________________
૩૮ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે જતો. સાંચામાં ધાતુને ઢાળતાં આ પકવ લદા જેટલી જગા કેરી રહેતી. આ રીતે ધાતુ પણ ઓછી જોઈતી અને શિલ્પનું વજન પણ ઘટતું. આમ ભારતીય ધાતુ શિલ્પમાં છેક પ્રાચીન કાલથી “ઘન” (નકકર) અને “સુષિર” (પલાં) એવા બે પ્રકાર નજરે પડે છે. આ પદ્ધતિએ એક સાંચાથી કેવળ એક શિ૯૫ જ તૈયાર થઈ શકતું. આ કામમાં નિપુણ કલાકારો અને કારીગરો રોકાયેલા હતા. દક્ષિણમાં ૧ ફૂટ થી ૫ ફૂટ ઊંચી મૂતિઓ મોટા મંદિરોમાં ખાસ કરીને વાર્ષિક ઉત્સવો વખતે નીકળતી દેવયાત્રામાં લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી. આથી તે મંદિરની સેવ્ય પ્રતિમાઓ કરતાં જુદી હતી. મંદિરની સેવ્ય પ્રતિમાઓ હંમેશા પાષાણ કે કાષ્ઠની બનેલી રહેતી. એ મોટા કદની વજનદાર મૂતિઓ દેવયાત્રામાં લઈને ફરવા માટે અગવડરૂપ બનતી, જ્યારે ધાતુ-પ્રતિમાઓ અને મુકાબલે સગવડભરી હતી. ખાનગી ઘરમાં ઉપાસના માટે અનેક પ્રકારની નાની નાની ધાતુમૂર્તિઓ બનતી હતી.
શિલ્પ બનાવવામાં ધાતુને પ્રયોગ છેક આદ્ય ઐતિહાસિક કાલથી થતે જોવા મળે છે. મહેજો-દડેમાંથી મળેલી કાંસાની નતિકા એનું ઉદાહરણ છે.
પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈમાં સુરક્ષિત તીર્થંકર પાર્શ્વનાથની કાંસ્ય પ્રતિમા ઐતિહાસિક કાલની સૌથી પ્રાચીન પ્રતિમા છે. તેનો સમય ઈ. પૂર્વે ૧લી સદીને આંકવામાં આવ્યું છે. ચીસા( જિ. શાહાબાદ, બિહાર)માંથી મળેલા અને પટને મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયેલાં ધાતુશિલ્પોમાં એક ધમચક્ર, એક કલ્પવૃક્ષ અને ૧૬ જૈન તીર્થંકરની મૂર્તિઓને સમાવેશ થાય છે. પટનામાંથી મળી આવેલ શિવ પાર્વતીની સુવર્ણ એપિત મતિ પણ નોંધપાત્ર છે. શિવે મસ્તક પર ઉષ્ણીષ ધારણ કરેલ છે. આ શિ૯૫ ઈસુની બીજી સદીનું મનાય છે. નાગાજુનીકેડામાં થયેલા ઉખનનમાંથી મળી આવેલ કાર્તિકેયની મૂર્તિ અને ગંધારમાંથી ચોથી સદીના પૂર્વાર્ધની બનેલી એક બુદ્ધ-મૂતિ આનાં ઉદાહરણ છે. | ગુપ્તકાલ દરમ્યાન નિર્માણ પામેલી મૂર્તિઓમાં બર્લિનના મ્યુઝિયમમાં સુરક્ષિત વિષ્ણુની પ્રતિમા, સુલતાનગંજ (બિહાર)માંથી મળેલી અને હાલ બમિગહામ મ્યુઝિયમ (ઈગ્લેંડ)માં સુરક્ષિત બુદ્ધની પ્રતિમા, સિંધના મીરપુર ખાસમાંથી મળેલી અને કરાંચી મ્યુઝિયમમાં સુરક્ષિત બ્રહ્માની મૂતિ, અકોટામાંથી મળેલી જીવંતસ્વામી અને ઋષભદેવની પ્રતિમાઓનો વિશેષ નિદેશ કરી શકાય, ઉત્તર કાલમાં દક્ષિણ ભારતમાં દેવભૂતિઓને ધાતુમાં ઢાળીને બનાવવાને વ્યાપક પ્રચાર થયો. મધ્યકાલમાં ભક્તિમાર્ગને પ્રભાવ વધતાં ઘેર ઘેર મૂર્તિપૂજા થવા લાગી ? તેની સાથે પણ ધાતુમૂતિઓ વ્યાપકપણે બનવા લાગી.