________________
G
,
મૂતિવિધાનઃ દેહભૂષા, ઉપકરણે વાહન વગેરે
આમાં ભદ્રપીઠ, પદ્મપીઠ અને મહામ્મુજપીઠ દ્રવિડ અને ઉત્તર પ્રદેશ એમ બંને પરંપરાની મૂર્તિઓમાં જોવા મળે છે. (૪) મૂર્તિઓમાં ભાવદર્શન :
મૂતિઓના કલાવિધાનમાં ભાવપ્રાગટય મહત્વનું સ્થાન ધરાવે છે. દરેક મૂતિ અમુક એકજ ભાવને અનુલક્ષીને બનાવવામાં આવતી નથી, પરંતુ જેવી. મૂતિ તેવા ભાવ અને રસદર્શન કરાવવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે.
આદશ મૂતિ–વિન્યાસની સાથે રસ અને ભાવનું નિદર્શન પણ ખાસ જરૂરી છે. સામાન્ય રીતે મૂતિઓનાં મુખ પ્રસન્નવદન અને સૌમ્ય બનાવવાનું શાસ્ત્રકારોએ સૂચવ્યું છે, છતાં કેટલીક મૂર્તિઓમાં મુખ ઉપર જુદા જુદા ભાવો. અભિવ્યક્ત કરવાની ખાસ જરૂર રહે છે. જેમકે નૃસિંહની મૂર્તિ રૌદ્રભાવ વ્યક્ત કરતી બનાવવામાં આવે છે, જયારે લક્ષ્મીનારાયણ, બ્રહ્મા-સાવિત્રી અને ઉમામહેશ્વર જેવી આલિંગન મૂતિઓમાં શૃંગારભાવ વ્યક્ત કરતી બતાવાય છે. તેવી. જ રીતે હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરતી વરાહની મૂર્તિ માં કે દત્યને સંહાર કરતી મહિષમર્દિનીની મૂર્તિમાં ભયાનક ભાવ જ અપેક્ષિત છે. તેવી જ રીતે તપપ્રધાન ગીઓ, ઋષિમુનિઓ અને તીર્થંકરની મૂર્તિઓમાં શાંતભાવ વધુ ઉદ્દીષ્ટ છે..