________________
મૂતિવિધાન : દેહભૂષા, ઉપકરણે વાહન વગેરે
૭૩
કમંડલ
ગીઓ, સંન્યાસીઓ વગેરે ધારણ કરે છે તેવું તુંબડાના આકાર જેવું તે હોય છે. સામાન્ય રીતે ૫ણું ભરવા માટેનું આ પાત્ર જુદા જુદા આકારમાં પણ હોય છે. કેટલાકમાં તેને નાળચું પણ હોય છે. બ્રહ્મા, પાર્વતી જેવાં દેવદેવીઓની મૂર્તિઓમાં તેનું કલાવિધાન જોવા જેવું છે.
સુક
બ્રહ્માનું આ ખાસ ઉપકરણ છે. આ એક પ્રકારને ચમચે છે. આ પ્રકારના ચમચાથી ઘીના પાત્રમાંથી ઘી લઈને તેને વશના પવિત્ર અગ્નિમાં રેડવામાં આવે છે. દેવી અન્નપૂર્ણાના હાથમાં પણ સફ હોય છે,
કંડિકા
| ગુજરાતીમાં તે કુંડી તરીકે ઓળખાય છે. કેટલીક દેવીઓના હસ્તમાં તે ધારણ કરેલું હોય છે. તે ધાતુપાત્ર હોઇ સાધારણ રીતે તેનો આકાર મોટા વાડકા જેવો હોય છે. અમૃતઘટ
તે એક જાતનું ધાતુપાત્ર છે. તેનો આકાર ગાગરને મળતા આવે છે. આ -ઉપકરણ લક્ષ્મીનું મનાય છે. શ્રીફળ
નારિયેળી ઉપર થતાં નારિયેળને આજે શ્રીફળ તરીકે સમાજ ગાળખે છે, પરંતુ શાસ્ત્રીય દૃષ્ટિએ બિવફળને શ્રીફળ તરીકે માનવામાં આવે છે. લક્ષ્મીના મૂતિવિધાનમાં હસ્તમાં શ્રીફળ જવામાં આવે છે. મૃગચમ
કૃષ્ણમૃગનું ચર્મ શાસ્ત્રકારોએ પવિત્ર માન્યું છે. બ્રહ્મચારી, સંન્યાસી અને ગીઓ તેને ખાસ ઉપયોગ કરે છે. યજ્ઞોપવિત ધારણ કરનાર બાલ બટુકને મુંજની મેખલા સાથે કૃષ્ણ મૃગચર્મ ફરજિયાત પહેરવું પડે છે. ભગવાન શંકર કટિપ્રદેશ ઉપર મૃગચર્મ, વ્યાઘચર્મ વગેરે ધારણ કરે છે. લિંગ
પાર્વતી અને શંકરની મૂતિઓના હાથમાં શિવલિંગ ધારણ કરેલું જોવામાં આવે છે.