________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા સાહિત્યિક પ્રમાણે ?
ઉપલબ્ધ સાહિત્યમાં પ્રાચીનતમ સાહિત્ય તરીકે વેદોને સ્વીકારવામાં આવે છે. વૈદિક સંહિતાઓમાં ભૌતિક સામગ્રીમાંથી બનાવેલ શિલ્પના ઉલ્લેખ મળે છે. પરંતુ હજુ સુધી વેદ સંહિતાઓના કાલ (આશરે ઈ. સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦)ના કોઈ નમૂના ઉપલબ્ધ થયા નથી.
પ્રાચીનતમ વેદ ઋગ્રેદમાં “રૂપશિ૯૫)-નિમણના ઘણા ઉલ્લેખ આવે છે. ભારતીય શિલ્પ સ્થાપત્યના મુખ્ય પ્રણેતા “વિશવકમ” નામે ઓળખાયા છે. ભવન-પ્રાસાદેનું તેઓ નિર્માણ કરે છે. કદમાં તેઓ તેથી “ભૌવન-વિશ્વકર્મા કહેવાયા છે. તેઓ જ રૂ૫-નિર્માણનું કામ કરનાર “ત્વષ્ટા” તરીકે ઓળખાયા છે. તક્ષણકાર્ય (કોતરકામ) દ્વારા વિવિધ રૂપોનું નિર્માણ કરે છે. ઈન્દ્રને પણ “ત્વષ્ટા” તરીકે ઓળખાવ્યા છે. તેમના સંબંધમાં કહ્યું છે કે તેઓ પિતાની માયા(શક્તિ) વડે અનેક રૂપનું નિર્માણ કરે છે. “વધ કિ” કાષ્ઠ-શિલ્પી છે. કર્માર-લુહારને પણ વેદમાં ઉલ્લેખ છે.
આ ધંધાકીય શ્રેણીઓના ઉલ્લેખે વેદના સમયમાં વિકાસ પામેલી શિલ્પ-કલાને ખ્યાલ આપે છે. કલા અને ઉદ્યોગ માટે તે સમયે શિલ્પ” શબ્દ પ્રચારમાં હતો. સૌન્દર્યની અધિષ્ઠાત્રી દેવી “શ્રી” નામે ઓળખાતી. એની સખી હતી “લક્ષ્મી'. એ બન્ને મળીને જે દેવીનું સ્વરૂપ વિકાસ પામ્યું તે “શ્રી-લક્ષ્મી’. આ દેવી ભારતીય કલાના મૂર્ત સૌન્દર્યની અધિષ્ઠાત્રી હતી. આ દેવીની પૂજા અને માનતા વૈદિક યુગથી આજ સુધી ચાલુ રહેલ છે. પદ્મહસ્તા પવિની કે ગજલક્ષ્મી રૂપે એ આજે દીપાવલીના અવસર પર પૂજાય છે.
મૂર્તિના ઉલ્લેખ ઋગવેદમાં અવારનવાર થયા છે. દા. ત., આ મારા ઇન્દ્રને દશ ગાયોથી કોણ ખરીદશે ? (૪, ૨૪, ૧૦). ઈન્દ્ર, હું તમને મોટી કિંમતથી પણ નહિ આપું (વેચું), ભલે કેાઈ સો, હજાર કે દશ હજાર કેમ ન આપે ? (૮, ૧, ૫), આ પરથી ઇન્દ્રની મૂર્તિ બનતી હોવાની સંભાવના જણાય છે. ઈન્દ્ર મરુત વગેરેની મૂર્તિ પૂજા માટે નહીં પણ ઉત્સવમાં વિશિષ્ટ પ્રયોજન માટે બનતી હશે. મૂર્તિ બનાવવાની પ્રક્રિયા જાણતી હોવાનું જણાય છે. દા. ત., “જે વિરૂપ ઘન પદાર્થ છે, તેમાંથી સુંદર મૂર્તિ બનાવો” (ઋવેદમાં ૪, ૨૮, ૫; અથર્વવેદ ૪, ૨૭, ૬). સુંદર રીતે ઘડાયેલી મૂતિને “સંદેશ” કહેવામાં આવતી. “ન સંદશે તિતિ રૂપ ગણ્ય ન વક્રુષા ઘરથતિ નૈન (એનું રૂપ કેઈપણ મૂર્તિના ક્ષેત્રમાં રહેલું નથી, તેનો આકાર સ્કૂલ ચક્ષુથી કાઈપણ