________________
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
પરશુ ?
સામાન્ય રીતે જેને આપણે ફરસી તરીકે ઓળખીએ છીએ તે પ્રકારનું આ આયુધ છે. અર્થાત તે એક નાની કુહાડી છે. તેને હાથે લાકડાનો અને પાનું ખંડનું અર્ધચંદ્રાકાર અને તેજસ્વી ચમકદાર બનાવવામાં આવે છે. પરશુરામે આ જ શસ્ત્ર વડે ક્ષત્રિયોને સંહાર કર્યો હતો. શક્તિ
શક્તિને આકાર ભાલા જેવો હોય છે. આ દેવી અસ્ત્ર હોઈ છુટ મારવામાં તેને પ્રયોગ કરવામાં આવતું હોવાનું સમજાય છે. ભાલાને જેમ ફળું હોય છે તેમ શક્તિના મુખ આગળ પણ પાન આકારનું ફળું હોય છે. સ્કંદનું આ પ્રિય શસ્ત્ર છે.
પંચાસરે ?
કામદેવના સંમેહન, ઉમાદ, શેષણ, તાપન અને સ્તંભન એ પાંચ બાણના જૂથને પંચાસર નામથી ઓળખવામાં આવે છે. કામદેવની મૂર્તિમાં કે ચિત્રામાં આ પાંચ બાણો હાથમાં કે પીઠ પાછળના ભાથામાં ખાસ કરીને બનાવૈલા હોય છે.
વજનું બીજું નામ કુલીશ પણ છે. વજી એ ઈન્દ્રનું મુખ્ય અને પ્રિય આયુધ છે. તેને આકાર નીચે અને ઉપરથી નાના ત્રિશળ જેવો હોવાથી તેને મધ્ય ભાગમાંથી પકડવામાં આવે છે.
મોટા દંડા જેવું લેઢાનું આ આયુધ હોય છે. યમરાજનું આ મુખ્ય આયુધ છે. આ દંડ વડે યમરાજ પાપીઓને શિક્ષા કરે છે.
ખેટક :
આ રક્ષણાત્મક આયુધ છે. તે એક પ્રકારની ઢાલ છે. લાકડામાંથી બનાવેલા ખેટકને આકાર ગાળ, લંબળ, કે ચરસ હોય છે. તેની મધ્યમાં પકડવા માટે લાકડાને હાથે હેય છે.