________________
૧૪ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
પાનિ” શબ્દનો ઉલ્લેખ થયેલ છે. તેનો સાદો સીધો અર્થ દેવમતિ થઈ શકે.
ઉપર્યુક્ત મદ્રા, સિક્કાઓ, શિલ્પ તેમજ શિલાલેખેના નિદેશે પ્રાચીન ભારતીય મૂર્તિકલા છેક હડપ્પાકાલથી પ્રચલિત હતી, વેદ અને વેદોત્તરકાલમાં યજ્ઞાદિ કર્મકાંડોના સમયમાં તેનું મહત્વ ઘટી ગયું હતું, પરંતુ લોકકલારૂપે તે ચાલુ હતી અને સુંગકાલથી કર્યેથી તે પૂરા જોરથી પ્રચલિત બની હોવાની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે.
પરિશિષ્ટ
જુદા જુદા ધર્મોમાં મૂર્તિપૂજાનું સ્વરૂપ :
હિંદુ ધર્મની વિભિન્ન શાખાઓના કેન્દ્રમાં કોઈને કોઈ એક ઈષ્ટદેવ હાય છે, જેની વિશિષ્ટતાને કારણે ઉપાસકેએ પિતપતાને વિશિષ્ટ સંપ્રદાય સ્થાપિત કર્યો છે. વૈષ્ણવધર્મ : - વૈષ્ણવ ધર્મમાં વિષ્ણુ સર્વોપરિ દેવ તરીકે પૂજાય છે. પ્રાચીન ઋષિઓએ વૈદિક વિષ્ણુની ક૯૫ના એક વ્યાપક દેવ વિભૂતિના રૂપમાં કરી. વેદના વિણ એક પુરાતન એવું સર્વવ્યાપી સ્વરૂપ છે. બ્રાહ્મણગ્રંથમાં વિષ્ણુ અધિદેવ બનતા જાય છે. ઉપનિષદમાં વિષ્ણુનું દેવાધિદેવત્વ પૂર્ણ રૂપે પ્રતિષ્ઠિત થયું છે. સુત્રગ્રંથ અનુસાર સપ્તપદીમાં વિષ્ણુનું જ એકમાત્ર આદુવાન વિહિત છે. મહાભારત કાલમાં વિષ્ણુનું સર્વશ્રેષ્ઠ અધીશ્વરત્વ વાસુદેવ-વિષ્ણુની કલ્પનામાં સમાયેલ છે. વૈષ્ણવ ધર્મના પાંચરાત્રોમાંના ચતુર્વ્યૂહ સિદ્ધાંતમાં વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અને અનિરુદ્ધ એ ચાર વ્યુહ દર્શાવ્યા છે. ભાગવત ધર્મમાં વાસુદેવકૃણભક્તિને પ્રસાર થયો છે.
વિષણુની પૂજાની વિધિનાં જે અનેક અંગે પ્રચલિત છે તેને “ઉપચાર” કહે છે. દેવપૂજા પંચોપચાર, દશેપચાર કે ષોડશોપચારથી કરવામાં આવે છે. પંચોપચાર પૂજા ગંધ, પુષ્પ, ધૂપ, દીપ ને નૈવેધથી કરાય છે અને તે વ્યાપકપણે પ્રચલિત છે.