________________
મૃતિવિધાનઃ દેહભૂષા, ઉપકરણે વાહને વગેરે શિરે વિભૂષણ :
મુકુટના જેવું આ પણ માથા ઉપર પહેરવાનું એક આભૂષણ હેવાનું મનાય છે. ચૂડામણિ: –
મુકુટ, કેશબંધ, બસ્મિલ કે ફેટ ઉપર ધારણ કરવાની કલગીને ચૂડામણિ કહેવામાં આવતી હેઈ, મોટે ભાગે તે રત્નજડિત બનાવવામાં આવે છે. કંડલઃ -
કંડલ કાનના આગળના ભાગમાં પહેરવામાં આવતું, મૂતિઓમાં કંડલનું કલાવિધાન વિવિધ પ્રકારે થતું જોવા મળે છે? ૧. પત્રકુડંલ
૫. રત્નકુંડલ ૨. સિંહકુંડલ
૬. શંખપત્રકુંડલ ૩. સર્પકુંડલા
૭. ગજકુંડલ ૪. વૃત્તકુંડલ
૮. મકરકુંડલ આ ઉપરાંત ગ્રાહકંડલ, સ્વર્ણતાટક, કણિક, કર્ણપત્ર, કપૂર, કર્ણાવલી વગેરે પ્રકારોને પણ સમાવેશ થાય છે. મકર કંડલનો આકાર મુખ્યત્વે મસ્યાકૃતિ જેવો હોય છે. વિષ્ણુ, ઈન્દ્ર, સ્કંદ, સૂર્ય વગેરે દેવોના કુંડલ આ પ્રકારના હોય છે. જ્યારે ગ્રાહકંડલનો આકાર મગરના મુખ જે કરવામાં આવતો હોઈ તેને ઉપયોગ વિશેષતઃ દેવીઓના કલાવિધાનમાં થતા. સ્વર્ણતા/ક એ પણ દેવીનું અલંકાર છે. કર્ણપૂરક પણ તેને મળતું જ કર્ણભૂષણ છે. કર્ણવલી નામનું આભૂષણ ખાસ કરીને પાર્વતી અને બીજી કેટલીક દેવીઓ માટે વપરાય છે. કર્ણિકાને ઉપયોગ કાલીના કણભૂષણમાં જ થાય છે. હાર અને માલા:
હાર અને માલા એકજ અર્થમાં વપરાય છે. છતાં બંનેનું સંયેાજન જદી જુદી રીતે કરવામાં આવતું હોવાથી પ્રત્યેક માલા કેટલીક વિશિષ્ટતા ધરાવે છે. હારમાં સુવર્ણના મણકા, મોતી વગેરે એકસે આઠની સંખ્યામાં ગૂંથેલાં હોય છે. ૬૪ મણકાવાળા હારને અર્ધહારથી સંબોધવામાં આવે છે. હાર એ ગળાનું આભૂષણ છે. ગળાની નીચે અને છાતીની વચ્ચે તેનું કલાવિધાન કરવામાં આવે છે. આ રત્નજડિત અલંકારે છે.