________________
મૂર્તિવિધાન : દેહભૂષા, ઉછરણે વાહને વગેરે
મેખલા ; –
કડની નીચે કટિસૂત્રથી નીચેના ભાગમાં બાંધવાનું આ આભૂષણ છે. સુવર્ણ સિવાય મણિ કે રત્નની મેખલાને મણિમેખલા કે રત્નમેખલા કહેવામાં આવે છે. લક્ષ્મી, પાર્વતી, અન્ની વગેરે દેવીઓની પ્રાચીન મૂતિઓમાં કેડની નીચેના ભાગમાં
આ અલંકાર જોવા મળે છે. કંચૂકઃ -
આજે સ્ત્રીઓ પહેરે છે તેવી ચોળી કે જાકીટના જે તેને આકાર હોય તેમ લાગે છે. તે સુવર્ણનું પણ બનાવવામાં આવતું. તેને સુવર્ણચૂક કહેવામાં આવતું. કંચૂકને સામાન્ય અર્થ કાંચળી થાય છે. દેવીઓના વક્ષ પ્રદેશનું આ આભૂષણ દેદીપ્યમાન કવચ જેવું લાગે છે. દુર્ગા, લક્ષ્મી, ઈદ્રાણી, વગેરે દેવીઓની કેટલીક પ્રતિમામાં તે જોવા મળે છે. નૂપુર : -
પગે પહેરવાના ઝાંઝરનું સંસ્કૃત નામ નૂપુર છે. સુવર્ણ કે રત્નજડિત પટ્ટો બનાવી, તેની નીચે નાની ઘૂઘરીઓ મૂકવામાં આવે તેને નૂપુર કહેવામાં આવે છે. આ પટ્ટાની અંદર કલાકાર જુદા જુદા પ્રકારનાં પુષ્પ, પત્રો, કલિકાઓ વગેરે વ્યક્ત કરી અદ્ભુત કલાનિદર્શન કરે છે.
પાદજાલભૂષણ –
તેને આકાર નૂપુરને મળતો પણ સહેજ પહેાળું અને જાળીવાળું બનાવવામાં આવતું. લક્ષ્મીનું તે મુખ્ય પાદ-આભૂષણ છે. કૌસ્તુભમણિ -
વિષ્ણુને આ પરમપ્રિય મણિ છે, જેને ભગવાવ-માળાની માફક વક્ષ પ્રદેશમાં ધારણ કરતા હતા. કંકણ : –
સ્ત્રીઓના હાથે પહેરવામાં આવતી ગોળ કડા જેવી નકશીદાર બંગડીઓ જેવો તેને આકાર હોય છે. તે સુવર્ણના બનાવવામાં આવતાં અને તેમાં રત્ન–હીરા જડવામાં આવતા. કંકણના સુવર્ણકંકણ, રત્નકંકણ વગેરે પ્રકારે છે.