________________
મૃતિપૂજાની વિભાવના અને પ્રાચીનતા
મૂર્તિમાં જે તે દેવદેવીઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. પરિણામે આ મૂર્તિ જે તે દેવ-દેવીના નામે ઓળખાવા લાગી અને સામાન્ય મતિના માણસોએ એની પૂજા શરૂ કરી.
આપણે ત્યાં “મૂતિ” ના પર્યાય રૂપે “પ્રતિમા” શબ્દ વપરાય છે. હિન્દુઓ “પ્રતિમાં” શબ્દ અંગ્રેજી ભાષામાં (Idol) બાવલાના અર્થમાં વાપરતા નથી. Idol હંમેશાં ખેટા દેવ માટે વપરાય છે. મૂતિ શબ્દ પ્રતિમાના પર્યાય જેવો છે. મૂર્તિપૂજાના કારણે મૂર્તિ માટેના બે વિચારે પ્રાચીન સમયમાં યુરોપમાં પ્રવર્તતા હતા. પ્રથમ મૂર્તિને ચિત્ર તરીકે ગણતા. અભણ માનવીઓ માટે પવિત્ર ચિત્રો અને “બાવલા”એ લેટિન ચર્ચમાં વપરાતા અને તેઓ જીસસ saint (સંત) ના ઈતિહાસમાં રસ ધરાવતા. બીજું “Doll” પૂતળાં કે દેવી અસરવાળી Idol મનાતી. આની સાથે હિન્દુ વિચારનું સામ્ય જણાય છે. સંસ્કૃતમાં પ્રતિમા એટલે તુલ્યતા, સામ્ય, રમ્ય આકાર અથવા પ્રતિબિંબ. આ બધા શબ્દનો અર્થ પ્રતિમા જે જ થાય છે. હિન્દુ પ્રતિમાના દૈવી સત્ત્વનું સામ્ય જ માન્યું છે. હિન્દુઓના ઉચ્ચ તત્ત્વજ્ઞાનમાં દેવને નિર્ગુણ બ્રહ્મ કહ્યા છે. આ ભાવ આધ્યાત્મિક કક્ષાએ પહોંચ્યા પછી સત્ય જણાય છે, પરંતુ સામાન્ય પૂજા માટે તે યોગ્ય નથી. તેથી તે કક્ષાની સમજ માટે દેવને સગુણ કહ્યા છે અને તેજ વિશ્વના સર્જક સંવર્ધક(પષક) અને સંહારક છે. આથી દેવને માનવ આકારના બનાવવામાં આવ્યા છે. હિન્દુઓ દેવનું આહૂવાન અમુક પ્રતિમા કે જે તે દેવ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે, તેમાં આવીને દેવને વાસા કરવા વિનંતી કરે છે. આવા પ્રકારના આહવાન માટે શાસ્ત્રીય નિયમો અને મંત્ર છે. તે માટેની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આને દેવના નિવાસ માટેના અધિષ્ઠાન કે અધિવાસની વિધિ કહેવામાં આવે છે. | ભારતના મહાન વિચારકે મૂર્તિમાં દેવનું પ્રતિબિંબ માને છે છતાં પ્રાર્થનામાં તેઓ માને છે કે માળીયાન મતો મીયાન. આ વિચારની પાછળનો ભાવ એ છે કે મૂર્તિપૂજા વખતે કે તેને મૂર્તિ સિવાય બીજું કંઈ ગણતા નથી. તેની પાછળની ફિલસૂફી એમ બતાવે છે કે મનુષ્યને જીવ દેવ સાથે તાદા
મ્ય અનુભવે છે; પણ ધીરેધીરે માનવ આ અકયનો ભાવ ભૂલી ગયો છે. આ ભૂલી જવાની પ્રક્રિયાને “માયા” શબ્દથી ઓળખવામાં આવે છે અને તેથી આધ્યાત્મિક રીતે માનવ આત્મા અને પરમાત્મા વચ્ચે મેટું અંતર રહેલું છે. આથી પ્રતિમા ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ બને