________________
પ્રસ્તાવના
ભારત ધર્મપ્રાણ દેશ છે, અને એમાં મૂર્તિપૂજાનું વિશિષ્ટ મહત્વ ધરાવે છે. એટલે પૂજન માટેની મૂતિઓ બનાવવા માટેના વિશિષ્ટ સિદ્ધાંત ઘડાયા છે અને મૂતિવિધાન બહુધા એ સિદ્ધાંત ચર્ચતાં શાસ્ત્રોને આધારે થાય છે. પ્રસ્તુત પુસ્તિકામાં મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા, મૂતિવિધાનની કલા અને તેની ચર્ચા કરતાં શાસ્ત્રો, સાંસ્કૃતિક ઈતિહાસના સાધન તરીકે મૂતિવિધાનનું મહત્વ, મૂતિવિધાન માટેના પદાર્થો અને એની પદ્ધતિઓ, મૂતિઓનાં દેહમાન, અંગઉપાંગ, દેહભૂષા, આયુધ, ઉપકરણે, વાહનો,વગેરેની સંક્ષેપમાં ચર્ચા કરવામાં આવી છે અને અંતે મૂતિવિધાન માટેની ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય પરંપરાઓ વચ્ચેનો ભેદ દર્શાવતું પરિશિષ્ટ આપ્યું છે. લખાણના સ્પષ્ટીકરણમાં અતિ આવશ્યક ચિત્રાંકને પણ આપ્યાં છે. છેલ્લે વિદ્યાથીઓ અને જિજ્ઞાસુઓને ઉપયોગી થાય તે માટે સંક્ષિપ્ત સંદર્ભગ્રંથસૂચિ આપી છે.
ભારતીય સંસ્કૃતિ વિષયના અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે હિંદુ મતિવિધાન, બૌદ્ધ ભૂતિવિધાન, અને જૈન “મતિવિધાન” નામનાં ત્રણ અલગ પુસ્તકે પ્રગટ થયાં છે. એ ગ્રંથમાં નહિવત કે સંક્ષેપમાં આવતા કેટલાક મુદ્દાઓને આ પુસ્તિકામાં વિસ્તારથી રજૂ કર્યા છે. આથી ઉપર્યુક્ત ત્રણ ગ્રંથ સાથે અંકેડારૂપે આ પુસ્તિકા સામેલ થતાં ભારતીય સંસ્કૃતિના વિદ્યાથીઓ ઉપરાંત જિજ્ઞાસુઓને પણ આ પુસ્તિકા ઉપયોગી નીવડશે.
આ પુસ્તિકા તૈયાર કરવામાં સલાહસૂચન અને જરૂરી માહિતી પૂરી પાડવા માટે ભે. જે. વિદ્યાભવનના ડિ. હરિપ્રસાદ શાસ્ત્રી તેમજ ડે. ભારતીબેન શેલતને, ખંભાત કેલેજના છે. સી. એમ. દેસાઈને અને પુસ્તિકાનું પરામર્શન કરી પ્રકાશનક્ષમ કરી આપવા માટે ભે. જે. વિદ્યાભવનના અધ્યક્ષ અને આ ગ્રંથના પરામશક શ્રી. ડૉ. પ્રવીણભાઈ પરીખને હાર્દિક આભાર માનું છું. આ પુસ્તિકાના લેખનની કામગીરી મને સોંપવા બલદ હું યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને તેના અધ્યક્ષ શ્રી સેડિલ સાહેબનો આભારી છું. ખંભાત
જે. પી. અમીન કે વતન : સંડેર, તા. પાટણ, જિ. મહેસાણા
ભારતીય સંસ્કૃતિ વિભાગ મકર સંક્રાંતિ, વિ. સં. ૨૦૩૮
આર્સ, કેમર્સ–સાયન્સ કોલેજ (તા. ૧૪-૧-૧૯૮૨)
ખંભાત
અધ્યક્ષ