________________
૪૮ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે અંગનામ
તાલ
અંગુલ કેશાંત મુખ
વક્ષ પ્રદેશ ઉદર નાભિની ગુહ્ય
જાનું
જાધ
પદ
સંક્ષેપમાં જોઈએ તે લલાટના મધ્યભાગથી હડપચીને નીચેના ભાગ સુધી ૧ તાલ, કંઠના ભાગથી વક્ષ:સ્થળ સુધી ૧ તાલ, નાભિ ૧ તલ, નાભિથી નિતંબ ૧તાલ, નિતંબથી ઘૂંટણ ૨ તાલ, અને ઘૂંટણથી પગનું તળિયું ૨ તાલ રખાય છે.
એજ પ્રમાણે મસ્તકથી લલાટ વચ્ચે ૧ અંશ, ઘૂંટણ ૧ અંશ તથા પગ ૧ અંશ રાખવામાં આવે છે.
પહોળાઈને વિચાર કરીએ તો મસ્તક ૧ તાલ, કંઠ ૨૩ અંશ, એક ખભાથી બીજા ખભા સુધી ૩ તાલ, વક્ષસ્થળ ૬ અંશ, ઉદર ૫ અંશ, નિતંબ ૨ તાલ, ઘૂંટણ ૨ અંશ તથા પગ ૫ અંશ રખાય છે.
ઉત્તમ નવતાલ પ્રમાણે મૂર્તિના હાથની લંબાઈના પણ ભાગ પાડવામાં આવ્યા છે. જેમકે ખભાથી કેણી ૨ તાલ, કોણીથી મણિબંધ ૬ અંશ, હથેળી ૧ તાલ રાખવામાં આવે છે. એ જ પ્રમાણે પહોળાઈમ છાતીના મૂળ આગળને ભાગ ૨ અંશ, કેણ ૧૩ અંશ, મણિબંધ ૧ અંશ હોય છે.
મૂર્તિનું મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવે છે, જેમ કે લલાટના મધ્યથી આંખ સુધી, આંખથી નાકના ટેરવા સુધી અને નાકના ટેરવાથી હડપચી સુધીને એમ ત્રણ વિભાગ પડે છે.
એજ રીતે મૂર્તિના જુદા જુદા અવયવોને માપ પણ આપવામાં આવ્યાં છે, જેમકે લલાટ ૪ આગળ, નાસિકા ૪ આંગળ, નાકના ટેરવાથી હડપચી ૪ આંગળ, તથા ગરદન ૪ આંગળની બનાવવામાં આવે છે. ભવની લંબાઈ ૪ આંગળ