________________
મૂર્તિવિધાન : દેહમાન અને અં-ઉપાંગ
રખાય છે. આંખની લંબાઈ ૩ આંગળ અને પહોળાઈ ૨ આગળ હોય છે. આંખની કીકીઓ એથી ત્રીજા ભાગની હોય છે. કાનની ઊંચાઇ ૪ આંગળ અને પહોળાઈ ૩ આંગળ રાખવામાં આવે છે. હથેળીની લંબાઈ ૭ આંગળ, અંગુઠાની લંબાઈ ૩ આંગળ, તથા મોટી આંગળીની લંબાઈ છ આગળ રખાય છે. અંગુઠામાં માત્ર બે સાંધા અને બાકીના આંગળામાં ત્રણ ત્રણ સાંધા રખાય છે. પગને ઉપરનો ભાગ ૧૪ આંગળ, અંગુઠો બે આંગળ, તજની ૨૩ આગળ અનામિકા ૧ તથા ટચલી આંગળી ૧ આંગળ જેટલી હોય છે.
સ્ત્રી સ્મૃતિઓ મુખ્યત્વે પુરુષ કરતાં એક અંશ એટલે કે ત્રણ આગળ નીચે રાખવાનું સૂચન છે. ટૂંકમાં પુરુષ મૂતિ કરતાં સ્ત્રી સ્મૃતિ માપમાં એક અંશ નાની રાખવામાં આવે છે. બાકી બીજી બધી રચના પુરુષવત કરવામાં આવે છે. પણ સ્ત્રીઓના વક્ષ:પ્રદેશમાં બાર આગળનો પરિઘવાળાં બે સ્તન બનાવવા માટે શાસ્ત્રકારોએ સૂચવ્યું છે. સ્ત્રી સ્મૃતિને પણ સરખાં નવ ભાગ પાડી, ઉપર જણાવ્યા મુજબ અવયવોની કલ્પના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે બેઠી. સતી કે ક્રીડા યા તે નૃત્ય કરતી મૂતિઓમાં વિકૃતિ ન આવે તેવી રીતે સુંદર અને સૌમ્ય રૂપવિધાનવાળી કરવી જોઈએ. આમ, લોકકલ્યાણ સાથે આત્મકલ્યાણને સાધવા પ્રભુનું સ્વરૂપ ભવ્ય અને મનોહર બતાવવા શાસ્ત્રકારોએ સૂચવ્યું છે. આસને (પટ્ટ-૨)
આસનને સામાન્ય અર્થ બેસવું અગર બેસવાનું સાધન એવો થાય છે. મૂતિ વિન્યાસમાં આસનો મહત્વનું સ્થાન ધરાવે છે. આસન બનાવવામાં સમસ્ત શરીરને ઉપયોગ થાય છે. તેમાં હાથ પગ, આંગળીઓ વગેરેને નિયમબદ્ધ વાળવાની હોય છે. જુદા જુદા ગ્રંથકારોએ મૂર્તિ એ માટે કેટલાંક આસનો જ સુચ્યાં છે. પદ્માસન
ખાસ કરીને આ આસન બેઠી પ્રતિમામાં વપરાય છે. બે પગની એડીઓ સામસામી જાંઘના મૂળને અડાડી પલાંઠી વાળી બેસવાથી પદ્માસન થાય છે. મોટા ભાગની બૌદ્ધ અને જૈન મૂતિઓ આ આસનમાં કંડારેલી હોય છે. યોગાસન :
ગ સાધના કરવા ભેગી જે આસન જમાવે છે તેવું પદ્માસનને લગભગ મળતું જ આ આસન છે. બંને પગ જધાની નીચે દબાવી પલાંઠી વાળતાં બંને હાથે ખેાળામાં ઉપરાઉપરી રાખવામાં આવે તેને “ગાસન” કહે છે. જૈન તીર્થ