________________
મૂર્તિવિધાન : દેહભૂષા, ઉપકરણે વાહને વગેરે પ્રતિમાઓમાં તેણે લાંબે ઝબ્બે, આપણ વૃદ્ધોના અંગરખા જેવો પહેરેલે જણાય છે. પગમાં ઘૂંટણ ઢંકાઈ જાય તેવા લાંબા હોલબૂટ પહેરેલા જોવામાં આવે છે.
કૃતિવાસ ચર્મનું બનેલું હોય છે. આ શંકરનું પ્રિય પરિધાન છે. સામાન્ય રીતે તે એક પ્રકારનું કવચ છે. વીરવેશ ધારણ કરનાર સ્કંદ, સૂય વગેરેનાં વર્ણનમાં આને ઉલ્લેખ જોવા મળે છે. (આ) અલંકારે (પટ્ટ-૪)
મૂતિના કલાવિધાનમાં વસ્ત્રો અને અલંકારો તેના સજનની સાથે જ જે તે સ્થાનોને યોગ્ય બતાવેલાં હોય છે. એટલે કે આપણી બધી પ્રતિમાઓ વસ્ત્રાલંકારથી યુકત બનાવેલી હોય છે.
હિંદુ મૂતિવિધાનમાં બધી જ પ્રતિમાઓ વસ્ત્રાલંકાર ધારણ કરતી જ બનાવવામાં આવે છે, જ્યારે જૈનોના દિગંબર સંપ્રદાયમાં નગ્ન મૂર્તિઓ મળે છે. આવી પ્રતિમાનું કલાવિધાન જ વિવસ્ત્રતા વ્યક્ત કરે છે. જૈનોના વેતાંબર સંપ્રદાયની પ્રતિમાઓને શરીર ઉપર કોઈપણ પ્રકારના અલંકારેનું રેખાંકન બતાવવામાં આવતું નથી. કારણકે યોગીઓ અને તપસ્વીઓને અલંકારની આવશ્યકતા નહીં હોવાથી, તેમના માટે તેવાં રેખાંકને જૈન મૂતિવિધાનમાં જણાવ્યાં નથી. પ્રાતે પ્રાંતની પ્રતિમાઓનાં આભૂષણો અને વેશભૂષામાં વૈવિધ્ય જોવા મળે છે. એટલું જ નહીં પણ પ્રતિમા કયા પ્રાંતની હશે તેની ઓળખ પણ તેના અલંકારો પરથી થઈ શકે છે. અલંકારોમાં પણ કેટલાક એવા માલૂમ પડ્યા છે કે, જે અમુક યુગની પ્રતિમા હોવાનું સૂચવે છે. આમ અલંકારે પ્રાંતીયતા અને કાળ સમજવા માટે પણ વધુ ઉપયોગી છે. અલંકારની સજાવટ પ્રતિમાને અનુરૂપ કરવી પડે છે. જેમકે દેવોને રાજાઓના જેવાં આભૂષણો, સૈનિકને વીરવેશ અને તેવા અલંકારે, યોગીઓને તપસ્વી જેવા વલ્કલાદિ અને જટામુકુટો જ્યારે દેવીઓને મહારાણી જેવા રત્નાલંકારે ધરાવવાનો નિર્દેશ છે. તેથી જ વિષ્ણુ, ઇન્દ્ર, કુબેર વગેરેની રાજકીય આભૂષણોવાળી સૂર્ય, ચંદ્ર, સ્કંદ વગેરેની સનિક જેવી વીરવેશયુક્ત, શિવ, અગ્નિ, બ્રહ્મા વગેરેની મહાયોગી જેવી અને દુર્ગા, લક્ષ્મી.. ઈંદ્રાણી, કૌબેરી વગેરે દેવીઓની મહારાણી જેવી પ્રતિમાઓ દરેકને એગ્ય આભૂષણની સજાવટવાળી બનાવવાનું શાસ્ત્રકારે કહે છે. આભૂષણના પત્રકલ્પ, ચિત્રકલ્પ, રત્નકલ્પ, અને મિશ્રક૫ એમ ચાર પ્રકારે છે. સાર્વભૌમ સમ્રાટ પત્રક૯૫ સિવાયના ત્રણે કલ્પના અલંકારો ધારણ કરી શકે છે, જ્યારે નરેન્દ્રો અને અધિરાજાઓને રત્નકલ્પ કરવાનો અધિકાર હોય છે. પત્રકલ્પના અધિકારી યોગીઓ મનાય છે. પરંતુ તેના અને મિશ્રકલ્પને અલંકારે સર્વ કેઈ ધારણ કરી શકે છે.