________________
૫૪
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને પ્રતિવિધાનનાં લક્ષણે
આભંગ
જે મૂતિ સીધી પણ માથાના ભાગ આગળથી સહેજ જમણી બાજુ મૂકેલી અર્થાત માથા પાસેથી થોડી વાંકી અને કટી પાસેને ભાગ નહીં જેવો બાજુ વળેલો હોય તે આભંગવાળી મૂતિ કહેવાય છે. બોધિસત્વ, ઋષિઓ, મુનિઓ અને ધાર્મિક મનુષ્ય, સેવા વગેરેની મૂર્તિ મુખ્યત્વે આમંગમાં હોય છે. ત્રિભંગ
સામાન્ય રીતે છાતી, નાભિ, અને પગને ઘૂંટણ પાસેથી એમ શરીરમાં ત્રણ સ્થળે ઝૂકેલી કમળદંડ જેવી ભારથી લચેલી અગ્નિ જવાળા જેવી વળાંક લેતી મૂતિને ત્રિભંગ મતિ કહેવામાં આવે છે. ખાસ કરીને યુગલ મૂતિઓમાં આવા ત્રિભંગે જોવા મળે છે. ત્રિભંગ મૂતિઓમાં કલા સૌષ્ઠવ વિશેષ ખીલેલું જોવા મળે છે. મૂર્તિ જે વાંકી હોય તો તેના વિધાનમાં વિરૂપતા આવે છે. પણ મૂર્તિના કેટલાંક અંગેના વળાંકે સ્વયં મૂર્તિના લાલિત્યમાં સૌદર્યમાં કે ભાવ નિર્દેશનમાં જે અદ્વિતીય આકર્ષણ સાધી ઉત્કૃષ્ટ લાવણ્ય વ્યક્ત કરતાં હોય તો તેને ત્રિભંગી કે લલિતભંગીવાળી મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. મૂર્તિઓમાં આ ભંગ વધુ જણાય છે. અસરાઓ, કામકેલિના પ્રસંગે તથા નૃત્યના કેટલાક પ્રસંગે ત્રિભંગમાં જોવા મળે છે. અતિભંગ અતિભંગમાં ત્રણ કરતાં વધુ અવયમાં વળાંક સંભવી શકે છે. જે મૂર્તિમાં વધુ મરેડ હોય, વધુ વળાંકે હોય કે જેનાં અંગે ઘણાં જ મૂકેલાં હોય, તેવી મૂર્તિને અતિભંગવાળી કહેવામાં આવે છે. શિવનું તાંડવ નૃત્ય, અસરાઓનાં કેટલાંક નૃત્ય અને યુદ્ધ કરતી મૂનિઓ ખાસ કરીને અતિભંગવાળી બનાવવામાં આવે છે. (ઉ) મુદ્રાઓ પટ્ટ-૩)
મૂતિશાસ્ત્રમાં મુદ્રાઓનું સ્થાન અનોખું છે. દેવોના હાથની કેટલીકવાર જુદી જુદી મુદ્રાઓ હોય છે. આ મુદ્દાઓ સંકેતસૂચક હોય છે. હસ્તની કેટલીક મુખ્ય મુદ્રાઓ આ પ્રમાણે છે: