________________
મૃતિવિધાન : દેહભૂષા, ઉપકરણે વાહને વગેરે
આમાં નીચેનાં આયુધોનો સમાવેશ થાય છે: ચક :
ચક્ર એ લાક્ષાણિક રીતે વિષ્ણુનું આયુધ છે. તે દુર્ગાના હાથમાં પણ હોય છે. મતિમાં તેનું બે પ્રકારે કલાવિધાન થયેલું જોવા મળે છે. પહેલા પ્રકારમાં ચક્ર રથ કે ગાડાના પડા જેવું આરા અને ધરી સહિત હોય છે. અને પૈડાની જેવી તેની પટ્ટી હોય છે. બીજા પ્રકારમાં તે સુશોભન યુક્ત હોય છે. તેમાં ચક્રના આરા કમળની પાંદડી જેવા કરવામાં આવે છે, જેથી ચક્રને. અંદરનો ભાગ ખીલેલા કમળ જેવો દેખાય છે. ચક્રની ઉપરના ભાગ રત્નથી સુશોભિત કરવાં આવે છે. ચક્ર દુમિનેને કાપીને મારી નાંખવા માટે વપરાય છે. મદા :
ગદાને આકાર નીચેથી સામાન્ય હાથા જેવો અને છેડા આગળથી મોટા. ગોળાકારવાળા હોય છે. તે ખાસ કરીને લાકડામાંથી બનાવવામાં આવે છે. મૂર્તિઓના હાથમાં ગદા પાંચે આંગળીઓથી પકડેલી હોય છે અને કવચિત ગદા જમીન પર ટેકવેલી હોય છે. મૂતિને એક હાથ તેના ઉપર ટેકવેલો હોય છે.. ગદાનો ઉપયોગ દુશ્મનને સમીપથી મારવા માટે થાય છે. વિષણુની ગદાનું નામ કૌમાદકી છે. ઘણીવાર ગદાને રત્ન અને સુવર્ણથી અલંકૃત કરેલી હોય છે. શારંગ :
શારંગ એ એક પ્રકારનું ધનુષ્ય છે. ખાસ કરીને તે હાડકામાંથી બનાવવામાં આવે છે. વિષ્ણુનાં જુદાં જુદાં આયુધ પૈકીનું તે એક મનાય છે.
શૂલ :
શૂલને ત્રિશળ પણ કહે છે. તે મહાદેવનું માનીતું આયુધ છે. ત્રણ ફણવાળો ભાલ હોય તેવું તે બનાવવામાં આવે છે.
ખવાંગ :
આ એક ગદા પ્રકારનું આયુધ છે. તે હાથ કે પગના હાડકાનું બનેલું હોય છે. અને તેની ઉપરના ભાગમાં મનુષ્યની ખોપરી હોય છે. પ્રાચીન કાળમાં અસ્થિનાં આયુધો વપરાતાં હોવાને આ સ્પષ્ટ પુરાવો છે. શિવ, કાલિ, ક્ષેત્રપાલ, ભૈરવ વગેરે તામસી પ્રકૃતિવાળાં દેવદેવીઓ તેને ખાસ કરીને ધારણ કરે છે.