________________
મૂતિ વિધાનઃ દેહભૂષાં, ઉપકરણ વાહને વગેરે મુરલી બંસી)
મુરલી સાધારણ રીતે વાંસની હોય છે, તેનું અપરના વેણ કહેવામાં આવે છે. તેની અંદર સપ્ત સ્વરે માટે નાનાં નાનાં સાત છીદ્ર પાડેલાં હેવાથી તેમાંથી તેમાંથી જુદા જુદા સ્વર ઉપજાવી શકાય છે. શ્રીકૃષ્ણને તે વધુ પ્રિય હોઈ તેમને મુરલીધર, બંસીધર કે વેણુગોપાલ પણ કહેવામાં આવે છે.
ડમરુ
બંને બાજુએથી પહેલું અને વચ્ચેથી સાંકડું લાકડાનું બનાવવામાં આવતું હોઈ તેની ઉપર નીચે ચામડું મઢવામાં આવે છે. વચ્ચે જાડી ગાંઠવાળી દેરીઓ લટકાવવામાં આવે છે. તેના અથડાવવાથી અવાજ આવે છે ભૂતપ્રેતના આવાહનમાં કે તેને પ્રસન્ન કરવામાં આ વાદ્ય ખાસ કરીને વપરાય છે. મહાદેવનું તે પ્રિય વાદ્ય છે. ૪. પ્રાણી :
ચોથા પ્રકારનાં આયુધોમાં છવ-પ્રાણીઓનો સમાવેશ થાય છે. કેટલીક દેવ-દેવીઓની મતિઓમાં પશુઓ અને પક્ષીઓ પણ હોય છે. શિવ તેમના હાથમાં મૃગ ધારણ કરે છે. તેમના પુત્ર સુબ્રહ્મણ્યના હાથમાં કુક્કટ હોય છે. પિપટ અને પતંગિયુ દુર્ગા જેવી દેવીઓના હાથમાં હોય છે. શિવની સૌથી પ્રાચીન મૂતિ જે ગુડીમલમના લિંગ ઉપર અંકિત છે તેના હાથમાં ઘેટું છે. ત્યાર પછીની મૂતિઓમાં મૃગ જણાય છે. ઘેટાને તેના પાછળના પગથી પકડવામાં આવે છે અને તેનું મસ્તક નીચે લટકતું દર્શાવવામાં આવે છે. કેટલાક દેવદેવીઓની મૂતિઓમાં નેળિયે, સાપ પણ ધારણ કરેલા જોવા મળે છે. શિવના ગળામાં સપ ધારણ કરેલ હોય છે. માતૃત્વના સૂચક બાળકને પણ કેટલીક સ્ત્રીમૂર્તિમાં દર્શાવવામાં આવે છે.
ઉપર્યુક્ત આયુધ ઉપરાંત આયુર્ધામાં છરી, ભુસંડી, કતિકા, શીંગડું, ભાલે, સૂચિ, યોગમુદ્રા, કળશ, ભિંડમાલ, તલવાર, ફળ, યંત્ર, દ્રવ્ય, કાતર, દંત. કુંત, ભેરી, મૃદંગ, વગેરેનો સમાવેશ થાય છે. વાહને :
દેવદેવીઓનાં પોતપોતાના નિશ્ચિત વાહનો છે. આ વાહનને કારણે મૂતિને સરળતાથી ઓળખી શકાય છે. જેમ કે જૈન તીર્થકરોની બધી જ મૂતિઓ દેખાવમાં એક સરખી હોય છે. પરંતુ મૂર્તિના લાંછન પરથી જ ખ્યાલ આવે છે