________________
પ્રકાશકનું પુરોવચન
ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની યેજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતી અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૭થી આ પેજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. '
આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકે અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠ્યપુસ્તકે અને સંદર્ભ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
આ યોજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્ર આપવાની વ્યવસ્થામાં “ભારતમાં મૂર્તિપૂજની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે' પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમે એ વાતે થાય છે કે પુસ્તકના લેખક કે. જે. પી. અમીન આ વિષયના જ્ઞાતા છે અને એમણે પિતાનાં જ્ઞાન અને અનુભવનો લાભ વિદ્યાથીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ ડો. પી. સી. પરીખનો આભાર માનું છું.
આ ગ્રંથ એકલા વિદ્યાર્થીઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે અને એ બધાંને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેડ, ગુજરાત રાજ્ય, અમદાવાદફેબ્રુઆરી, ૧૯૮૨
જે. બી. સેંડિલ
અધ્યક્ષ