________________
૭૪
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનના લક્ષણે
આજ્યપાત્ર
ઘીનું ભરેલું વાસણ જેને સંસ્કૃતમાં આપાત્ર તરીકે સંબોધવામાં આવે છે. તે એક મોટા વાડકા જેવું હોય છે. કેટલાક દેવદેવીઓના હાથમાં ધારણ કરાવેલું જોવા મળે છે. પુસ્તક
સરસ્વતી અને બ્રહ્માનું તે મુખ્ય ઉપકરણ મનાતું હોઈ, સામાન્ય થિી કે ચોપડી જેવો તેને આકાર બનાવવામાં આવે છે. તે પુસ્તક ભૂજપત્ર યા તાડપત્ર કે કાગળનું હોય છે. અગ્નિ
કુંડમાંથી જવાળા નીકળતી હોય તેવું અગ્નિપાત્ર, અગ્નિ જેવાં દેવદેવીઓના હાથમાં ધારણ કરેલું બતાવવામાં આવે છે. અગ્નિ શિવના હાથમાં પણ હોય છે. દર્પણ
જ્યારે અરિસા માટે કાચનો ઉપગ જાણતો ન હતો ત્યારે ખૂબજ ચળકતી ધાતુના પતરાને જુદી જુદી ડીઝાઈનમાં તૈયાર કરીને તેને દર્પણ તરીકે ઉપયોગ થતો. મૂતિમાં દર્પણ ગોળાકાર કે વર્તુળાકાર જોવામાં આવે છે. તેને હાથે એકદમ સુંદર હોય છે. ખાસ કરીને પાર્વતીના હાથમાં તે ધારણ કરેલું હોય છે. પ્રાચીન શિલ્પકલાકૃતિઓમાંથી મળતી નૃત્યકન્યાઓના હાથમાં પણ આવાં દર્પણ, દર્પણનૃત્યનો ભાવ વ્યક્ત કરતાં જોવામાં આવે છે. વાઘો ત્રીજા વિભાગનાં આયુધોમાં વાઘોનો સમાવેશ થાય છે. વીણ
આ વાદ્ય લાંબુ પિલું, અર્ધ નળાકાર તુંબડા જેવું હોય છે. આ એક પ્રકારનું તંતુવાદ્ય છે. વિષ્ણુ એ દેવી સરસ્વતીનું મુખ્ય વાદ્ય છે. ઘંટા
આ સામાન્ય ઘંટ છે. દેવમંદિરમાં વપરાતા કે હાથેથી વગાડવાના ઘંટ જાણતા જ છે. ખાસ કરીને ઘંટ પીત્તળ, પંચધાતુ કાંસુ, સુવર્ણ અને રૂપાના બનાવાતા.