________________
મૃતિવિધાન માટેનાં પદાર્થો અને એની પદ્ધતિઓ
શિવની જલાધારીઓ બનાવવામાં આવે છે, જ્યારે નપુંસક પાષાણમાંથી દેવમંદિર, રાજમહેલ વગેરે નિર્માણ કરવામાં અાવે છે.
મૂતિઓના રંગ વિશે વિચારીએ તો પ્રત્યેક મૂતિના પૃથક પૃથકુ વર્ણરંગ, શિલ્પશાસ્ત્રોમાં વર્ણવ્યા છે. કેટલાક દેવતાઓના વર્ણ સુવર્ણ રંગના છે. તે તેમની મૂતિ પીળા રંગના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. જૈન સંપ્રદાયમાં તીર્થંકર પાર્શ્વનાથને વર્ણ શ્યામ છે. તેથી તેમની મૂનિ શ્યામ રંગના પથ્થરમાંથી બનાવવામાં આવે છે. તેવી જ રીતે શિવમંદિરમાં શિવલિંગને વર્ણ શ્યામ જ હોય છે. જેમાં પ્રચલિત સોળ વિદ્યાદેવીએના વર્ણ પણ ભિન્ન ભિન્ન છે. તેથી શ્યામ, પીળા, શ્વેત પાષાણમાંથી તેમની મૂતિઓ બનાવાય છે. તેવી જ રીતે કૃષ્ણ, દુર્ગા, કાલિકાની મૂર્તિઓ પણ શિવલિંગ અને જૈન પાર્શ્વનાથની જેમ શ્યામ રંગના પાષાણામાંથી નિમિત થતી નિહાળાય છે. આમ દેવદેવીના વર્ણ મુજબ જે તે રંગના પાષાણમાંથી મૂર્તિઓ બનાવવાનો આગ્રહ શિલ્પશાસ્ત્રોમાં રાખવામાં આવ્યો છે. છતાં જે તે પ્રદેશમાં અમુક રંગના પાષાણ ઉપલબ્ધ થતા હોવાથી એવા પાષાણમાંથી મૂર્તિ બનાવવાની છૂટ પણ અપાઈ છે. આ રીતે દેવમૂતિઓ લાલ, શ્યામ, નીલ વગેરે વર્ણની બનાવાય છે. (આ) ધાતુ :
મૂર્તિશિલ્પમાં ધાતુને પ્રયોગ પથ્થર અને માટીને મુકાબલે ઓછો થયેલો જોવા મળે છે. અલબત્ત, ધાતુ શિલ્પો પણ છેક હડપ્પા સભ્યતાના કાલથી જેવા મળે છે, પણ ત્યારબાદ એના નમૂના ઈ. પૂ ૧લી સદીથી અત્યાર સુધી સિલસિલાબદ્ધ મળે છે.
ધાતુ-શિલ્પ બનાવવાની પદ્ધતિનું “ભાનસાર” અને “અભિલષિતાર્થ– ચિંતામણિ (માનસોલ્લાસ)” જેવા ગ્રંથોમાં વર્ણન મળે છે. આ પદ્ધતિને “મધુરિઝલ્ટ વિદ્યા” કહેવામાં આવતી. આમાં મધુરિ૭ષ્ટમીણ)માં અભિપ્રેત શિલ્પ હાથથી ઘડવામાં આવતું. ત્યાર પછી તેના પર માટીનું જાડું પડ ચડાવી તેને તપાવતાં તેની અંદરનું મીણ પીગળીને ને કળી જતાં અંદર મીણના શિ૯૫ના ઘાટનું પિલાણ બનતું. એમાં ગરમ ધાતુ રેડીને ઠારતાં અંદર ધાતુ શિલ્પ તૈયાર થતું. માટીના બીબા કે સાંચાને તોડીને શિ૯૫ બહાર કાઢી લેવાતું અને તેને જરૂરિયાત મુજબ ઓપ અપાતો. આવા પ્રકારનાં ઢાળેલાં ધાતુ શિપનું વજન ઘટાડવા માટે મીણની વચ્ચે માટીને એક અણધડ લેફ્ટ રાખવામાં આવતો. આથી સાંચો પકવતી વખતે મીણું પીગળી જાય ત્યારે ભેદ પાકીને સાંચામાં યથાવત રહી