________________
૧૨
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
પ્રાચીનકાળમાં શિરોભૂષણમાં ખાસ કરીને રાજાઓ મુકુટ ધારણ કરતા હતા. પણ વિવિધ પ્રકારના મુકુટો દેવોના મસ્તક ઉપર બનાવવાનું શાસ્ત્રકારે કહે છે. માનસાર અને શિલ્પરત્નનો કર્તા એક પ્રકારના મુકુટ અને કેશબંધના ઉલ્લેખ આપતા દેવે તથા સમ્રાટથી માંડીને નાના સરદાર સુધીના રાજા રાણીએ માટે નીચે પ્રમાણે મુકુટોની નોંધ કરે છે ૧. કિરીટ મુકુટ ૨. કરંડમુકુટ ૩. જામુકુટ ૪. શિરસ્ત્રક ૫. કેશબંધ ૬. ધમિલ અલકચૂડક, પુષ્પ૫૪, રત્નપટ્ટ, વગેરે વિવિધ પ્રકારના મુકુટ અને તેને ધારણ કરતાં દેવદેવીઓનાં નામ નીચે મુજબ વર્ણવી શકાય ?
૧. જટા મુકુટ – બ્રહ્મા અને શિવ , ૨. કિરીટ મુકુટ – વિષ્ણુ અને વાસુદેવ ૩. કરંડ મુકુટ – અન્ય દેવી દેવતાઓ ૪. શિરસ્ત્રાણ – યક્ષ, નાગ, વિદ્યાધર ૫. કુંતલ મુકુટ – સરસ્વતી, સાવિત્રી ૬. કેશબંધ મુકુટ – બાલકૃષ્ણ ૭. ધગ્નિલ મુકુટ – વિવિધ દેવીએ ૮. અલકચૂડક – રાજા – રાણીઓ ૯. મુકુટ ૫ટ્ટ – રાજા - મહારાજા, રાણીઓ.
આ ઉપરાંત મનુષ્યમાં સાર્વભૌમ ચક્રવતીએ કિરીટમુકુટ, અધિરાજે અને નરેદ્રોએ કરંડમુકુટ ધારણ કરવાનો આદેશ છે. તે જ પ્રમાણે સાર્વભૌમ ચક્રવતી મહારાજની રાણીએ કુંતલમુકુટ, અધિરાજ અને નરેંદ્રોની પત્નીએ કેશબંધ તેમજ પર્ણિક, પટ્ટધર, મંડલેશ અને પભેજની સ્ત્રીઓએ ધમ્મિલ્લ તથા તેમજ અસ્ત્રગ્રાહિમની પત્નીએ અલકચૂડ પહેરવાં યંગ્ય છે.
રાજાઓ પછી નાના સરદારે અને માંડલિકાના શિરસ્ત્રાણામાં સૂચવ્યું છે કે પટ્ટધરેએ પત્ર, પાષ્ણિ કે રત્નપટ્ટ, પટ્ટભોજે પુષ્પપટ્ટ અને પ્રભાકર તથા અન્નપ્રાહિએ પુષ્પ માલ્યના મુકુટ ધારણ કરવા જોઈએ. આ ઉપરાંત અસ્ત્ર ગ્રાહિનથી આરંભી સાર્વભૌમ રાજાઓ સુધી નરેંદ્રોના પ્રકારે, તેમની સમૃદ્ધિ અને યોગ્ય લક્ષણે વગેરેની વિસ્તૃત નોંધ માનસારમાં સરસ રીતે આપવામાં આવી છે.