આર્ય—ઋષિઓના આંતર મનને આલાદિત કરી
Page #9
--------------------------------------------------------------------------
________________
૨
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
આશ્ચર્યાનંદમાં ડુબાડી દેતાં. એટલે તો તેઓ નિસર્ગની વિવિધ શક્તિઓના ઉપાસક બન્યા. પ્રકૃતિ માનવીની મહા-માતા છે. આ જ પ્રકૃતિ માનવીના દૈનિક જીવનમાં અનેક રીતે ઉપયોગી થઈ આશીર્વાદરૂપ બની હતી. વૃક્ષોની શીતળ છાયા, એની શાખા અને પ્રશાખાઓ અને પર્ણો દ્વારા નિર્માણ થતી પર્ણકુટિર વગેરે આશ્રમ સ્થાને, સરિતાના નિર્મળ નીરનું જલપાન, સ્નાન તથા કૃષિ આદિમાં ઉપયોગિતા, પહાડ-પર્વત આદિની ગુફાઓમાં સુરક્ષિત નિવાસ, ગે-દુધ તથા એના વાછરડા-બળદ વગેરેની કૃષિ-કાર્યમાં અનિવાર્યતા, સૂર્ય, ચંદ્ર વગેરે દ્વારા પ્રકાશ પિષણ અને પ્રસન્નતા વગેરે અનેકવિધ પ્રકારની ઉપયોગિતા પ્રાચીન કાળના ઋષિઓને મનમાં વસી એટલે તેઓ ઉપકૃત ભાવથી પણ પ્રકૃતિના પૂજક બન્યા.
આમ, પ્રકૃતિનાં વિવિધ તામાં રહેલ અસ્પષ્ટ અને અગમ્ય શક્તિ તરફ માનવી ભીતિ-ભાવના, ભક્તિ-ભાવના કે સમર્પણ-ભાવનાથી, કોઈને કોઈ પદાર્થ ને આ અદષ્ટ શક્તિની પ્રતિકૃતિ કે પ્રતિનિધિરૂપે સ્વીકારી, આશ્ચયવત્ અહોભાવથી એને પ્રતિ અંતરનાં ભાવ-પુષ્પ ચડાવવા લાગ્યા. આ ભાવના પૂજાના નામે ઓળખાઈ. પૂજામાં પણ યજ્ઞ-યાગની ભાવના સમાઈ. જે રીતે દેવ-યજ્ઞમાં કે યજ્ઞયાગમાં દેવ-વિશેષ પ્રતિ દૂધ, દહીં, ઘી ધન-ધાન્ય આદિ વિવિધ દ્રવ્યોની આહૂતિ આપવામાં આવે છે, તે રીતે પૂજામાં પણ કેઈ ને કઈ દેવવિશેષ પ્રતિ પુષ્પ, ફળ, ચન્દન, અક્ષત, વસ્ત્ર વગેરે સમર્પિત કરવાનું અભિપ્રેત છે.
પૂજા શબ્દને આ અર્થ પૂજા-પરંપરાનાં અતિવિકસિત સ્વરૂપને ઘાતક છે.
નિવિકલ્પ સમાધિની પારમાર્થિક સત્તામાં આત્મસાત થતું સ્વ સ્વરૂપ આત્મ તત્વ – ચૈતન્યસત, ચિત, આનંદ, અખંડ અવિનાશી, નિરંજન, નિરાકાર, નિલેપ, હોવા છતાં વ્યુત્થાન અવસ્થાની વ્યાવહારિક સત્તામાં નિહાળતાં અનેકવિધ નયનરમ્ય નૈસર્ગિક તત્વો અને એમાં ઓતપ્રોત રહી એની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં તાલમય રહેલ અગમ્ય અદશ્ય શક્તિ એમના આરાધ્ય દેવ બન્યાં. એમણે એમના હદયમાં રમમાણ નૈસર્ગિક તત્ત્વોના આ દિવ્ય ભાવોને પ્રજ્ઞા દ્વારા પ્રફૂટ કવિત્વ શક્તિના બળે શબ્દોમાં-ચાઓમાં આકારિત કર્યા. આ શબ્દ-ચિત્ર એટલું બધું હૂબહૂ, અંગ ઉપાંગેયુક્ત અને દિવ્યતાથી દેદીપ્યમાન હતું કે, ચિત્રકારો એને રંગ અને રેખાઓમાં રમતું કરવા લલચાયા અને શિપીઓ મૃત્તકા, કાષ્ઠ, પથ્થર જેવા ઘન પદાર્થોમાં કંડારવા આકર્ષાયા. દેવદેવીનાં આ વર્ણને પ્રતીક સ્વરૂપે મૃત્તિકા, કાષ્ઠ અને પાષાણમાં પ્રત્યક્ષ થયાં. આમ આ અમૂર્ત-ભાવો ઘન પદાર્થોમાં મૂર્ત થયા અને એણે પાછળથી મૂર્તિનું સ્વરૂપ ધારણ કર્યું. જતે દિવસે
Page #10
--------------------------------------------------------------------------
________________
મૃતિપૂજાની વિભાવના અને પ્રાચીનતા
મૂર્તિમાં જે તે દેવદેવીઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. પરિણામે આ મૂર્તિ જે તે દેવ-દેવીના નામે ઓળખાવા લાગી અને સામાન્ય મતિના માણસોએ એની પૂજા શરૂ કરી.
આપણે ત્યાં “મૂતિ” ના પર્યાય રૂપે “પ્રતિમા” શબ્દ વપરાય છે. હિન્દુઓ “પ્રતિમાં” શબ્દ અંગ્રેજી ભાષામાં (Idol) બાવલાના અર્થમાં વાપરતા નથી. Idol હંમેશાં ખેટા દેવ માટે વપરાય છે. મૂતિ શબ્દ પ્રતિમાના પર્યાય જેવો છે. મૂર્તિપૂજાના કારણે મૂર્તિ માટેના બે વિચારે પ્રાચીન સમયમાં યુરોપમાં પ્રવર્તતા હતા. પ્રથમ મૂર્તિને ચિત્ર તરીકે ગણતા. અભણ માનવીઓ માટે પવિત્ર ચિત્રો અને “બાવલા”એ લેટિન ચર્ચમાં વપરાતા અને તેઓ જીસસ saint (સંત) ના ઈતિહાસમાં રસ ધરાવતા. બીજું “Doll” પૂતળાં કે દેવી અસરવાળી Idol મનાતી. આની સાથે હિન્દુ વિચારનું સામ્ય જણાય છે. સંસ્કૃતમાં પ્રતિમા એટલે તુલ્યતા, સામ્ય, રમ્ય આકાર અથવા પ્રતિબિંબ. આ બધા શબ્દનો અર્થ પ્રતિમા જે જ થાય છે. હિન્દુ પ્રતિમાના દૈવી સત્ત્વનું સામ્ય જ માન્યું છે. હિન્દુઓના ઉચ્ચ તત્ત્વજ્ઞાનમાં દેવને નિર્ગુણ બ્રહ્મ કહ્યા છે. આ ભાવ આધ્યાત્મિક કક્ષાએ પહોંચ્યા પછી સત્ય જણાય છે, પરંતુ સામાન્ય પૂજા માટે તે યોગ્ય નથી. તેથી તે કક્ષાની સમજ માટે દેવને સગુણ કહ્યા છે અને તેજ વિશ્વના સર્જક સંવર્ધક(પષક) અને સંહારક છે. આથી દેવને માનવ આકારના બનાવવામાં આવ્યા છે. હિન્દુઓ દેવનું આહૂવાન અમુક પ્રતિમા કે જે તે દેવ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે, તેમાં આવીને દેવને વાસા કરવા વિનંતી કરે છે. આવા પ્રકારના આહવાન માટે શાસ્ત્રીય નિયમો અને મંત્ર છે. તે માટેની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આને દેવના નિવાસ માટેના અધિષ્ઠાન કે અધિવાસની વિધિ કહેવામાં આવે છે. | ભારતના મહાન વિચારકે મૂર્તિમાં દેવનું પ્રતિબિંબ માને છે છતાં પ્રાર્થનામાં તેઓ માને છે કે માળીયાન મતો મીયાન. આ વિચારની પાછળનો ભાવ એ છે કે મૂર્તિપૂજા વખતે કે તેને મૂર્તિ સિવાય બીજું કંઈ ગણતા નથી. તેની પાછળની ફિલસૂફી એમ બતાવે છે કે મનુષ્યને જીવ દેવ સાથે તાદા
મ્ય અનુભવે છે; પણ ધીરેધીરે માનવ આ અકયનો ભાવ ભૂલી ગયો છે. આ ભૂલી જવાની પ્રક્રિયાને “માયા” શબ્દથી ઓળખવામાં આવે છે અને તેથી આધ્યાત્મિક રીતે માનવ આત્મા અને પરમાત્મા વચ્ચે મેટું અંતર રહેલું છે. આથી પ્રતિમા ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બને
Page #11
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
છે. મૂર્તિપૂજા ભારતનાં શિલ્પના વિકાસમાં ઉપયોગી છે. તેવી જ રીતે દેવની પૂજા માટેની પ્રતીકે પાસના” ભારતીય તત્વજ્ઞાન પ્રમાણે છે. જેમકે, હિન્દુઓએ સૂર્ય, પૃથ્વી, ગ્રહો, નદીઓ વગેરેને દેનાં પ્રતીક તરીકે સ્વીકાર્યા છે અને તેઓ તરફ પિતાને પૂજયભાવ દર્શાવેલ છે. આ ઉપરાંત તેઓએ પથ્થરે અને દેવના પ્રતીક તરીકે લિંગને પણ સ્વીકાર્યું છે. યજ્ઞ પણ એક પ્રકારનું પ્રતીક છે. બન્ને પ્રકારો એક સાથે ભારતમાં પ્રચારમાં રહ્યા, વેદના પ્રતીક તરીકે “ઓમ” પણ મૂર્તિપૂજાની સાથે સાથે પ્રચારમાં રહ્યું.
પૂજા, અર્ચા અને અર્ચને અન્યાશ્રય સંબંધ છે. આ અર્ચા-દેવપૂજા વિભિન્ન યુગમાં ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરતી રહી.
પૂજા-પરંપરાના વિકાસક્રમની દષ્ટિએ મુખ્યત્વે પાંચ સે પાન જોવા મળે છે: ૧. સ્તુતિ, ૨. આહુતિ, ૩, ઇયાન અથવા ચિંતન, ૪. યોગ અને પ. ઉપચાર,
ઋગ્રેદમાં દેવપૂજા સ્તુતિપ્રધાન હતી. યજુર્વેદ વગેરે ઉત્તર વેદિક (બ્રાહ્મણ ગ્રંથે, સૂત્રગ્રંથ, વગેરે)માં દેવ–પૂજા આહુતિપ્રધાન (યજ્ઞ-યાગ અગ્નિહોત્ર ઈત્યાદિ) હતી. આજ પૂજા આરણ્યકે અને ઉપનિષદોમાં ચિંતન પ્રધાન (ધ્યાનપ્રધાન) બની ગઈ. આ ધ્યાન પરંપરામાંથી યોગ-પ્રધાન પૂજા પ્રચલિત થઈ જે મહદ્દઅંશે દર્શનયુગમાં ચિત્તવૃત્તિ-નિરોધ અને મોક્ષનું સામાન્ય સાધન મનાયું. કાલાંતરે પૌરાણિક પરંપરામાં આ પૂજા ઉપચારપ્રધાન બની. એમાં પણ વયક્તિક અને સામૂહિક એમ બે પ્રકારની ઉપચાર-પૂજા જોવા મળે છે. એમાં સામૂહિક પૂજાના વિકાસમાં આ દેશમાં તીર્થસ્થાનનું નિર્માણ તથા ગંગા-સ્નાન, કીર્તન, તીર્થયાત્રા, મંદિર-નિર્માણ વગેરેની ભાવના શરૂ થઈ. (આ) પ્રાચીનતા :
ઉપલબ્ધ પુરાવાઓને આધારે કહી શકાય કે ભારતમાં મૂર્તિપૂજાનું અસ્તિત્વ વેદકાલથી પણ પ્રાચીન હતું. પ્રાક વેદિક હડપ્પીય સભ્યતા (ઈ. સ. પૂર્વે ૨૫૦૦ થી ઈ. સ. પૂર્વે ૧૫૦૦)માંથી મળી આવેલા આદ્ય પશુપતિ, માતૃ-દેવી તેમજ લિંગ પૂજાના પ્રતીક સમાન લિંગ વગેરેની પ્રતિમાઓ પરથી ભારતમાં વેદકાળ પહેલાં મૂર્તિપૂજા પ્રચલિત હેવાનું અનુમાન કરી શકાય.
અન્ય પ્રમાણેને આધારે એની પ્રાચીનતા પણ સ્પષ્ટતઃ પ્રતીત થાય છે : (૧) સાહિત્યિક અને (૨) પુરાતત્વીય એમ બે પ્રકારનાં પ્રમાણોને આધારે ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતા વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરી શકાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા સાહિત્યિક પ્રમાણે ?
ઉપલબ્ધ સાહિત્યમાં પ્રાચીનતમ સાહિત્ય તરીકે વેદોને સ્વીકારવામાં આવે છે. વૈદિક સંહિતાઓમાં ભૌતિક સામગ્રીમાંથી બનાવેલ શિલ્પના ઉલ્લેખ મળે છે. પરંતુ હજુ સુધી વેદ સંહિતાઓના કાલ (આશરે ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦)ના કોઈ નમૂના ઉપલબ્ધ થયા નથી.
પ્રાચીનતમ વેદ ઋગ્રેદમાં “રૂપશિ૯૫)-નિમણના ઘણા ઉલ્લેખ આવે છે. ભારતીય શિલ્પ સ્થાપત્યના મુખ્ય પ્રણેતા “વિશવકમ” નામે ઓળખાયા છે. ભવન-પ્રાસાદેનું તેઓ નિર્માણ કરે છે. કદમાં તેઓ તેથી “ભૌવન-વિશ્વકર્મા કહેવાયા છે. તેઓ જ રૂ૫-નિર્માણનું કામ કરનાર “ત્વષ્ટા” તરીકે ઓળખાયા છે. તક્ષણકાર્ય (કોતરકામ) દ્વારા વિવિધ રૂપોનું નિર્માણ કરે છે. ઈન્દ્રને પણ “ત્વષ્ટા” તરીકે ઓળખાવ્યા છે. તેમના સંબંધમાં કહ્યું છે કે તેઓ પિતાની માયા(શક્તિ) વડે અનેક રૂપનું નિર્માણ કરે છે. “વધ કિ” કાષ્ઠ-શિલ્પી છે. કર્માર-લુહારને પણ વેદમાં ઉલ્લેખ છે.
આ ધંધાકીય શ્રેણીઓના ઉલ્લેખે વેદના સમયમાં વિકાસ પામેલી શિલ્પ-કલાને ખ્યાલ આપે છે. કલા અને ઉદ્યોગ માટે તે સમયે શિલ્પ” શબ્દ પ્રચારમાં હતો. સૌન્દર્યની અધિષ્ઠાત્રી દેવી “શ્રી” નામે ઓળખાતી. એની સખી હતી “લક્ષ્મી'. એ બન્ને મળીને જે દેવીનું સ્વરૂપ વિકાસ પામ્યું તે “શ્રી-લક્ષ્મી’. આ દેવી ભારતીય કલાના મૂર્ત સૌન્દર્યની અધિષ્ઠાત્રી હતી. આ દેવીની પૂજા અને માનતા વૈદિક યુગથી આજ સુધી ચાલુ રહેલ છે. પદ્મહસ્તા પવિની કે ગજલક્ષ્મી રૂપે એ આજે દીપાવલીના અવસર પર પૂજાય છે.
મૂર્તિના ઉલ્લેખ ઋગવેદમાં અવારનવાર થયા છે. દા. ત., આ મારા ઇન્દ્રને દશ ગાયોથી કોણ ખરીદશે ? (૪, ૨૪, ૧૦). ઈન્દ્ર, હું તમને મોટી કિંમતથી પણ નહિ આપું (વેચું), ભલે કેાઈ સો, હજાર કે દશ હજાર કેમ ન આપે ? (૮, ૧, ૫), આ પરથી ઇન્દ્રની મૂર્તિ બનતી હોવાની સંભાવના જણાય છે. ઈન્દ્ર મરુત વગેરેની મૂર્તિ પૂજા માટે નહીં પણ ઉત્સવમાં વિશિષ્ટ પ્રયોજન માટે બનતી હશે. મૂર્તિ બનાવવાની પ્રક્રિયા જાણતી હોવાનું જણાય છે. દા. ત., “જે વિરૂપ ઘન પદાર્થ છે, તેમાંથી સુંદર મૂર્તિ બનાવો” (ઋવેદમાં ૪, ૨૮, ૫; અથર્વવેદ ૪, ૨૭, ૬). સુંદર રીતે ઘડાયેલી મૂતિને “સંદેશ” કહેવામાં આવતી. “ન સંદશે તિતિ રૂપ ગણ્ય ન વક્રુષા ઘરથતિ નૈન (એનું રૂપ કેઈપણ મૂર્તિના ક્ષેત્રમાં રહેલું નથી, તેનો આકાર સ્કૂલ ચક્ષુથી કાઈપણ
Page #13
--------------------------------------------------------------------------
________________
૬ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે જઈ ન શકે). આ અને અન્ય આવા ઉલ્લેખે (ઋ.માં ૨, ૪, ૪ વગેરે) પરથી “સંદેશ” સુંદર રીતે ઘડાયેલી મૂર્તિના અર્થમાં વપરાયેલ લાગે છે.
શુકલ યજુર્વેદની વાજસનેયી સંહિતામાં મતિ વિશે ઘણા ઉલેખે છે. તેમાંના એક ઉલેખમાં સૂર્યદેવને હિરણ્યપાણિ ( અર્થાત જેના હાથ સુવર્ણના છે) કહેવામાં આવેલ છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે સૂર્યના હાથ મૂર્તિ ભંજક રાક્ષસે તેડી નાખ્યા હતા. તેથી દેવોએ તેમને સુવર્ણના હાથ આપ્યા. આ ઉપરાંત આ સંહિતામાં બીજા કેટલાક ઉલ્લેખ છે જે બતાવે છે કે વેદના સમયમાં મૂતિએનું અસ્તિત્વ હતું. જેમ કે, અગ્નિનું શરીર લેખંડ, ચાંદી કે સેનાનું હતું. વાહક અગ્નિને લઈ જતા હતા. દિવસ અને રાત-દેવોને સુંદર શિલ્પ હતાં. કાષ્ઠ કેતરકામ” કરનાર મુતિને સુંદર બનાવે છે, વગેરે.
કૃષ્ણ યજુર્વેદ અથવા તૈત્તિરીય સંહિતામાંથી મૂતિઓના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. યજ્ઞમાં મૂર્તિને ઉપયોગ થતો હોવાનું આ સંહિતામાંથી જાણવા મળે છે. દા. ત., “તે સુવર્ણ—માનવ યજ્ઞને ટેકો આપવા મૂકે છે.” આ દેવનું મંદિર છે. વગેરે. કાઠક સંહિતામાં “દેવલ” શબ્દ જે ઋષિ મૂર્તિઓમાંથી કમાણી કરતે. હોય તે અર્થમાં વપરાયેલે છે. - અથર્વવેદ સંહિતામાં તો મૂતિઓના ઉલ્લેખ ઉપરાંત મંદિરની સ્થાપનાની નેધ પણ મળે છે.
બ્રાહ્મણ ગ્રંથમાંથી સૂર્યપૂજાને લગતા યજ્ઞયાગાદિના વિધિમાં ચક્ર કે સુવર્ણના ટુકડા સૂર્યના પ્રતીક તરીકે પૂજાતા હોવાનું જાણવા મળે છે. શતપથ બ્રાહ્મણ પુરુષની સુવર્ણ પ્રતિમા બનાવવાની સૂચના વિસ્તારથી આપે છે. ઉપરાંત આ શતપથ બ્રાહ્મણમાં કાલદેવ, રાત્રિદેવી વગેરેની મૂતિઓ ઈટો ઉપર કોતરવાના ઉલેખે પણ મળે છે. ષવિંશ બ્રાહ્મણમાં “દેવ મંદિરે પૂજે છે, દેવની મૂર્તિ એ. હસે છે, રડે છે, ચીસો પાડે છે જેની નોંધ જોવામાં આવે છે. “દેવાના. ચર” જેવા ઉલ્લેખે પંચવિશ બ્રાહ્મણમાં છે. ઋગ્વદના સાંખ્યયન બ્રાહ્મણમાં મૃતિઓને છૂટા છવાયા ઉલ્લેખ છે. દા. ત., સૂર્યની મૂર્તિના હાથ ખંડિત થઈ ગયા છે. તેઓના હાથ સુવર્ણના બનાવેલા છે.” વગેરે ઉલ્લેખે ઉપલબ્ધ થાય છે. કૃષ્ણ યજુર્વેદના તૈત્તિરીય બ્રાહ્મણમાં મૂર્તિઓના કેટલાક ઉલ્લેખ છે. જેમકે દેવોની સન્મુખ ઉદ્દગાતા હોય છે, અગ્નિ રથમાં છે, આ દેવો રથમાં છે. હતાને ઉષાની બે મૂતિઓની પૂજા કરવા દો. સરસ્વતી, ઈડા અને ભારતીની ત્રણ મૂર્તિએ સુવર્ણની બનાવેલી ત્રણ દેવીઓ, વિવિધ મૂતિઓના શિલ્પી ત્વષ્ટા આ બધા દેવતાઓ યજમાનના શ્રેય માટે રથમાં મૂકેલા છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા
તૈત્તિરીય આરણ્યકમાં મૂર્તિઓના ઘણા ઉલ્લેખ મળે છે. દા. ત., ૧. દ્ધને સફેદ વસ્ત્રો હોય છે. ૨, દેવનાં વસ્ત્રો પીળા રંગનાં વાપરવાં 8. કશ્યપની કલામાં સાત સે રજૂ કરેલા છે. ૪. “વિશવકર્મા સૂયમૂતિએ તમને આપે. ૫. “વષ્ટા તમને મૂતિએ આપે.' ૬. “વિદ્વાન ત્વષ્ટા મૂર્તિઓ બનાવનાર છે. ૭. “તમે જ મૂર્તિ છે” વગેરે. અતરેય આરણ્યકમાં પણ આવા કેટલાક ઉલ્લેખ મળે છે, જેમ કે મેં ઇન્દ્રદેવનું શરીર બનાવ્યું વગેરે.
સૂત્ર-સાહિત્યમાં દેવની મૂતિઓના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. મહસૂત્રો અને શ્રોતસૂત્રોમાં મૂર્તિની સ્થાપના મૂતિ માટે મંદિર વગેરેને લગતા સ્પષ્ટ ઉલેખ જોવા મળે છે, જેના પરથી પ્રતીત થાય છે કે આ સમયે મૂર્તિપૂજાને પ્રચાર સર્વ સામાન્ય હશે.
બૌધાયન પાત્રમાં વિષ્ણુ મહાપુરુષ, વિનાયક (ગણેશ), યમ વગેરેના ઉલ્લેખ મળી આવે છે. જેના પરથી પ્રતીત થાય છે કે આ સમયે વિવિધ દેવાની પૂજા થતી હશે. આ ઉપરાંત આ અવસૂત્રમાં સુવર્ણમૂતિઓ અને ગ્રામ્ય દેવતાઓના પણ ઉલ્લેખ છે, જેના પરથી પ્રતીત થાય છે કે તે સમયે સુવર્ણની પ્રતિમાઓ પણ બનતી હશે. અથર્વવેદના કૌશિકસૂત્રમાં દેવોને નૃત્ય કરતા, પડી, જતા, હસતા અને ગાતા હોવાના ઉલેખ અવારનવાર મળે છે. આશ્વલાયન ગૃહસૂત્રમાં પણ મૂર્તિપૂજાના ઉલ્લેખ છે. એમાં ગૃહદેવતા અને વાસ્તુદેવતાના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ઉપરાંત આમાં ગૃહ પરિશિષ્ટમાં ગ્રહની મૂતિઓ અને એની નિર્માણ સામગ્રીનાં દ્રવ્યની નોધ છે.
મનમૃતિમાં મૂતિઓના ઘણા ઉલેખે મળી આવે છે. એમાં જણાવ્યું છે કે બ્રહ્મચારીની ઘણુ ફરજોમાંની એક ફરજ દેવની મૂર્તિની પૂજા કરવાની છે. દેવલક અથવા નીચી કક્ષાના બ્રાહ્મણની નેધ છે કે તે મૂતિઓને આપેલ બલિદાનથી(દેવદ્રવ્યથી પિતાનું જીવન નિભાવતો હતો. મનુએ મૂર્તિની પ્રદક્ષિણા કરવાના નિયમો આપ્યા છે. ઉપરાંત તેના પડછાયાને ઓળંગવાના અને તેની હાજરીમાં લેવાની પ્રતિજ્ઞા વગેરે પણ જણાવ્યાં છે. તેવી જ રીતે ભૂમિની છત માટેના નિયમો અને તેમાંના એકમાં મૂર્તિઓની પૂના નિયમે આપ્યા છે. મનુના સમયમાં બીજી ચીજોની સાથે બે જમીન વચ્ચેની સીમા બતાવવા માટે દેવના મંદિરનો ઉપયોગ સીમા રેખા તરીકે થતા તે બતાવ્યું છે. તેવી જ રીતે મૂતિ તેડવાને મોટો ગુને હતે. ગૌતમ ધર્મસૂત્ર જણાવે છે કે, દેવના મંદિરની પ્રદક્ષિણા કરવી જોઈએ તથા દેવની મૂતિઓ સંમુખ કેઈપણ પ્રકારનું અનિષ્ટ
*
* *
Page #15
--------------------------------------------------------------------------
________________
૮ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે કરવું નહીં. ઉપરાંત તેમાં જણાવેલ છે કે, જે કઈ શરીર ઉપર શાલિગ્રામની પ્રસાદીનું ચંદન કે કુમકુમ લગાડે છે તે મેક્ષ મેળવે છે. આપસ્તમ્બ ધર્મસૂત્રમાં પણ મૂર્તિ પૂજાને લગતા લગભગ આવા જ ઉલ્લેખ મળે છે. એમાં જણાવેલ છે કે, દેના સંમુખ કઈ પણ પ્રકારનું ગંદુ કાર્ય કરવું નહીં તેમજ અગ્નિ, બ્રાહ્મણ, દેવ, વગેરેની તરફ પિતાના પગ લંબાવીને બેસવું નહીં. આ બધા ઉલેખે પરથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે આ સમયે મૂર્તિપૂજા થતી હતી. - પ્રાચીન વ્યાકરણાચાર્યોમાં સૂત્રકાર પાણિનિ તથા મહાભાષ્યકાર પતંજલિના નામો વિશેષ જાણીતા છે. પાણિનિના અષ્ટાધ્યાયીમાં પ્રતિમા–પૂજાના ઘણે ઉલ્લેખ મળે છે. પતંજલિને સમય ઈ. સ. પૂર્વે ૫ મા શતક પહેલાનો (લગભગ ઈ. સ. પૂર્વે ૮૦૦)નો મનાય છે. પાણિનિ અષ્ટાધ્યાયીમાં નીચેનાં સૂત્રોમાં પ્રતિમાપૂજાને સંકેત છે.
(૧) નવિ પિ –વંયમ રૂ. ૨૬ (૨) મત્તિ:
રતુ. રૂ. ૧૬ (૩) વાસુદેવાણુનાખ્યાં ગુર્જ તુ. રૂ. ૧૮ (૪) મહRIષા હેન્. તૃતી. ૪, ૨૨ (૫) રે પ્રતિકૃતૌ– ઉત્તમ રૂ. ૧૬
પાણિનિસૂત્રોના મહાન ટીકાકાર પતંજલિ એક સૂત્રની રચના કરતાં નેધે છે કે વાસુદેવ, શિવ, સ્કન્દ, વિષણુ અને આદિત્ય વગેરે શબ્દો દેવની મૂર્તિઓ માટે વપરાયા છે. એના બીજા સૂત્રમાં કાશ્યપની મૂતિઓના ઉલ્લેખ છે. ઉપરાંત હાથમાં લેહના ભાલા રાખીને શિવ ભગવાનના અનુયાયીઓ મૃદંગ, શંખ, વગાડતા વગેરે માહિતી આમાંથી પ્રાપ્ત થાય છે. આ પરથી પ્રતીત થાય છે કે, હિંદુ ત્રિમૂર્તિના મુખ્ય દેવો અત્યારની જેમ તે તે સમયે પણ પ્રચલિત હતા.
પાણિનિના સૂત્ર ૪–૧, ૫-૪ની સમજૂતિ આપતાં પતંજલિ મૂતિઓનાં મુખ, નાક વગેરેને લગતા ઉલ્લેખે આપે છે.
પ્રાચીન ભારતમાં મૂર્તિઓની પૂજા સામાન્ય રીતે થતી હતી તેમ અર્થશાસ્ત્રના ઉોમાંથી જાણી શકાય છે. અર્થશાસ્ત્રમાં મુખ્ય દેવેની નેંધ આવે છે. એમાંથી જાણવા મળે છે કે “શહેરની મધ્યમાં” અપરાજિત, અપ્રતિહત, જયંત, વૈજયંત, શિવ, શ્રવણ, અશિવન (દિવ્ય ઉદ્યો) વગેરે દેવોનું નિવાસ સ્થાન હશે, તેમજ જમીનના કણમાં વાસ્તુદેવતા યંગ્ય રીતે મૂકેલા હશે. તેવી
Page #16
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા જ રીતે મુખ્ય દરવાજાઓ જેવા કે, બ્રહ્મા, અન્ન, યામ્ય, સેનાપત્ય બનાવવામાં આવશે અને ૧૦૦ ધનુષના અંતરે પૂજાસ્થાનકે, ધર્મશાળાઓ અને મકાને બંધાશે. દરેક દિશામાં તેને યોગ્ય દિપાલે મૂકવામાં આવશે.
મહાભારતમાં મૂર્તિઓના વિપુલ ઉલ્લેખ મળી આવે છે, કેટલાંક પ્રકરણે પવિત્ર સ્થાનકોની યાત્રાઓની માત્ર વિગત આપે છે. એમાં ભીમા, ત્રિશૂલપાણિ, કામાખ્યા, વામન, આદિત્ય, સરસ્વતી, ધૂમાવતી, ભદ્રકણેશ્વર, કાલિકા, ચંદ્ર વગેરેની મૂર્તિઓના ઉલ્લેખ છે. મહાભારતને ભીમની લે ખંડની પ્રતિમા બનાવ્યાને પ્રસંગ એકદમ જાણીતો છે. એજ રીતે ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવીને મૂક ભક્ત એકલવ્યે એની અનન્યભાવે પૂજા-ઉપાસના કરી, એ દ્વારા ધનુર્વિદ્યા પ્રાપ્ત કર્યાને મહાભારતને પ્રસંગે ગુરુ-ભક્તિ માટે ગૌરવરૂપ ગણાય છે. એજ રીતે રામાયણમાં મૂર્તિપૂજાના અનેક ઉલ્લેખ મળી આવે છે. પુરાવશેષીય પ્રમાણે
ઉપર્યુક્ત પાણિનિના સૂત્રો, બ્રાહ્મણગ્રંથે, વગેરેમાં દેવની મૂર્તિઓના સ્પષ્ટ ઉલ્લેખો છે તેથી એમ કહી શકાય કે આ ગ્રંથની પહેલાં પણ મૂર્તિઓને વિકાસ થયો હતો. આ મતને સમર્થન આપતાં અનેક પુરાતત્વીય પ્રમાણે પ્રાપ્ત થયાં છે. ' હરપ્પીય સભ્યાતામાંથી પ્રાપ્ત થયેલ મુદ્રાઓ ભારતની મૂર્તિપૂજાની પ્રાચીનતાને છેક ઈ.સ. પૂર્વે ૨૫૦૦ સુધી અર્થાત આવ–એતિહાસિક કાલ સુધી લઈ જાય છે.
મુદ્રાઓ પરનાં રેખાંકનો બીબામાં બતાવીને ઉપસાવેલાં છે, જ્યારે મુદ્રાંકે પરના આકારે ઊંડા કતરેલા જોવા મળે છે.
મુદ્રાઓમાં પશુપતિ સ્વરૂપની આશિવ તરીકે ઓળખાતી ત્રણ મુદ્રાઓ. વિશિષ્ટ છે. આ મુદ્રાઓ પરનાં ત્રણ રેખાંકનમાં દેવતાના જે આકાર આલેખવામાં આવ્યા છે તે અનુકાલીન મહાદેવના સ્વરૂપ સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ પ્રકારની મુદ્રાઓમાં જે ત્રણ રેખાંકને જોવા મળે છે તેમાંના એક દક્ષિણભિમુખ, એક સંમુખ અને એક વામાભિમુખ એમ કુલ ત્રણ મુખ આલેખ્યાં છે, જ્યારે ત્રીજા રેખાંકનમાં માત્ર એક દક્ષિણાલિમુખ બતાવ્યું છે. એકમાં એ દેવ ભૂમિ પર બેઠેલા છે. જયારે બીજા બેમાં એ બાજઠ પર બેઠેલા છે, જેમાંનાં એકના પાયા વૃષભાકારે ઘડવામાં આવ્યા છે. ત્રણેયમાં એ દેવ યેગાસનમાં બેઠેલા
Page #17
--------------------------------------------------------------------------
________________
» ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે છે. તેમાં બંને પગની પાની એકબીજાને અડોઅડ લાવીને એના ચાપાં નીચાં રાખ્યાં છે. બંને હાથ ઢીંચણ ઉપર ટેકવેલા છે. આખા હાથમાં કડાં અને કલ્લીઓ પહેરેલી છે. એક રેખાંકનમાં દેવના કંઠમાં હારાવલી પહેરાવેલી છે. કટિમેખલા પણ છે અને નીચેના ભાગમાં ઊર્ધ્વશિરન આલેખાયેલું છે. માથા પરના વેષ્ટનમાં વચ્ચે મંજરીનું છેગું ખેસેલું છે. એની બંને બાજુએ બે શીંગડાં છે. એક મુખવાળા આકારમાં પાછળ લટોને લાંબે જૂટ લટકે છે. બે રેખાંકનમાં દેવને એકલા આલેખ્યા છે, પરંતુ ત્રીજા રેખાંકનમાં એમની આસપાસ પશુઓનો પરિવાર છે. ઉપરનાં ત્રણેય રેખાંકનોનાં લક્ષણે ઉત્તરકાલીન શિવસ્વરૂપ જેવાં જણાય છે.
સ્ત્રી દેહના આકારની માટીમાંથી બનાવેલ ભારે શિરષ્ટનવાળી પૂતળીઓ માતૃદેવીની હોય એમ મનાય છે. મેહે-જો-દડોની એક મુદ્રા પરના રેખાંકનમાં એક દેવીને પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. એમાં એના માથા પર બે શિંગડાં છે. આ આકૃતિ કેઇ મુખ્ય દેવીની હોય તેમ લાગે છે. હડપ્પાની એક મુદ્દા પરના રેખાંકનમાં એની નિમાંથી વૃક્ષને અંકુર ફૂટતો બતાવ્યો છે. એ પરથી પણ આ દેરીના વનસ્પતિ સાથેના સંબંધની પ્રતીતિ થાય છે.
હડપ્પા સભ્યતામાં મનુષ્યાકાર દેવની ઉપાસનાની સાથે સાથે પશુ, પક્ષી કે નરપશુ અને નરપક્ષીનાં મિશ્ચિત સ્વરૂપની ઉપાસના પ્રચલિત હોય તેમ જણાય છે. મોહેં–જો–દડોની એક મુદ્દા પરના રેખાંકનમાંથી વૃષભના પગ, પુછ અને શિંગડા ધરાવતી મનુષ્પાકાર વ્યક્તિ સ્પષ્ટતઃ દેવ સ્વરૂપની દ્યોતક છે. બીજી એક મુદ્રામાં આ દેવને શિંગડાવાળા વાઘ સાથે લઠતે દર્શાવ્યો છે. બીજી ત્રણ મુદ્રાઓ પરના રેખાંકનમાં આવો કોઈ વીરપુરૂષ બે હાથે વાઘ પર પિતાનું જોર અજમાવી રહ્યો છે. આવાં આલેખને પાછળ ધામિક હેતુ જ રહેલે જણાય છે.
મુદ્રાઓ અને તાવીજે પરનાં રેખાંકનમાં ખાસ કરીને પશુઆકૃતિઓ. આપવામાં આવી છે. આમાં એકથંગી વૃષભની છાપ સૌથી વધુ જોવામાં આવે છે. તેના મોં નીચે હંમેશા ધૂપદાની જેવું પાત્ર મૂકેલું હોય છે. આ એકશૃંગી વૃષભ કંઈ મુખ્ય દેવનું સ્વરૂપ હોય તેમ જણાય છે. આ ઉપરાંત મુદ્દાઓની રેખાંકમાં આપેલાં પશુઓ-ખાંધ વગરને સાંઢ, ખાંધવાળા સાંઢ, હાથી, વાલ, ગેંડા, પાડે, બકરો, હરણ વગેરે પશુઓ પણ દેવી સ્વરૂપનાં
Page #18
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા મનાતા હેવાનું અનુમાન કરી શકાય. મિશ્રિત પ્રાણીઓ પણ ધાર્મિક સ્વરૂપનાં છે. માણસની મેકળાવાળો એક વૃક્ષ દેવતા સાથે સંકળાયેલો જણાય છે. પશુ સ્વરૂપવાળા આવા બધા દેવો સૂર્યદેવનાં જ વિવિધ સ્વરૂપે હોવાનું મનાય છે. નાગદેવને આકાર મેંહે-જો-દડોની બે મુદ્દાઓ પર અંકિત થયેલ છે. આ ઉપરાંત કેટલાંક રૂપાંકનમાં સ્વસ્તિકની આકૃતિ પણ દેખા દે છે જે તત્કાલીન ધમ સાથે સંકળાયેલી હોવાનું જણાય છે. આમ હડપ્પીય સભ્યતામાંથી પ્રાપ્ત મુદ્રાઓ ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને ઈ.સ. પૂ. ૨૫૦૦ જેટલી તો લઈ જાય છે.
પ્રાપ્ત સિક્કાઓ ઉપર અંકિત થયેલા વિશિષ્ટ ચિહ્નો પણ ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને છતી કરે છે. દા. ત. શરસેનના સિક્કાઓ પર લક્ષ્મીની આકૃતિ અંકિત થયેલી છે. કેસલ, અવંતિ, વત્સ, વગેરે જનપદ રાજાના સિક્કાઓ. પરનું નંદિનું ચિહ્ન, કે પંચાલ જનપદના સિક્કાઓ પરનું શિવલિંગનું ચિહ્ન. તેમજ ઔદુમ્બર અને યૌધેય ગણરાજ્યના સિક્કાઓ પર અનુક્રમે મહાદેવ અને કાર્તિકેયની આકૃતિઓ ભારતમાં મૂર્તિપૂજા ઈસ્વીસનનાં પૂર્વ શતકોમાં પ્રચલિત હેવાનું પુરવાર કરે છે. શક–પલવ અને કુષાણ રાજાઓના સિકકાઓ પર શિવની જે આકૃતિઓ આલેખાઈ છે તે ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને ઈશુની પહેલી બીજી સદીમાં વ્યાપકપણે પ્રચલિત હોવાનું દર્શાવે છે. કુષાણ રાજાઓના સિક્કાઓ પર ગ્રીક, ઈરાની, બૌદ્ધ અને હિંદુ દેવદેવીઓની આકૃતિઓ અંકિત થઈ છે તે પરથી જુદા જુદા દેવના ગણોને તથા તેઓના મૂતિ–સ્વરૂપને વિકાસ પણ જોવા મળે છે. દા. ત. અગાઉ ભગવાન બુદ્ધ બોધિસત્વે કે સ્તુપ જેવા પ્રતીક દ્વારા રજૂ થતા જ્યારે કનિષ્કના સિક્કાઓ પર પહેલવહેલા માનવ સ્વરૂપે આલેખાયેલ છે. એવી રીતે શિવનું ચતુભુજ માનવસ્વરૂપ પણ સૌ પ્રથમ આ સિક્કાઓમાં જોવા મળે છે. વળી શિવના પરિવારનાં ઉમા, વિશાખ, સ્કંદ, કુમાર અને મહાસેનની આકૃતિઓ પણ આ સિક્કાઓ પર અંકિત થઈ છે. | ગુપ્ત સમ્રાટોના સિકકાઓના પૃષ્ઠ ભાગ પર દુગ, ગંગા અને લક્ષ્મીની આકૃતિઓ અંકિત થઈ છે. એમાં લક્ષ્મીનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. ગુપ્ત સિક્કાઓ પરનું ગરુડ ધ્વજનું ચિહ્ન ભારતીય મૂર્તિપૂજાની પ્રાચીનતાને પુરવાર કરે છે. કલયુરી, પરમાર, ચંદેલ્લ અને ગહડવાલ વંશના સિક્કાઓ પર પણ લક્ષ્મીની આકૃતિઓ અંકિત થયેલ છે. પૂર્વ ચાલુક્યોના સિક્કાઓ પર વરાહની આકૃતિ છે. વિજયનગર રાજ્યના પ્રાપ્ત થયેલા સિક્કાઓ પર હનુમાન, ગરુડ, ઉમા-મહેશ્વર, લક્ષ્મી-નારાયણ, લક્ષ્મી નરસિંહ, નંદિ વગેરે આકૃતિઓ જોવામાં આવે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ર ભારતમાં મૂર્તિપૂજાની વિભાવાના અને મૂર્તિવિધાનનાં લક્ષણા
ઉપલબ્ધ મૂતિ એ ભારતીય મૂર્તિ પૂજાને હરપ્પીય સભ્યતા જેટલી પ્રાચીન પુરવાર કરે છે. અહીંથી પ્રાપ્ત થયેલી માટીની પકવેલી મૂતિ એ પૂતળીએ પૈકીની કેટલીક દેવીના સ્વરૂપની તેમજ કેટલીક માનતા માટેની છે. દેવી સ્વરૂપની સ્ત્રી પૂતળીઓમાં એના ભારે વેષ્ટનની ખતે બાજુએ લટકતા વીટાએમાં ધૂપદીપની નિશાનીઓ મળે છે. આ પરથી તેમની પૂજા થતી હોવાનું અનુમાન કરી શકાય. અહીથી પ્રાપ્ત થયેલી માતૃદેવી તરીકે એળખાતી મૂર્તિના મસ્તક પર વેષ્ટન ધારણ કરેલુ છે. આ પરંપરા અનુકાલમાં પણ ચાલુ રહી હેાવાના પુરાવા મથુરા અને તક્ષશિલામાંથી પ્રાપ્ત થયા છે. પુરુષમૃતિ એ મોટેભાગે નિવસ્ર પ્રાપ્ત થઈ છે અને તે સ્ત્રીમૂતિ કરતાં ખૂબજ જૂજ સંખ્યામાં મળી આવી છે. માટીમાંથી બનાવેલ વૃષભ, વાનર, સસલાં, બકરાં, ઘેટાં, દરિયાઈ ઘેાડા, હાથી, ભેંસ વગેરે પશુ મૂર્તિ એ પણ મોટી સંખ્યામાં પ્રાપ્ત થઈ છે, જે એક યા બીજી રીતે ધમ કે કેાઈ દેવ દેવી સાથે સંકળાયેલી હોવાનું અનુમાન સહેજે થઈ શકે છે. એકશૃંગી પશુના મુખ સંમુખ ધૂપદ્માની જેવું પાત્ર મૂકેલું હેાય છે. આ પશુ ધાર્મિક મહિમા ધરાવતું હેાવાનું મનાય છે. માટી ઉપરાંત અહીં થી પ્રાપ્ત પાષાણ અને ધાતુની મૂર્તિ એ પણ આપણું ખાસ ધ્યાન ખેંચે છે. હડપ્પામાંથી પ્રાપ્ત નગ્ન પુરુષોની એ પાષાણ આકૃતિએ અને મેહે”–જો–દડામાંથી પ્રાપ્ત સ્રીની એક કાંસ્યમૂતિ આ બાબતના દૃષ્ટાંતરૂપ છે.
થયા
વૈદિક સંહિતાઓમાં શિલ્પ” વિષયક અનેક ઉલ્લેખ મળે છે. પરંતુ હજુ સુધી વેદસહિતાઓના કાલ (આશરે ઈ. સ. ૧૫૦૦ થી ૧૦૦૦)ના કાઈ નમૂના ઉપલબ્ધ થયા નથી. તેજ રીતે અનુવૈદિકકાલના પણ્ કાઈ નમૂના પ્રાપ્ત નથી, પરતુ શૈથુનાગકાલ અને નંદકાલી મૂતિ સ્વરૂપના કેટલાક નમૂના પ્રાપ્ત થયા છે, જે ભારતીય મૂર્તિ પૂજાની પ્રાચીનતાને ઈં, સ. પૂ. ૪૦૦ સુધી લઈ જાય છે. આ કાલની માતૃદેવીની પૂજાના પ્રતીકરૂપે પ્રયેાજાતુ શ્રીચક્ર ખાસ નોંધપાત્ર છે. આવા શ્રીચક્ર ઉપર માતૃદેવીની મૂર્તિ આ કોતરેલી દેખાય છે. આ પ્રકારની તકતીએ મથુરા, કૌશામ્બી, રાજધાટ, તક્ષશિલા, વૈશાલી, સંકિસા, પટના વગેરે સ્થળાએથી પ્રાપ્ત થઈ છે.
લેરિયા, નંદનગઢ અને પીપરાવાના સ્તૂપની ધાતુગલ' મજૂષામાંથી પ્રાપ્ત થયેલાં રૂપાંના પણ આ કાલની મૂતિ કલાના સુંદર નમૂના છે.
મૌય કાલીન શિìા ભારતીય મૂર્તિ પૂજાની પ્રાચીનતાને ઈ. સ. પૂર્વે ૩૨૫ જેટલી પ્રાચીન પુરવાર કરી આપે છે. આ કાલની મૂર્તિકલાને ઉત્કૃષ્ટ આદશ
Page #20
--------------------------------------------------------------------------
________________
૧ી
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા અશોકના શિલાખંભે અને તે પરનાં પશુશિ પૂરો પાડે છે. યક્ષ-યક્ષિણીની મૂતિઓ તથા ગુફાઓ પરનાં શિલ્પ આ કાલની મૂતિ કલાના ગણનાપાત્ર નમૂના છે. યક્ષ-પક્ષીની પૂજ લેકધર્મનું વ્યાપક સ્વરૂપ છે. આજે પણ કઈ એક યા બીજા સ્વરૂપે યા લેકધમ વીરપૂજાના સ્વરૂપે ભારતભરમાં નજરે પડે છે. મૌર્યકાલમાં લોકદેવતા તરીકે પૂજાતી યક્ષ યક્ષિણીની મૂર્તિઓ તત્કાલીન લેકકલાનું એક મહત્ત્વનું અંગ છે. આ પ્રકારની મૂર્તિઓ મથુરાથી માંડીને વારાણસી, વિદિશા, પાટલિપુત્ર અને શૂપરક સુધીના વિસ્તૃત પ્રદેશમાંથી પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની મૂર્તિઓને પિતાની સ્વતંત્ર કલા-પરિપાટી છે. અતિ માનવ મહાકાય મૂતિઓ ખુલ્લા આકાશ નીચે સ્થાપિત કરવામાં આવતી અને તેની કતરણ ચારેય બાજુએથી થતી.
અનુમૌર્યકાલીન મૂર્તિકલાના નમૂનાઓ (ઈ. સ. પૂર્વે ૧૮૭ થી ઈ. સ. ૩૫૦) સાંચી, ભરત, બોધગયા, એરિસ્સાના ઉદયગિરિ-ખંડગિરિ, ગંધાર, મથુરા, ગુજરાત, દખણ અને આંધ્ર સુધીના વિસ્તૃત પ્રદેશમાંથી પ્રાપ્ત થયા છે. શુગકાલીન સાંચીનો સ્તૂપનાં તેરણાર મધ્ય ભારતમાંથી અને ગુપ્તકાલીન શિલ્પ ઉત્તર અને પૂર્વભારત, મધ્યપ્રદેશ, ગુજરાત દખણ તથા આંધ સુધીના વિસ્તૃત પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. ગુપ્તકાલીન ભારતીય મૂતિ કલાનાં મુખ્ય કેન્દ્રો સારનાથ, મથુરા, અલાહાબાદ, રાજગૃહ, ઉદયગિરિ, એરણ, દેવગઢ, ભૂમરા, ખોહ, વિદિશા, બાઘ, મંદર, શામળાજી, અકોટા વગેરે છે. આ વિભિન્ન કેન્દ્રોમાંથી પ્રાપ્ત સૂતિકલાના નમૂનાઓ એકદમ સુવિકસિત છે. ગુપ્તકાલીન મૂતિકલા અકૃત્રિમ, સ્વાભાવિક, વાસ્તવિક, પરિપકવ, પરિપૂર્ણ, પ્રકૃતિસારૂપ્યપ્રધાન, ભાવપ્રધાન, વગેરે લક્ષણે ધરાવે છે.
આ ઉપરાંત અનુ-ગુપ્તકાલીન તેમજ રાષ્ટ્રકૂટ–પ્રતિહાર-પાલકાલીન, પૂર્વમધ્યકાલીન મૂર્તિ કલાના અનેક નમૂનાઓ ઉપલબ્ધ થયા છે.
ભારતમાંથી પ્રાપ્ત અભિલેખે પૈકી કેટલાક અભિલેખમાં સ્પષ્ટપણે મૂર્તિ પૂજા અને મૂતિ કલાના ઉલ્લેખ થયા છે. એ પરથી ભારતમાં મૂતિ કલાની પ્રાચીનતા પુરવાર થઈ શકે છે. ખારવેલના શિલાલેખમાં મગધના રાજા નંદે પાટલિપુત્રમાં આણેલી જિનપ્રતિમાને રાજા ખારવેલ કલિંગ લઈ આવ્યાને ઉલ્લેખ છે. શુંગકાલમાં ગ્રીક હેલિયોરે ઈ. સ. પૂ. ૧૪૪માં બેસનગરમાં વાસુદેવની પૂજા માટે એક ગરૂડ સ્તંભ બનાવ્યો હતો. અશોકના ચતુર્થ પ્રસ્તરલેખમાં “દિવ્યાનિ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
પાનિ” શબ્દનો ઉલ્લેખ થયેલ છે. તેનો સાદો સીધો અર્થ દેવમતિ થઈ શકે.
ઉપર્યુક્ત મદ્રા, સિક્કાઓ, શિલ્પ તેમજ શિલાલેખેના નિદેશે પ્રાચીન ભારતીય મૂર્તિકલા છેક હડપ્પાકાલથી પ્રચલિત હતી, વેદ અને વેદોત્તરકાલમાં યજ્ઞાદિ કર્મકાંડોના સમયમાં તેનું મહત્વ ઘટી ગયું હતું, પરંતુ લોકકલારૂપે તે ચાલુ હતી અને સુંગકાલથી કર્યેથી તે પૂરા જોરથી પ્રચલિત બની હોવાની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે.
પરિશિષ્ટ
જુદા જુદા ધર્મોમાં મૂર્તિપૂજાનું સ્વરૂપ :
હિંદુ ધર્મની વિભિન્ન શાખાઓના કેન્દ્રમાં કોઈને કોઈ એક ઈષ્ટદેવ હાય છે, જેની વિશિષ્ટતાને કારણે ઉપાસકેએ પિતપતાને વિશિષ્ટ સંપ્રદાય સ્થાપિત કર્યો છે. વૈષ્ણવધર્મ : - વૈષ્ણવ ધર્મમાં વિષ્ણુ સર્વોપરિ દેવ તરીકે પૂજાય છે. પ્રાચીન ઋષિઓએ વૈદિક વિષ્ણુની ક૯૫ના એક વ્યાપક દેવ વિભૂતિના રૂપમાં કરી. વેદના વિણ એક પુરાતન એવું સર્વવ્યાપી સ્વરૂપ છે. બ્રાહ્મણગ્રંથમાં વિષ્ણુ અધિદેવ બનતા જાય છે. ઉપનિષદમાં વિષ્ણુનું દેવાધિદેવત્વ પૂર્ણ રૂપે પ્રતિષ્ઠિત થયું છે. સુત્રગ્રંથ અનુસાર સપ્તપદીમાં વિષ્ણુનું જ એકમાત્ર આદુવાન વિહિત છે. મહાભારત કાલમાં વિષ્ણુનું સર્વશ્રેષ્ઠ અધીશ્વરત્વ વાસુદેવ-વિષ્ણુની કલ્પનામાં સમાયેલ છે. વૈષ્ણવ ધર્મના પાંચરાત્રોમાંના ચતુર્વ્યૂહ સિદ્ધાંતમાં વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અને અનિરુદ્ધ એ ચાર વ્યુહ દર્શાવ્યા છે. ભાગવત ધર્મમાં વાસુદેવકૃણભક્તિને પ્રસાર થયો છે.
વિષણુની પૂજાની વિધિનાં જે અનેક અંગે પ્રચલિત છે તેને “ઉપચાર” કહે છે. દેવપૂજા પંચોપચાર, દશેપચાર કે ષોડશોપચારથી કરવામાં આવે છે. પંચોપચાર પૂજા ગંધ, પુષ્પ, ધૂપ, દીપ ને નૈવેધથી કરાય છે અને તે વ્યાપકપણે પ્રચલિત છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા શૈવ ધર્મ :
શિવની પૂજ શિવ લિંગ તેમ જ પશુપતિ શિવના રૂપમાં પ્રાગૈતિહાસિક કાલથી જોવા મળે છે. પંચાનનશિવની પરંપરા પણ અતિ પ્રાચીન છે. તૈત્તિરીય આરણ્યક (૧૦-૪૩-૪૭) તથા વિષ્ણુધર્મોતર (-૪૮-૧)માં શિવને પંચ તુચ્છ કહ્યા છે. સોજાત, વામદેવ, અધર, તપુરુષ, અને ઈશાન એ શિવનાં પાંચ સ્વરૂપ છે. શિવનું વૈદિક સ્વરૂપ રુદ્ર છે. શિવ ધર્મની વિભિન્ન પરંપરાઓ છે અને એના વિભિન્ન સંપ્રદાય છે. આ બધા સંપ્રદાયોને પિતાના દાર્શનિક સિદ્ધાંત છે અને પિતપતાની પૂજા–પદ્ધતિ છે. તમિળ દેશમાં શૈવગણ શૈવ સિદ્ધાંતી” નામથી વિર-શૈવ-ધર્મ શક્તિ–વિશિષ્ટાદ્વૈત પર આશ્રિત છે. ગુજરાત અને રાજપૂતાનામાં પાશુપત મત વિશેષ પ્રસિદ્ધ છે. કાશ્મીરને શૈવધર્મ “પ્રત્યભિનાદર્શન”ના નામે પ્રસિદ્ધ છે. એ અદ્વૈતવાદી છે.
સંપ્રદાયમાં પાશુપત મત પ્રસિદ્ધ છે. એમાં વિધિવિધાન દ્વારા સાધક, કાયિક, વાચિક અને માનસિક શુચિતા પ્રાપ્ત કરે છે. પૂજાવિધિ વ્રતાદિ સાધનાથી સંપન્ન હોય છે. વ્રતમાં ભસ્મલેપન, મંત્રોચ્ચારણ, પ્રદક્ષિણા વગેરે મુખ્ય છે. શાક્ત સંપ્રદાયઃ
વૈદિક સાહિત્યમાં રુદ્રાણી, ભવાની વગેરે દેવીઓ રુદ્ર શિવની પત્નીઓ ગણાવાઈ છે. મહાભારત (ભીષ્મપર્વ, અ. ૨૭)ની દુર્ગાસ્તુતિ જાણીતી છે. એ સમયે દુર્ગાસ્તુતિમાં જે જે નામો દ્વારા ભગવતીનું સ્મરણ કરાયું છે, તેમાં કુમારી, કાલી, કાપાલી, મહાકાલી, ચંડી, કાત્યાયની, વિજયા, કૌશિકી, ઉમા, કાંતારવાસિની, વગેરેનો સમાવેશ થયેલ છે. દુર્ગાસ્તુતિમાં દુર્ગાને મહિષમદિની, નારાયણ પ્રિયતમા અને વિંધ્યવાસિની પણ જણાવી છે.
શાકતાની શક્તિ ઉપાસનામાં સામાન્ય દેવી પૂજા, વિકરાળ દેવી પૂજા તથા સંમોહન રૂ૫ રૈલોકય સુંદરી લલિતા આદિની પૂજા થાય છે. શાક્તો શક્તિને આવશક્તિ માને છે અને સુષ્ટિનું સર્જન પણ એના વડે થયાનું જણાવે છે. શક્તિને લઈને જ શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે તમામ દેવતાઓ શક્તિવિશિષ્ટ થાય છે અને પિતાની કામગીરી બજાવે છે. આથી કેવળ શક્તિની જ ઉપાસના શાક્તોને અભિપ્રેત છે.
પૌરાણિક અને આગમ બને પરંપરાઓમાં દેવીની વિભિન્ન અવસ્થાસૂચક રૂપની પૂજા થાય છે. જેમકે એકવર્ષીય દેવી સંધ્યાના રૂપમાં, દિવષીયા
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૬
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
સરસ્વતીના રૂપમાં, સપ્તવણીયા ચંડિકાના રૂપમાં, અષ્ટવષયા શાંભવીના રૂપમાં, નવવષયા દુર્ગાના રૂપમાં, દશવર્ષોથા ગૌરીને રૂ૫માં, ત્રદલવણીયા મહાલક્ષ્મીના રૂપમાં અને શવષયા લલિતાના રૂપમાં પૂજવાની પરંપરા છે. આ ઉપરાંત મહિષાસુરમર્દિનીની પૂજા પૂર્ણ થાય છે.
શાક્ત સંપ્રદાયમાં તાંત્રિક ભાવ અને આચાર પર વિશેષ ભાર મૂકાય છે. એના પરમ તત્વને માતૃરૂપ કલ્પેલ છે. શાકત પૂજ પરંપરામાં શ્રીચક્રની પ્રતીક રૂપે ઉપાસના થાય છે. સૌર સંપ્રદાય :
સૂર્યના ઉપાસકોને સંપ્રદાય સૌર સંપ્રદાય નામે ઓળખાય છે. સૂર્યપૂજકેને સૌરે કહેવામાં આવતા.
સૂર્યની ઉપાસના છેક વેદકાલ જેટલી પ્રાચીન છે. એમાં ઉપનયન સંસ્કારથી ગાયત્રી સૂચાને ઉપદેશ પામી દરેક બિજ પ્રતિદિન સંપાસના સમયે સૂર્યને અર્થ આપી ગાયત્રીને જ૫ અને સૂર્યનું ઉપસ્થાન કરતો રહે એવું વિહિત કરવામાં આવ્યું છે.
સૂર્ય પૂજા પંચાયતની પૂજા પરંપરાનું એક અભિન્ન અંગ છે, પરંતુ સૂર્યો. પાસનાને એક પૃથક સંપ્રદાય થયા જેમાં સૂર્યને પરમતત્વ માની તેની ઉપાસના કરાતી. સૂર્યની સગુણે પાસનાની પરંપરામાં અનેક સૂર્ય મંદિર બન્યાં. ગાણપત્ય સંપ્રદાય ?
હિંદુઓની વ્યાપક દેવપૂજામાં પંચાયતની પરંપરા પ્રચલિત છે, એમાં વિષ્ણુ શિવ, અને સૂર્યની સાથે ગણેશનું પણ પરમ પૂજ્ય સ્થાન છે.
રુદ્રના મરગણોને સ્વામી ગણપતિ છે. આ ગણેશની સ્તુતિ વિદને અને વ્યાધિઓને વિનાશ કરે છે. વિનાયકપૂજા ઘણું પ્રાચીન છે, પરંતુ ડો. ભાંડારકર અંબિકાસુત ગણપતિ વિનાયકની પૂજા અર્વાચીન ગણાવે છે. સ્થાપત્યમાં સર્વ પ્રથમ ગણપતિની પ્રતિમા પૂજા પરંપરા ૮મી સદીના ઈલેરાનાં બે ગુફા મંદિરમાં સપ્તમાતૃકાઓની સાથે ગણપતિની પ્રતિમાથી પ્રાપ્ત થાય છે, જોધપુરમાં ઘટિયાલા નામે સ્થાન પર સ્થાપિત સ્તંભ પર ચારે દિશાઓમાં ચાર વિનાયક પ્રતિમાઓ દર્શાવી છે. એના પરના એક અભિલેખમાં પણ ગણપતિની સ્તુતિ કરેલી છે. ગણેશનું ગજાનન સ્વરૂપ પૌરાણિક પરંપરામાં એક અનિવાર્ય અંગ છે. જેમાં પણ ગણેશની પૂજા પ્રચિલત હતી એમ આચાર-દિનકરમાં કહ્યું છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીતતા
ગાણપત્ય સપ્રદાયમાં હું અવાન્તર શાખાએ છે. મહાગણપતિ પૂજક સંપ્રદાય, હરિદ્રા ગણપતિ સ ́પ્રદાય, ઉચ્છિષ્ટ ગણપતિ સંપ્રદાય, બીજા સંપ્રદાયામાં ગણેશ ક્રમશઃ નવનીત, સ્વણ્ અને સંતાનરૂપમાં પૂજાય છે.
૧૭
પંચાયતન પૂજા પર પરાના પ્રત્યેક અનુષ્ઠાન, ઉત્સવ, વિધાન અને સ`સ્કારમાં ગણેશ-પૂજન એક પ્રથમ ઉપચાર છે.
બૌદ્ધ ધર્મ :
ભગવાન મુદ્દે સ્થાપેલા બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પૂજાને સ્થાન ન હતું. તેમના નિર્વાણ પછી બ્રાહ્મણ અને જૈન ધર્મોની સાથે ટકી રહેવા માટે બૌદ્ધ ધર્મમાં મૂર્તિ પુજાની માંગ વ્યાપક બની. ઈ. સ. પૂ. પહેલી સદીમાં મથુરામાં ભાગવત ધમ પ્રચલિત હતા. તેમાં વાસુદેવ સંકÒષ્ણુની પૂજા મુખ્ય હતી. ધણા સમયથી બૌદ્ધ સ ંપ્રદાયમાં પણ અનુયાયીએની ભાવનાને સ ંતાષવા પ્રતીક પૂજા અપનાવાઈ હતી. મથુરાકલામાં ખેાધિવૃક્ષ, ધમાઁચક્ર, સ્તૂપ, ત્રિરત્ન, ભિક્ષાપાત્ર, પૂર્ણાંક ભ વગેરે પ્રતીકાનાં શિલ્પ મળે છે. છતાં બુદ્ધની પ્રતિમાની માંગ ધીરે ધીરે વધતી ચાલી અને કુષાણ સમ્રાટ કનિષ્ટ ૧ લાના સમયમાં યુદ્ધની માનવકદની પ્રતિમા ધડાઈ. ત્યારથી બૌદ્ધ ધર્માંમાં પ્રતિમા પૂજા પ્રવેશેલી જણાય છે.
જૈનધમ :
જૈન ધર્માંમાં પ્રતિમા પૂજાની પર’પરા ધણી પ્રાચીન છે. હાથીગુ ક઼ા અભિલેખ પરથી શૈશુના અને નંદ રાજાઓના સમયમાં જૈન પ્રતિમા-પૂજા પ્રચલિત હાવાનુ` માલૂમ પડે છે. કૌટિયના અથ શાસ્ત્રમાં નિર્દિષ્ટ જયન્ત, વૈજયન્ત, અપરાજિત વગેરે દેવાને જૈન દેવતા જ માન્યા છે.
જૈન તીર્થંકરાની મૂર્તિએ બનાવવા પાછળના હેતુ એ હતા કે તેઓ અનુયાયીએને સ્મરણ કરાવે કે કેવા કપરા સ‘જોગામાંથી પસાર થઈને તેમણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. તીથ`કરાની મૂર્તિ એ મંદિરમાં પ્રતિષ્ઠિત થાય છે તે વખતે જે સ્તાત્રો એલાય છે તેને કલ્યાણક કહે છે. તીર્થંકરાના પૂજનમાં કલ્યાણ્યા મનાવવાના રિવાજ ઘણા જૂતા છે.
જૈનમૂર્તિ એમાં તીથ કરા ઉપરાંત દેવદેવીએની પ્રતિમાએ પણ થવા લાગી. તેમાં યક્ષ્ા અને યક્ષિણીએની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. પ્રત્યેક તીથંકરને એક યક્ષ અને એક યક્ષિણી હેાય છે. જૈનમમાં યક્ષ્ા અને યક્ષિણીએતે જિન ભગવાનના અનુચરા તરીકે ઓળખવામાં આવે છે. તીર્થંકરાના અનુચા સિવાય
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮ ભાસ્કમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણો બીજા કેટલાક યક્ષના ઉલેખે જૈન ધર્મશાસ્ત્રોમાંથી મળે છે. તેમાં મણિભદ્ર યક્ષ મુખ્ય હોઈ તથા યક્ષિણીઓ, મૃતદેવી, વિદ્યાદેવીઓ, વગેરે અને અન્ય દેવદેવીઓની મૂતિઓ પણ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત નવગ્રહે, દસ દિફપાલે, ગણેશ, લક્ષ્મી, શ્રી, માતકાઓ, કુબેર વગેરે કેટલાક હિંદુ દેવતાઓને પણ જૈન ધર્મમાં સ્થાન અપાયું છે. જૈન મંદિરની પૂજામાં દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે કેટલોક ફેર છે. દા. ત. શ્વેતાંબર મૂર્તિને ખૂબ પાણીથી સ્નાન કરાવે અને એની પૂજા પણ કરે છે; પરંતુ દિગંબર મૂતિની વર્ષમાં માત્ર એક જ વાર પૂજા કરે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ મૂર્તિવિધાનઃ કલા અને શાસ્ત્ર
(અ) કલા :
ભારતીય કલાનાં મૂલ્ય મુખ્યત્વે ધર્મ, સંસ્કૃતિ અને તત્વજ્ઞાન પર નિર્ભર છે. હિન્દુ ધર્મ વિશ્વને વિશ્વનિયતાનું પરમ પરિફુરણ માને છે. ભારતીય કલામાં પરિફુરણને આ દિવ્ય અંશ દષ્ટિગોચર થાય છે. મોક્ષ પ્રાપ્તિ એ ભારતીય જનને અંતિમ આદર્શ છે. આ ધાર્મિક દૃષ્ટિબિંદુ પર ભારતીય કલા નિર્ભર છે. નિરાકાર અને નિર્ગુણ પરબ્રહ્મની ઉપાસના સાકાર અને સગુણ ઈશ્વર દ્વારા સાધી ભારતીય જન મોક્ષના અંતિમ આદર્શને વાંછે છે. ધર્મ, સાહિત્ય, કલા વગેરે તેના આ લક્ષ્યની સાધના માટેનાં ઉપકરણે છે.
આથી જ અપરિમિત પારલૌકિક શક્તિઓ વડે વિભૂષિત દેવ દેવીઓ માનુષી આકારમાં અંકિત થયાં હોવા છતાં તેમને આવી અલૌકિક શક્તિઓનાં ઘાતક અનેક મસ્તકે, હસ્ત વગેરેથી અલંકૃત કરી તેમને પરમતત્ત્વને ધર્મ અને કલાએ નિરૂપ્યાં છે.
ભારતીય કલાનું હાર્દ તેના વાગ્યાથ કરતાં લક્ષ્યાર્થમાં સવિશેષ રહેલું છે. (The Indian art Suggests rather than states.) 241 deal or culpally કલા, ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં એકસરખી રીતે નિષ્પન્ન થાય છે. ભારતીય કલાનાં તમામ પ્રતીકો લેકમાનસમાં રૂઢ થઈ ગયેલા આત્મિક સૌન્દર્યની નિષ્પત્તિ સાથે સંબંધ ધરાવે છે. આ પ્રતીકેને ધર્મ અને તત્ત્વજ્ઞાનની પરિભાષા દ્વારા સમજવા અનિવાર્ય છે.
જીવનના દરેક ક્ષેત્રમાં ધર્મનું સ્થાન ભારતમાં સવિશેષ છે. કલાનું ક્ષેત્ર પણ તેનાથી વંચિત રહ્યું નથી. બીજી રીતે કહીએ તે ધર્મ અને ચિંતનને જીવનમાં જે મમ અભિપ્રેત છે તે જ મર્મ કલામાં નિરૂપાયેલા છે. અને તેથી
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
જ કલાકાર પિતાને સજનમાં જીવનના પરમ આનંદનો અનુભવ કરે છે. પ્રતિમા નિર્માણની કલા કલાકાર માટે મેક્ષપ્રદ છે તેમ ભારતીય કલાના સિદ્ધાંત નિરૂપે છે. ભારતીય કલાકાર પ્રકૃતિનું અનુસરણ નથી કરતો, પરંતુ પ્રતીક દ્વારા પ્રકૃતિનાં સ્વાભાવિક પરિબળોનાં આલેખને કરી ભારતીય જન માનસને અનુરૂપ અર્થ યા વ્યંજના પ્રગટ કરે છે.” આથી ભારતીય કલાકારની પ્રતિભા કેવળ અંતર્મુખી ન રહેતાં સર્વજનહિતાયના સિદ્ધાંતને પ્રસ્ફટ કરતી બહુમુખી બને છે. પ્રતિભા વિષયક એનાં જ્ઞાન અને તાલીમ ભૌહિત પરંપરાને આભારી છે. એની આગવી સિદ્ધિ નથી. પરંતુ સમગ્ર પ્રજામાનસના ઉત્કર્ષની એ દેન છે.
ભારતીય કલાકાર મૂતિનિમણની બાબતમાં મૂર્તિનાં શારીરિક બાહ્ય સૌંદર્ય પર ધ્યાન આપતો નથી, પરંતુ મૂ ના મુખ પર આત્મિક સૌંદર્ય, પ્રસન્નતા, ગાંભીર્ય અને શક્તિ કે પ્રાસાદિકતાના ભાવ વ્યક્ત થાય છે કે નહીં તે પર લક્ષ આપે છે. આથી જ મનુષ્યદેહી દેવોનું આલેખન નિર્માતાની દૃષ્ટિએ મૂતિવિધાનના સિદ્ધાંતને અનુસરવા ઉપરાંત તેનામાં દેવત્વ અને પારલૈકિક સૌંદર્ય સંપન્નતા પ્રકટે છે કે કેમ તે જોવાનું છે. આ દેવત્વ અને પારલૌકિકતાના પ્રાકટય અર્થે દેવોના આલેખનમાં તેમને ઘણાં શિર કે હસ્તવાળા બતાવવામાં આવે છે. પ્રજામાનસમાં રૂઢ થયેલા કલાસંસ્કારોનું અહીં નિરૂપણ થતું જોવામાં આવે છે. દેવોના દેવત્વ તેમજ પરમ અગાધ અને અપાર શક્તિનું તે ઘાતક વરૂપ બની રહે છે. આમ ભારતીય કલા પ્રતીક દ્વારા પિતાના હાર્દને પ્રકટ
કરે છે.
ભારતીય ક્લા બહુધા ઈશ્વરપરક એટલે કે ઈશ્વર પરની આસ્થાને પ્રકટ કરનારી પીરહિત પરંપરાને અનુસરનારી છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક જગતને નિયંત્રિત કરનારા પરિબળ પરબ્રહ્મને આવિર્ભાવ કરવો એ ભારતીય કલાને પ્રધાન હેતુ છે. આ પરમ તત્વને પ્રકટ કરવા કલાને દરેક અંશ મથે છે. પરિણામે ભારતમાં દરેક મંદિર, મતિ, ચિત્ર પિતાને અભિપ્રેત કહપના-જગત દ્વારા પરમ સત્યના એક યા બીજા પાસાને સ્પર્શે છે.
"Indian art may in a general way, be described as theological, hiaratic as perhaps best of all as traditional."
બેન્જામિન હેલાડઃ “ધી આર્ટ એન્ડ આર્કિટેકચર ઓફ ઈન્ડિયા પૃ. ૫)
પાશ્ચાત્ય વિચારસરણીની જેમ ભારતીય કલા કલા ખાતર કલાના સિદ્ધાંતને આ ધર્માભિમુખતાને કારણે, સ્વીકારતી નથી. અહીં કલા ધર્મને અનુસરે
Page #28
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાન કલા અને શાસ્ત્ર છે અને ધાર્મિક અનનાઓ પ્રમાણે તેનું સર્જન થાય છે. આથી જ શિ૯૫ગ્રંથોને નિયમ–સિદ્ધાંત, સ્થાપત્ય, શિલ્પ, ચિત્રાદિ કલાઓમાં અનુસરાતા જોવામાં આવે છે. પણ શાસ્ત્રીય સિદ્ધાંતનું માત્ર અનુસરણ એ ભારતીય કલાનો પ્રાણ નથી. અનુસરણ કે અનુકરણ એ કલાને પ્રાણ નથી એ ભારતીય કલાકારો સારી રીતે જાણતા. પરિણામે તેમણે કલામાં માનવીય પ્રકૃતિ તેમજ પ્રાકૃતિક પરિબળોનાં અનુકરણયુક્ત આલેખનો નથી કર્યા, પણ પ્રતિકુળ વૃત્તિઓને વિરોધ કરી પ્રકૃતિના અંતસ્તત્વને પ્રસ્ફટ કર્યું છે. અહીં કલા પ્રકૃતિના રહસ્યને
છg interpret) કરવામાં માને છે. મનુષ્યસ્વભાવને સમજી લઈ તેના અંતરંગ રહસ્યને બહાર લાવવામાં જ કલાની ખરી સાર્થકતા રહેલી છે. બાહ્ય ઈન્દ્રિય વડે આપણે જે કંઈ જઈએ છીએ તે ખરું દર્શન નથી. અંતર્દશન એજ કલાનું દિવ્ય ભેચન છે. ભારતીય કલાકાર ચમચક્ષુ કરતાં મનચ્યક્ષ દ્વારા વધુ કામ કરે છે. પરિણામે શાસ્ત્રીય સિદ્ધાંતોનું અનુસરણ તેમનું લક્ષ બનતું નથી. તે તો એક માત્ર સાધન તરીકે જ ઉપયોગમાં લેવાય છે.
ભારતવાસીઓએ સૌન્દર્ય વિશેના પિતાના ખ્યાલે કલા દ્વારા પ્રગટ કર્યા છે. સૌન્દર્ય એ આધ્યાત્મિક–આંતરિક વસ્તુ છે. ભારત પોતાની કલાકૃતિઓ દ્વારા નિજ પ્રાણદર્શન આત્મદર્શન, પ્રસ્કુટ કરે છે અને તેનું સંક્રમણ કરે છે. એટલે કે ભારતીય કલાકૃતિઓમાં જેટલું આંતરદર્શન પ્રસ્કુટ થાય છે તેટલું બીજા કેઈ દેશની કલાકૃતિઓમાં ભાગ્યે જ થાય છે, અને તેથી ભારતીય કલાકૃતિઓમાં બાહ્યદર્શન કરતાં તેમાં નિરવધિ વ્યક્ત થતા ઉમદા આમિક ગુણની અભિવ્યક્તિ મહત્ત્વની બની રહે છે.
કલાની તાત્વિક ચર્ચામાં સૌન્દર્યનાં મૂળભૂત તરોની ચર્ચાને સમાવેશ થઈ જાય છે. સૌન્દર્ય આનંદની અનુભૂતિ કરાવે છે. સૌન્દર્યને સાકાર કરનારી વસ્તુ (ઉપાદાન) ગમે તે હોય, પણ જે ખરેખર સહદયીના મનમાં આનંદ ઉપજાવે તો તે સાચી કલાકૃતિ. આમ કલાકૃતિનો પ્રધાન મ—ધર્મ આનંદનો આવિર્ભાવ કરવાનો છે, આનંદ આપવાનો છે. રવીન્દ્રનાથે આ વિશે સાચું જ કહ્યું છે કે * Which gives us joy without any sense of utility is the sense of beauty.” આથી જ સૌંદર્યજનિત કલાકૃતિમાં ઉપયોગિતાને સર્વથા અભાવ ઘણીવાર જોવામાં આવે છે. કલાકૃતિ સામાન્ય ઉપગિતાના આનંદ(Utiliterian pleasure)ને વરેલી નથી. બીજુ કલાકૃતિ જે આનંદની અભિવ્યક્તિ કરે છે તે કોઈ એક વ્યક્તિ માટે નિર્મિત હોતી નથી, પરંતુ તેની અભિવ્યકિત સાર્વત્રિક Universal) હોય છે. આ સાંવત્રિક આનંદની અભિવ્યક્તિ સંવાદિતા
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે (harmony) દ્વારા જ નિષ્પન્ન થાય છે. દા. ત. સંગીતમાં લયની સંવાદિતા, ચિત્રમાં રંગ અને રેખાની સંવાદિતા અને કાવ્યમાં શબ્દ અને અર્થની સંવાદિતા. કામ કરતી હોય છે.
સામાન્ય પરિસ્થિતિમાં વ્યક્તિને એક યા બીજા લાભની અપેક્ષા રહે છે, જ્યારે આનંદની ચરમ સીમા વ્યક્તિનું આધ્યાત્મિક ઊજવીકરણ સાધે છે.
કલામાત્રને નિર્માણ વિષય માનવ ભાવ કે લાગણી છે. એટલે કે સ્કૂલ ઉપાદાન દ્વારા કલાકૃતિ માનવીની આંતરવૃત્તિને વ્યક્ત કરવાનું કામ કરે છે.
વિશેષમાં ક્લાને અનુભવ અને વ્યાવહારિક અનુભવ તાત્વિક દષ્ટિએ ભિન્ન નથી, એટલે કે વ્યવહારમાં જેમ મનની લાગણીઓ પ્રત્યક્ષ જેવાથી અનુભવવાથી જ જાગે છે, તેમ કલામાં પણ પ્રત્યક્ષ જેવી પ્રતીતિથી લાગણીઓ જાગે છે.
વળી કલાકૃતિમાં વ્યક્તિગત અભિમાન કે અહંકારને સ્થાન નથી. તેને અનુભવ સર્વસાધારણ છે. વ્યક્તિનું અહમ ત્યાં વિચલિત થઈ જાય છે. કલામાં ચિત્તને અનુકૂળ વ્યાપારને ઉત્કર્ષ મળતાં ચિત્ત અહંકાર ભૂલી તેમાં રાચે છે, અને કલા કે કાવ્યનું વસ્તુ સારું નથી તેમ જાણવા છતાં રસ માણે છે. આમ નિરતિશય આનંદ એ કલાકૃતિનું લક્ષ્ય છે, જે સર્વને એક સરખી રીતે સ્પર્શ છે. અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કલાકૃતિના રસાનુભવમાં અહંકાર ગલિત થવો જોઈએ તે સાથે વ્યક્તિમાં સંસ્કાગ્રહણ કરવાની જાગરૂકતા પ્રકટવી જોઈએ. એટલે કે જેટલે અંશે ભાણસ અહંકાર ગાળી શકે, અભિમાનમૂલક રહે છેડી શકે અને તે સાથે ચેતનાને જાગ્રત રાખી કલાકૃતિને અનુકૂળ પિતાનું ચિત્ત કરી શકે તેટલે અંશે તે કલાવ્યાપારને બરાબર અનુભવ કરી શકે અને કલાનંદ ભેગવી શકે.
કલા એ ભાવ સંક્રમણની પ્રક્રિયા છે. ચિત્રકાર, શિલ્પકાર કે સ્થપતિના મનમાં કેઈ એક પ્રકારની ઊમિ( emotion) વિચાર( idea) સ્ફરે છે, તે સાથે જ ચિત્રકાર કે શિલ્પી એક અણુનીય ઊમિ કે વિચારને ચોક્કસ રૂ૫માં મૂકવા આતુર થાય છે. જ્યાં સુધી બાહ્ય ઉપાદાનની મદદ વડે તે તેને સુરેખ સ્વરૂપ આપી શકતા નથી ત્યાં સુધી તે બેચેની અનુભવે છે, પરંતુ જ્યારે તે સ્વયંસ્ફરિત વિચાર કે ઊર્મિને બાહ્ય આકાર આપી શકે છે, ત્યારે તે નિરવધિ આનંદ અનુભવે છે. એક પ્રકારને મેક્ષ (exhilaration) અનુભવે છે. ભાવક કે પ્રેક્ષક જ્યારે તે ચિત્ર કે શિલ્પ જુએ છે ત્યારે પેલા ચિત્રકાર કે શિલ્પકારની લાગણું કે ઊમિને રસાનુભવ પામે છે અને તે પણ તેના જેવો જ આનંદ
Page #30
--------------------------------------------------------------------------
________________
મૂતિવિધાન કલા અને શાસ્ત્ર અનુભવે છે. આમ કલાકૃતિના આવિભવમાં એક પ્રકારના આદાન-પ્રદાનની પ્રક્રિયા રહેલી છે. લલિત કલા :
પ્રકૃતિ એ ઈશ્વરી રચના છે. એ રચનામાં મનુષ્યને પ્રત્યક્ષ યા પરોક્ષ, સહેતુક યા અહેતુક જરાયે ભાગ નથી. જ્યારે કલા એ માનવીય રચના છે. માનવે અંતરિત કામના કે દૂરદષ્ટિથી વિચાર કરી હેતુપૂર્વકનું જેમાં આયોજન કર્યું છે તે કલા. મનુષ્યની મનોકામના બે પ્રકારની હોય છે. એક સાંસારિક જરૂરિયાતો પૂરી પાડવાની એટલે કે અહિક જીવનને સુખ આપવાની એષણ. આ કાર્ય ઉપયોગી કલાને કૌશલ (applied arts and crafts) દ્વારા સધાય છે. બીજા પ્રકારની એષણામાં તે પોતાના અંતરાત્માને સંતોષવા તરફ પ્રવૃત્ત થાય છે, અને આ કાર્ય લલિતકલા (fine arts) દ્વારા સધાય છે.
પ્રાચીન ભારતમાં “કલા કે શિલ્પ” શબ્દ બધી કલાઓ માટે પ્રયોજાતો હતો. પશ્ચિમી શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ભારતમાં પણ (૧) ઉપયોગી કે સામાન્ય કલા અને (૨) લલિતકલા એવા બે વર્ગોમાં પ્રાચીન ભારતીય કલાઓનું વગીકરણ કરવામાં આવ્યું છે. ઉપગી કલાઓમાં સુથારીકામ, સોની કામ, લુહારીકામ, દરજીકામ, રત્નપરીક્ષાકામ, રાંધણકલા વગેરે જીવનપયોગી કલાઓને સમાવેશ થતો. આ સિવાય સૌન્દર્યની અનુભૂતિ અને આનંદ પ્રાપ્તિ કરાવતી કલાઓ છે “જે અનુભૂત સૌન્દર્યના પુનનિર્માણથી આપણે આત્માનો વિકાસ થાય, મનને આનંદ થાય અને આપણી ચેતના જાગ્રત થાય એને લલિતકલા કહેવામાં આવે છે” સિડની કેવિને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને કાવ્યને લલિતકલાઓમાં સમાવેશ કર્યો છે, જ્યારે કેટલાક વિદ્વાને એમાં નૃત્ય અને નાટયને પણ ઉમેરે કરે છે. લલિતકલાઓને (૧) રૂપપ્રદ કે આકારપ્રદ કલાઓ (shaping arts) અને (૨) શાબ્દિક કલાઓ (speaking arts) એવા બે ઉપવિભાગોમાં વહેંચવામાં આવે છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, નૃત્ય, અને નાટય એ રૂપમદ કલાઓ છે, જ્યારે સંગીત અને કાવ્ય એ શાબ્દિક કલાઓ છે. આમ લલિતકલાના કુલમાં શિલ્પકલા એ રૂ૫પ્રદ કલા છે. પ્રાચીન ભારતમાં સ્થાપત્ય સાથે એને સંબંધ સંગીન રહ્યો છે. કેટલાંક શૈલગ્રહો અને મંદિરમાં એને યોગ સ્થાપત્ય અને ચિત્રકલાની સાથે સુમેળપૂર્વક થયેલ જોવામાં મળે છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
જે ભારતમાં મૃતિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે (આ) શિલ્પ સાહિત્ય
શિલ્પ-સાહિત્યમાં અલંકરણાત્મક શિલ્પોની અપેક્ષાએ મૂતિ શિલ્પ (પ્રતિમાઓ)ને લગતું સાહિત્ય અને ઉલ્લેખે વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.
પ્રતિમાને લગતા કેટલાક ઉલેખો વૈદિક સાહિત્યમાં જોવામાં આવે છે. શ્વેદમાં ઇન્દ્ર, વરુણ, સૂર્ય, રુદ્ર વગેરે દેનાં વર્ણન આપેલ છે. પરંતુ આ કાલની તેમજ અનવેદકાલની કઈ મતિઓ ઉપલબ્ધ ન હોવાના કારણે વૈદિક દેવને પ્રતિમા વૈધાનિક સ્વરૂપ વિશે નિશ્ચિત વિધાન કરી શકાય તેમ નથી. અલબત્ત, “વિશ્વકર્મા ઉલેખ એમાં થયો છે. વિશ્વકર્મા એ દેવોના શિલ્પી હોવાનું અનુદિક સાહિત્યનાં લખાણો પરથી લાગે છે, તેમણે મોટે ભાગે ઉત્તર ભારતની શિલ્પ-સ્થાપત્યની સ્વતંત્ર પ્રણાલિકા નિપજાવી હોવાનું મનાય છે.
બ્રાહ્મણ ગ્રંથ અને સૂત્રગ્રંથમાં સ્થાપત્યકીય સ્વરૂપને લગતાં ઠીકઠીક વર્ણને આપેલાં છે, પણ એમાં શિલ્પ–પ્રતિભા-વિધાનને લગતી માહિતી ઓછી ઉપલબ્ધ થાય છે. રામાયણ અને મહાભારતમાં દેવાલયો, રાજમહાલય, નગરે વગેરે વાસ્તુકલાને લગતા ઉલ્લેખે જોવામાં આવે છે. ત્યાં પણ વિશ્વકર્મા અને ભયને અનુક્રમે દેવો અને દાનના શિલ્પીઓ તરીકે ઓળખાવ્યા છે. દેવોને જે સ્થાન પર પ્રસ્થાપિત કરવામાં આવતા તેને મંદિર, દેવાયતન, સુરાલય, વગેરે નામે ઓળખાવેલ છે ને તે પરથી વિવિધ દેવ, ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા વગેરેની મૂર્તિઓ બનતી હોવાનું જાણવા મળે છે. રામાયણમાં બ્રહ્મા પાસેથી વાસ્તુવિદ્યાનું જ્ઞાન મયે કેવી રીતે મેળવ્યું હતું એનું વર્ણન “કિષ્કિન્ધાકાંડ ”માં આપ્યું છે (અ. ૧૧). વળી અહીં નિરૂપિત કથા પ્રમાણે મય અને શુક્ર એજ વાસ્તુવિદ્યાની પરંપરાને અનુસરતા તેવું પણ સૂચવાયું છે.
પ્રતિમા–નિર્માણ અંગે સાહિત્યની મુખ્ય પાંચ ધારાઓ પુરાણ, આગમ, તંત્ર, શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠપદ્ધતિ પ્રચલિત હોય તેમ જણાય છે.
ભારતીય શિલ્પ અને પ્રતિમા રચનાનું મુખ્ય કારણ પૌરાણિક ધર્મને પ્રચાર અને પ્રસાર છે. આ કારણે જ ભારતમાં ભવ્ય પ્રસાદો, વિમાન, ચૈત્ય
વિહારો, તીર્થસ્થાન, જલાશય વગેરેને વિકાસ થયો છે. આ વાસ્તુવૈભવના એક અંગ તરીકે પ્રતિમા અને શિલ્પ-નિર્માણથી અભુત પરંપરા વિકસી છે. ઉપરોક્ત સાહિત્યિક ધારાઓ ઉપરાંત જ્યોતિષ જેવા અર્ધવાસ્તુશાસ્ત્રીય ગ્રંથમાં પણ વાસ્તુ નિર્માણ સાથે પ્રતિમા કલાનાં પ્રકરણે આકાર પામ્યાં છે. દા. ત. વરાહમિહિરની બૃહત્સંહિતા.
Page #32
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાનઃ કલા અને શાસ્ત્ર
પુરાણો અને આગમે ?
આમ તે લગભગ બધાં જ પુરાણોમાં દેવપ્રતિમાનિર્માણની પ્રચુર માહિતી સંગ્રહાઈ છે, પરંતુ મત્સ્ય, વિષ્ણુ, લિંગ, અગ્નિ, ગરુડ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં અને ખાસ કરીને વિષ્ણુધર્મોત્તરમાં પ્રતિમા વિધાનને લગતી ચર્ચામાં આવી છે. મત્સ્યપુરાણમાં લગભગ દશ અધ્યાયે (૨૫૨–૨૫૯, ૨૬૭ માં વિવિધ પ્રતિમાને લક્ષણોની ચર્ચાઓ આપી છે. એમાં ચર્સેલ પ્રતિમા-માનનું પ્રકરણ (અ. ૨૭) તે અભુત છે. વળી શૈવ પ્રતિમાઓમાં લિંગભૂતિએ ઉપરાંત આગમ પ્રસિદ્ધ લિંગભવ મૂતિઓ તથા શિવની પ્રતિમાઓ–અર્ધનારીશ્વર, વગેરેનું વર્ણન છે. મહિષાસુરમર્દિની, ઇન્દ્રઈન્દ્રાણી, વગેરેની પ્રતિમાઓનાં વર્ણને એમના તાલમાન સાથે આવેલાં છે. મત્સ્યપુરાણમાં વાસ્તુવિદ્યાના અઢાર પ્રણેતાઓ, ભગુ, અગ્નિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનિક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર, અને બૃહસ્પતિ ગણાવ્યા છે.
અગ્નિપુરાણના અતિવિધાનની ચર્ચા કુલ ૧૧ (અધ્યાય ૪૨-૪૬, ૪૯.૫૫, ૬૦-૬૨) અધ્યાયમાં વિશદપણે આપી છે. એમાં વાસુદેવ, દશાવતાર વિષ્ણુ, સૂર્ય, ચતુષ્ટિયોગિની પ્રતિમા, લક્ષ્મી વગેરેને લગતાં વર્ણને વિગતવાર છે. વળી આ પુરાણમાં પ્રતિમા–દ્રવ્યને લગતું પ્રકરણ નિરૂપાયું છે એ એની બીજી વિશેષતા છે ૨૪ પ્રકારના શાલિગ્રામ તથા ૨૦ પ્રકારના લિંગનાં વર્ણને.
વિષ્ણુધર્મોત્તર પુરાણના ત્રીજા ખંડના અંતિમ કર અધ્યાયોમાં મૂર્તિ કલા પર વિસ્તૃત શાસ્ત્રીય વર્ણન છે. તેમાં દેવ-દેવીઓ ઉપરાંત દિપાલ, નાગ, યક્ષ, ગંધર્વ, નવગ્રહ, સૂય, તથા મૂર્તિરૂપે ઉપાસ્ય નહીં એવા વેદશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ વગેરેમાં આવતા દેવાની પ્રતિમાઓનાં વર્ણન આપ્યાં છે. એમાં લગભગ ૧૨૮ પ્રકારની પ્રતિમાઓનાં વર્ણન છે. સ્કંદપુરાણને માહેશ્વર ખંડ (અ-૪૫, ૪૭, ૪૮)માં મૂર્તિઓનાં વિધાને તથા શાલિગ્રામનાં લક્ષણે આપેલાં છે. ગરૂડપુરાણ (અ-૪૫)માં શાલિગ્રામના પ્રકારે વિસ્તારથી વર્ણવ્યા છે. ભવિષ્ય પુરાણમાં (અ-૧૨, ૧૩૧, ૧૩૨)માં પ્રતિમ-લક્ષણ, પ્રતિમા દ્રવ્યો, અને પ્રતિમા-માન વગેરે વિયે વર્ણવ્યા છે.
વરાહમિહિરની “બૃહત્સંહિતા” (અધ્યાય ૫૮.૬૦, ૬૯) અર્ધ પુરાણ ગણાય છે. એમાં પ્રતિમા–વિધાનને લગતા ચાર અધ્યાયે પ્રતિમા લક્ષણ, પ્રતિમા નિર્માણ માટેના આવશ્યક , પ્રતિમાવિધિ અને પંચમહાપુરુષ લક્ષણ (અ. ૫૮-૬૦, તથા ૬૬) તથા વજલેપનવિધિ (અ-૫,૭) વગેરેને લગતાં વર્ણન છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
ર ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે ખંડિત, ફુટિત અને લગ્ન પ્રતિમાઓનું સંધાન કરવાની વિધિ વજલેપનમાં નિરૂપાઈ છે. આગમ ગ્રંથ :
આગમ ગ્રંથમાં પ્રતિમા–વિધાનને લગતી વિપુલ સામગ્રી આપી છે. વળી પુરાણે કરતાં આગમોની સંખ્યા (અનુક્રમે ૧૮ અને ૨૮) અધિક છે. ઉપપુરાણોની જેમ ઉપાગમ પણ છે અને તેમની સંખ્યા તે લગભગ બસોથી પણ વિશેષ છે. આથી આગમમાં વાસ્તુ અને પ્રતિભાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી અને સાંગોપાંગ વિવેચનો જોવામાં આવે છે. કેટલાક આગમમાં તો વાસ્તુશાસ્ત્રીય રચનાઓ એટલી તે અધિક છે કે તે વાસ્તુગ્રંથ તરીકે જ ઓળખાય છે. દા. ત., કામિકાગમ, સુપ્રમેદાગમ, વૈખાનસાગમ, કરણગમ, અંશુમભેદાગમ વગેરે એ દષ્ટિએ ગણનાપાત્ર છે. વળી આગમોની વિશેષતા એ છે કે એમાં શિવની લિંગાદૂભવ મૂતિઓનાં વર્ણન સાંગોપાંગ છે. તલમાનનાં વિવેચને પણ પ્રશસ્ય છે. આટલી ચોકસાઈ પુરાણમાં જોવામાં આવતી નથી. આથી મૂર્તિ કલાના મહત્વપૂર્ણ સિદ્ધાંતનાં વિવર જેવાં આગમોમાં જોવામાં આવે છે, તેવાં પુરાણમાં નથી. પુરાણ પ્રતિમાઓનાં રૂપવિધાનને પ્રગટ કરે છે, જ્યારે આગમે પ્રતિમાઓનાં રચના-કૌશલને વિશદ રીતે પ્રગટ કરે છે. દક્ષિણ પ્રસ્તરકલા એમાં પૂરેપૂરી પ્રતિબિંબિત થાય છે.
કામિકાગમમાં મૂર્તિ-વિધાનને લગતા જે ચેડા અધ્યાય (અ. ૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૪) છે એમાં સિંગલક્ષણ, પ્રતિમાલક્ષણ, દેવસ્થાપનવિધિ પ્રતિમા પ્રતિષ્ઠા અને પરિવાર સ્થાપન વગેરે વિધાને મુખ્ય છે.
કારણગમના પહેલા ભાગ (અ. ૯, ૧૧, ૧૨, ૪૧૪, ૬૨)માં લિંગ અને મૂર્તિ સંબંધી તાલમાન સાથેનાં વર્ણન અને બીજા ભાગ (અ. ૧૩, ૨૧)માં લિંગ શુદ્ધિ અને સ્થાપન-વિધિની ચર્ચાઓ આપી છે. વૈખાનસાગમ (પટલ ૨૨)માં પ્રતિમા–લક્ષણને સ્વતંત્ર અધ્યાય છે. એ જ રીતે સુપ્રભેદાગમમાં મૂર્તિ -વિધાનને લગતા ચાર અધ્યાય(૩૩. ૩૪, ૩૬, ૪૦) આપ્યા છે. “અંશુમદભેદાગમમાં ઉત્તમ દશતલવિધિને માત્ર એકજ અધ્યાય આપેલ છે. તંત્ર ?
શૈવ-તંત્રને “આગમ અને વૈષ્ણવતંત્રને પાંચરાત્ર” નામે ઓળખવાની પરિપાટી છે. પરંતુ અહીં એ તંત્રગ્રંથ સાથે નિસ્બત છે કે જેમાં શાકત, શૈવ કે
Page #34
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાન કલા અને શાસ્ત્ર
વૈષ્ણવ-દેવભૂતિ ને લગતી વૈધાનિક ચર્ચાઓ વિઠ્ઠીત થયેલ હેાય. તાંત્રિક આચાર અને પૂજા-પદ્ધતિ વૈદ્ધિક તથા પૌરાણિક આચાર તથા પૂજા પદ્ધતિથી વિલક્ષણ હાવાના કારણે પણ એ સ્વરૂપે સમજવાનાં હેાય છે. લગભગ ૨૫ જેટલા તંત્ર ગ્રંથેામાં દેવમૂર્તિ એનાં રૂપવિધાન તથા તેમનાં પ્રતીકાત્મક વિદ્ રહસ્યા રચાયાં છે. આ સમાં હયશીષ પાંચરાત્ર નામને તંત્રથ સર્વોત્તમ છે. ‘મહાનિર્વાણુ-તંત્ર’માં પ્રતિમા, લિગ, ભગ્નમૂર્તિ –સંધિ, પ્રતિમા-દ્રવ્ય વગેરેનાં વણુ ના છે. આગમગ્ર ંથા તંત્રવિદ્યાની એક મહત્ત્વની શાખા છે. એમાં તંત્રોક્ત પતિએ પૂજન તથા અનનાં વિધાને આપેલાં છે. બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલનાં વિધાનેામાં જુદા જુદા સંપ્રદાયની મૂતિઓનાં વિશેષ વર્ણન
મળે છે.
૨૭:
શાસ્ત્રીય ગ્રંથા :
શાસ્ત્રીય ગ્ર ંથામાં મૂર્તિ‘અર્થશાસ્ત્ર' ઉલ્લેખનીય
પુરાણ આગમ અને તત્રત્રથા ઉપરાંત કેટલાક વિધાનને લગતી ચર્ચાએ કરી છે. એમાં કૌટિલ્યકૃત છે. એમાં વાસ્તુને લગતી વિપુલ સામગ્રીનેા ઉલ્લેખ કરતી વખતે દેવકુલ કે દેવતાયતન નગરની મધ્યમાં તેમજ મુખ્ય માર્ગો પર કરી એમાં અપરાજિત, જયંત, વૈશ્રવણ, અશ્વિના તથા શ્રીદેવીનાં સ્થાનકા સ્થાપવાના આદેશ છે. તેથી એ સમયે એમની મૂર્તિ ખની હાવાનુ જણાય છે.
શિલ્પશાસ્ત્ર:
શિલ્પશાસ્ત્રની ભારતમાં એ પરપરા છે. ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. ઉત્તરી અથવા નાગરૌલીના વાસ્તુ થેાના મુખ્ય પ્રણેતા વિશ્વકર્મા' ગણાય છે. નાગરશૈલીના ગ્રંથામાં વિશ્વકર્માં-વાસ્તુશાસ્ત્ર’ (વિશ્વક્રમ - પ્રકાશ), ભેાજદેવનુ ‘સમરાંગણુસૂત્રધાર’ અને ભુવનદેવનું અપરાજિતપૃચ્છા’ મુખ્ય છે. દ્રવિડશૈલીના વાસ્તુ થાના પ્રણેતા ભય' ગણાય છે. દ્રવિડશૈલીને પ્રમુખ ગ્રંથ ‘માનસાર’ છે. તે ઉપરાંત અગસ્ત્ય-રચિત ‘સકલાધિકાર', કશ્યપના ‘અ’શુમદ્ભેદાગમ’, મયના ‘મયમત', શ્રીકુમાર કૃત ‘શિપરત્ન' ગણનાપાત્ર ગ્રંથા છે. ‘માનસાર'ના કુલ ૭૦ અધ્યાયેામાં ૫૦ અધ્યાય વાસ્તુકલા પર અને બાકીના ૨૦ અધ્યાય મૂર્તિકલા પર છે. એમાં હિંદુ ઉપરાંત જૈન અને બૌદ્ધ મૂર્તિવિધાનની વિગતા પણ આપી છે. અગસ્ત્યના સકલાધિકાર’ માત્ર શૈવ પ્રતિમાવિધાનની જ ચર્ચાઓનું સંકલન કરે છે. કાશ્યપનુ ‘અ‘શુમભેદાગમ’ ધણા વિસ્તૃત ગ્રંથ છે. તેમાં ૮૬ અધ્યાયે પૈકી શરૂના ૪૫ અને અંતિમ ૨ અધ્યાય વાસ્તુને
૫
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૮
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
લગતા છે. બાકીના ૩૮ અધ્યાયોમાં વિવિધ પ્રતિમાઓનાં સાંગોપાંગ વર્ણનો આપેલાં છે. “ભયમતીમાં મૂર્તિશાસ્ત્રને લગતા ચાર અધ્યાયો છે. વિશ્વકર્મા પ્રકાશ નાગર શૈલીને પ્રાચીન ગ્રંથ છે. એમાં ૧૭ અધ્યાય પ્રતિમા–વિધાનને લગતા છે. એમાં લક્ષ્મી વગેરે અષ્ટદેવીઓનું મૂતિ–નિમણ તેમજ બ્રહ્માદિ મૂર્તિઓનાં સ્વરૂપનું સુંદર વિવેચન છે. “સમરાંગણસૂત્રધારમાં પણ કેટલાક અધ્યાય મૂર્તિવિધાનને લગતા છે.
ભુવનદેવને “અપરાજિતપૂછો વાસ્તુની જેમ પ્રતિભા-વિધાનને એક અપ્રતિમ ગ્રંથ છે. મૂતિ–વિધાનના એના સ્વતંત્ર અધ્યાય (સૂત્રો) વિપુલ માહિતી આપે છે. એનાં ઘણાં સૂત્રો, લિંગ, શિવ, જૈન, વગેરેની મૂર્તિઓનાં અનેક વિધ પ્રકારનાં વૈધાનિક સ્વરૂપની વિશદ ચર્ચાઓ રજૂ કરે છે. આ સિવાય પ્રતિમા–વિધાનની ચર્ચાઓ રજૂ કરતા ગ્રંથમાં પાંચરાત્રદીપિકા, ચતુરંગચિંતામણિ, મૂતિધ્યાન, મૂર્તિ લક્ષણ, લક્ષણસમુચ્ચય, દેવતાશિ૯૫, રૂ૫મંડન, તંત્રસાર, વિશ્વકર્માવતાર, રૂપાવતાર, જ્ઞાનરત્નકેશ, શિલ્પસાર, શિ૯૫રત્ન, ક્ષીરાર્ણવ, દીપાર્ણવ વગેરે પ્રકરણે કે સ્વતંત્ર ગ્રંથે નોંધપાત્ર છે. શુક્રનીતિ, શારદા તિલકનિર્ણયસિંધુ, ધર્મસિંધુ, મંત્રમહાર્ણવ, મંત્રરત્નાકર, મેરુતંત્ર, શ્રીતવનિધિ પૂજા પદ્ધતિઓ, પ્રતિષ્ઠા વિધિઓ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ મૂતિવિધાનની ચર્ચાઓ છે. એમાં “ઈશાન–શિવ-ગુરૂદેવપદ્ધતિ', હરિભક્તિ-વિલાસ, અભિલક્ષિતાર્થચિંતામણિ (માનસોલ્લાસ), કૃષ્ણાનંદતંત્ર-સાર વગેરે ગ્રંથે પ્રતિમા વિધાનની અપાર સામગ્રી ધરાવે છે.
બૌદ્ધ ધર્મમાં પ્રતિમા નિર્માણ અંગે કેટલાક સ્વતંત્ર ગ્રંથ રચાયા છે. ચિત્રલક્ષણ નામના ગ્રંથમાં બૌદ્ધ દેવ-દેવીઓનાં ચિત્રોની શાસ્ત્રીય માહિતી છે. આ ગ્રંથની મૂળ પ્રત અપ્રાપ્ય છે, પરંતુ તિબેટી ભાષામાંથી એને જર્મનમાં અનુવાદ બહાર પડ્યો છે તે પરથી તે ઘણું મહત્વની માહિતી પૂરી પાડે છે. તારાલક્ષણ” નામના ગ્રંથમાં તારા તથા અન્ય દેવીઓનાં વણને આપ્યાં છે. બુદ્ધની દશતાલમૂતિ માટે તિબેટી ભાષામાં દશતાલ ગ્રોધ-પરિમંડલ-બુદ્ધ-પ્રતિમા લક્ષણ નામક ગ્રંથ રચાય છે. “સાધનમાલા”માંથી સેંકડે બૌદ્ધ પ્રતિમાઓનાં વિધાન મળે છે. બિંબમાન અને બુદ્ધ પ્રતિમાલક્ષણ પર બૌદ્ધ ધર્મના ગ્રંથો ઉપલબ્ધ છે.
જૈન ધર્મના પ્રતિભાવિધાન માટે કેટલાક ગ્રંથોમાં પ્રકરણ અપાય છે. જેમાં વાસ્તુસાર અપરાજિતપુછા, લોકપ્રકાશ, “આચારદિનકર, નિર્વાણલિકા, પ્રતિષ્ઠાસાહાર, રૂ૫મંડન, રૂપાવતાર વગેરેમાં જૈન પ્રતિમાઓ વિશે વિપુલ માહિતી આપી છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
મૂતિવિધાનઃ કલા અને શાસ્ત્ર (૦) સાંસ્કૃતિક ઇતિહાસના સાધન તરીકે મૂતિવિધાનનું મહત્વ
ભારતના સાંસ્કૃતિક ઈતિહાસનાં વિવિધ પાસાઓ જાણવા માટે મતિવિધાનનું સાધન મહત્વનું છે.
મૂતિવિધાનથી તત્કાલીન ધર્મભાવના અને ધર્મનું સ્વરૂપ અમુક અંશે જાણવા મળે છે.
પૂર્વ-વેદિક કાલમાં આર્યોને ધાર્મિક જીવનનું કેન્દ્ર પ્રકૃતિના પ્રધાન પદાર્થોને દેવ દેવીઓના પ્રતીક રૂપમાં ક૯પી સ્તુતિ ગાયન દ્વારા તેમનામાં દેવભાવનાઓ સંચાર કરવાનું હતું. સ્તુતિમાં પ્રકૃતિના પ્રતીક દેવ અને દેવીઓ ઇન્દ્ર, વરુણ, સૂર્ય, પર્જન્ય, ઉષા, પૃથ્વી વગેરેના સ્તવનમાં તેમના ગુણગાન સાથે તેમના રૂ૫ અને વેષભૂષા વગેરેની કલ્પના કરવામાં આવી છે. વેદ વેદાંગોના સમયમાં ઉપાસની પદ્ધતિનું સ્વરૂપ વૈયકિતક હતું.
જે દેવ વેદકાલમાં અગ્રસ્થાન ધરાવતા તે પુરાણોના સમયમાં ગૌણ સ્થાન ધરાવતા થયા. જેમ કે અર્થે બહારથી આવ્યા ત્યારે વરુણની મહત્તા હતી. ભારતમાં તેમનાં આગમન બાદ દેવાધિદેવ ઈન્દ્રની મહત્તા થઈ. પછી શિવ અને વિષ્ણુ મહત્ત્વના બન્યા..
દેશને પાંચ ઉપાસના વર્ગોમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગાણપત્ય અને સૌર સમાવેશ થતું. એમાં પ્રતિમા પૂજાવાદ (iconism) અને પ્રતીક પૂજાવાદ (anicopim) બંનેને સ્થાન હતું. શિવ વિષ્ણુના સમન્વયરૂપે હરિહર સ્વરૂપ વિકસ્યું. શિવ અને શક્તિો વચ્ચેની સ્પર્ધાને મીટાવવા અર્ધનારીશ્વરનું સ્વરૂપ વિકસ્યું. આગળ જતાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું ત્રિમૂર્તિ સ્વરૂપ વિકસ્યું.
વિભિન્ન દેવોનાં જુદાં જુદાં સ્વરૂપની ઉદ્દભાવના પુરાણેએ આપી છે. ભારતીય પ્રતિમા વિજ્ઞાનનાં ભારતીય ધર્મ ઉપરાંત પુરાણશાસ્ત્ર (Mythology) નું પણ મહત્વ છે. કલાકાર સમાજમાં પ્રચલિત પૌરાણિક કથાનકેનો આધારે મૂતિઓ તૈયાર કરતા, જેમકે વિષ્ણુના દશાવતાર તથા કૃષ્ણ સંબંધી વિભિન્ન કથાનક દૈવી શક્તિઓ દ્વારા રાક્ષસનો વિનાશ વગેરે કલાકૃતિમાં રજૂ થયાં. વરાહ, વામન, નૃસિંહ, અર્ધનારીશ્વર, મહિષમર્દિની દુર્ગા અને સપ્તમાતૃકાઓની મૂર્તિઓ આનાં ઉદાહરણ છે.
મૂર્તિપૂજાનો પ્રવાહ શરૂ થયા પછી મૂતિ–વિધાનની કલા વિકસતી ગઈ ને એનું શાસ્ત્ર ઘડાતું ગયું. તેમાં કલાના સંસ્કારો રેડાતા ગયા અને સમયે સમયે તેમાં કલાવિકાસ થતાં કેટલીક વિવિધતાઓ દાખલ થઈ. મૂતિનાં સ્વરૂપ, વસ્ત્રા
Page #37
--------------------------------------------------------------------------
________________
ભારતમાં સ્મૃતિ પૂજાની વિભાવના અને સ્મૃતિવિજ્ઞાનનાં લક્ષણા
ભૂષણ, કેશવિન્યાસ, આયુધ કે પ્રતીક દ્વારા કલાનિર્દેશન થયુ.. મૌય કાલ પહેલાં યક્ષની પ્રતિમામાં અધેાવસ્ત્રો તથા ઉત્તરીય વસ્ત્રો જોવા મળે છે. શુગ અને મૌય કાલની મૂર્તિ આમાં અધેાવસ્ર, ઉત્તરીય વસ્ત્ર ઉપરાંત શિરાવેષ્ટન પણ જોવા.
મળે છે.
૩૦
સ્ત્રીઓના શ‘ગારમાં કેશવિન્યાસના નમૂના અત્યંત આકષ ક છે. કેશવિન્યાસના વિવિધ પ્રકારા પ્રચલિત હતા. સ્ત્રીઓ વિવિધ પ્રકારે કેશવિન્યાસ કરતી. દેવપ્રતિમાઓમાં પ્રભાચક્ર જોવા મળતું. મસ્તક પર વિવિધ પ્રકારના મુગટ જોવા મળતા. હાથમાં આયુધ, વાદ્ય કે યંત્ર જોવા મળતા.
શંખ, ચક્ર, ગદા, પદ્મ, વિષ્ણુની પ્રતિમામાં; શિવ મૂતિમાં ડમરૂ, નાગ, ત્રિશલ; બ્રહ્મા માટે કમ`ડલ, અક્ષમાલા તથા સરસ્વતી માટે પુસ્તક વીણા વગેરે પ્રતીકા પ્રયેાજાયાં છે, જે તેમના ઉપકરણાનુ' તત્કાલીન સ્વરૂપ સૂચવે છે.
વજ્રભૂષણના પ્રયાગ કાલ અને સ્થાન અનુસાર કરવા જોઈએ એમ ભરતે નાટયશાસ્ત્રમાં કહ્યુ છે:
भूषणानां विकल्पं च पुरुष - स्त्री - समाश्रयम् । नानाविध' प्रवक्ष्यामि देशजानि समुद्भवम् ॥
વરાહમિહિરની શ્રૃહત્સ`હિતામાં પણ દેશાનુરૂપ આભૂષણ, વેશ વગેરે સજવાનુ કહ્યું છે.
મૂર્તિની પીઠ પર જે અભિલેખ ાતાઁ હાય તેના પરથી પ્રતિમા કાણે ત્યારે કરાવી તે વિશે માહિતી મળે છે. આ ઉપરાંત શાસકનુ નામ, પદવી, તેને સમય, પ્રતિમાનુ· દાન કેાણે કર્યું, દાનની વિગત, ધામિક મંત્ર વગેરેની માહિતી પણ મળે છે. કનિષ્કના રાજ્યકાળના ત્રીજા વર્ષીમાં સારનાથમાં એક ખુ પ્રતિમાની સ્થાપના કરાઈ જેતુ" પૂરું વર્ણન તેની પીઠ પરના લેખમાં છે. સાંચીમાંની ઉપલબ્ધ મુહૂ પ્રતિમાની પીઠ પર અંકિત લેખમાં મૂર્તિ સ્થાપનાનું વર્ણન છે.
પ્રાચીન બૌદ્ધ કલાકૃતિઓના અધ્યયન પરથી સમાજના આશ, કામળ, ભાવના, સ્વાથ પરતાથી વિમુખ વિષયેાનું જ્ઞાન સ્વયં થાય છે. ભરતુત, મેધગયા, અમરાવતી અને સાંચીનાં તારણ પર જાતક કથાઓનાં નિર્દેશનવાળાં જેટલાં સદાચારની પરાકાષ્ઠા છે. આમ ભારતીય પ્રાણીમાત્રને કલ્યાણ, હિત, સુખ અને
શિપેા છે, તેમાં આદશ વાદ તથા કલાની એ વિશેષતા છે કે તે દ્વારા સદાચારના ઉપદેશ મળે છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
F
મૃતિવિધાનઃ કલા અને શાસ્ત્ર
મૂતિવિધાનના અભ્યાસનાં સાધનો :
મૂતિવિધાનના અભ્યાસ માટે સાહિત્યિક અને પુરાતત્વીય એમ બંને પ્રકારનાં સાધને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
સાહિત્યિક : પ્રતિમાને લગતા કેટલાક ઉલેખે વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. ઋગ્વદમાં ઈન્દ્ર, વરુણ, સૂર્ય, વગેરે પ્રમુખ દેવનાં વર્ણન આપેલાં છે, પરંતુ આ કાલની તેમજ ઉત્તર વેદકાલની કઈ મૂર્તિઓ ઉપલબ્ધ ન હોવાને કારણે વેદિક દેવાના પ્રતિભાવિધાન વિશે નિશ્ચિત કહી શકાય નહીં. જો કે એમાં વિશ્વકર્માને ઉલ્લેખ છે, જે વૈદિક સાહિત્યનાં લખાણો પરથી લાગે છે કે તેઓ દેવના શિલ્પી હતા. વૈદિક સાહિત્યનાં લખાણે પરથી લાગે છે કે પ્રાયઃ એ ઉત્તર ભારતની શિલ્પ સ્થાપત્યની પ્રણાલિકાના આચાર્ય હશે. દક્ષિણની પરંપરાને મુખ્ય આચાર્ય “મય” નામથી ઓળખાય છે.
બ્રાહ્મણગ્રંથ અને સૂત્રગ્રંથમાં સ્થાપત્યને લગતાં વર્ણન મળે છે. પણ પ્રતિમાવિધાનને લગતી બહુ ઓછી માહિતી મળે છે. રામાયણ મહાભારતમાં દેવાલયને લગતા ઉલ્લેખ આવે છે. દેવાયતનના ઉલ્લેખો પરથી જણાય છે કે ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા વગેરેની મૂર્તિઓ બનતી હશે.
પ્રતિમા નિર્માણ અંગે સાહિત્યની મુખ્ય પાંચ ધારાઓ પુરાણ, આગમ, તંત્ર, શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠા-પદ્ધતિ પ્રચલિત હોય તેમ જણાય છે.
મસ્ય, વિષ્ણુ, લિંગ, અગ્નિ, ગરુડ, સ્કંદ, ભવિષ્ય અને ખાસ કરીને વિષણુ ધર્મેતરમાં પ્રતિભાવિધાનને લગતી વિસ્તૃત ચર્ચામાં આવે છે. વરાહમિહિરની બૃહત્સંહિતામાં પ્રતિમા વિધાનને લગતા ચાર અધ્યા છે. આગમગ્રંથો જેવા કે કામિકાગમ, સુપ્રભેદાગમ, ખાનસાગમ, કારણગમ, અંશુમદભેદાગમ વગેરેમાં પણ પ્રતિમાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી અને સાંગોપાંગ વિવેચને જોવા મળે છે.
શૈવ તંત્રોને “આગમ” અને વૈષ્ણવતંત્રોને પાંચરાત્ર” તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં એ તંત્રગ્રંથે સાથે નિસ્બત છે, જેમાં શાક્ત શૈવ કે વૈષ્ણવ દેવમૂતિને લગતી ચર્ચાઓ હેય, લગભગ ૨૫ જેટલા તંત્રગ્રંથમાં દેવભૂતિઓનાં રૂપવિધાન ચર્ચામાં છે. આ સર્વેમાં “હયશીર્ષ પાંચરાત્ર” નામને તંત્રગ્રંથ સર્વોત્તમ છે. મહાનિર્વાણતંત્ર, બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલતંત્ર વગેરેમાં પણ પ્રતિમાવિધાનની માહિતી મળે છે.
શિલ્પશાસ્ત્રની ભારતમાં બે પરંપરા છે. ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણ અથવા દ્રવિડ, ઉત્તરી મૌલીના ગ્રંથેના મુખ્ય પ્રણેતા “વિશ્વકર્મા” ગણાય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૨ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે એ શૈલીના ગ્રંથમાં વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર, ભેજદેવનું “સમરાંગણસૂત્રધાર' અને ભુવનદેવનું “અપરાજિતપુછો મુખ્ય છે.
દ્રવિડ શૈલીના ગ્રંથના પ્રણેતા મય” છે. આ શૈલીને મુખ્ય ગ્રંથ “માનસાર” છે. તે ઉપરાંત અગત્યરચિત સકલાધિકાર, કશ્યપને અંશુમભેદાગમ, મયને મયમત, શ્રીકુમારનું શિલ્પરત્ન ગણનાપાત્ર છે. આ સિવાય પ્રતિભા-વિધાનની ચર્ચાઓ રજૂ કરતા ગ્રંથોમાં પાંચસત્રદીપિકા, ચતુર્વર્ગ ચિંતામણી, મૂતિધ્યાન, મૂર્તિલક્ષણ, દેવતાશિલ્પ, જ્ઞાનરત્નકેશ, શિલ્પસાર, શિપરત્ન, ક્ષીરાર્ણવ, દીપાર્ણવ વગેરે નોંધપાત્ર છે. શુક્રનીતિ, નિર્ણયસિંધુ, ધર્મસિંધુ, મંત્રમહાર્ણવ, મંત્રરત્નાકર, મેરુતંત્ર, શ્રીતત્ત્વનિધિ, પૂજા-પદ્ધતિઓ, પ્રતિષ્ઠાવિધિઓ, ઈશાન-શિવ-ગુરુદેવ પદ્ધતિ, હરિભક્તિવિલાસ, અભિલક્ષિતાર્થચિંતામણિમાનસોલ્લાસ), કૃષ્ણાનંદતત્રસાર વગેરે મૂર્તિવિધાનની સામી ધરાવે છે.
બૌદ્ધ પ્રતિમા વિધાનમાં “તારાલક્ષણ” ગ્રંથમાં તારા અને બીજી દેવીઓનાં વર્ણન આપ્યાં છે. બુદ્ધની દશતાલમૂતિ માટે તિબેટી ભાષામાં દશતાલન્યગ્રોધપરિમંડળ એ બુદ્ધ પ્રતિમા માટે લક્ષણ ગ્રંથ છે. “સાધનમાલા”માંથી સેંકડો બૌદ્ધ પ્રતિમાઓનાં વિધાને મળે છે.
જૈન પ્રતિભાવિધાન માટે કેટલાક ગ્રંથમાં માહિતી છે કે જેમાં વાસ્તુસાર, અપરાજિતપૂછા, લેકપ્રકાશ, આચારદિનકર, નિર્વાણલિકા, પ્રતિષ્ઠાસારોદ્ધાર, દીપાર્ણવ, રૂપમંડન, રૂપાવતાર વગેરેનો સમાવેશ થાય છે. પુરાવશેષીયઃ
પુરાવશેષો પૈકી મુદ્રાઓ અભિલેખ, સિકકાઓ, અને ઉપલબ્ધ શિલ્પકૃતિઓ મૂર્તિવિધાનના અભ્યાસ માટે ઉપયોગી છે.
મુદ્દાઓ ઃ હરપ્પીય સભ્યતામાં સચિત્ર મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે. એ મુદ્રાઓ પરનાં વિવિધ લાંછનેમાં જુદાં જુદાં દેવદેવીઓનાં પ્રતીક જોવા મળે છે. એક લાંછનમાં દેવી પીપળાના થડની બે ડાળીઓ વચ્ચે ઊભેલી આલેખવામાં આવી છે. કેટલાંક લાંછનેમાં દેવને આકાર આલેખવામાં આવ્યો છે જે અનુકાલીન મહાદેવના સ્વરૂપ સાથે ઘણું સામ્ય ધરાવે છે. કેઈક લાંછનમાં પ્રાણી મિશ્રિત મનુષ્યાકૃતિ દૈવી સ્વરૂપની દ્યોતક છે. એકશૃંગી વૃષભ જેવા પશુના મોં નીચે ધૂપદાની કે રમદાની જેવું પાત્ર કેલી આકૃતિ કયારેક લાંછનમાં જોવા મળે છે. કેટલાંક લાંછનેમાં નાગદેવને આકાર અને એની સામે બાજઠ પર દૂધ જેવો
Page #40
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાનઃ કલા અને શ્વાસ
પદાથ` જણાય છે. એક લાંછનમાં વચ્ચે એક વતુ ળ છ બાજુએ જુદાં જુદાં પશુનું ડાક... બહાર નીકળતું સૂર્યબિંબનું પ્રતીક લાગે છે.
૩૩
કાઢેલુ છે ને એમાંથી દેખાય છે. આ વર્તુળ
ભીટામાંથી ઉપલબ્ધ કેટલીક મુદ્રાએ પર શિવની અને શિવ-પ્રતીકેાની આકૃતિએ જોવા મળે છે. આ ઉપરાંત વિષ્ણુ, લક્ષ્મી, સૂર્ય, સ્કંદ વગેરેની આકૃતિએ પણ અંકિત કરેલી હાય છે. રાજધાટમાંની મુદ્રાઓ પર દુર્ગી, સરસ્વતી, સ્કંદ, સૂર્ય, ધનદ વગેરે દેવાની આકૃતિએ જોવા મળે છે.
અભિલેખે : અશાકના ૪થા શૈલલેખમાંના પ્રથમ ભાગમાં યિાનિ નિ શબ્દ આવે છે, જેના સરલાથ દેવપ્રતિમાઓ થાય છે.
66
રાજસ્થાનના લે!શ્રુણ્ડી નામના સ્થળે એક વાવની ભીંત પર ભાગવત ગાજાયન સતાત રાજાએ વાસુદેવના મંદિરની ભીંત અનાયાના નિર્દેશ છે.'' ભાગભદ્રના સમયના એસનગર ગરુડ સ્તંભ લેખ (પ્રાયઃ ઈ. પૂ. રજી સદી)માં ગ્રીક હેલિયે:દારે વાસુદેવપૂજા માટે ગરુડ સ્તંભ બનાવ્યાના ઉલ્લેખ છે. શાડાસના મથુરા શિલાલેખ (પ્રાયઃ ઈ. પૂ. ૧લી સદીનેા પૂર્વાધ`)માં પચષ્ણુિ મહાવીરાની દેવપ્રતિમાઓરા ઉલ્લેખ છે.
ચંદ્રગુપ્ત રજાના ઉદ્દયગિરિ ગુફાલેખ (ઈ. સ. ૪૦૧)માં વિષ્ણુના લયનપ્રાસાદ-ગુફા મદિરને અને શંભુ શિવાલયને ઉલ્લેખ છે.
સ્ક ંદગુપ્તના ભિતરી શિલાસ્ત’ભલેખ (ઈ. સ. ૪૫૫-૬)માં શા′′િગન દેવના દેવાલયના નિર્માતા નિર્દેશ છે.
વિશ્વકર્માના ગજધરશિલાલેખમાં વિષ્ણુપ્રાસાદ અને સપ્તમાતૃકાગૃહ વગેરેની રચનાના ઉલેખ છે. બુધગુપ્તના એરણ પાષાણ લેખ (ઈ. સ. ૪૮૪)માં મહારાજ માતૃવિષ્ણુ દ્વારા જનાર્દનના દેવાલયની રચના વિશે જાણવા મળે છે.
સિક્કાઓ પ્રાચીન સિક્કાએ પરથી ભારતીય પ્રતીક પરપરા અને પ્રતિમા પરંપરા પર પ્રકાશ પડે છે. ઉજ્જન અને એની આસપાસના પ્રદેશમાંથી ઉપલબ્ધ પ્રાચીન સિક્કાઓ પર શિવ-પ્રતિમા અંકિત છે. કુષાણ સમ્રાટ કનિષ્કના સિક્કાઓ પર મુદ્ધની પ્રતિમા અકિત છે. વિદેશી રાજાઓમાં શકપદ્ભવ અજિલિષ, મથુરાના શકે ક્ષત્રપ રાજુવુલ અને શેાડાસના સિક્કાઓ પર ગજલક્ષ્મીની આકૃતિ જોવા મળે છે. કાસલ, અવંતિ, વત્સ, વગેરે જનપદ રાજ્યેાના સિક્કાએ પર નદિનું ચિહ્ન અને પ'ચાલ જનપદના સિક્કાઓ પર શિવલિગનું ચિહ્ન તેમજ યૌધેયાના સિક્કાઓ પર મહાદેવ અને કાત્તિ યની આકૃતિએ જોવા મળે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણા હુવિષ્યના સિક્કાઓ પર શવ, ઉમાસહિત શિવ, કાર્ત્તિય, વિશાખ વગેરેની આકૃતિ દૃષ્ટિગાચર થાય છે.
પાંચાલ રાજ્યના સિક્કાઓમાં ઇન્દ્રમિત્રના સિક્કા પર ઇન્દ્રની અને અગ્નિમિત્રના સિક્કા પર અગ્નિની પ્રતિમા જોવા મળે છે. સૂર્યમિત્રના સિક્કા પર સૂર્યબિંબ અને રુદ્રમિત્રના સિક્કા પર ત્રિશૂળની આકૃતિ પણ નજરે પડે છે.
આમ પ્રાચીન સિક્કાઓમાંથી મૂર્તિવિધાનને લગતી કેટલીક માહિતી મળે છે. શિલ્પકૃતિઓ : હરપ્પીય સભ્યતાના ઉપલબ્ધ, અવશેષામાં પથ્થરનાં શિક્ષેામાં ધાર્મિક મહિમા ધરાવતી વ્યક્તિનું શિલ્પ, માતૃદેવીની અસTMખ્ય મૂતિઓ, લિગ અને યાનિ આકારના પથ્થરા નોંધપાત્ર છે.
૩૪
વૈદ્ધિક કાલના કાઈ પ્રતિમાના નમૂના મળ્યા નથી, પરંતુ શિશુનાગ અને નંદુકાલનાં મૂતિ –સ્વરૂપના કેટલાક નમૂના પ્રાપ્ત થાય છે. માતૃદેવીનાં રૂપાંકનેવાળાં શ્રીચક્રા ખાસ નોંધપાત્ર છે. આ પ્રકારનાં શ્રીચક્રો મથુરા, કૌશામ્બી, રાજધાટ, તક્ષશિલા અને વૈશાલીમાંથી મળ્યાં છે.
બિહારના લોરિયા ગામમાં આવેલા એક સ્તૂપમાંથી દેવીનુ અ શમૃત સુવણ પત્ર મળી આવ્યુ છે. પિપરાવા (ઉત્તરપ્રદેશ)માંથી ધાતુમંજૂષા મળી છે, જેમાં એક સુવણ પત્ર પર અંકિત કરેલુ માતૃદેવીનુ અંશમ્રૂત શિલ્પ છે.
મૌયકાલીન પ્રતિમાઓમાં પારખમ(મથુરા જિ.)ની યક્ષમૂર્તિ, પટનાના દિદારગજમાંથી મળેલી ચામરધારિણી યક્ષિણીની મૂતિ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વિદિશાની યક્ષીની મૂર્તિ, ભરતપુર જિલ્લાના નાહ ગામની જખ (યક્ષ) મૂતિ, પટના, શૂર્પારક, અહિચ્છત્રા(ઉ. પ્ર.)ની કુષાણકાર્લીન યક્ષ મૂર્તિએ નોંધપાત્ર છે. ગુડીમલમમાંથી મળેલી ઈ. સ.ની ૨૭ સદીની શિવની લિ'ગપ્રતિમા નોંધપાત્ર છે.
આમ ઉપલબ્ધ પ્રાચીન મૂર્તિએ મૂર્તિવિધાનના અભ્યાસની દૃષ્ટિએ
મહત્ત્વની છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ૩
મૂર્તિવિધાન માટેના પદાર્થો અને એની પદ્ધતિ X
મૂર્તિએ બનાવવા માટેના પ્રાચીન ભારતમાં પાષાણ ધાતુ, મૃત્તિકા (માટી પકવેલી તેમજ કાચી), કાષ્ઠ, હાથીદાંત, ચૂનેા (Stucco), સેલખડી (Steatite) ફ્રાયેન્સ (ધસીને બનાવેલી માટી) જેવા પદાર્થાંના પ્રયોગ થયેલા જોવા મળે છે.
મૂતિએ અથવા શિક્ષેામાં વપરાતા પદાર્થાના વપરાશની અનુકૂળતા પ્રતિકૂળતા સ્વાભાવિક રીતે તે પ્રદેશમાં સહેલાઈથી પ્રાપ્ત થતા તે તે પ્રકારના પદાર્થાને અનુરૂપ હોય છે. અનુકૂળતાની બાબતને વિચાર કરીએ તે માટી અને લાકડા જેવા પદાથ લગભગ દરેક સ્થળે મળે તે તે પ્રકારની મૂર્તિ એ બધે મળે છે. વળી વિશિષ્ટ પ્રકારનું લાકડું. પણ વપરાશની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ભેગવે છે. પાષાણ, ધાતુ, હાથીદાંત, છીપ વગેરે પદાર્થોં વિશિષ્ટ પ્રકારની કલાકારીગરી માટે તેમજ સફાઈદાર કામ કરવા માટે વિશેષતઃ પાષાણ અને ધાતુની મૂર્તિ એના પ્રયાગ થયેલા નજરે પડે છે. આ પદાર્થાંમાં મૂર્તિ એના નિર્માણની જુદી જુદી પદ્ધતિઓ પ્રયેાજાઈ હતી. અહીં તેનું સંક્ષેપમાં અવલાકન કરીએ.
(અ) પાષાણ ઃ
મૂતિ નિર્માણમાં અગત્યના પદાર્થ તરીકે પાષાણના ઉપયાગ છેક હડપ્પીય સભ્યતાના કાલથી થતા નજરે પડે છે અને અદ્યાપિપયંત તે પરંપરા ચાલુ રહી છે. ભારતીય શિલ્પ અને સ્થાપત્યેામાં કાષ્ટ અને ઈંટયુગ પછી પાષાણના ઉપયેાગ પહાડામાં ગુફાઓ કાતરવાની પ્રથાથી શરૂ થયે। હાવાનું મનાય છે. સ્થાપત્યની સાથે મૂતિ નિર્માણમાં પણ પાષાણના બહેાળા પ્રયાગ થવા લાગ્યા. મૂર્તિના માધ્યમ તરીકે સાધારણ રીતે પ્રાદેશિક પાષાણના ઉપયોગ થયેલા
X વિશેષ વિગતા અને વિસ્તાર તેમજ દૃષ્ટાંતા માટે આ ડેા. પ્રવીણચંદ્ર પરીખનું પુસ્તક ભારતીય પ્રાચીન શિલ્પકલા.
Page #43
--------------------------------------------------------------------------
________________
કે ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણ જોવા મળે છે. જેમકે હડપ્પાનાં શિલ્પ ખાસ કરીને ચૂનાના પથ્થર કે સેલખડીનાં બનેલાં છે. આ ખનિજ પદાર્થો સિંધની સ્થાનિક ખાણાના છે. તે પ્રમાણે જોઈએ તે અશક્કાલીન મૂર્તિઓ મિરઝાપુર જિલ્લાના ચુનાર ગામની બદામી રંગના રેતિયા પથ્થરની બનેલી છે. ગાંધારની મૂર્તિને પથ્થર અફઘાનિસ્તાનની સ્વાતની ખાણમાંથી લવાય છે. ગુપ્તકાલીન મૂતિઓમાં કાળી આછી છાંટવાળે સફેદ પથ્થર વપરાયેલ છે જે ઉત્તરપ્રદેશમાં મોટા પ્રમાણમાં મળે છે. ગુજરાત અને રાજસ્થાનની મૂતિઓ સફેદ કે લાલ રેતિયા પથ્થરની છે. આ પથ્થર સ્થાનિક ખાણોને છે. વળી કેટલીક મૂતિઓ આરસ પથ્થરની બનેલી છે. આરસ પહાણની ખાણે આબુ અને જોધપુર પાસે મકરાણામાં આવેલી છે.
મૂતિઓ ઉપરાંત પાટિકા, જલાધારીઓ અને લિંગ વગેરે કંડારવા માટે લાવવામાં આવતી શિલાને ઘેર લાવતાં અગાઉ ખાણમાંથી બહાર કાઢી તેના ઉપર કેટલીક ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોવાનું વિધાન અગ્નિપુરાણ આપે છે. મૂતિની કલ્પના મૂર્તિનું સ્વરૂપ ઘડાઈ તૈયાર થતા અગાઉ શિલાહરણના સમયથી જ મૂર્તિકારના હૃદયમાં ઉત્થાન પામતી હતી. આવું જ વિધાન વિષણુધર્મોત્તરકારે વિસ્તારથી કર્યું છે.
પાષાણમાંથી પ્રતિમા બનાવવાની પ્રક્રિયા પ્રાચીનકાળથી અઘપયત ચાલુ છે. તેથી આજે પણ ઠેર ઠેર પાષાણમાંથી મૂર્તિઓ તૈયાર થતી નિહાળાય છે. આ પ્રકારે મૂતિઓ બનાવવાની પ્રક્રિયાથી આપણે મહદંશે માહિતગાર છીએ. ટાંકણ વડે પાષાણને કંડારીને શિલ્પી પોતાને અનુકૂળ તક્ષણકલા વડે પાષાણમાંથી દેવદેવીની સુરેખ અને સુંદર મૂતિ નિર્માણ કરીને પિતાના મનભાવને અભિવ્યક્ત કરે છે. મૂર્તિવિધાનમાં મૂર્તિના વિધાયક (શિલ્પી)નું સ્થાન મોખરે છે. એ મૂતિ કલાને ફક્ત જાણકાર નહીં પણ પ્રતિમાની સાથે તન્મયતા સાધી તેમાં એકરૂપ થનાર પણ હા જાઈએ. આવો મૂતિકાર મૂતિમાં દેવત્વનું સાકાર સ્વરૂપ ઉતારી દે છે. જે મૂતિ, સુરૂ૫, ભાવવાહી, આનંદદાયક, રમ્ય ન હોય તે તેમાં પ્રભુનો સાક્ષાત્કાર થઈ શકતો નથી એવી માન્યતા છે. - મૂર્તિ નિર્માણ માટે શિલા પરીક્ષા જરૂરી છે. મૂર્તિ માટે પાષાણ સારે સખત અને સુરુચિકર હોવો જોઈએ. પાષાણની પરીક્ષા ત્રણ પ્રકારે થાય છે? ૧. પુંલિંગ ૨. સ્ત્રીલિંગ ૩. નપુંસકલિંગ. જે પાષાણમાંથી ઉતમ રણકે ઉઠે તે પુલિંગ, જેમાંથી મધ્યમ રણકે ઊઠે તે સ્ત્રીલિંગ અને જેમાંથી રણકી ઉઠે જ નહિ તે નપુંસકલિંગ પાષાણ કહેવાય છે. પુલિંગ પાષાણમાંથી દેવમૂર્તિઓ બનાવવામાં આવે છે. સ્ત્રીલિંગ પાષાણમાંથી દેવીની મૂતિઓ, પાટિકાઓ તથા
Page #44
--------------------------------------------------------------------------
________________
મૃતિવિધાન માટેનાં પદાર્થો અને એની પદ્ધતિઓ
શિવની જલાધારીઓ બનાવવામાં આવે છે, જ્યારે નપુંસક પાષાણમાંથી દેવમંદિર, રાજમહેલ વગેરે નિર્માણ કરવામાં અાવે છે.
મૂતિઓના રંગ વિશે વિચારીએ તો પ્રત્યેક મૂતિના પૃથક પૃથકુ વર્ણરંગ, શિલ્પશાસ્ત્રોમાં વર્ણવ્યા છે. કેટલાક દેવતાઓના વર્ણ સુવર્ણ રંગના છે. તે તેમની મૂતિ પીળા રંગના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. જૈન સંપ્રદાયમાં તીર્થંકર પાર્શ્વનાથને વર્ણ શ્યામ છે. તેથી તેમની મૂનિ શ્યામ રંગના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. તેવી જ રીતે શિવમંદિરમાં શિવલિંગને વર્ણ શ્યામ જ હોય છે. જેમાં પ્રચલિત સોળ વિદ્યાદેવીએના વર્ણ પણ ભિન્ન ભિન્ન છે. તેથી શ્યામ, પીળા, શ્વેત પાષાણમાંથી તેમની મૂતિઓ બનાવાય છે. તેવી જ રીતે કૃષ્ણ, દુર્ગા, કાલિકાની મૂર્તિઓ પણ શિવલિંગ અને જૈન પાર્શ્વનાથની જેમ શ્યામ રંગના પાષાણામાંથી નિમિત થતી નિહાળાય છે. આમ દેવદેવીના વર્ણ મુજબ જે તે રંગના પાષાણમાંથી મૂર્તિઓ બનાવવાનો આગ્રહ શિલ્પશાસ્ત્રોમાં રાખવામાં આવ્યો છે. છતાં જે તે પ્રદેશમાં અમુક રંગના પાષાણ ઉપલબ્ધ થતા હોવાથી એવા પાષાણમાંથી મૂર્તિ બનાવવાની છૂટ પણ અપાઈ છે. આ રીતે દેવમૂતિઓ લાલ, શ્યામ, નીલ વગેરે વર્ણની બનાવાય છે. (આ) ધાતુ :
મૂર્તિશિલ્પમાં ધાતુને પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે ઓછો થયેલો જોવા મળે છે. અલબત્ત, ધાતુ શિલ્પો પણ છેક હડપ્પા સભ્યતાના કાલથી જેવા મળે છે, પણ ત્યારબાદ એના નમૂના ઈ. પૂ ૧લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે.
ધાતુ-શિલ્પ બનાવવાની પદ્ધતિનું “ભાનસાર” અને “અભિલષિતાર્થ– ચિંતામણિ (માનસોલ્લાસ)” જેવા ગ્રંથોમાં વર્ણન મળે છે. આ પદ્ધતિને “મધુરિઝલ્ટ વિદ્યા” કહેવામાં આવતી. આમાં મધુરિ૭ષ્ટમીણ)માં અભિપ્રેત શિલ્પ હાથથી ઘડવામાં આવતું. ત્યાર પછી તેના પર માટીનું જાડું પડ ચડાવી તેને તપાવતાં તેની અંદરનું મીણ પીગળીને ને કળી જતાં અંદર મીણના શિ૯૫ના ઘાટનું પિલાણ બનતું. એમાં ગરમ ધાતુ રેડીને ઠારતાં અંદર ધાતુ શિલ્પ તૈયાર થતું. માટીના બીબા કે સાંચાને તોડીને શિ૯૫ બહાર કાઢી લેવાતું અને તેને જરૂરિયાત મુજબ ઓપ અપાતો. આવા પ્રકારનાં ઢાળેલાં ધાતુ શિપનું વજન ઘટાડવા માટે મીણની વચ્ચે માટીને એક અણધડ લેફ્ટ રાખવામાં આવતો. આથી સાંચો પકવતી વખતે મીણું પીગળી જાય ત્યારે ભેદ પાકીને સાંચામાં યથાવત રહી
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે જતો. સાંચામાં ધાતુને ઢાળતાં આ પકવ લદા જેટલી જગા કેરી રહેતી. આ રીતે ધાતુ પણ ઓછી જોઈતી અને શિલ્પનું વજન પણ ઘટતું. આમ ભારતીય ધાતુ શિલ્પમાં છેક પ્રાચીન કાલથી “ઘન” (નકકર) અને “સુષિર” (પલાં) એવા બે પ્રકાર નજરે પડે છે. આ પદ્ધતિએ એક સાંચાથી કેવળ એક શિ૯૫ જ તૈયાર થઈ શકતું. આ કામમાં નિપુણ કલાકારો અને કારીગરો રોકાયેલા હતા. દક્ષિણમાં ૧ ફૂટ થી ૫ ફૂટ ઊંચી મૂતિઓ મોટા મંદિરોમાં ખાસ કરીને વાર્ષિક ઉત્સવો વખતે નીકળતી દેવયાત્રામાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી. આથી તે મંદિરની સેવ્ય પ્રતિમાઓ કરતાં જુદી હતી. મંદિરની સેવ્ય પ્રતિમાઓ હંમેશા પાષાણ કે કાષ્ઠની બનેલી રહેતી. એ મોટા કદની વજનદાર મૂતિઓ દેવયાત્રામાં લઈને ફરવા માટે અગવડરૂપ બનતી, જ્યારે ધાતુ-પ્રતિમાઓ અને મુકાબલે સગવડભરી હતી. ખાનગી ઘરમાં ઉપાસના માટે અનેક પ્રકારની નાની નાની ધાતુમૂર્તિઓ બનતી હતી.
શિલ્પ બનાવવામાં ધાતુને પ્રયોગ છેક આદ્ય ઐતિહાસિક કાલથી થતે જોવા મળે છે. મહેજો-દડેમાંથી મળેલી કાંસાની નતિકા એનું ઉદાહરણ છે.
પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈમાં સુરક્ષિત તીર્થંકર પાર્શ્વનાથની કાંસ્ય પ્રતિમા ઐતિહાસિક કાલની સૌથી પ્રાચીન પ્રતિમા છે. તેનો સમય ઈ. પૂર્વે ૧લી સદીને આંકવામાં આવ્યું છે. ચીસા( જિ. શાહાબાદ, બિહાર)માંથી મળેલા અને પટને મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયેલાં ધાતુશિલ્પોમાં એક ધમચક્ર, એક કલ્પવૃક્ષ અને ૧૬ જૈન તીર્થંકરની મૂર્તિઓને સમાવેશ થાય છે. પટનામાંથી મળી આવેલ શિવ પાર્વતીની સુવર્ણ એપિત મતિ પણ નોંધપાત્ર છે. શિવે મસ્તક પર ઉષ્ણીષ ધારણ કરેલ છે. આ શિ૯૫ ઈસુની બીજી સદીનું મનાય છે. નાગાજુનીકેડામાં થયેલા ઉખનનમાંથી મળી આવેલ કાર્તિકેયની મૂર્તિ અને ગંધારમાંથી ચોથી સદીના પૂર્વાર્ધની બનેલી એક બુદ્ધ-મૂતિ આનાં ઉદાહરણ છે. | ગુપ્તકાલ દરમ્યાન નિર્માણ પામેલી મૂર્તિઓમાં બર્લિનના મ્યુઝિયમમાં સુરક્ષિત વિષ્ણુની પ્રતિમા, સુલતાનગંજ (બિહાર)માંથી મળેલી અને હાલ બમિગહામ મ્યુઝિયમ (ઈગ્લેંડ)માં સુરક્ષિત બુદ્ધની પ્રતિમા, સિંધના મીરપુર ખાસમાંથી મળેલી અને કરાંચી મ્યુઝિયમમાં સુરક્ષિત બ્રહ્માની મૂતિ, અકોટામાંથી મળેલી જીવંતસ્વામી અને ઋષભદેવની પ્રતિમાઓનો વિશેષ નિદેશ કરી શકાય, ઉત્તર કાલમાં દક્ષિણ ભારતમાં દેવભૂતિઓને ધાતુમાં ઢાળીને બનાવવાને વ્યાપક પ્રચાર થયો. મધ્યકાલમાં ભક્તિમાર્ગને પ્રભાવ વધતાં ઘેર ઘેર મૂર્તિપૂજા થવા લાગી ? તેની સાથે પણ ધાતુમૂતિઓ વ્યાપકપણે બનવા લાગી.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૯
મૂર્તિવિધાન માટેનાં પદાર્થો અને એની પદ્ધતિઓ (ઈ) મૃત્તિકા :
માટીના માધ્યમથી મૂતિઓ બનાવવાની કલ્પના કદાચ માણસને એની સભ્યતાના આરંભના દિવસોમાં આવેલી હતી અને આજ દિન સુધી અવિરતપણે આ પરંપરા ચાલુ રહી છે. ભારતમાં આ કલાનો પ્રસાર દક્ષિણની અપેક્ષાએ ઉત્તરમાં અધિક થયેલું જોવા મળે છે. એની પાછળ સામાન્ય માણસ પણ માટીના માધ્યમથી પોતાની કલા-પ્રતિભા બતાવી શકે એવી ચીકણું માટી ઉત્તર ભારતનાં મેદાનમાં ઉપલબ્ધ થતી હોવાનું જણાય છે.
માટીમાં બહુ સહેલાઈથી ઘાટ નીપજાવી શકાતો હોવાને લઈને તદ્દન પ્રાથમિક અવસ્થાના માનવોથી માંડીને સભ્ય માનવની સર્જનાત્મક ઝંખનાને એમાં આકાર આપ્યા છે. માટીમાં ઘાટ પામેલા આકારનું વૈવિધ્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓ કે રમકડાં પૂરતું સીમિત ન રહેતાં મોટા કદનાં શિલ્પ તેમજ મૂતિઓ સુધી વિસ્તરેલું જોવા મળે છે. પથ્થરનાં શિલ્પની જેમ માટીનાં શિલ્પ પણ લાબા કાળ સુધી જળવાઈ રહેતાં હોવાથી ઘણાં પ્રાચીન સમયમાં કાચી તેમજ પકવેલી માટીનાં શિલ્પના અવશેષ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે. - ભારતમાં સર્વ પ્રથમ આવ-અતિહાસિક કાલ(ઈ. પૂ. ૨૫૦૦ થી ઈ. પૂ ૧૫૦૦ )નાં માટીનાં પકવેલાં શિલ્પ, કુલ્ફી, બ, કટા, તેમજ હડપ્પીય સભ્યતાનાં જુદાં જુદાં સ્થાનોમાંથી મળી આવ્યાં છે. આ શિલ્પમાં સ્થાનિક લોકકલાનું પ્રતિબિંબ પડે છે.
લેકકલા તરીકે તેનું સાતત્ય છે, અત્યાર સુધી જળવાઈ રહેલું જોવા મળે છે. એથી કલા વિવેચક સ્ટેલા કેમરિશે આ પ્રકારના માટીનાં શિલ્પોને કાલાતીત (ageless) તરીકે વર્ણવ્યાં છે. પણ એ ઉપરાંત સમયની માંગ પ્રમાણે ઘડાયેલાં શિનો પ્રકાર પણ વિકસાવ્યું હતું, જેને સ્ટેલા ક્રેમરિશે કાલાધીન કે કાલાનુક્રમી (timed variation) કહ્યાં છે. ' લોકકલાનાં શિલ્પમાં શારીરિક રચના પર ધડ, માથું, હાથ અને પગ જેવાં શરીરનાં મહત્વનાં અંગ પર ધ્યાન કેન્દ્રિત કરેલું જણાય છે. તેની નિર્માણપદ્ધતિ સરળ હતી. માટીના લેદાને સાહજિકતાપૂર્વક હાથ વડે દબાવી ધડનું * નિર્માણ કરી, તેના પર અલગ અલગ બનાવેલાં માથું, હાથ પગ વગેરે ચુંટાડી આખો દેહ રચવામાં આવતો. અંગહેક, કાન, નાક નાભિ, વાળ વગેરે ઉપાંગોની રચના તે પર કાપા પાડીને કે નાની નાની ટીકડીએ ચુંટાડીને કરવામાં આવતી. એ જ રીતે દેહ પર આભૂષની સજાવટ બતાવવામાં આવતી. આ રચનાપદ્ધતિ “મૂર્તન-પદ્ધતિ” (modeling) તરીકે ઓળખાય છે. આવા
Page #47
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિર્વિધનનાં લક્ષણે
મૂર્તનમાં કલાકારની કલ્પના, પ્રતિભા અને સૌંદર્યબોધ બધું એની ક્ષમતા અનુસાર વ્યક્ત થતું. તેથી આ પ્રકારે બનેલી દરેક મૂર્તિ પિતાની વિશેષતા.
ધરાવતી.
કાલાધીન શિલ્પ બીબામાં ઢાળીને બનાવવામાં આવતાં. આમાં પહેલાં કઈ શિલ્પ પર ભીની માટી દબાવીને એની છાપ લેવામાં આવતી. એ છાપને અગ્નિમાં પકવતાં તેનું બીજું તૈયાર થતું. આ બીબામાં માટીના લેદા દબાવીને એમાં ઉપસાવેલ શિલ્પ પ્રાપ્ત થતું. તેને આવશ્યકતા અનુસાર સફાઈબંધ અને સુશોભનયુક્ત કરવામાં આવતું. આમ બીબાની મદદથી એકજ સ્વરૂપના અસંખ્ય શિલ્પ તૈયાર થતાં. શિલ્પ બનાવવામાં એકવડાં કે બેવડાં બીબાંએને પ્રયોગ પણ થતા. એકવડા બીબાથી અંશમત શિ૯૫ તયાર થતું, જ્યારે બેવડા બીબાથી પૂર્ણભૂત શિલ્પ તૈયાર થતું. બેવડા બીબાથી શિલ્પ વજનમાં ભારે બનતાં. આથી એનું વજન ઘટાડવા માટે આગળ અને પાછળની બે બીબાંઓની મદદથી શિલ્પને બે ભાગમાં તૈયાર કરી પછીથી તેને જોડવામાં આવતું. જો કે પ્રાચીન કાળમાં મુખ્યત્વે એકવડા બીબાને પ્રયોગ થતો. કાલાધીન દેવમૂતિઓના પ્રાચીન નમૂના વૈશાલી (બસાઢ)માંથી મળેલ. પંખયુક્ત દેવી, તામ્રલિપ્તિમાંથી મળેલ પાંખાળા દેવના, શિલ્પમાં શામળાજી પાસે દેવની મેરીને સૂપમાંથી મળેલી અસંખ્ય, બુદ્ધ પૂતિઓ વગેરે ગણાવી શકાય.
કાલાતીત અને કલાધીન બંને પ્રકારનાં શિલ્પોને અગ્નિમાં પકવતાં પહેલાં તેમના પર માટીનું પાતળું અસ્તર લગાડવામાં આવતું, જેથી પાકા પછી તેમના પર ચમક આવતી. ગુપ્તકાલમાં માટીની પ્રતિમાઓ વ્યાપકપણે બનવા લાગી. વળી એની પદ્ધતિમાં પણ વિકાસ થશે. આવી મૂર્તિઓ મુખ્યત્વે હાથ દ્વારા મૂર્તન પદ્ધતિઓ બનાવવામાં આવતી. અલબત્ત, જરૂરિયાત અનુસાર એમાં બીબાને પ્રયોગ પણ થતો. કલાકાર બીબાંઓની મદદથી જુદાં જુદાં અંગે તૈયાર કરી હાથ અને છરીથી તેમને જોડી તેમને અલંકાર આદિથી સજાવતા. આ પદ્ધતિએ મનુષ્યકથી પણ મેટી મૂર્તિઓ બનાવવામાં આવતી. આવી મોટા કદની મૂતિઓનું વજન ઘટાડવા માટે તેઓ સુકાઈ ગયેલા છાણ પર ભીની માટીનું પડ ચડાવી તેના પર મૂર્તન કરતા. તેઓ પાછળ કે નીચેના ભાગમાં મેટું કાણું રાખતા. આથી મૂતિને પકવતી વખતે અંદરનું સૂકું છાણ બળી જતાં તેની રાખ કાણામાંથી બહાર કાઢી લેવાતી, અને મૂતિ વચ્ચેથી પોલી થતાં તેનું વજન
Page #48
--------------------------------------------------------------------------
________________
મૃતિવિંધાન માટેના પદાર્થો અને એની પદ્ધતિઓ
ઘટતું. આ પદ્ધતિએ બનાવેલી મૂતિઓ રાજઘાટ, અહિચ્છત્રા વગેરે સ્થાનમાંથી મળેલી છે. અહિ છત્રામાંથી મળેલું પાર્વતીનું મસ્તક અને મથુરામાંથી મળેલું અને લખનૌ મ્યુઝિયમમાં સુરક્ષિત શિવનું મસ્તક જાણે એ પથ્થરની મૂતિ હોય એવાં સુંદર બન્યાં છે. અહિચ્છત્રામાંથી મળેલી એક શિર-વિહીન પીઠાસનસ્થ ચામુંડાની મૂર્તિ, હાલ દિલ્હીને નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત ગગા અને યમુનાની મનુષ્યકદની મૂર્તિઓ વગેરે પણ ગુપ્તકાલીન મૃત્તિકા-પ્રતિમાઓનાં સારાં દૃષ્ટાંત છે.
ઉત્તરકાલમાં પણ માટીની પકવેલી મૂતિઓ બનાવવાની પરંપરામાં મહારાષ્ટ્રમાં વિનાયકયતુથીને દિવસે બનતાં ગજાનનનાં પૂર્ણ કલાત્મક શિલ્પ તેમ બંગાળમાં સરસ્વતી અને દુર્ગાપૂજા વખતે બનતી માટીની ભવ્ય મતિઓ એની પ્રતીતિ કરાવે છે. (ઈ) કાષ્ઠ :
શિ૯૫માં કાષ્ઠને પ્રયોગ ઘણા પ્રાચીન કાલથી થતો હોવાનું જણાય છે. પણ લાકડું જલ્દી નાશ પામતું હોવાથી તેને એટલા જૂના નમૂના પ્રાપ્ત થતા નથી. વળી આ કારણે પથ્થર, માટી અને ધાતુના મુકાબલે તેને પ્રયોગ પણ એ થયે છે.
ભારતમાં કાષ્ઠ-લાકડા પર કોતરણું કરવાની પ્રથા ઋવેદ જેટલી પ્રાચીન જણાય છે. ઋગ્વદમાં સૂર્યને રથ સુંદર કોતરણીવાળા હજાર સ્તંભને હોવાનો ઉલ્લેખ છે. યજ્ઞયાગાદિને લગતાં તમામ ઉપકરણે લાકડામાંથી બનાવવામાં આવતાં. મહાભારત, રામાયણ, બૃહત્સંહિતા, બૌદ્ધજાતકે વગેરે અનેક પ્રાચીન ગ્રંથોમાં તથા પરદેશીઓનાં વૃત્તાતેમાં કાષ્ઠના સિંહાસનદિના ઉલ્લેખ મળે છે. બૃહત્સંહિતાના વન પ્રવેશાધ્યાયમાં પ્રતિમા માટેના કાષ્ઠનું વર્ણન આપ્યું છે. એક જાતકમાં ઉબરના લાકડામાંથી પૂરા માનવકદની પ્રતિમા બનાવ્યાનો ઉલ્લેખ મળે છે.
કાષ્ઠકલાને પ્રાચીન કાળમાં “દારૂકમ “તરીકે ઓળખવામાં આવતી. દારૂ અથવા કાષ્ઠમાંથી મૂર્તિઓ બનાવવાની પરંપરા પ્રાચીન હતી. ભવિષ્ય, મત્સ્ય, વિષ્ણુધર્મોત્તર વગેરે પુરાણમાં તે કાષ્ઠમ થી પ્રનિસાઓ બનાવવાનાં પ્રકરણો આપ્યાં છે. અપરાજિતપૃછામાં ચંદન, દેવદારૂ વગેરેમાંથી લિંગ બનાવવાનું કહ્યું છે. એટલું જ નહિ પણ કાષ્ઠલિંગને કાષ્ઠમંદિરમાં સ્થાપિત કરવાનો અનુરોધ કર્યો છે. પરંતુ કાષ્ઠ પ્રતિભાઓને નાશ જલદી થવાનો સંભવ હોવાથી સેવ્યપ્રતિમાઓ પાષાણ અને ધાતુની બનવા લાગી.
Page #49
--------------------------------------------------------------------------
________________
કર ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મતિવિધાનનાં લક્ષણે
ઓરિસ્સાન જગન્નાથપુરીને મંદિરની કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની સેવ્ય પ્રતિમાઓ કાષ્ઠની બનેલી છે તે આનું સરસ દષ્ટાંત છે. દર બાર વર્ષે આ પ્રતિમાઓ પુનનિર્મિત કરવામાં આવે છે. ભારતમાં જ્યાં જ્યાં જગન્નાથનાં મંદિરે છે ત્યાં ત્યાં એ મૂતિએ કાષ્ઠની જ બનાવવાની પરંપરા છે. મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત અર્ધનારીશ્વરની એક સુંદર કાષ્ઠ પ્રતિમા પાટણમાંથી પ્રાપ્ત થયેલી છે. “જગતસ્વામી” નામથી ઓળખાતી સૂર્યની તથા તેમની પત્ની રન્નાદેવીની કાષ્ઠભૂતિએ પાટણના મહાલક્ષ્મીજીના મંદિરમાં પૂજાય
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪. મૂર્તિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ
(અ) મૂર્તિના પ્રકારે
મૂતિઓના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે એક સ્થાવર અને બીજે જંગમ. તે ચલ અને અચલ એવા નામે પણ ઓળખાય છે. સ્થાવર સ્થિર એટલે કે અચલ મૂતિઓ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે, જયારે જગમ યાને ચલ મૂતિઓ ઉત્સવો અને વરઘોડાઓ વગેરે માટે ઉપયોગી હોય છે. દેવ-દેવીઓના વરડા ચડાવવાનો રિવાજ પ્રાચીન કાળથી જોવા મળે છે. જેમકે જૈન સંપ્રદાયમાં જળયાત્રા, માળાપરિધાન અને બીજા કેટલાક ઉત્સવો ઉપર દેવોના ભારે દબદબાવાળા વરડા ચડાવવાનો રિવાજ પ્રાચીન કાળથી પ્રચલિત છે. આમ ભારત ભરમાંથી સ્થાવર મૂતિઓ સાથે ચલ મૂતિઓ ઉપલબ્ધ બની છે. ગુજરાતમાંથી પણ વેદિક જૈન અને બૌદ્ધ સંપ્રદાયની ચલમૂતિઓ મળે છે. જૈન અને વૈદિક સંપ્રદાયની તો હજારે નાની મોટીધા મૂર્તિઓ જોવા મળે છે.
આ સિવાય મૂતિનો ત્રીજો પ્રકાર ક્ષણિક મૂતિઓને છે. વ્રત, અનુઠાને અને વિશિષ્ટ પ્રસંગેએ મૃત્તિકા કે બીજા દ્રવ્યની મૂતિ બનાવી તેનું પૂજન, અર્ચન, બલિદાન અપી તે મૂતિનું જલ-વિસર્જન કરવામાં આવે છે. પાર્થિવ લિંગપૂજામાં જ નવું શિવલિંગ બનાવી પૂજવાનું વિધાન છે.
આ ઉપરાંત પ્રાચીન ભારતીય મૂતિના બીજા અનેક પ્રકારે વિભિન્ન દષ્ટિકણથી પાડી શકાય છે. - કલા કેન્દ્રો અને શૈલીઓની દષ્ટિએ મૂર્તિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે.
દ્રવ્ય દષ્ટિએ વિચારીએ તે આ પ્રકારની મૂતિઓમાં પાષાણુ મૂતિઓ, ધાતુ મૂતિઓ, કૃત્તિકા મૂતિઓ વગેરેને સમાવેશ થઈ શકે.
Page #51
--------------------------------------------------------------------------
________________
જ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણ
ભારતમાં જે મૂતિ કલા ઉદ્દભવી અને વિકસી તેના મૂળમાં ધમ રહેલું છે. ભારત જેવા દેશમાં જુદા જુદા ઘણા સમ્પ્રદાયે ઉદ્દભવ્યા છે અને વિકસ્યા છે અને દરેક સંપ્રદાયે પિતાની આગવી મૂર્તિ કલા જન્માવી છે અને વિકસાવી છે. આ રીતે સાંપ્રદાયિક દૃષ્ટિબિંદુથી મૂતિઓનું વર્ગીકરણ કરતાં તેમાં બ્રાહ્મણ ધર્મની મૂતિઓ, બૌદ્ધ મૂતિઓ અને જૈન મૂતિઓને સમાવેશ કરી શકાય.
તેવી જ રીતે વેદની મૂર્તિઓ એટલે કે વેદના વિચારો પર આધારિત મૂર્તિઓ પૌરાણિક મૂતિઓ કે જે પુરાણના વિચારમાંથી તૈયાર થયેલી હેય, તાંત્રિક મૂતિઓ કે જે તંત્રના સિદ્ધાંતો પર તૈયાર થયેલી હોય વગેરે પ્રમાણે પણ વગીકરણ કરી શકાય.
તેવી જ રીતે બ્રાહ્મણધર્મની મૂર્તિઓમાં પણ શૈવમૂર્તિઓ, વૈષ્ણવ મૂર્તિઓ સૌર મૂતિઓ વગેરે ગણાવી શકાય.
આ રીતે મૂતિઓના અનેક રીતે પ્રકારે પાડી શકાય છે. ટૂંકમાં મૂતિઓના વગીકરણ માટે વિશાળ વિભાગમાંથી નાના સાંકડા વિભાગમાં જવું પડે છે.
(આ) તાલમાન:
આપણા પ્રાચીન શિલ્પકારોએ મૂર્તિના પાંચ ભાગ પાડયા છે. જેમ કે, નર, ક્રર, અસુર, બાલ તથા કુમાર. આ પાંચ પ્રકારની મૂર્તિ ઘડવા માટે જુદા જુદા પ્રકારના પાંચ તાલ તથા માન નક્કી કરવામાં આવ્યાં છે એ નીચે પ્રમાણે છેઃ
નરમૂતિ
#રમતિ અસુરમૂર્તિ
દશ તાલ બાર તાલ
સોળ તાલ બાલમૂતિ
પાંચ તાલ કુમારમતિ
છ તાલ પ્રતિમા વિધાનમાં સૌથી વધુ ધ્યાન આપવા લાયક વસ્તુ હોય તે તે તેના પ્રત્યેક અંગોને તૈયાર કરવામાં મૂર્તિના કદ પ્રમાણેનું યોગ્ય માને છે. માનને
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૫
મૂર્તિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ સાદો અર્થ માપ થાય છે. મૂતિવિન્યાસમાં તલમાન વધુ અગત્ય ધરાવે છે. તાલ-- માનનું કેષ્ટક નીચે મુજબ છે : ૮ છાયાણું
૧ વાસાગ્ર ૮ વાલા.ગ્ર
૧ લીક્ષા ૮ લીક્ષા = ૧ ચૂકા
૧ યવ ૮ યવ
૧ આંગળ ૮ આંગળી = ૧ ગોલક ૨ ગોલક = ૧ કલા ૩ કલા
= ૧ તાલ
આમ તાલ વિશે આપણે પ્રાચીન મૂતિ કરે ચોકકસ માપ આપી ગયા છે. મૂર્તિ કારની પોતાની વાળેલી મહીના ચોથા ભાગને સામાન્ય રીતે એક અંગુલ કહે છે. આવા બાર આગળનો એક તાલ બને છે. માનના, આ ઉપરાંત પ્રમાણ, પરિમાણ, લંબમાન, ઉનામાન અને ઉપમાન વગેરે ભેદ હોવાનું માનસાર કહે છે. મૂર્તિની લંબાઈ તે માન, પહેલાઈ તે પ્રમાણ, પરિધ કે ફરતું માપ (જાડાઈ) તે પરિમાણ મૂતિના શિરોભાગથી પગ સુધી સૂર છેડતાં મૂર્તિના પ્રત્યેક અંગ અને સૂત્ર વચ્ચેના અંતરનું માપ તે લંબમાન. પ્રત્યેક અંગના અંતર વચ્ચેનું માપ તેને ઉપમાન કહેવામાં આવે છે. તાલાનુસારી મૂતિઓઃ
દરેક મૂતિના રૂપવિધાનમાં તાલ અને અંગુલાદિ માને મુખ્ય ભાગ ભજવે છે. મૂર્તિના વિભિન્ન અવયવ માપ સિવાય બનવા શકય જ નથી. પરંતુ કઈ પ્રતિમા કેટલા તાલની સામાન્યતઃ બનાવવી તે માટે મૂતિશાસ્ત્રકારેએ ખૂબ ખૂબ સ્પષ્ટતા કરી છે. જેમ કે – નરમૂતિ :
સામાન્ય રીતે નરમતિ દશતાલના માપ મુજબ નરનારાયણ, રામ, બાણ, બલિ, ઈન્દ્ર, ભાર્ગવ, અર્જુન, વગેરેની બનાવાય છે. સિદ્ધો અને જૈન મૂતિઓ પણ દસતાલની ઘડાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
ક ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે રમૂતિ:
સામાન્યતઃ ક્રરમતિઓ એટલે કે ચંડી, ભૈરવ, નરસિંહ, હયગ્રીવ, વરાહ વગેરેની મૂર્તિઓ બારતાલની બનાવવામાં આવે છે. વેતાલમૂતિઓ પણ બારતાલની બનાવાય છે. અસુરતિઃ
હિરણ્યકશિપુ, વૃત્ર, હિરણ્યાક્ષ, રાવણ, કુંભકર્ણ, નિશુંભ, મહિષાસુર, રકતબીજ વગેરેની મૂર્તિઓ સોળ તાલને માપ મુજબ બનાવવામાં આવે છે. બાલમૂતિ: - બાળકની મૂતિ એટલે કે બાલકૃષ્ણ, ગોપાલ, વગેરેની મૂર્તિએ પાંચ તાલના માપ મુજબ બનાવાય છે. આ ઉપરાંત વિરૂપ મનુષ્યો તથા બેઠેલા માનવો, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, વૃષભની બેઠી પ્રતિમાઓ તથા વરાહ વગેરેની મૂતિ પણ પાંચ તાલની બનાવવામાં આવે છે. કુમારભૂતિઃ
તરણ વયના જેમ કે ઉમા, વામન, વગેરેની મૂતિઓ સામાન્ય રીતે છ તાલની બનાવવામાં આવે છે. આ ઉપરાંત વિનાયક, વરાહ, તેમજ વૃષભનું મધ્યમ સ્વરૂપ છ તાલનું બનાવવાનું સૂચન છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે મૂર્તિ ઘડતી વખતે મુખ્યત્વે કરીને દશ, બાર, સોળ, છ અને પાંચ તાલને ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત નવતલને પણ ઉપયોગ થાય છે. એને મૂર્તિ વિધાનની ભાષામાં “ઉત્તમનવતાલ” કહેવામાં આવે છે. નવતાલ મૂર્તિમાં મૂર્તિના નવ સમાન ભાગ કરવામાં આવે છે. આવા પ્રત્યેક ભાગને તાલ કહેવામાં આવે છે. તાલના ચેથા ભાગને અંશ કહે છે. આવા ચાર અંશથી એક તાલ બને છે. ઉત્તમમૂર્તિની ઊંચાઈના છત્રીસ અંશ અથવા નવતાલ રાખવામાં આવે છે. નવતાલમૂતિઃ (પ-૧)
ઉત્તમ નવતાલ પ્રમાણે ઘડવામાં આવતી મૂતિનાં વિવિધ અંગેનું અમુક ચેકસ માપ રાખવામાં આવે છે. તે જ પ્રમાણે નવતાલ મૂતિનાં જુદાં જુદાં અંગેનાં ચેકસ માપ પણ આપવામાં આવેલા છે. જેમ કે :
Page #54
--------------------------------------------------------------------------
________________
અંશ
તાલ
૧ અગ્ર
તાલ
૧ તાલ
સલ
૨ તાલ
૧ અશ
૨ તાલ
૧ અશ
અંગ્ર
Auઅંગ
આરા પશ
તાલ
એસ.
હવાલ
અગ
અથ
પ અથ
તાલ
પટ્ટ-૧
W
טולן
અંશ
טוט
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૮ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે અંગનામ
તાલ
અંગુલ કેશાંત મુખ
વક્ષ પ્રદેશ ઉદર નાભિની ગુહ્ય
જાનું
જાધ
પદ
સંક્ષેપમાં જોઈએ તે લલાટના મધ્યભાગથી હડપચીને નીચેના ભાગ સુધી ૧ તાલ, કંઠના ભાગથી વક્ષ:સ્થળ સુધી ૧ તાલ, નાભિ ૧ તલ, નાભિથી નિતંબ ૧તાલ, નિતંબથી ઘૂંટણ ૨ તાલ, અને ઘૂંટણથી પગનું તળિયું ૨ તાલ રખાય છે.
એજ પ્રમાણે મસ્તકથી લલાટ વચ્ચે ૧ અંશ, ઘૂંટણ ૧ અંશ તથા પગ ૧ અંશ રાખવામાં આવે છે.
પહોળાઈને વિચાર કરીએ તો મસ્તક ૧ તાલ, કંઠ ૨૩ અંશ, એક ખભાથી બીજા ખભા સુધી ૩ તાલ, વક્ષસ્થળ ૬ અંશ, ઉદર ૫ અંશ, નિતંબ ૨ તાલ, ઘૂંટણ ૨ અંશ તથા પગ ૫ અંશ રખાય છે.
ઉત્તમ નવતાલ પ્રમાણે મૂર્તિના હાથની લંબાઈના પણ ભાગ પાડવામાં આવ્યા છે. જેમકે ખભાથી કેણી ૨ તાલ, કોણીથી મણિબંધ ૬ અંશ, હથેળી ૧ તાલ રાખવામાં આવે છે. એ જ પ્રમાણે પહોળાઈમ છાતીના મૂળ આગળને ભાગ ૨ અંશ, કેણ ૧૩ અંશ, મણિબંધ ૧ અંશ હોય છે.
મૂર્તિનું મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવે છે, જેમ કે લલાટના મધ્યથી આંખ સુધી, આંખથી નાકના ટેરવા સુધી અને નાકના ટેરવાથી હડપચી સુધીને એમ ત્રણ વિભાગ પડે છે.
એજ રીતે મૂર્તિના જુદા જુદા અવયવોને માપ પણ આપવામાં આવ્યાં છે, જેમકે લલાટ ૪ આગળ, નાસિકા ૪ આંગળ, નાકના ટેરવાથી હડપચી ૪ આંગળ, તથા ગરદન ૪ આંગળની બનાવવામાં આવે છે. ભવની લંબાઈ ૪ આંગળ
Page #56
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાન : દેહમાન અને અં-ઉપાંગ
રખાય છે. આંખની લંબાઈ ૩ આંગળ અને પહોળાઈ ૨ આગળ હોય છે. આંખની કીકીઓ એથી ત્રીજા ભાગની હોય છે. કાનની ઊંચાઇ ૪ આંગળ અને પહોળાઈ ૩ આંગળ રાખવામાં આવે છે. હથેળીની લંબાઈ ૭ આંગળ, અંગુઠાની લંબાઈ ૩ આંગળ, તથા મોટી આંગળીની લંબાઈ છ આગળ રખાય છે. અંગુઠામાં માત્ર બે સાંધા અને બાકીના આંગળામાં ત્રણ ત્રણ સાંધા રખાય છે. પગને ઉપરનો ભાગ ૧૪ આંગળ, અંગુઠો બે આંગળ, તજની ૨૩ આગળ અનામિકા ૧ તથા ટચલી આંગળી ૧ આંગળ જેટલી હોય છે.
સ્ત્રી સ્મૃતિઓ મુખ્યત્વે પુરુષ કરતાં એક અંશ એટલે કે ત્રણ આગળ નીચે રાખવાનું સૂચન છે. ટૂંકમાં પુરુષ મૂતિ કરતાં સ્ત્રી સ્મૃતિ માપમાં એક અંશ નાની રાખવામાં આવે છે. બાકી બીજી બધી રચના પુરુષવત કરવામાં આવે છે. પણ સ્ત્રીઓના વક્ષ:પ્રદેશમાં બાર આગળનો પરિઘવાળાં બે સ્તન બનાવવા માટે શાસ્ત્રકારોએ સૂચવ્યું છે. સ્ત્રી સ્મૃતિને પણ સરખાં નવ ભાગ પાડી, ઉપર જણાવ્યા મુજબ અવયવોની કલ્પના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે બેઠી. સતી કે ક્રીડા યા તે નૃત્ય કરતી મૂતિઓમાં વિકૃતિ ન આવે તેવી રીતે સુંદર અને સૌમ્ય રૂપવિધાનવાળી કરવી જોઈએ. આમ, લોકકલ્યાણ સાથે આત્મકલ્યાણને સાધવા પ્રભુનું સ્વરૂપ ભવ્ય અને મનોહર બતાવવા શાસ્ત્રકારોએ સૂચવ્યું છે. આસને (પટ્ટ-૨)
આસનને સામાન્ય અર્થ બેસવું અગર બેસવાનું સાધન એવો થાય છે. મૂતિ વિન્યાસમાં આસનો મહત્વનું સ્થાન ધરાવે છે. આસન બનાવવામાં સમસ્ત શરીરને ઉપયોગ થાય છે. તેમાં હાથ પગ, આંગળીઓ વગેરેને નિયમબદ્ધ વાળવાની હોય છે. જુદા જુદા ગ્રંથકારોએ મૂર્તિ એ માટે કેટલાંક આસનો જ સુચ્યાં છે. પદ્માસન
ખાસ કરીને આ આસન બેઠી પ્રતિમામાં વપરાય છે. બે પગની એડીઓ સામસામી જાંઘના મૂળને અડાડી પલાંઠી વાળી બેસવાથી પદ્માસન થાય છે. મોટા ભાગની બૌદ્ધ અને જૈન મૂતિઓ આ આસનમાં કંડારેલી હોય છે. યોગાસન :
ગ સાધના કરવા ભેગી જે આસન જમાવે છે તેવું પદ્માસનને લગભગ મળતું જ આ આસન છે. બંને પગ જધાની નીચે દબાવી પલાંઠી વાળતાં બંને હાથે ખેાળામાં ઉપરાઉપરી રાખવામાં આવે તેને “ગાસન” કહે છે. જૈન તીર્થ
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૦
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મતિવિધાનનાં લક્ષણે
કરની મૂતિઓમાં આજ આસન ખાસ કરીને હોય છે. ઋષિ મુનિઓ, બ્રહ્મા, વિગણ અને ઈન્દ્ર વગેરેની કેટલીક મૂતિઓગાસનવાળી જેવામાં આવે છે. વીરાસન
એક પગ બીજા પર ચડાવી, નીચેના પગ સહેજ ખુલતો રાખતાં પલાઠીવાળી બેસવાથી વીરાસન થાય છે. તંત્રસાર અને વસિષ્ઠ બંનેએ વીરાસન માટે આજ
ભૂર્તિની સાભંગ તે જમાનો.
SN'S
-
st,
:
FIE
,
WA
સમપાદ...બ્રહ્મા
આભંગ...વિણ
ત્રિભંગસરસ્વતી
અતિભંગ...ગણેશ
I પદ્માસન
લલિતાણત
T
Eાસન છે.
છે પલૈન- પાદtad
| વીરાસ
A આઢિાણના
પટ્ટ-૨
Page #58
--------------------------------------------------------------------------
________________
મૂતિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ
-લક્ષણે સૂચવ્યાં છે. કેટલીક મૂતિઓમાંથી આ આસન જેવામાં આવે છે. મૂતિવિજ્ઞાનના વિદ્વાન લેખક શ્રી ખરે તેને માટે બીજે એક પ્રકાર જણાવતાં કહે છે કે “એક પગ વાળીને બેસી, બીજો પગ ઊભો સીધો રાખવાથી વીરાસનને અવર પ્રકાર બને છે.” સ્વસ્તિકાસન
યોગાસન અને પદ્માસનની માફક સ્વસ્થ આસનવાળી પલાંઠી વાળતાં પગની આંગળીઓ ઊરુ તથા જાનુની વચ્ચે રાખવાથી આ આસન બને છે. પર્યકાસન
પગના ઘૂંટણ ઉપર બેસવું અથતુ સાદી પલાંઠીવાળી બેસવું તેને પર્યકાસન કહે છે. અધપર્યકાસન
પલાંઠી વાળી એક પગ નીચે લટકતો અગર ઊભો રાખવાથી આ આસન બને છે. અર્થાત્ અધીર પલાંઠી હોવાના કારણે તેનું અધપય'ક એવું નામ પડયું છે. ઉમામહેશ્વર, લક્ષ્મીનારાયણ, બ્રહ્માસાવિત્રી, વગેરેની યુગલ મૂતિઓમાં આ આસન જોવા મળે છે. ખાસ કરીને શિવ, વિષ્ણુ વગેરે દેવો અધયકાસન વાળી બેઠેલા હોય છે. આ સિવાય સરસ્વતી, કૃશદરી વગેરે કેટલીક દેવીઓની મૃતિઓમાં પણ આ આસન જેવામાં આવે છે. ટૂંકમાં બેઠી મૂતિઓમાં અર્ધ પર્યકનો પ્રચાર વધુ થયો હોવાનું જણાય છે. વજાસન
પગ ઉપર પગ ચડાવી પલાંઠી વાળતાં બે હાથના પંજા ઘૂંટણ ઉપર ઊંધા મૂકવાથી આ આસન થાય છે. વજનવાળી મતિઓ ભાગ્યે જ જોવા મળે છે. આલીદ્રાસન
ડાબો પગ ઘૂંટણમાંથી વાંકે વાળી, જમણે પણ તેની પાછળ સીધે પણ સહેજ વાંકે રાખી જમણા પગની પાની વાંકી રાખવાથી આલીઢાસન બને છે. વારાહી અને મહાલક્ષ્મીની મૂતિઓમાં કેટલીક વખત આ આસન જેવામાં - આવે છે. મારુતિનું આ મુખ્ય આસન છે. હિંદી પહેલવાને પવિત્રામાં આજ આસન કરે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
પર
ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
પ્રત્યાલીઢાસન
આલીઢાસનથી વિરુદ્ધ એટલે જમણા પગ આગળ લાવી વાં રાખતાં, ડાબે પગ સહેજ વાંકા રાખી તે પગની પાની વાંકી રાખવાથી આ આસન ખને છે. કાત્યાયિની અને મહિષમર્દિનીની મૂર્તિએ આ આસનવાળી બનાવવા માટે સૂચવ્યું છે. અગ્નિપુરાણ પણ આલીઢ, પ્રત્યાીઢ આસતાની આવી જ વ્યાખ્યા આપે છે. મુસલમાન પહેલવાને કુસ્તીના પવિત્રામાં આ આસનને ઉપયાગ કરે છે.
સાપાશ્રયાસન
અંતે પગ પાસે યેાગપટ્ટક નામના લાકડાના પાટલે રાખી તેના ઉપર છૂટી પલાંઠી વાળવામાં આવે તેને સાપાશ્રયાસન કહેવામાં આવે છે. બ્રહ્મા શિવ,. વગેરેની કેટલીક પ્રાચીન મૂર્તિ`એ! આવાં આસનવાળી કવચિત્ જોવામાં આવે છે. યાગપ્રક્રિયામાં આ આસનના સ્પષ્ટ ઉલ્લેખ હાઈ પતજલિએ યેાગશાસ્ત્રમાં તેની નોંધ લીધી છે.
સુખાસન
તેના વાગ્યાથ જ સૂચવે છે કે સુખેથી બેસી જે આસનથી સુખ અને આનંă પ્રાપ્ત થાય તેવી આરામથી સહેજ આડા પડવામાં આવે તેને સુખાસન લાગે છે કે તે અધ`પય...કાસનને મળતું હોવું જોઈએ,
ઉત્કટાસન
શકાય તેવુ. આસન અગર એકને સુખાસન કહે છે. કહી શકાય. અનુમાનથી
આપણા વૃદ્ધ પુરુષે. કેટલીક વખત ટટ્ટાર બેસવા માટે ખેસ વીટી બેસે છેઃ તેવું આ આસન છે. બંને પગ ઊભા, પાછળના કુલાને ભાગ જમીનને અડાડેલા તેમજ ખતે પગેા આંટીમાં રાખવાથી ઉત્કટાસન થાય છે.
માંસન
ખતે પગ વાળી તેની પાનીએ કુલાને અડાડી બેસવાથી કૂર્માંસન અને છે. લગભગ ચેાગાસનને મળતુ. આ આસન છે.
લલિતાસન
આ આસનમાં એક પગ વાળી ખીજો લટકતા રાખવામાં આવે છે. તેના બે ભેદ છે. ડાખા પગ વાળી જમણા પગ લટકતા રાખવામાં આવે તે
Page #60
--------------------------------------------------------------------------
________________
તિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ
૫૩. સવ્ય લલિતાસન અને જમણો પગ વાળી ડાબે લટકતે રાખવામાં આવે તેને વામાં લલિતાસન કહે છે. સિંહાસન
કુર્માસન વાળી બંને ઘૂંટણ ઉપર હાથનાં આંગળાં છૂટાં મુકી મેં પહોળું અને આંખ બંધ કરવાથી સિંહાસન થાય છે. પ્રેતાસન
પ્રેતની માફક સ્તબ્ધ ચત્તા સુઈ રહી, બંને હાથ સીધા શરીરને અડાડવા. તેને પ્રેતાસન કહે છે.
પ્રલંબાસન
ખુરશીમાં બેસીએ એ ઢબે પગ ઘૂંટણેથી વાળી લટકતા રાખવાથી આ આસન બને છે. ભાવિબુદ્ધ મૈત્રેયની આવી એક મૂતિ ઈલેરાની ગુફા નંબર ૪માં આવેલી છે. (ઈ) ભંગીઓ (પટ-૨)
મૂતિઓ બેઠી, ઊભી શયન કરતી કે ચરિત્રાત્મક વિવિધ કાર્યો કરતી જોવા મળે છે. આમાં શિવ તાંડવ, કૃષ્ણની ગોવધનધરણ, દેવીની યુદ્ધ કરતી મૂર્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. મૂર્તિઓના વિવિધ પ્રકારમાં કોઈ સંપૂર્ણ સીધી ટટ્ટાર તે કઈ સહેજ વાંકી, જ્યારે શરીરના બધા અંગેથી વળેલી, તેમજ જુદા જુદા અભિનયે વ્યક્ત કરતી જણાય છે. મૂતિ-વિજ્ઞાનમાં આ પ્રકારોને ભંગ એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. માનસારે ભંગીઓને કુલ ચાર પ્રકારે સમભંગ, તિભંગ, ત્રિભંગ અને અતિભંગ જણાવ્યા છે. સમભંગ
જે મૂતિ તદન સીધી પછી તે ઊભી હોય કે બેઠી, જેનું મધ્ય સૂત્ર પગથી માથા સુધી સીધું હેય, બંને બાજુના અવયવો એક સરખા નીચા ઊંચા કે મૂકેલા નહિ તેવા, ડાબી તથા જમણું બે બાજુથી સરખા હોય તેવી મૂતિને સમભંગ કે સમપાદ કહેવાય છે. બુદ્ધની પ્રતિઓ સમભંગવાળી હોય છે અને દેવની પણ સમભંગ મૂતિઓ વિપુલ પ્રમાણમાં મળે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૪
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને પ્રતિવિધાનનાં લક્ષણે
આભંગ
જે મૂતિ સીધી પણ માથાના ભાગ આગળથી સહેજ જમણી બાજુ મૂકેલી અર્થાત માથા પાસેથી થોડી વાંકી અને કટી પાસેને ભાગ નહીં જેવો બાજુ વળેલો હોય તે આભંગવાળી મૂતિ કહેવાય છે. બોધિસત્વ, ઋષિઓ, મુનિઓ અને ધાર્મિક મનુષ્ય, સેવા વગેરેની મૂર્તિ મુખ્યત્વે આમંગમાં હોય છે. ત્રિભંગ
સામાન્ય રીતે છાતી, નાભિ, અને પગને ઘૂંટણ પાસેથી એમ શરીરમાં ત્રણ સ્થળે ઝૂકેલી કમળદંડ જેવી ભારથી લચેલી અગ્નિ જવાળા જેવી વળાંક લેતી મૂતિને ત્રિભંગ મતિ કહેવામાં આવે છે. ખાસ કરીને યુગલ મૂતિઓમાં આવા ત્રિભંગે જોવા મળે છે. ત્રિભંગ મૂતિઓમાં કલા સૌષ્ઠવ વિશેષ ખીલેલું જોવા મળે છે. મૂર્તિ જે વાંકી હોય તો તેના વિધાનમાં વિરૂપતા આવે છે. પણ મૂર્તિના કેટલાંક અંગેના વળાંકે સ્વયં મૂર્તિના લાલિત્યમાં સૌદર્યમાં કે ભાવ નિર્દેશનમાં જે અદ્વિતીય આકર્ષણ સાધી ઉત્કૃષ્ટ લાવણ્ય વ્યક્ત કરતાં હોય તો તેને ત્રિભંગી કે લલિતભંગીવાળી મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. મૂર્તિઓમાં આ ભંગ વધુ જણાય છે. અસરાઓ, કામકેલિના પ્રસંગે તથા નૃત્યના કેટલાક પ્રસંગે ત્રિભંગમાં જોવા મળે છે. અતિભંગ અતિભંગમાં ત્રણ કરતાં વધુ અવયમાં વળાંક સંભવી શકે છે. જે મૂર્તિમાં વધુ મરેડ હોય, વધુ વળાંકે હોય કે જેનાં અંગે ઘણાં જ મૂકેલાં હોય, તેવી મૂર્તિને અતિભંગવાળી કહેવામાં આવે છે. શિવનું તાંડવ નૃત્ય, અસરાઓનાં કેટલાંક નૃત્ય અને યુદ્ધ કરતી મૂનિઓ ખાસ કરીને અતિભંગવાળી બનાવવામાં આવે છે. (ઉ) મુદ્રાઓ પટ્ટ-૩)
મૂતિશાસ્ત્રમાં મુદ્રાઓનું સ્થાન અનોખું છે. દેવોના હાથની કેટલીકવાર જુદી જુદી મુદ્રાઓ હોય છે. આ મુદ્દાઓ સંકેતસૂચક હોય છે. હસ્તની કેટલીક મુખ્ય મુદ્રાઓ આ પ્રમાણે છે:
Page #62
--------------------------------------------------------------------------
________________
મૂતિવિધાન : દેહમાન અને અગઉપાંગ
અભયમુદ્રા
તેના વાગ્યાથ ઉપરથી જ સમજી શકાય છે કે મુદ્રા અભય આપતી હાય. અર્થાત્ જે નિશાની-સ ંત વડે સામા મનુષ્યને અભય પ્રાપ્ત થાય, રક્ષણ થાય તેવી મુદ્રા બનાવવા માટે હાથના પજો ઊભા રાખી, આંગળીએ સહેજ નીચી
20)
અક્ષય
ગજહસ્ત-દંડ હસ્ત ભૂમિસ્પર્શ અંજલિ
પરદ
કયવલંબિત
ધ્યાન કે યોગ
વ-મૂર્તિઓની
સાત
નમસ્કાર
વિતર્ક
મુદ્રાઓ
તર્જતી
૫૩
વિસ્મય
ધર્મચક્ર
કટક હસ્ત કે સિંહકÇ
Page #63
--------------------------------------------------------------------------
________________
૫
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
નમેલી એકમેકને અડેલી હોય તેવા પ્રકારની હસ્તની સ્થિતિને અભય મુદ્રા કહે છે. દા. ત., ત્રિપુરાદેવી, પાર્વતી, ઈશ્વરી, બુદ્ધને હસ્ત આ મુદ્રામાં હોય છે. વરદમુદ્રા
આ વરદાન આપતી મુદ્રા છે. આ મુદ્રામાં ડાબા હાથની હથેળીની આંગળીઓ નીચે નમેલી સ્થિતિમાં રાખવામાં આવે છે. દા. ત., રૌલેકય, વિજયાદેવી. કટકમુદ્રા (સિહકર્ણમુદ્રા)
આ મુદ્રામાં હાથના અંગૂઠાની ટોચ પાસે બધી આંગળીઓની ટે ભેગી કરવાથી આ મુદ્રા બને છે. અને તેને આકાર સિંહના કર્ણના આકાર જે બનતો હોવાથી તેનું અપરનામ સિંહકર્ણમુદ્રા છે. દેવીએના હાથ આ મુદ્રામાં હોય છે. તેવી જ રીતે વિષણુને હાથ પણ આ મુદ્રામાં હોય છે. સૂચિમુદ્રા
સૂચિ મુદ્રામાં નીચે પડેલી વસ્તુ બનાવવાને ભાવ હોય છે જ્યારે તજની મુદ્રા હસ્તની ઉપરની વસ્તુ બતાવે છે.
તજની મુદ્રા
હાથના અંગૂઠાની સમીપની આંગળીને તજની કહે છે. તજની મુદ્રામાં તજની સીધી ઊભી હોય છે. અને તેની પછીની ત્રણેય આંગળીઓ અંગૂઠાવાળી દબાયેલી રાખવામાં આવે છે. ભય, ઠપક, ચેતવણી વગેરે ભાવોની અભિવ્યક્તિ આ મુદ્રાના ઉપયોગ માટે થાય છે. દા. ત., સૂર્યને પ્રતિહારેની મુદ્રા આ પ્રકારની હોય છે.
કટચવલંબિત
કેડ ઉપર એક હાથ મૂકવાથી આ મુદ્રા બને છે. આરામને, મૂતિનો ભાવ વ્યક્ત કરવા માટે આ મુદ્દાને ઉપયોગ થાય છે. દા. ત., વિઠોબાની મૂર્તિ આ મુદ્રામાં હોય છે. દંડહરત (ગજહસ્ત)
દંડના આકારે હાથીની સૂંઢ પ્રમાણે હાથને લાંબે કવાથી આ મુદ્રા બને છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાન : દેહમાન અને અંગઉપાંગ
અંજલિમુદ્રા
એ હાથ ભેગા કરી ખાસ બનાવવાથી આ મુદ્રા બને છે. તે ઉપરાંત એ હાથથી હથેળીએ એકબીજા સાથે જોડીને છાતી સમીપ રાખવાથી પણ આ મુદ્રા બને છે. આ મુદ્રામાં અઘ્ય આપવાના કે પ્રાથનાના ભાવ વ્યક્ત થતા હાય છે.
વિસ્મયમુદ્રા
આ મુદ્રા આશ્રય વ્યક્ત કરે છે. • એકદમ અચ એ-વિસ્મય પામવાથી કુદરતી રીતે જ જેમ હાથ ઊંચા થઈ પ્રકારના હસ્તની સ્થિતિને વિસ્મયમુદ્રા કહે છે.
આંગળી
છૂટી પડી જાય છે તે
છિન્નમુદ્રા
૫૭
તજની અને અગૂઠે ભેગા કરી વીંટી જેવા વૃત્તાકાર બનાવતાં આ મુદ્રા અને છે. અને વ્યાખ્યાન મુદ્રા, જ્ઞાન મુદ્રા કે સંદર્શ મુદ્રા પણ કહે છે.
ચોગમુદ્રા
અને પગ વડે પદ્માસનવાળી ખેાળામાં એક હથેળી પર ખીજી હથેળી રાખવાથી આ મુદ્રા બને છે. બૌદ્ધો અને જૈતાની આસનસ્થ પ્રતિમાએ આ મુદ્રામાં હેાય છે. તે ઉપરાંત વિષ્ણુ અને શિવની મુદ્રા પણ યાગમુદ્રામાં હાય છે, તેને જ્યાન મા સમાધિ મુદ્રા પણ કહેવામાં આવે છે.
તત્ત્વમુદ્રા
મધ્યમા અગર અનામિકા અને અંગૂઠા વડે વીટી જેવા આકાર બનાવી બાકીની આંગળીએ છૂટી રાખવાથી તત્ત્વમુદ્રા થાય છે. તાંત્રિક પ્રયાગામાં તેને ખાસ ઉપયાગ થાય છે. મૂર્તિ એમાં પણ તે કવચિત્ જોવા મળે છે.
કરણસિંહ મુખમુદ્રા
તની અને કનિષ્ઠિકા ખુલ્લી રાખી,
અંગુઠાની સાથે ટોચ સાથે ભેગી કરવાથી
આ
કેત`રીમુદ્રા
બાકીની બે આંગળીએ સહેજ
મુદ્રા બને છે.
અવળો હાથ ખભા સુધી ઊંચા કરી અનામિકા અને અંગૂઠા ખ'તેની ટાચા ભેગી કરતાં વીંટી જેવા આકાર બનાવી મધ્યમા અને તજનો એ આંગળી આ ઊભી હરણના કાન જેવી રાખવાથી આ મુદ્રા બને છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૮ ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
ચપેટદાનમુદ્રા
થપ્પડ મારવા માટે હાથ ઉગામવામાં આવે તેને ચપેટદાન મુદ્રા કહેવામાં આવે છે.
તપ ણમુદ્રા
અંજલિની માફ્ક એ હાથને ખભા સુધી ઊંચા રાખવાથી આ મુદ્રા અને છે. ભૂમિસ્પેશ`મુદ્રા
પલાંઠી વાળીને બેસી એક હાથ ઘૂંટણ ઉપર મૂકતાં આંગળા જમીન સુધી અડાડવાથી આ મુદ્રા ખને છે. યુદ્ધ અને ધ્યાની મુદ્દોમાં આ મુદ્રા ખાસ જણાવેલી હાય છે.
ધમ ચક્રમુદ્રા
તેના ચિત્, સદૅશન, વિત ક, વ્યાખ્યાન વગેરે અનેક નામેા છે. તજની અને કનિષ્ઠિકાને ઊભી રાખી મધ્યમા તથા અનામિકાની મધ્યમાં અગૂઠા રાખવાથી આ મુદ્રાનુ. સયાજન સાધી શકાય છે.
હરિણ જુદ્રા
ફક્ત તની ઊભી રાખી બાકીની ચારેય આંગળીઓને વાળી નાખતા અંગુઠા વડે દાખી અંગુઠે ઊભા રાખવાથી આ મુદ્રા ખને છે.
આ ઉપરાંત અન્ય મુદ્રાઓમાં યેાનિમુદ્રા પતાકા, ત્રિપતાકા જેવી મુદ્રાઓને પણ સમાવેશ થાય છે.
ઉત્તર ભારતની મૂર્તિઓમાં વિશેષ કરીને અભય, વર, તર્જની, જ્ઞાનમુદ્રા અને ભૂમિસ્પશ મુદ્રા દૃષ્ટિ ગેાચર થાય છે, જ્યારે દક્ષિણ ભારતીય મૂતિ પર્ પરામાં કટક, કૅટયવલખિત, સૂચિ, વ્યાખ્યાન, જ્ઞાન અને ગજદ ંડ મુદ્રા વિશેષ જોવા મળે છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પ
મૂર્તિવિધાન: દેહભૂષા, ઉપકરણા, વાહના વગેરે
(અ) વસ્ત્રપરિધાન
મૂર્તિ એની વેશભૂષામાં સુતરાઉ કે રેશમી કાપડ અથવા મૃગ કે વાધતુ ચમ` વપરાય છે. સુતરાઉ અને રંગીન કપડાં વિવિધરંગી હાય છે. વ્યાઘ્રચમ રેશમી કે સુતરાઉ કાપડ ઉપર પહેરવામાં આવે છે, જ્યારે મૃગચમ શરીર ઉપર એઢવા માટે વપરાય છે. મૃગચમ પહેરવાની એક પદ્ધતિ યજ્ઞોપવિતની જેમ છે. તેમાં ચમ ડાબા ખભા ઉપર થઈને ફરીથી ડાબા ખભાના પાછળના ભાગ સુધી આવે છે, અને મૃગશીર્ષ આગળના ભાગમાં વક્ષઃસ્થળ ઉપર લટકતું હાય છે. પાછળના હિંદુ દેવાનાં શિક્ષેામાં ડાબેથી જમણી બાજુએ છાતી ઉપર થઈને યજ્ઞોપવિત જાય છે. ગુડીમલમમાં શિવનું ધણુ પ્રાચીન શિલ્પ છે. પરંતુ તેમાં યજ્ઞોપવિત જણાતું નથી. તેમાં શિવની મૂર્તિને માત્ર એ હાથ છે. સામાન્ય રીતે શિવની મૂર્તિને ચાર હાથ હોવા જોઈએ. હિંદુ શિલ્પની મૂતિ એમાં યજ્ઞોપવિતની રજૂઆત કયારથી થઈ તે કહેવું અશક્ય છે. પરંતુ મી. વિન્સેન્ટ સ્મિથના મત પ્રમાણે યજ્ઞોપવિતની પ્રથા ગુપ્ત સમયથી જણાય છે. વળી ચાલુકયપહલવ સમયના પ્રારંભિક કાળમાં પણ નજરે પડે છે. અહી યજ્ઞોપવિત લૂગડાની પટીની રીતે શરીર પરથી પસાર થાય છે. આગળના ભાગમાંથી તેની ગાંઠ વાળવામાં આવે છે. પ્રાચીન વેશભૂષાના પીતાંબર, ઉષ્ણીષ (પાલડી) ઉપવસ્ત્ર ખેસ વગેરેના પ્રસાર આજે પણ વિદ્યમાન છે, છતાં પ્રાંતીય ભેદ્યને કારણે કેટલાક તફાવત પરિધાનમાં હેાય તે સ્વાભાવિક છે. સધળા દેવાનાં વપ્નામાં મુખ્ય પીતાંબર, ઉષ્ણીષ યા તા મુકુટ અને ઉપવસ્ત્રના ઉલ્લેખા તે હાય છે જ, પરંતુ સૂર્ય અને ખીજા કેટલાક દેવાનાં વણતામાંથી નવીન વસ્ત્રપરિધાનનાં નામેા મળે છે, જેની ટૂંક વિચારણા સાદર કરવાની જરૂરત રહે છે.
ઉદ્દીચ્યવેશને સામાન્ય અર્થ ઉત્તર પ્રદેશમાંની વેશભૂષા ’’ એવા થાય છે. સૂર્યના સ્વરૂપ વર્ણ નમાં ઉદીચ્ય વેશના ખાસ નિર્દેશ છે. સૂર્યની પ્રાચીન
Page #67
--------------------------------------------------------------------------
________________
નti
મથિ
ધમાલા. ---
5)
.
ઉપગ્રીવા – ગ્રીવા –હડકાસ ઉરઃસૂત્ર પ્રલંબહાર
યુર
ધન :
ઉદબંધ
કટિસત્ર હક વલય,
– કટિમ
અમેખલા
હામ ઉંજાલ)
વનમાલ
-
-
--પાઠવણ:
Mલ.
દેવેશતાલંકાર
ORNAMENTS VOF ICON
પટ્ટ ૪
Page #68
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાન : દેહભૂષા, ઉપકરણે વાહને વગેરે પ્રતિમાઓમાં તેણે લાંબે ઝબ્બે, આપણ વૃદ્ધોના અંગરખા જેવો પહેરેલે જણાય છે. પગમાં ઘૂંટણ ઢંકાઈ જાય તેવા લાંબા હોલબૂટ પહેરેલા જોવામાં આવે છે.
કૃતિવાસ ચર્મનું બનેલું હોય છે. આ શંકરનું પ્રિય પરિધાન છે. સામાન્ય રીતે તે એક પ્રકારનું કવચ છે. વીરવેશ ધારણ કરનાર સ્કંદ, સૂય વગેરેનાં વર્ણનમાં આને ઉલ્લેખ જોવા મળે છે. (આ) અલંકારે (પટ્ટ-૪)
મૂતિના કલાવિધાનમાં વસ્ત્રો અને અલંકારો તેના સજનની સાથે જ જે તે સ્થાનોને યોગ્ય બતાવેલાં હોય છે. એટલે કે આપણી બધી પ્રતિમાઓ વસ્ત્રાલંકારથી યુકત બનાવેલી હોય છે.
હિંદુ મૂતિવિધાનમાં બધી જ પ્રતિમાઓ વસ્ત્રાલંકાર ધારણ કરતી જ બનાવવામાં આવે છે, જ્યારે જૈનોના દિગંબર સંપ્રદાયમાં નગ્ન મૂર્તિઓ મળે છે. આવી પ્રતિમાનું કલાવિધાન જ વિવસ્ત્રતા વ્યક્ત કરે છે. જૈનોના વેતાંબર સંપ્રદાયની પ્રતિમાઓને શરીર ઉપર કોઈપણ પ્રકારના અલંકારેનું રેખાંકન બતાવવામાં આવતું નથી. કારણકે યોગીઓ અને તપસ્વીઓને અલંકારની આવશ્યકતા નહીં હોવાથી, તેમના માટે તેવાં રેખાંકને જૈન મૂતિવિધાનમાં જણાવ્યાં નથી. પ્રાતે પ્રાંતની પ્રતિમાઓનાં આભૂષણો અને વેશભૂષામાં વૈવિધ્ય જોવા મળે છે. એટલું જ નહીં પણ પ્રતિમા કયા પ્રાંતની હશે તેની ઓળખ પણ તેના અલંકારો પરથી થઈ શકે છે. અલંકારોમાં પણ કેટલાક એવા માલૂમ પડ્યા છે કે, જે અમુક યુગની પ્રતિમા હોવાનું સૂચવે છે. આમ અલંકારે પ્રાંતીયતા અને કાળ સમજવા માટે પણ વધુ ઉપયોગી છે. અલંકારની સજાવટ પ્રતિમાને અનુરૂપ કરવી પડે છે. જેમકે દેવોને રાજાઓના જેવાં આભૂષણો, સૈનિકને વીરવેશ અને તેવા અલંકારે, યોગીઓને તપસ્વી જેવા વલ્કલાદિ અને જટામુકુટો જ્યારે દેવીઓને મહારાણી જેવા રત્નાલંકારે ધરાવવાનો નિર્દેશ છે. તેથી જ વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર વગેરેની રાજકીય આભૂષણોવાળી સૂર્ય, ચંદ્ર, સ્કંદ વગેરેની સનિક જેવી વીરવેશયુક્ત, શિવ, અગ્નિ, બ્રહ્મા વગેરેની મહાયોગી જેવી અને દુર્ગા, લક્ષ્મી.. ઈંદ્રાણી, કૌબેરી વગેરે દેવીઓની મહારાણી જેવી પ્રતિમાઓ દરેકને એગ્ય આભૂષણની સજાવટવાળી બનાવવાનું શાસ્ત્રકારે કહે છે. આભૂષણના પત્રકલ્પ, ચિત્રકલ્પ, રત્નકલ્પ, અને મિશ્રક૫ એમ ચાર પ્રકારે છે. સાર્વભૌમ સમ્રાટ પત્રક૯૫ સિવાયના ત્રણે કલ્પના અલંકારો ધારણ કરી શકે છે, જ્યારે નરેન્દ્રો અને અધિરાજાઓને રત્નકલ્પ કરવાનો અધિકાર હોય છે. પત્રકલ્પના અધિકારી યોગીઓ મનાય છે. પરંતુ તેના અને મિશ્રકલ્પને અલંકારે સર્વ કેઈ ધારણ કરી શકે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૨
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
પ્રાચીનકાળમાં શિરોભૂષણમાં ખાસ કરીને રાજાઓ મુકુટ ધારણ કરતા હતા. પણ વિવિધ પ્રકારના મુકુટો દેવોના મસ્તક ઉપર બનાવવાનું શાસ્ત્રકારે કહે છે. માનસાર અને શિલ્પરત્નનો કર્તા એક પ્રકારના મુકુટ અને કેશબંધના ઉલ્લેખ આપતા દેવે તથા સમ્રાટથી માંડીને નાના સરદાર સુધીના રાજા રાણીએ માટે નીચે પ્રમાણે મુકુટોની નોંધ કરે છે ૧. કિરીટ મુકુટ ૨. કરંડમુકુટ ૩. જામુકુટ ૪. શિરસ્ત્રક ૫. કેશબંધ ૬. ધમિલ અલકચૂડક, પુષ્પ૫૪, રત્નપટ્ટ, વગેરે વિવિધ પ્રકારના મુકુટ અને તેને ધારણ કરતાં દેવદેવીઓનાં નામ નીચે મુજબ વર્ણવી શકાય ?
૧. જટા મુકુટ – બ્રહ્મા અને શિવ , ૨. કિરીટ મુકુટ – વિષ્ણુ અને વાસુદેવ ૩. કરંડ મુકુટ – અન્ય દેવી દેવતાઓ ૪. શિરસ્ત્રાણ – યક્ષ, નાગ, વિદ્યાધર ૫. કુંતલ મુકુટ – સરસ્વતી, સાવિત્રી ૬. કેશબંધ મુકુટ – બાલકૃષ્ણ ૭. ધગ્નિલ મુકુટ – વિવિધ દેવીએ ૮. અલકચૂડક – રાજા – રાણીઓ ૯. મુકુટ ૫ટ્ટ – રાજા - મહારાજા, રાણીઓ.
આ ઉપરાંત મનુષ્યમાં સાર્વભૌમ ચક્રવતીએ કિરીટમુકુટ, અધિરાજે અને નરેદ્રોએ કરંડમુકુટ ધારણ કરવાનો આદેશ છે. તે જ પ્રમાણે સાર્વભૌમ ચક્રવતી મહારાજની રાણીએ કુંતલમુકુટ, અધિરાજ અને નરેંદ્રોની પત્નીએ કેશબંધ તેમજ પર્ણિક, પટ્ટધર, મંડલેશ અને પભેજની સ્ત્રીઓએ ધમ્મિલ્લ તથા તેમજ અસ્ત્રગ્રાહિમની પત્નીએ અલકચૂડ પહેરવાં યંગ્ય છે.
રાજાઓ પછી નાના સરદારે અને માંડલિકાના શિરસ્ત્રાણામાં સૂચવ્યું છે કે પટ્ટધરેએ પત્ર, પાષ્ણિ કે રત્નપટ્ટ, પટ્ટભોજે પુષ્પપટ્ટ અને પ્રભાકર તથા અન્નપ્રાહિએ પુષ્પ માલ્યના મુકુટ ધારણ કરવા જોઈએ. આ ઉપરાંત અસ્ત્ર ગ્રાહિનથી આરંભી સાર્વભૌમ રાજાઓ સુધી નરેંદ્રોના પ્રકારે, તેમની સમૃદ્ધિ અને યોગ્ય લક્ષણે વગેરેની વિસ્તૃત નોંધ માનસારમાં સરસ રીતે આપવામાં આવી છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
મૃતિવિધાનઃ દેહભૂષા, ઉપકરણે વાહને વગેરે શિરે વિભૂષણ :
મુકુટના જેવું આ પણ માથા ઉપર પહેરવાનું એક આભૂષણ હેવાનું મનાય છે. ચૂડામણિ: –
મુકુટ, કેશબંધ, બસ્મિલ કે ફેટ ઉપર ધારણ કરવાની કલગીને ચૂડામણિ કહેવામાં આવતી હેઈ, મોટે ભાગે તે રત્નજડિત બનાવવામાં આવે છે. કંડલઃ -
કંડલ કાનના આગળના ભાગમાં પહેરવામાં આવતું, મૂતિઓમાં કંડલનું કલાવિધાન વિવિધ પ્રકારે થતું જોવા મળે છે? ૧. પત્રકુડંલ
૫. રત્નકુંડલ ૨. સિંહકુંડલ
૬. શંખપત્રકુંડલ ૩. સર્પકુંડલા
૭. ગજકુંડલ ૪. વૃત્તકુંડલ
૮. મકરકુંડલ આ ઉપરાંત ગ્રાહકંડલ, સ્વર્ણતાટક, કણિક, કર્ણપત્ર, કપૂર, કર્ણાવલી વગેરે પ્રકારોને પણ સમાવેશ થાય છે. મકર કંડલનો આકાર મુખ્યત્વે મસ્યાકૃતિ જેવો હોય છે. વિષ્ણુ, ઈન્દ્ર, સ્કંદ, સૂર્ય વગેરે દેવોના કુંડલ આ પ્રકારના હોય છે. જ્યારે ગ્રાહકંડલનો આકાર મગરના મુખ જે કરવામાં આવતો હોઈ તેને ઉપયોગ વિશેષતઃ દેવીઓના કલાવિધાનમાં થતા. સ્વર્ણતા/ક એ પણ દેવીનું અલંકાર છે. કર્ણપૂરક પણ તેને મળતું જ કર્ણભૂષણ છે. કર્ણવલી નામનું આભૂષણ ખાસ કરીને પાર્વતી અને બીજી કેટલીક દેવીઓ માટે વપરાય છે. કર્ણિકાને ઉપયોગ કાલીના કણભૂષણમાં જ થાય છે. હાર અને માલા:
હાર અને માલા એકજ અર્થમાં વપરાય છે. છતાં બંનેનું સંયેાજન જદી જુદી રીતે કરવામાં આવતું હોવાથી પ્રત્યેક માલા કેટલીક વિશિષ્ટતા ધરાવે છે. હારમાં સુવર્ણના મણકા, મોતી વગેરે એકસે આઠની સંખ્યામાં ગૂંથેલાં હોય છે. ૬૪ મણકાવાળા હારને અર્ધહારથી સંબોધવામાં આવે છે. હાર એ ગળાનું આભૂષણ છે. ગળાની નીચે અને છાતીની વચ્ચે તેનું કલાવિધાન કરવામાં આવે છે. આ રત્નજડિત અલંકારે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪ ભારતમાં સ્મૃતિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણા
માલાના પણ જુદા જુદા પ્રકારેા છે, જેમાં નક્ષત્રમાલા, વનમાલા, રુડમાલા (મુંડમાલા) પુષ્પમાલા વગેરે મુખ્ય છે. સત્તાવીસ મેાતી કે સુવર્ણીના મકા, પત્ર, પુષ્પા જેમાં ગૂંથવામાં આવે છે તેને નક્ષત્રમાલા કહેવામાં આવે છે, જ્યારે પુષ્પા-પત્રોથી જે માલાનું સર્જન કરવામાં આવ્યુ હોય અને જે ઢીંચણ સુધી લાંબી હાય તેમજ મધ્યમાં સ્થૂલ અને ખંતે છેડે પાતળી હેાય તેવી સુંદર માલાને વનમાલા કહેવામાં આવે છે. મનુષ્યના ટુંડ (ભુંડ-માથા)માંથી બનાવેલી માલાને રુડમાલા કે મુંડમાલા કહે છે. કાલિ તથા રુદ્ર અન્ય માલાને નહી. ધારણ કરતાં ખાસ કરીને રુડમાલાને જ ધારણ કરે છે. તેવી જ રીતે વનમાલા વિષ્ણુની પ્રિયમાળા છે. નક્ષત્રમાલા ખાસ કરીને દેવીએ ધારણ કરે છે. મૌક્તિકમાલા યાને મુક્તાહાર દેવા અને દેવીએ બંને ધારણ કરી શકે છે.
કામન
આ પણ્ માલાને જ એક પ્રકાર છે. દામ્ન' શબ્દનેા સામાન્ય અથ “દાર ુ... ” થાય છે તે પરથી દામનના આકાર પણ દ્વારા જેવા, સુવણૅ નિમિ`ત બનાવવામાં આવતા હશે,
સ્તનસૂત્ર ઃ –
(ઉરઃસૂત્ર)
સ્તનસૂત્રમાં પુષ્પા, પત્રો વગેરેતુ" આલેખન કરીને તેનું કલાવિધાન એકદમ સુંદર કરવામાં આવતું. કયારેક સ્તનમૂત્રા મણિયુક્ત સુવર્ણનાં બનાવાતાં. તે સ્કંધ ઉપર ધારણ કરાવીને સ્તનને પૂર્ણતયા આવૃત્ત કરે તે રીતે આ આભૂષણને ધારણ કરાવવામાં આવતું. આ આભૂષણ ખાસ કરીને દેવી પ્રતિમા માટે પ્રયેાજવામાં આવતું.
ઉદરબંધ : -
પેટની સમીપ, સુવણ અને રત્નજડિત પટાનુ' જે ક્લાવિધાન કરવામાં આવે છે તેને ઉદરઅધ કહે છે.
કટિસૂત્ર ઃ –
કેડની આસપાસ બાંધવામાં આવતા પટાને કટીસૂત્ર તરીકે ઓળખવામાં આવતા હતા જેની નીચે કેટલીક વાર નાની ઘૂધરીએ પણ લટકાવવામાં આવતી હાવાનું જણાય છે. આ અલકાર હાલના કદારાને અનુરૂપ હશે એવા તક છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
મૂર્તિવિધાન : દેહભૂષા, ઉછરણે વાહને વગેરે
મેખલા ; –
કડની નીચે કટિસૂત્રથી નીચેના ભાગમાં બાંધવાનું આ આભૂષણ છે. સુવર્ણ સિવાય મણિ કે રત્નની મેખલાને મણિમેખલા કે રત્નમેખલા કહેવામાં આવે છે. લક્ષ્મી, પાર્વતી, અન્ની વગેરે દેવીઓની પ્રાચીન મૂતિઓમાં કેડની નીચેના ભાગમાં
આ અલંકાર જોવા મળે છે. કંચૂકઃ -
આજે સ્ત્રીઓ પહેરે છે તેવી ચોળી કે જાકીટના જે તેને આકાર હોય તેમ લાગે છે. તે સુવર્ણનું પણ બનાવવામાં આવતું. તેને સુવર્ણચૂક કહેવામાં આવતું. કંચૂકને સામાન્ય અર્થ કાંચળી થાય છે. દેવીઓના વક્ષ પ્રદેશનું આ આભૂષણ દેદીપ્યમાન કવચ જેવું લાગે છે. દુર્ગા, લક્ષ્મી, ઈદ્રાણી, વગેરે દેવીઓની કેટલીક પ્રતિમામાં તે જોવા મળે છે. નૂપુર : -
પગે પહેરવાના ઝાંઝરનું સંસ્કૃત નામ નૂપુર છે. સુવર્ણ કે રત્નજડિત પટ્ટો બનાવી, તેની નીચે નાની ઘૂઘરીઓ મૂકવામાં આવે તેને નૂપુર કહેવામાં આવે છે. આ પટ્ટાની અંદર કલાકાર જુદા જુદા પ્રકારનાં પુષ્પ, પત્રો, કલિકાઓ વગેરે વ્યક્ત કરી અદ્ભુત કલાનિદર્શન કરે છે.
પાદજાલભૂષણ –
તેને આકાર નૂપુરને મળતો પણ સહેજ પહેાળું અને જાળીવાળું બનાવવામાં આવતું. લક્ષ્મીનું તે મુખ્ય પાદ-આભૂષણ છે. કૌસ્તુભમણિ -
વિષ્ણુને આ પરમપ્રિય મણિ છે, જેને ભગવાવ-માળાની માફક વક્ષ પ્રદેશમાં ધારણ કરતા હતા. કંકણ : –
સ્ત્રીઓના હાથે પહેરવામાં આવતી ગોળ કડા જેવી નકશીદાર બંગડીઓ જેવો તેને આકાર હોય છે. તે સુવર્ણના બનાવવામાં આવતાં અને તેમાં રત્ન–હીરા જડવામાં આવતા. કંકણના સુવર્ણકંકણ, રત્નકંકણ વગેરે પ્રકારે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
ચીરક ઃ
-:
ભારતમાં સ્મૃતિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણા
મેાતીના ચાર સેરાવાળા હારને ચીરક કહેવામાં આવે છે. આ અલંકાર સામાન્ય દેવા માટે વપરાતા નથી, પણ સૂર્ય અને સ્કંદ જેવા વીરવેશ ધારણ કરતા દેવા માટે ખાસ કરીને બનાવવાના આદેશ છે.
લેખક : ( કેયૂર )
કાણીના ઉપરના ભાગમાં પહેરવામાં આવતું આ જાતનું આભૂષણ ગેાળ કૅડા જેવું હોય છે. વિષ્ણુ, સૂર્ય વગેરેની પ્રતિમાઓમાં તે વિશેષ કરીને દેખાય છે. તે સુવણ તું રત્ન અને મેાતી જડિત બનાવવામાં આવતું.
વલય
વલયને સામાન્ય અર્થ કહુ. થાય છે. કાણીથી આગળના પ્રકેાજ પાસે પહેરવાના આ અલકાર છે. આજે પણ સ્ત્રી-પુરુષામાં કડુ· પહેરવાની પ્રથા ચાલુ છે, વલયનું અપર નામ કટક છે, લક્ષ્મીનું તે પ્રિય આભૂષણ છે. તેની મધ્યમાં રત્ન જડવામાં આવતાં. વલયના કિંકિણીવલય, મભિ ધવલય વગેરે પ્રકારો છે, કિકિણીવલયની નીચે નાની ધૃધરીએ મૂકવામાં આવતી. પ્રાચીન પ્રતિમાએમાંથી કટક, વલય વગેરેના વિવિધ પ્રકારો કોતરેલા જોવા મળે છે જેમાં પ્રાંતભેદે કેટલુંક વૈવિધ્ય પણ જોવા મળે છે.
અ'ગુલિચક
અ‘ગુલિયક એટલે આંગળી ઉપર પહેરવાનુ આભૂષણ વી'ટીઓ થાય છે. હાથની બધી આંગળીઓ ઉપર વીટીએ પહેરવાના રિવાજ પ્રાચીનકાલમાં હતા. વીંટીએ સુવ`, રત્ન અને મેાતીની બનાવવામાં આવે છે. રત્નજડિત વીટીએને રત્નાલિયક તરીકે સાહિત્યકારાએ નિર્દેશ કર્યાં છે. દ્બિહીરક, ત્રિદ્વીરક, નવગ્રહ અને શક્તિમુદ્રિકા વગેરે તેના પ્રકાર છે.
'
(૪) કેશભૂષા :
-
-
કેશબંધ એક પ્રકારના કેશકલાપતુ” નામ છે. જેમાં માથાના વાળ કિરીટ – મુકુટ કે જટા -મુકુટ જેવા ગૂંથવામાં આવતા. જયાનેા સામાન્ય અર્થ શિરાપ્રદેશ ઉપરના વાળ એવા થાય છે. પરંતુ જટામુકુટ એટલે માથાના વાળ એવી રીતે બાંધવામાં આવે છે કે જેના સંસ્કરણમાંથી મુકુટના ભાવ વ્યક્ત થાય. જેમ સ્ત્રીએ વિવિધ પ્રકારે કેશબધ કરી તેમાં સુઉંદર કલાકૃતિઓ ગૂંથે છે, તેવી જ
Page #74
--------------------------------------------------------------------------
________________
“મૃતિવિધાન : હા, ઉપકારણે વાહને વગેરે.
१७
રીતે આ પણ એક પ્રકારને કેશકલાપ છે. ઉત્તરકામિકાગમમાં તેની વ્યવસ્થિત વિચારણ રજૂ કરતાં જણાવ્યું છે કે “જટા મુકુટમાં પત્રકૂટ, રત્નકૂટ, પુરીસ વગેરે ભાગે કપી તેમાં યોગ્ય સ્થાને, પત્રો, રત્ન, મકનાં રેખાંકને ગૂંથતાં શિવના જટામુકુટમાં મધ્ય દ્વિતીયાનો ચંદ્ર અને એક બાજુ નાગકણાનો આકાર જટાના ઉપરના ભાગમાં દર્શાવવો. તદુપરાંત જટાની અંદર ત્રણ યા પાંચ ગ્રંથિ વ્યક્ત કરવી. મૂતિઓના કલાવિધાનની અંદર પણ આવા જ રેખાંકનવાળા જટામુકુટો, શિલ્પીઓએ કતરી તેમાં 5 તે વિભાગો પાડવા જોઈએ.
કેશબંધનની મધ્યમાં સુવર્ણ કે રત્નનો પટ્ટબંધ બાંધવામાં આવતે હાઈ વચ્ચે વચ્ચે સુવર્ણ અને રત્નનાં અલંકરણે, પુષ્પ વગેરે મુકવામાં આવતા. ધન્સિલ :
ધમિલ એ એક પ્રકારનો કેશબંધ છે, તેની નીચેનો ભાગ માથાને ઘેરા-વાથી ૩/૫ જેટલે રાખી, ઉપરની ટોચને ભાગ નીચેની પહોળાઈના ૧/૩ જેટલે પહેળે બનાવવામાં આવે છે. તેમાં ત્રણ બધે જુદે જુદે ઠેકાણે કપી, તેનું બંધન સુવર્ણ કે રત્નપટ્ટ વડે જવું પડે છે. દેવીઓનાં સ્તુતિ-પોમાંથી ધમ્મિલના વધુ ઉલ્લેખ મળે છે. મંડલિની પત્નીઓના વાળ ધમ્મિલ પદ્ધતિમાં હોય છે. અલકચૂડા :
આ ધમિલને મળતે એક પ્રકારને કેશબંધ છે. ફકત તેમાં સુવર્ણપદ્ધના બલે રત્નપટ્ટી બાંધવાની ખાસ વિશિષ્ટતા તરી આવે છે. મદ્રાસ અને કેરલ પ્રાંતમાં પસ્મિલની માફક આ કેશબંધનો પ્રચાર પણ સ્ત્રીઓમાં જોવા મળે છે. મુકુટ એ દેવ યા તો મનુષ્યનું પ્રતિભાશાળી ચિહ્ન છે. ધમ્મિલ અને અલકડા વિશેષતઃ સ્ત્રીઓમાં પ્રચલિત કેશકલાપ છે. રાજાઓના રક્ષકેની સ્ત્રીઓના વાળની ગાંઠ અલગ્નડાની હોય છે. પ્રતિમાના કાલનિર્ણય માટે મુકુટ મહત્વનું સાધન છે. તેવી જ રીતે પ્રાંતીય અસરને કારણે પણ તેમાં કેટલાક ફેરફાર થયો હોવાનું જોઈએ છીએ, જેના ઉપરથી તે મૂતિ કયા પ્રદેશની હશે તેને કઈક ખ્યાલ આવે છે.
દેવી સરસ્વતીને કેશબંધ હોય છે. તેવી જ રીતે ભાનમાં અધિરાજાની રાણીઓને પણ કેશબંધ હોય છે. લક્ષ્મીના વાળની પદ્ધતિમાં કુંતલ હોય છે. તેવી જ રીતે અધિરાજા અને નરેન્દ્રોની સ્ત્રીઓની કેશરચના કુલ પ્રકારની હોય છે, (6) આધ-ઉપકરણે-વાઘો
આયુધોમાં અસ્ત્ર-શસ્ત્ર ઉપરાંત જીવ-પ્રાણી, મને રજક વાવો તેમજ
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૮
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના એને મતિવિધાનનાં લક્ષણે
ઉપકરણોને પણ સમાવેશ કરી શકાય. અર્થાત્ હસ્તમાં ધારણ કરેલ કોઈપણ અસ્ત્ર, શસ્ત્ર, વાદ્ય કે ઉપકરણને આયુધ અહી શકાય. અસ્ત્ર, શસ્ત્ર, ઉપકરણ, વાજિંત્ર અને જીવ–પ્રાણી આ ચારેય વર્ગના આયુધોને વિગતે અભ્યાસ આ પ્રમાણે કરી શકાય. ૧, અસ્ત્ર-શસ્ત્ર (પટ્ટ-૫)
1-1 =
સ્થ
પણ
ધનુષ્ય
હn
મુરલ
JI
સુફ ભરવો)
ખરવા
અટક
ખેટક
ત્રિશલ
દેવ-મૂર્તિઓનો
ઉમરે
અને ઉપરણો
ખરવ4
પ-૫
Page #76
--------------------------------------------------------------------------
________________
મૃતિવિધાન : દેહભૂષા, ઉપકરણે વાહને વગેરે
આમાં નીચેનાં આયુધોનો સમાવેશ થાય છે: ચક :
ચક્ર એ લાક્ષાણિક રીતે વિષ્ણુનું આયુધ છે. તે દુર્ગાના હાથમાં પણ હોય છે. મતિમાં તેનું બે પ્રકારે કલાવિધાન થયેલું જોવા મળે છે. પહેલા પ્રકારમાં ચક્ર રથ કે ગાડાના પડા જેવું આરા અને ધરી સહિત હોય છે. અને પૈડાની જેવી તેની પટ્ટી હોય છે. બીજા પ્રકારમાં તે સુશોભન યુક્ત હોય છે. તેમાં ચક્રના આરા કમળની પાંદડી જેવા કરવામાં આવે છે, જેથી ચક્રને. અંદરનો ભાગ ખીલેલા કમળ જેવો દેખાય છે. ચક્રની ઉપરના ભાગ રત્નથી સુશોભિત કરવાં આવે છે. ચક્ર દુમિનેને કાપીને મારી નાંખવા માટે વપરાય છે. મદા :
ગદાને આકાર નીચેથી સામાન્ય હાથા જેવો અને છેડા આગળથી મોટા. ગોળાકારવાળા હોય છે. તે ખાસ કરીને લાકડામાંથી બનાવવામાં આવે છે. મૂર્તિઓના હાથમાં ગદા પાંચે આંગળીઓથી પકડેલી હોય છે અને કવચિત ગદા જમીન પર ટેકવેલી હોય છે. મૂતિને એક હાથ તેના ઉપર ટેકવેલો હોય છે.. ગદાનો ઉપયોગ દુશ્મનને સમીપથી મારવા માટે થાય છે. વિષણુની ગદાનું નામ કૌમાદકી છે. ઘણીવાર ગદાને રત્ન અને સુવર્ણથી અલંકૃત કરેલી હોય છે. શારંગ :
શારંગ એ એક પ્રકારનું ધનુષ્ય છે. ખાસ કરીને તે હાડકામાંથી બનાવવામાં આવે છે. વિષ્ણુનાં જુદાં જુદાં આયુધ પૈકીનું તે એક મનાય છે.
શૂલ :
શૂલને ત્રિશળ પણ કહે છે. તે મહાદેવનું માનીતું આયુધ છે. ત્રણ ફણવાળો ભાલ હોય તેવું તે બનાવવામાં આવે છે.
ખવાંગ :
આ એક ગદા પ્રકારનું આયુધ છે. તે હાથ કે પગના હાડકાનું બનેલું હોય છે. અને તેની ઉપરના ભાગમાં મનુષ્યની ખોપરી હોય છે. પ્રાચીન કાળમાં અસ્થિનાં આયુધો વપરાતાં હોવાને આ સ્પષ્ટ પુરાવો છે. શિવ, કાલિ, ક્ષેત્રપાલ, ભૈરવ વગેરે તામસી પ્રકૃતિવાળાં દેવદેવીઓ તેને ખાસ કરીને ધારણ કરે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
પરશુ ?
સામાન્ય રીતે જેને આપણે ફરસી તરીકે ઓળખીએ છીએ તે પ્રકારનું આ આયુધ છે. અર્થાત તે એક નાની કુહાડી છે. તેને હાથે લાકડાનો અને પાનું ખંડનું અર્ધચંદ્રાકાર અને તેજસ્વી ચમકદાર બનાવવામાં આવે છે. પરશુરામે આ જ શસ્ત્ર વડે ક્ષત્રિયોને સંહાર કર્યો હતો. શક્તિ
શક્તિને આકાર ભાલા જેવો હોય છે. આ દેવી અસ્ત્ર હોઈ છુટ મારવામાં તેને પ્રયોગ કરવામાં આવતું હોવાનું સમજાય છે. ભાલાને જેમ ફળું હોય છે તેમ શક્તિના મુખ આગળ પણ પાન આકારનું ફળું હોય છે. સ્કંદનું આ પ્રિય શસ્ત્ર છે.
પંચાસરે ?
કામદેવના સંમેહન, ઉમાદ, શેષણ, તાપન અને સ્તંભન એ પાંચ બાણના જૂથને પંચાસર નામથી ઓળખવામાં આવે છે. કામદેવની મૂર્તિમાં કે ચિત્રામાં આ પાંચ બાણો હાથમાં કે પીઠ પાછળના ભાથામાં ખાસ કરીને બનાવૈલા હોય છે.
વજનું બીજું નામ કુલીશ પણ છે. વજી એ ઈન્દ્રનું મુખ્ય અને પ્રિય આયુધ છે. તેને આકાર નીચે અને ઉપરથી નાના ત્રિશળ જેવો હોવાથી તેને મધ્ય ભાગમાંથી પકડવામાં આવે છે.
મોટા દંડા જેવું લેઢાનું આ આયુધ હોય છે. યમરાજનું આ મુખ્ય આયુધ છે. આ દંડ વડે યમરાજ પાપીઓને શિક્ષા કરે છે.
ખેટક :
આ રક્ષણાત્મક આયુધ છે. તે એક પ્રકારની ઢાલ છે. લાકડામાંથી બનાવેલા ખેટકને આકાર ગાળ, લંબળ, કે ચરસ હોય છે. તેની મધ્યમાં પકડવા માટે લાકડાને હાથે હેય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
સ્મૃતિવિધાન : રૅહભૂષા, ઉપકણ્ણા વાહનેા વગેરે
પટ્ટીશ : આ લાખનુ આયુધ છે. તેના આકાર લાકડી જેવા હોય છે. તેના છેડા ઉપર તીક્ષ્ણ ધારવાળું પાનું હેાય છે. કૃશેાદરીનું આ વિશિષ્ટ આયુધ મનાય છે.
હળ :
બલરામનું આ પ્રિય આયુષ છે. તેના આકાર ખેતરમાં વપરાતા હળ જેવા બનાવવામાં આવે છે. છેડા ઉપર લાખ`ડની ધારવાળી અણીદાર કેાશ હાય છે.. ખડ્ગ :
આ સર્વ સામાન્ય આયુધ આજે પણ પ્રચલિત છે. તેને આકાર સીધા કે અધ ચંદ્ર જેવા બનાવવામાં આવે છે. તેના અગ્રભાગ અણીદાર અને નીચેથી તીક્ષ્ણ ધારવાળા તથા છેડે પકડવા માટે મૂઠ રાખવામાં આવે છે.
મુસળ :
આજે સમાજમાં સાંબેલાથી ઓળખાતું આ મુસળ, ખાંડવાના એક ઉપકરણ તરીકે ઉપયેગમાં લેવાય છે. પરંતુ પ્રાચીન કાળમાં તેના શસ્ત્ર તરીકે ઉપયાગ થતા હશે.
ભાણ :
ધનુષ ઉપર ચઢાવી મારવામાં આવતું ખાણ આશરે દોઢ હાથ લાંબુ હોય છે. તેને અગ્રભાગ ભાલા જેવા તીક્ષ્ણ હેાય છે. પ્રાચીનકાળમાં તેના છેડે કક પક્ષીનાં પીંછાં ખાસવામાં આવતાં.
કઃ
તેના આકાર લખગાળ હેાય છે. તે પથ્થરનુ` બનાવવામાં આવે છે. શિલ્પીએ પૃથ્થર કારવામાં નાના ટાંકણા વાપરે છે તેને ટંક કહેવામાં આવે છે.
ધનુષ :
ધનુષના આકાર અર્ધ વર્તુળાકાર હેાય છે. તેના બે છેડે દોરી બાંધવામાં આવે છે. તેના પર બાણ ચડાવી છૂટુ ફેકવામાં આવે છે. અંકુશ ઃ
હાથીતે નિયમનમાં રાખવા માટે આ એક છેડે અણીદાર પાતુ હાય છે. ઇન્દ્રની તેની લંબાઈ દોઢ હાથ જેટલી હોય છે.
આયુધ વપરાય છે. લાકડાના હાથાની મૂતિ એમાં તે વિશેષ પ્રયેાજાય છે..
Page #79
--------------------------------------------------------------------------
________________
ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણા
પાશઃ
પાશ એ એક પ્રકારનુ દોરડુ છે. તેના ઉપયાગ દુશ્મનેાના હાથ કે પગ ખાંધવામાં કરાય છે. તેથી તેને સમાવેશ અસ્ત્રમાં કર્યાં છે. વરુણનું મુખ્ય આયુધ પાશ છે.
७२
ચર્મ :
ચમ એટલે ચામડાની ઢાલ, આવી ઢાલે પ્રાચોનકાળમાં યુદ્ધમાં યહ્રા પેાતાના બચાવ અથે` વાપરાતા. તેનું ચામડું એકદમ જાડુ` હોય છે. તેના આકાર ગાળ અને મધ્યમાં પકડવા માટે લાકડાના હાથેા યા તે દોરડુ` રાખવામાં આવે છે. દુર્ગા દેવીના હસ્તમાં આ આયુધ વિશેષ જોવા મળે છે.
પિનાક :
સારંગની માફક આ પણ એક પ્રકારના ધનુષનું નામ છે. જેમ સારંગ ભગવાન વિષ્ણુનુ ધનુષ છે, તેમ પિનાકે શંકરનું પરમ ધનુષ છે. ભગવાન શિવ તેને ધારણ કરતા હાવાથી જ તેમનું નામ “પિનાકપાણિ” પડયું છે. આ ધનુષનુ કાલક ત્રણ કે પાંચ સ્થળેથી વળાંક લેતું હાઈ, સ્વાભાવિક રીતે કલાન્વિત અને સુંદર દેખાય છે.
૨. ઉપકરણા
પદ્મ
આયુધાના ખીજા વિભાગમાં ઉપકરણાના સમાવેશ થાય છે.
પદ્મ એ કમળનું સંસ્કૃત નામ છે. વિષ્ણુ, લક્ષ્મી અને બીજા કેટલાક દેવના હાથમાં તે ધારણ કરેલું જોવામાં આવે છે. લક્ષ્મીજીનુ' તેા તે પ્રિય આસન છે. એટલુ" જ નહી. તેમનુ “ પદ્મા ” નામ પણ આ કારણે જ પડયુ હોય તેમ
જણાય છે.
કપાલ
કપાલ માસની ખેાપરીમાંથી બનાવવામાં આવે છે. આવા કપાલા આજે પણ અધારી ખાવા પાસે આપણે જોઈએ છીએ, મહાદેવનું તે ભિક્ષાપાત્ર હાવાથી શિવનાં અનેક નામેામાં તેમને કપાલિ કે કપાલભૃત્ય કહેવામાં આવે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
મૂતિવિધાન : દેહભૂષા, ઉપકરણે વાહન વગેરે
૭૩
કમંડલ
ગીઓ, સંન્યાસીઓ વગેરે ધારણ કરે છે તેવું તુંબડાના આકાર જેવું તે હોય છે. સામાન્ય રીતે ૫ણું ભરવા માટેનું આ પાત્ર જુદા જુદા આકારમાં પણ હોય છે. કેટલાકમાં તેને નાળચું પણ હોય છે. બ્રહ્મા, પાર્વતી જેવાં દેવદેવીઓની મૂર્તિઓમાં તેનું કલાવિધાન જોવા જેવું છે.
સુક
બ્રહ્માનું આ ખાસ ઉપકરણ છે. આ એક પ્રકારને ચમચે છે. આ પ્રકારના ચમચાથી ઘીના પાત્રમાંથી ઘી લઈને તેને વશના પવિત્ર અગ્નિમાં રેડવામાં આવે છે. દેવી અન્નપૂર્ણાના હાથમાં પણ સફ હોય છે,
કંડિકા
| ગુજરાતીમાં તે કુંડી તરીકે ઓળખાય છે. કેટલીક દેવીઓના હસ્તમાં તે ધારણ કરેલું હોય છે. તે ધાતુપાત્ર હોઇ સાધારણ રીતે તેનો આકાર મોટા વાડકા જેવો હોય છે. અમૃતઘટ
તે એક જાતનું ધાતુપાત્ર છે. તેનો આકાર ગાગરને મળતા આવે છે. આ -ઉપકરણ લક્ષ્મીનું મનાય છે. શ્રીફળ
નારિયેળી ઉપર થતાં નારિયેળને આજે શ્રીફળ તરીકે સમાજ ગાળખે છે, પરંતુ શાસ્ત્રીય દૃષ્ટિએ બિવફળને શ્રીફળ તરીકે માનવામાં આવે છે. લક્ષ્મીના મૂતિવિધાનમાં હસ્તમાં શ્રીફળ જવામાં આવે છે. મૃગચમ
કૃષ્ણમૃગનું ચર્મ શાસ્ત્રકારોએ પવિત્ર માન્યું છે. બ્રહ્મચારી, સંન્યાસી અને ગીઓ તેને ખાસ ઉપયોગ કરે છે. યજ્ઞોપવિત ધારણ કરનાર બાલ બટુકને મુંજની મેખલા સાથે કૃષ્ણ મૃગચર્મ ફરજિયાત પહેરવું પડે છે. ભગવાન શંકર કટિપ્રદેશ ઉપર મૃગચર્મ, વ્યાઘચર્મ વગેરે ધારણ કરે છે. લિંગ
પાર્વતી અને શંકરની મૂતિઓના હાથમાં શિવલિંગ ધારણ કરેલું જોવામાં આવે છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૪
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનના લક્ષણે
આજ્યપાત્ર
ઘીનું ભરેલું વાસણ જેને સંસ્કૃતમાં આપાત્ર તરીકે સંબોધવામાં આવે છે. તે એક મોટા વાડકા જેવું હોય છે. કેટલાક દેવદેવીઓના હાથમાં ધારણ કરાવેલું જોવા મળે છે. પુસ્તક
સરસ્વતી અને બ્રહ્માનું તે મુખ્ય ઉપકરણ મનાતું હોઈ, સામાન્ય થિી કે ચોપડી જેવો તેને આકાર બનાવવામાં આવે છે. તે પુસ્તક ભૂજપત્ર યા તાડપત્ર કે કાગળનું હોય છે. અગ્નિ
કુંડમાંથી જવાળા નીકળતી હોય તેવું અગ્નિપાત્ર, અગ્નિ જેવાં દેવદેવીઓના હાથમાં ધારણ કરેલું બતાવવામાં આવે છે. અગ્નિ શિવના હાથમાં પણ હોય છે. દર્પણ
જ્યારે અરિસા માટે કાચનો ઉપગ જાણતો ન હતો ત્યારે ખૂબજ ચળકતી ધાતુના પતરાને જુદી જુદી ડીઝાઈનમાં તૈયાર કરીને તેને દર્પણ તરીકે ઉપયોગ થતો. મૂતિમાં દર્પણ ગોળાકાર કે વર્તુળાકાર જોવામાં આવે છે. તેને હાથે એકદમ સુંદર હોય છે. ખાસ કરીને પાર્વતીના હાથમાં તે ધારણ કરેલું હોય છે. પ્રાચીન શિલ્પકલાકૃતિઓમાંથી મળતી નૃત્યકન્યાઓના હાથમાં પણ આવાં દર્પણ, દર્પણનૃત્યનો ભાવ વ્યક્ત કરતાં જોવામાં આવે છે. વાઘો ત્રીજા વિભાગનાં આયુધોમાં વાઘોનો સમાવેશ થાય છે. વીણ
આ વાદ્ય લાંબુ પિલું, અર્ધ નળાકાર તુંબડા જેવું હોય છે. આ એક પ્રકારનું તંતુવાદ્ય છે. વિષ્ણુ એ દેવી સરસ્વતીનું મુખ્ય વાદ્ય છે. ઘંટા
આ સામાન્ય ઘંટ છે. દેવમંદિરમાં વપરાતા કે હાથેથી વગાડવાના ઘંટ જાણતા જ છે. ખાસ કરીને ઘંટ પીત્તળ, પંચધાતુ કાંસુ, સુવર્ણ અને રૂપાના બનાવાતા.
Page #82
--------------------------------------------------------------------------
________________
મૂતિ વિધાનઃ દેહભૂષાં, ઉપકરણ વાહને વગેરે મુરલી બંસી)
મુરલી સાધારણ રીતે વાંસની હોય છે, તેનું અપરના વેણ કહેવામાં આવે છે. તેની અંદર સપ્ત સ્વરે માટે નાનાં નાનાં સાત છીદ્ર પાડેલાં હેવાથી તેમાંથી તેમાંથી જુદા જુદા સ્વર ઉપજાવી શકાય છે. શ્રીકૃષ્ણને તે વધુ પ્રિય હોઈ તેમને મુરલીધર, બંસીધર કે વેણુગોપાલ પણ કહેવામાં આવે છે.
ડમરુ
બંને બાજુએથી પહેલું અને વચ્ચેથી સાંકડું લાકડાનું બનાવવામાં આવતું હોઈ તેની ઉપર નીચે ચામડું મઢવામાં આવે છે. વચ્ચે જાડી ગાંઠવાળી દેરીઓ લટકાવવામાં આવે છે. તેના અથડાવવાથી અવાજ આવે છે ભૂતપ્રેતના આવાહનમાં કે તેને પ્રસન્ન કરવામાં આ વાદ્ય ખાસ કરીને વપરાય છે. મહાદેવનું તે પ્રિય વાદ્ય છે. ૪. પ્રાણી :
ચોથા પ્રકારનાં આયુધોમાં છવ-પ્રાણીઓનો સમાવેશ થાય છે. કેટલીક દેવ-દેવીઓની મતિઓમાં પશુઓ અને પક્ષીઓ પણ હોય છે. શિવ તેમના હાથમાં મૃગ ધારણ કરે છે. તેમના પુત્ર સુબ્રહ્મણ્યના હાથમાં કુક્કટ હોય છે. પિપટ અને પતંગિયુ દુર્ગા જેવી દેવીઓના હાથમાં હોય છે. શિવની સૌથી પ્રાચીન મૂતિ જે ગુડીમલમના લિંગ ઉપર અંકિત છે તેના હાથમાં ઘેટું છે. ત્યાર પછીની મૂતિઓમાં મૃગ જણાય છે. ઘેટાને તેના પાછળના પગથી પકડવામાં આવે છે અને તેનું મસ્તક નીચે લટકતું દર્શાવવામાં આવે છે. કેટલાક દેવદેવીઓની મૂતિઓમાં નેળિયે, સાપ પણ ધારણ કરેલા જોવા મળે છે. શિવના ગળામાં સપ ધારણ કરેલ હોય છે. માતૃત્વના સૂચક બાળકને પણ કેટલીક સ્ત્રીમૂર્તિમાં દર્શાવવામાં આવે છે.
ઉપર્યુક્ત આયુધ ઉપરાંત આયુર્ધામાં છરી, ભુસંડી, કતિકા, શીંગડું, ભાલે, સૂચિ, યોગમુદ્રા, કળશ, ભિંડમાલ, તલવાર, ફળ, યંત્ર, દ્રવ્ય, કાતર, દંત. કુંત, ભેરી, મૃદંગ, વગેરેનો સમાવેશ થાય છે. વાહને :
દેવદેવીઓનાં પોતપોતાના નિશ્ચિત વાહનો છે. આ વાહનને કારણે મૂતિને સરળતાથી ઓળખી શકાય છે. જેમ કે જૈન તીર્થકરોની બધી જ મૂતિઓ દેખાવમાં એક સરખી હોય છે. પરંતુ મૂર્તિના લાંછન પરથી જ ખ્યાલ આવે છે
Page #83
--------------------------------------------------------------------------
________________
os ભારતમાં મૃતિપૂજની વિભાવના અને મતિવિધાનનાં લક્ષણ કે તે કયા તીર્થકરની મૂર્તિ છે. દેવદેવીઓનાં વાહન, તેમના સ્વભાવ, રૂચિ અને તેમના વિશિષ્ટ ગુણ–ધર્મના સૂચક હોય છે. જેમ કે ઉગ્ર દેવતાઓનાં વાહન પ્રેતાદિ હેવ છે. દેવી ચંડીનું વાહન વ્યાઘ કે સિંહ છે.
વિભિન્ન દેવ-દેવીઓનાં વાહન આ પ્રમાણે છે :
૧. બ્રહ્મા–હંસ
૧૦. અગ્નિ—ઘેટું ૨. વિષ્ણુ–ગરૂડ
૧૧. ચંડી-વ્યાઘ કે સિંહ ૩. શંકર–નંદ
૧૨. નિતિ –શ્વાન, કુતરે ૪. ગણેશ–ઉંદર
૧૩. વરુણુ–મગર ૫. સરસ્વતી–મેર, હંસ
૧૪. ગંગા–મગર ૬. સૂર્ય–સપ્તાશ્વરથ
૧૫. વરાહ–નાગ ૭. ઈન્દ્ર-હાથી, અરાવત ૧૬. નટરાજ–દૈત્ય ૮. વાયુ-હરણ
૧૭. બાલકૃષ્ણ--કાલયનાગ ૯. યમ–મહિષ
૧૮. વામન–બલિ. (9) પીઠિકા :
પીઠિકા એટલે જેની ઉપર હંમેશ બેસી શકાય તેવું આસન, ર. ત. પૌરાણિક યુગમાં દેવ, રાજ, મહારાજા વગેરેનાં આસનો નિશ્ચિત હતા. ગણેશ હંમેશા સિંહાસન ઉપર બિરાજમાન હોય છે. પરંતુ હનુમાન માટે એવું કંઈ નિશ્વિત આસન નથી. હનુમાન તે રામના ચરણે પાસે નમસ્કાર મુદ્રામાં બેઠેલા. હોય છે. તો કવચિત ઊભી મુદ્રામાં એક હાથમાં ગદા અને બીજા હાથમાં પર્વત ધારણ કરેલ હોય છે અથવા તેઓ અંજલિ મુદ્રામાં પણ ઊભા હોય છે. એવી જ રીતે બાલકૃષ્ણનું પણ કેઈ નિશ્ચિત આસન નથી. અલબત્ત, રાજવી સ્વરૂપમાં કૃષ્ણ સિંહાસન પર બેઠેલા હોય છે.
દ્રવિકી ગ્રંથોમાં પીઠિકા વિષયક વર્ણને ખૂબ જ મળે છે. જેમાં નવ પ્રકારની પીઠિકાઓ જણાવી છે. ૧. ભદ્રપીઠ
૬. પીઠબળ ૨. પદ્મપીઠ
૭. મહાવજ ક, મહામ્મુજ પીઠ
૮. સૌમ્ય ૪. વાપીઠ
૯. શ્રીકામ્ય ૫. શ્રીધર
Page #84
--------------------------------------------------------------------------
________________
G
,
મૂતિવિધાનઃ દેહભૂષા, ઉપકરણે વાહન વગેરે
આમાં ભદ્રપીઠ, પદ્મપીઠ અને મહામ્મુજપીઠ દ્રવિડ અને ઉત્તર પ્રદેશ એમ બંને પરંપરાની મૂર્તિઓમાં જોવા મળે છે. (૪) મૂર્તિઓમાં ભાવદર્શન :
મૂતિઓના કલાવિધાનમાં ભાવપ્રાગટય મહત્વનું સ્થાન ધરાવે છે. દરેક મૂતિ અમુક એકજ ભાવને અનુલક્ષીને બનાવવામાં આવતી નથી, પરંતુ જેવી. મૂતિ તેવા ભાવ અને રસદર્શન કરાવવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે.
આદશ મૂતિ–વિન્યાસની સાથે રસ અને ભાવનું નિદર્શન પણ ખાસ જરૂરી છે. સામાન્ય રીતે મૂતિઓનાં મુખ પ્રસન્નવદન અને સૌમ્ય બનાવવાનું શાસ્ત્રકારોએ સૂચવ્યું છે, છતાં કેટલીક મૂર્તિઓમાં મુખ ઉપર જુદા જુદા ભાવો. અભિવ્યક્ત કરવાની ખાસ જરૂર રહે છે. જેમકે નૃસિંહની મૂર્તિ રૌદ્રભાવ વ્યક્ત કરતી બનાવવામાં આવે છે, જયારે લક્ષ્મીનારાયણ, બ્રહ્મા-સાવિત્રી અને ઉમામહેશ્વર જેવી આલિંગન મૂતિઓમાં શૃંગારભાવ વ્યક્ત કરતી બતાવાય છે. તેવી. જ રીતે હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરતી વરાહની મૂર્તિ માં કે દત્યને સંહાર કરતી મહિષમર્દિનીની મૂર્તિમાં ભયાનક ભાવ જ અપેક્ષિત છે. તેવી જ રીતે તપપ્રધાન ગીઓ, ઋષિમુનિઓ અને તીર્થંકરની મૂર્તિઓમાં શાંતભાવ વધુ ઉદ્દીષ્ટ છે..
Page #85
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ મૂર્તિવિધાનકલા પરંપરાઓ અને શિલીઓ
ભારતીય મૂર્તિવિધાનકલા એકવિધ નહિ પણ અનેકવિધ છે. છેક હડપ્પીય સભ્યતાના કાલથી એમાં લેકકલા અને પ્રશિષ્ટ કલા એવા બે ભેદ ચાલ્યા આવે છે. લોકકલાનું સાતત્ય આજદિન સુધી ચાલુ રહ્યું છે. પ્રશિષ્ટકલા કલાકારે અને તેમને મળતો આશ્રય, તેઓને માર્ગદર્શન આપતાં શાસ્ત્રો વગેરે પર આધારિત રહેવાથી તેમાં વખતે વખત રૂપાંતર થયા કરે છે. આથી એમાં અનેક વિધ શૈલીઓ પાંગરે છે. ભારતમાં મૂતિ વિધાનકલાને ક્ષેત્રે પાંગરેલી પરંપરાઓ અને શિલીઓનું અહીં ટૂંકું અવલોકન અભિપ્રેત છે. પ્રતિમા નિર્માણ પરંપરાઓ
ભારતમાં શિલ્પશાસ્ત્રની બે પરંપરા પ્રચલિત થઈ છે : (૧) ઉત્તરી અથવા નાગરી અને (૨) દક્ષિણ અથવા દ્રવિડ. ઉત્તરી શૈલીના વાસ્તુગ્રંથના મુખ્ય પ્રણેતા “વિશ્વકમ” ગણાય છે, જ્યારે દ્રવિડશૈલીના વાસ્તુગ્રંથોના પ્રણેતા “મય” મનાય છે. ઉત્તરી પરંપરાના શિ૯૫ ગ્રંમાં મૂતિ–નિમણકક્ષામાં સાદાઈનું તરવ જણાય છે. દક્ષિણ ભારતની મૂતિકલામાં પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક વલણે (religious and cultural trends) ઉત્તર ભારતની અપેક્ષાએ વિશેષ સુરક્ષિત રહ્યાં છે.
દક્ષિણની પરંપરામાં મૂર્તિના હાથમાં પક્ષી કે આયુધ અથવા અન્ય ઉપકરણને નીચલા છેડેથી પકડાવવામાં આવે છે, જ્યારે ઉત્તરમાં એને મુખ્યત્વે મધ્ય ભાગથી પકડાવવામાં આવે છે. આ બાબતમાં શિવ અને સૂર્યની મૂતિઓ ખાસ બેંધપાત્ર છે. દક્ષિણ ભારતમાં શિવના હાથમાં મુખ્યતવે છલંગ મારતું હરણું ઘણું કરીને દેવતાના ડાબા ઉપલા હાથમાં અપાય છે. આવું સ્વરૂપ ઉત્તર ભારતમાં જોવા મળતું નથી. સૂર્યની મૂતિને ઉત્તર ભારતમાં હેલબૂટ સહિતની બતાવવામાં આવે છે, જે તેના ઈરાની ઉગમ કે પ્રભાવની સુચક છે. પછીના સમયમાં આ હેલબટને પુરાણાદિ ઉત્તર ભારતીય પરંપરાના ગ્રંથાએ સમર્થન આપવા માટે એવી વાત વહેતી કરી છે કે સૂર્યની મૂર્તિમાં ખુલ્લા પગ જેવાથી કુષ્ઠરેગ(કેટ) થાય
Page #86
--------------------------------------------------------------------------
________________
મૂતિવિધાન કલા ? પરંપરાઓ અને શેલીએ
૭૯
છે. આવી માન્યતા દક્ષિણી પરંપરામાં પ્રચલિત થઈ નથી અને દક્ષિણ ભારતીય સૂર્યમૂતિઓમાં ખુલ્લા પગ પણ જોવા મળે છે. વિષ્ણુની પ્રતિમામાં વિષ્ણુને શ્રીદેવી તેમજ ભૂદેવી સહિત દર્શાવવાની પ્રથા દક્ષિણ ભારતમાં વિશેષ વિકસી છે. વળી દેવીપ્રતિમાઓમાં કેશરચાનાનું વૈવિધ્ય દક્ષિણની મૂતિઓમાં ઘણું વધારે જોવા મળે છે અને એ બાબતમાં ચાલુકય પલવ, ચળ, પાંડવ અને વિજયનગર જેવી શિલીઓને પાષાણુશિલ્પ અને ધાતુશિલ્પામાં ભારે વિકાસ થયેલે દષ્ટિગોચર થાય છે. પ્રતિમા નિર્માણ-શૈલીઓ
ભારતમાં જુદા જુદા ભાગોમાં શિલ્પાને લગતી જુદી જુદી શિલીઓ પ્રચલિત થઈ હતી. આ શૈલીઓ પૈકી મથુરા શૈલી (ઈ. પૂ. બીજીથી ઈ. સ.ની ૪થી સદી) અને ગંધાર શૈલી (ઈ. પૂ. ૧લીથી ઈ. સ. ૨જી સદી) અગ્રેસર ગણાય છે. બંને શૈલીઓને પ્રભાવ અનુકાલમાં વત્તે ઓછે અંશે પડેલ છે. ઉત્તરકાલમાં ગુપ્તકાળ દરમ્યાન શિલ્પોની પ્રશિષ્ટ શૈલીનું નિર્માણ થયું તેની સાથે પ્રાદેશિક શૈલીઓ પણ ઘડાવા લાગી. પ્રત્યેક પ્રદેશની મૂતિઓ આ શિલ્પ શૈલીઓને આધારે ઘડાયેલી છે. આથી કેઈ પણ મૂતિના વિધાનને બરાબર સમજવા માટે તત્કાલીન શિલ્પ શૈલીને અભ્યાસ જરૂરી બને છે. શિલ્પકલાને લગતા પ્રાચીન અર્વાચીન ગ્રંથોમાં પ્રત્યેક શૈલીનાં લક્ષણેનું સદષ્ટાંત નિરૂપણ કરેલું હોય છે. તેને અભ્યાસ આમાં ઉપકારક નીવડશે.
Page #87
--------------------------------------------------------------------------
________________
અગત્યના સંદર્ભગ્રંથોની સૂચિ ----- Banerjea, J. N. The Development of Hindu Iconography
(Calcutta), 1941 - Gupta, R. S.
The Iconography of the Hindus, Buddhists
and Jains, (Bombay), 1972 Rao, Gopinath
The Elements of Hindu Iconography, Vol.
I, part I, (Varanasi), 1971 Rowland, Benjamin Art and Architecture of India. (London),
1953 उपाध्याय, वासुदेव પ્રાચીન માdી મૂર્તિ—વિજ્ઞાન, (વારાણસી), ૧૧૭૦ मिश्र, इन्दुमती
પ્રતિમા–વિજ્ઞાન, (મોપાત્ર), ૧૭૨ शुक्ल, द्विजेन्द्रनाथ प्रतिमा-विज्ञान, (लखनौ) १९५६ सोमपुरा, प्रभाशंकर भारतीय शिल्प-संहिता (बम्बई) १९७५ દવે, કનૈયાલાલ ભાઈશંકર ગુજરાતનું મૂર્તિવિધાન (અમદાવાદ), ૧૯૬૩ પરીખ, પ્રવીણચંદ્ર ચિ. ભારતીય પ્રાચીન શિલ્પકલા (અમદાવાદ), ૧૯૭૮ શાહ, પ્રિયબાળાબેન હિંદુ મૂર્તિવિધાન, (અમદાવાદ), ૧૯૭૪ સેમપુરા, કાંતિલાલ કુ.
પરિભાષા
Bas-relief – અ૯૫મૂતિ Emblem – લાંછન, પ્રતીક Figurine – પૂતળી Fine Art – લલિત કલા High-relief – અતિમૂત અધિક મૂત Icon – પ્રતિમા Iconography – મૂર્તિવિધાન,
મૂતિશાસ્ત્ર Idol – મૂતિ Image – પ્રતિમા, મૂતિ Metallurgy – ધાતુકામ Moulding -- ઢાળકામ Pedestal – પીઠિકા, આસન
બેસણી Relief – અંશમૂત શિ૯૫ Sculpture – શિ૯૫, શિલ્પકલા statue – પૂતળું
Statuette - Steatite – H4248 Terracotta –માટીનાં પકવેલાં શિલ્પ અતિમૂર્ત શિલ્પ – High-relief અધિકમૂર્ત શિલ્પ – , , અર્ધમૂત શિ૯૫ – Half , અ૮૫મૂત શિલ્પ – Bas , કલારલી – School of Art ધાતુકામ– Metallurgy ધાતુપ્રતિમા – Bronzes મૂતિ – Idol લાંછન – Emblem પૂર્ણ મૂર્ત શિલ્પ – Figure (scul
pture) in the round પ્રતિમા – Image સુશોભન – Decoration
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૧-૦૦
યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના ઈતિહાસ અને
ભારતીય સંસ્કૃતિ ઉપરનાં પ્રકાશને પુસ્તકનું નામ લેખકનું નામ
કિંમત અગ્નિ એશિયાને ઈતિહાસ છે. એસ. વી. જાની
૧૭-૦૦ (૧૮૫૦–૧૯૬૦), અઢારસે સતાવન (૧૮૫૭) ડે. રમણલાલ ક. ધારિયા ૫-૦૦ અશોક અને તેના અભિલેખ શ્રી હરિપ્રસાદ ગં. શાસ્ત્રી ૬-૦૦ આધુનિક ભારતનો ઇતિહાસ ખંડ–૧ ડો. રમણલાલ ક. ધારૈયા ૧૩-૦૦ (૧૮૮૫-૧૯૧૯) બીજી આવૃત્તિ) આધુનિક ભારતને ઇતિહાસ ભાગ-૨ ડો. રમણલાલ ક. ધારિયા
૨૦-૫૦ (૧૯૨૦-૧૯૪૭) ઈતિહાસનો અભ્યાસ
લે. આર્નોલ્ડ જે. ટાયબી સંક્ષેપ ડી. સી. સમરલ
અનુ. પ્રાણજીવન વી. પાઠક ‘ઈસ્લામી સંસ્કૃતિ
ડો. એ. એન. કુરેશી ઇંગ્લેંડને બંધારણીય ઇતિહાસ છે. સલીમ એન. કાઝી
૧૭-૦૦ ખંડ-૧ ઇંગ્લેંડને બંધારણીય ઈતિહાસ . સલીમ એન. કાઝી ૧૫-૦૦
ખંડ-૨ ગુજરાતના ચાવડા રાજ્યને ડો. નવીનચંદ્ર આ. આચાય
ઈતિહાસ અર્વાચીન ગુજરાતના રાજકીય અને ડે. શિવપ્રસાદ રાજગાર ૧૬-૦૦
સાંસ્કૃતિક ઈતિહાસ ગુજરાતનો સોલંકીકાલીન ડે. ન. આ. આચાર્ય
૨૩-૦૦ ઈતિહાસ ગુપ્તકાલીન ભારત પ્રો. આર. જી. મજમુદાર
૨૫-૦૦ ગ્રીસને પ્રાચીન ઈતિહાસ પ્રે. ચંદ્રકાંત પટેલ
૧૨-૦ ૦ પડોશી દેશોમાં ભારતીય ડે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી ૨૦-૦૦ ( સ કૃતિનો પ્રાચીન પ્રસાર ડે, સુમનબહેન શ. શાહ પ્રાચીન ભારત ભાગ-૧
ગ, શાસ્ત્રી
૧૦-૦૦ પ્રાચીન ભારત ભાગ-૨ ડો. હરિપ્રસાદ ગ. શાસ્ત્રી ૧૧-૦૦ પ્રાચીન રોમનો ઇતિહાસ -- શ્રી સુરેશભાઈ એમ. શાહ ૧૧-૦૦ બૌદ્ધ તિવિધાન
ડે. નવીનચંદ્ર આ. આચાર્ય ભારતનાં સ્વાતંત્ર્યસંગ્રામ શ્રી મંગુભાઈ આર. પટેલ ૨૩-૦૦
અને તેના ઘડવૈયાઓ ભારતની પ્રાચીન સામાજિક -ડે. રમેશ સુ. બેટાઈ
૧૫-૦૦ સંસ્થાઓ
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૨
ભારતમાં સ્મૃતિપૂજાની વિભાવના અને સ્મૃતિવિધાનનાં લક્ષણા
પ્રેા. જશુ ખી. પટેલ
પ્રા. મનુભાઈઁ ખી. શાહ
ડો. રમેશકાન્ત ગેા. પરીખ
ભારતના ઇતિહાસ
(૧૫૨ ૬–૧૭૦૭) ભારતના ઇતિહાસ-મરાઠા યુગ (૧૭૦૭–૧૮૧૮) ભારતના ઇતિહાસ (૧૮૧૮–૧૮૮૫) ભારતીય અભિલેખવિદ્યા ભારતીય ઇતિહાસની સાધન
સામગ્રી ભારતીય પ્રાચીન શિલ્પકલા ભારતીય સંસ્કૃતિના વિકાસમાં વિદેશીઓના સપક ની અસર ભારતીય સિક્કાશાસ્ત્ર
મધ્યયુગીન ભારત ખંડ-૧ મધ્યયુગીન ભારત ખ′ડ–ર મુઘલકાલીન ગુજરાત યુરીપ ઇતિહાસ
(૧૭૮૯–૧૯૫૦) યુરાપના ઇતિહાસ ભાગ-૧
યુરોપના ઇતિહાસ ભાગ-૨
યુરેાપના છતિહાસ ભાગ-૩
રાષ્ટ્રને સ્વાત’વ્યસ ગ્રામ અને રાષ્ટ્રસમૂહના દેશાને ઇતિહાસ સેાવિયેટ રશિયાના ઇતિહાસ હિન્દુ મૂતિવિધાન હિન્દુ રાજ્ય પદ્ધતિઓના ઋતિહાસ
ગુજરાતના સિક્કા જૈન મૂતિ વિધાન મધ્યપૂર્વના દેશના ઇતિહાસ
ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી સુમના શ. શાહ
ડૉ. પ્રવીદ્ર ચી. પરીખ શ્રી વિજયસિંહ કી. ચાવડા
ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી ડે. પ્રવીણચંદ્ર ચી. પરીખ ડા. છેાટુભાઈ ર. નાયક ડો. છેટુભાઈ ર. નાયક ડે. નવીનચંદ્ર એ. આચાય
પ્રેા. દેવેન્દ્ર વૃ. ભટ્ટ
મુ. લે. : એચ. એ. એલ. ફિશર અનુ. કીકુભાઈ ર. દેસાઈ મૂ. લે. : એચ. એ. એલ. ફિશર અનુ.: કીકુભાઈ ર. દેસાઈ શ્રી મણિભાઈ ભ. દેસાઈ મૂ. લે. એચ. એ. એલ. ફિશર અનુ : કીકુભાઈ ૨. દેસાઈ શ્રી મણિભાઈ ભ. દેસાઈ ડે. શાન્તિલાલ મ. દેસાઈ ડૉ. જયકુમાર ર. શુક્લ ડૉ. જયકુમાર ર. શુકલ ડા. પ્રિયખાળાબહેન જે. શાહ ડા. કે. એફ. સેામપુરા
ડે. નવીનચંદ્ર
ડૉ. પ્રિયખાળાબહેન શાહ ડો. આર. કે. ધારૈયા
. આચાય
૨૫=૦૦.
૧૯-૫૦
૧૬-૦૦
૧૯-૦૦
૪-૩૦
૧૩-૦૦
૫-૫૦
૧૭-૦૦
-૨૫
૧૦૦૦
૧૭-૦૦
૨૬-૦
૧૬-૦૦
૧૫-૦૦
૨-૦૦
૧૦-૦૦
૧૬-૫૦
26-00
૧૬-૫૦
૧૪-૦૦
૧૩-૦૦
૧૧-૦૦ ૨૧-૦૦
Page #90
--------------------------------------------------------------------------
________________ પરામર્શકશ્રીના અભિપ્રાયમાંથી.. ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ‘ભારતીય મૂર્તિવિધાન’ના પ્રશ્નપત્રના અભ્યાસક્રમને અનુલક્ષીને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે હિન્દુ મૂર્તિવિધાન’, ‘બૌદ્ધ મૂતિવિધાન” અને જૈન મૂતિ વિધાન” નામનાં ત્રણ પુસ્તક તૈયાર કરાવ્યાં છે. આ પુસ્તિકા તેમની પૂતિ રૂપે તૈયાર કરવામાં આવી છે. જુદા જુદા દેવતાઓ, બુદ્ધો, તીર્થકર વગેરેને લગતા મુતિવિધાનના કેવળ શાસ્ત્રીય નિયમો અને સિદ્ધાંતોને સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના દૃષ્ટાંત ઉપયુક્ત ત્રણ પુસ્તકમાં વિગતે પ્રાપ્ત થતાં હોઈ તે દષ્ટાંતેને અહીં છોડી દીધાં છે. લેખકે આ શાસ્ત્રીય વિષયના નિરુપણમાં સરળ પ્રવાહો અને એજ સયુક્ત શૈલી અપનાવી છે તે વિષયને રુચિકર બનાવે છે. આ પુસ્તિકા વિદ્યાથીઓ તેમજ જિજ્ઞાસુઓને ઉપયોગી થશે એમ હું માનું છું. પ્રવીણચંદ્ર પરીખ પરામર્શક ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તાિવધાનનાં લક્ષણો 16-07