________________
૪ ભારતમાં સ્મૃતિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણા
માલાના પણ જુદા જુદા પ્રકારેા છે, જેમાં નક્ષત્રમાલા, વનમાલા, રુડમાલા (મુંડમાલા) પુષ્પમાલા વગેરે મુખ્ય છે. સત્તાવીસ મેાતી કે સુવર્ણીના મકા, પત્ર, પુષ્પા જેમાં ગૂંથવામાં આવે છે તેને નક્ષત્રમાલા કહેવામાં આવે છે, જ્યારે પુષ્પા-પત્રોથી જે માલાનું સર્જન કરવામાં આવ્યુ હોય અને જે ઢીંચણ સુધી લાંબી હાય તેમજ મધ્યમાં સ્થૂલ અને ખંતે છેડે પાતળી હેાય તેવી સુંદર માલાને વનમાલા કહેવામાં આવે છે. મનુષ્યના ટુંડ (ભુંડ-માથા)માંથી બનાવેલી માલાને રુડમાલા કે મુંડમાલા કહે છે. કાલિ તથા રુદ્ર અન્ય માલાને નહી. ધારણ કરતાં ખાસ કરીને રુડમાલાને જ ધારણ કરે છે. તેવી જ રીતે વનમાલા વિષ્ણુની પ્રિયમાળા છે. નક્ષત્રમાલા ખાસ કરીને દેવીએ ધારણ કરે છે. મૌક્તિકમાલા યાને મુક્તાહાર દેવા અને દેવીએ બંને ધારણ કરી શકે છે.
કામન
આ પણ્ માલાને જ એક પ્રકાર છે. દામ્ન' શબ્દનેા સામાન્ય અથ “દાર ુ... ” થાય છે તે પરથી દામનના આકાર પણ દ્વારા જેવા, સુવણૅ નિમિ`ત બનાવવામાં આવતા હશે,
સ્તનસૂત્ર ઃ –
(ઉરઃસૂત્ર)
સ્તનસૂત્રમાં પુષ્પા, પત્રો વગેરેતુ" આલેખન કરીને તેનું કલાવિધાન એકદમ સુંદર કરવામાં આવતું. કયારેક સ્તનમૂત્રા મણિયુક્ત સુવર્ણનાં બનાવાતાં. તે સ્કંધ ઉપર ધારણ કરાવીને સ્તનને પૂર્ણતયા આવૃત્ત કરે તે રીતે આ આભૂષણને ધારણ કરાવવામાં આવતું. આ આભૂષણ ખાસ કરીને દેવી પ્રતિમા માટે પ્રયેાજવામાં આવતું.
ઉદરબંધ : -
પેટની સમીપ, સુવણ અને રત્નજડિત પટાનુ' જે ક્લાવિધાન કરવામાં આવે છે તેને ઉદરઅધ કહે છે.
કટિસૂત્ર ઃ –
કેડની આસપાસ બાંધવામાં આવતા પટાને કટીસૂત્ર તરીકે ઓળખવામાં આવતા હતા જેની નીચે કેટલીક વાર નાની ઘૂધરીએ પણ લટકાવવામાં આવતી હાવાનું જણાય છે. આ અલકાર હાલના કદારાને અનુરૂપ હશે એવા તક છે.