________________
૨
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
આશ્ચર્યાનંદમાં ડુબાડી દેતાં. એટલે તો તેઓ નિસર્ગની વિવિધ શક્તિઓના ઉપાસક બન્યા. પ્રકૃતિ માનવીની મહા-માતા છે. આ જ પ્રકૃતિ માનવીના દૈનિક જીવનમાં અનેક રીતે ઉપયોગી થઈ આશીર્વાદરૂપ બની હતી. વૃક્ષોની શીતળ છાયા, એની શાખા અને પ્રશાખાઓ અને પર્ણો દ્વારા નિર્માણ થતી પર્ણકુટિર વગેરે આશ્રમ સ્થાને, સરિતાના નિર્મળ નીરનું જલપાન, સ્નાન તથા કૃષિ આદિમાં ઉપયોગિતા, પહાડ-પર્વત આદિની ગુફાઓમાં સુરક્ષિત નિવાસ, ગે-દુધ તથા એના વાછરડા-બળદ વગેરેની કૃષિ-કાર્યમાં અનિવાર્યતા, સૂર્ય, ચંદ્ર વગેરે દ્વારા પ્રકાશ પિષણ અને પ્રસન્નતા વગેરે અનેકવિધ પ્રકારની ઉપયોગિતા પ્રાચીન કાળના ઋષિઓને મનમાં વસી એટલે તેઓ ઉપકૃત ભાવથી પણ પ્રકૃતિના પૂજક બન્યા.
આમ, પ્રકૃતિનાં વિવિધ તામાં રહેલ અસ્પષ્ટ અને અગમ્ય શક્તિ તરફ માનવી ભીતિ-ભાવના, ભક્તિ-ભાવના કે સમર્પણ-ભાવનાથી, કોઈને કોઈ પદાર્થ ને આ અદષ્ટ શક્તિની પ્રતિકૃતિ કે પ્રતિનિધિરૂપે સ્વીકારી, આશ્ચયવત્ અહોભાવથી એને પ્રતિ અંતરનાં ભાવ-પુષ્પ ચડાવવા લાગ્યા. આ ભાવના પૂજાના નામે ઓળખાઈ. પૂજામાં પણ યજ્ઞ-યાગની ભાવના સમાઈ. જે રીતે દેવ-યજ્ઞમાં કે યજ્ઞયાગમાં દેવ-વિશેષ પ્રતિ દૂધ, દહીં, ઘી ધન-ધાન્ય આદિ વિવિધ દ્રવ્યોની આહૂતિ આપવામાં આવે છે, તે રીતે પૂજામાં પણ કેઈ ને કઈ દેવવિશેષ પ્રતિ પુષ્પ, ફળ, ચન્દન, અક્ષત, વસ્ત્ર વગેરે સમર્પિત કરવાનું અભિપ્રેત છે.
પૂજા શબ્દને આ અર્થ પૂજા-પરંપરાનાં અતિવિકસિત સ્વરૂપને ઘાતક છે.
નિવિકલ્પ સમાધિની પારમાર્થિક સત્તામાં આત્મસાત થતું સ્વ સ્વરૂપ આત્મ તત્વ – ચૈતન્યસત, ચિત, આનંદ, અખંડ અવિનાશી, નિરંજન, નિરાકાર, નિલેપ, હોવા છતાં વ્યુત્થાન અવસ્થાની વ્યાવહારિક સત્તામાં નિહાળતાં અનેકવિધ નયનરમ્ય નૈસર્ગિક તત્વો અને એમાં ઓતપ્રોત રહી એની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં તાલમય રહેલ અગમ્ય અદશ્ય શક્તિ એમના આરાધ્ય દેવ બન્યાં. એમણે એમના હદયમાં રમમાણ નૈસર્ગિક તત્ત્વોના આ દિવ્ય ભાવોને પ્રજ્ઞા દ્વારા પ્રફૂટ કવિત્વ શક્તિના બળે શબ્દોમાં-ચાઓમાં આકારિત કર્યા. આ શબ્દ-ચિત્ર એટલું બધું હૂબહૂ, અંગ ઉપાંગેયુક્ત અને દિવ્યતાથી દેદીપ્યમાન હતું કે, ચિત્રકારો એને રંગ અને રેખાઓમાં રમતું કરવા લલચાયા અને શિપીઓ મૃત્તકા, કાષ્ઠ, પથ્થર જેવા ઘન પદાર્થોમાં કંડારવા આકર્ષાયા. દેવદેવીનાં આ વર્ણને પ્રતીક સ્વરૂપે મૃત્તિકા, કાષ્ઠ અને પાષાણમાં પ્રત્યક્ષ થયાં. આમ આ અમૂર્ત-ભાવો ઘન પદાર્થોમાં મૂર્ત થયા અને એણે પાછળથી મૂર્તિનું સ્વરૂપ ધારણ કર્યું. જતે દિવસે