SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મૂતિવિધાન કલા અને શાસ્ત્ર અનુભવે છે. આમ કલાકૃતિના આવિભવમાં એક પ્રકારના આદાન-પ્રદાનની પ્રક્રિયા રહેલી છે. લલિત કલા : પ્રકૃતિ એ ઈશ્વરી રચના છે. એ રચનામાં મનુષ્યને પ્રત્યક્ષ યા પરોક્ષ, સહેતુક યા અહેતુક જરાયે ભાગ નથી. જ્યારે કલા એ માનવીય રચના છે. માનવે અંતરિત કામના કે દૂરદષ્ટિથી વિચાર કરી હેતુપૂર્વકનું જેમાં આયોજન કર્યું છે તે કલા. મનુષ્યની મનોકામના બે પ્રકારની હોય છે. એક સાંસારિક જરૂરિયાતો પૂરી પાડવાની એટલે કે અહિક જીવનને સુખ આપવાની એષણ. આ કાર્ય ઉપયોગી કલાને કૌશલ (applied arts and crafts) દ્વારા સધાય છે. બીજા પ્રકારની એષણામાં તે પોતાના અંતરાત્માને સંતોષવા તરફ પ્રવૃત્ત થાય છે, અને આ કાર્ય લલિતકલા (fine arts) દ્વારા સધાય છે. પ્રાચીન ભારતમાં “કલા કે શિલ્પ” શબ્દ બધી કલાઓ માટે પ્રયોજાતો હતો. પશ્ચિમી શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ભારતમાં પણ (૧) ઉપયોગી કે સામાન્ય કલા અને (૨) લલિતકલા એવા બે વર્ગોમાં પ્રાચીન ભારતીય કલાઓનું વગીકરણ કરવામાં આવ્યું છે. ઉપગી કલાઓમાં સુથારીકામ, સોની કામ, લુહારીકામ, દરજીકામ, રત્નપરીક્ષાકામ, રાંધણકલા વગેરે જીવનપયોગી કલાઓને સમાવેશ થતો. આ સિવાય સૌન્દર્યની અનુભૂતિ અને આનંદ પ્રાપ્તિ કરાવતી કલાઓ છે “જે અનુભૂત સૌન્દર્યના પુનનિર્માણથી આપણે આત્માનો વિકાસ થાય, મનને આનંદ થાય અને આપણી ચેતના જાગ્રત થાય એને લલિતકલા કહેવામાં આવે છે” સિડની કેવિને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને કાવ્યને લલિતકલાઓમાં સમાવેશ કર્યો છે, જ્યારે કેટલાક વિદ્વાને એમાં નૃત્ય અને નાટયને પણ ઉમેરે કરે છે. લલિતકલાઓને (૧) રૂપપ્રદ કે આકારપ્રદ કલાઓ (shaping arts) અને (૨) શાબ્દિક કલાઓ (speaking arts) એવા બે ઉપવિભાગોમાં વહેંચવામાં આવે છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, નૃત્ય, અને નાટય એ રૂપમદ કલાઓ છે, જ્યારે સંગીત અને કાવ્ય એ શાબ્દિક કલાઓ છે. આમ લલિતકલાના કુલમાં શિલ્પકલા એ રૂ૫પ્રદ કલા છે. પ્રાચીન ભારતમાં સ્થાપત્ય સાથે એને સંબંધ સંગીન રહ્યો છે. કેટલાંક શૈલગ્રહો અને મંદિરમાં એને યોગ સ્થાપત્ય અને ચિત્રકલાની સાથે સુમેળપૂર્વક થયેલ જોવામાં મળે છે.
SR No.023337
Book TitleBharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Original Sutra AuthorN/A
AuthorJ P Amin
PublisherUniversity Granthnirman Board
Publication Year1982
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy