________________
પ્રકરણ પ
મૂર્તિવિધાન: દેહભૂષા, ઉપકરણા, વાહના વગેરે
(અ) વસ્ત્રપરિધાન
મૂર્તિ એની વેશભૂષામાં સુતરાઉ કે રેશમી કાપડ અથવા મૃગ કે વાધતુ ચમ` વપરાય છે. સુતરાઉ અને રંગીન કપડાં વિવિધરંગી હાય છે. વ્યાઘ્રચમ રેશમી કે સુતરાઉ કાપડ ઉપર પહેરવામાં આવે છે, જ્યારે મૃગચમ શરીર ઉપર એઢવા માટે વપરાય છે. મૃગચમ પહેરવાની એક પદ્ધતિ યજ્ઞોપવિતની જેમ છે. તેમાં ચમ ડાબા ખભા ઉપર થઈને ફરીથી ડાબા ખભાના પાછળના ભાગ સુધી આવે છે, અને મૃગશીર્ષ આગળના ભાગમાં વક્ષઃસ્થળ ઉપર લટકતું હાય છે. પાછળના હિંદુ દેવાનાં શિક્ષેામાં ડાબેથી જમણી બાજુએ છાતી ઉપર થઈને યજ્ઞોપવિત જાય છે. ગુડીમલમમાં શિવનું ધણુ પ્રાચીન શિલ્પ છે. પરંતુ તેમાં યજ્ઞોપવિત જણાતું નથી. તેમાં શિવની મૂર્તિને માત્ર એ હાથ છે. સામાન્ય રીતે શિવની મૂર્તિને ચાર હાથ હોવા જોઈએ. હિંદુ શિલ્પની મૂતિ એમાં યજ્ઞોપવિતની રજૂઆત કયારથી થઈ તે કહેવું અશક્ય છે. પરંતુ મી. વિન્સેન્ટ સ્મિથના મત પ્રમાણે યજ્ઞોપવિતની પ્રથા ગુપ્ત સમયથી જણાય છે. વળી ચાલુકયપહલવ સમયના પ્રારંભિક કાળમાં પણ નજરે પડે છે. અહી યજ્ઞોપવિત લૂગડાની પટીની રીતે શરીર પરથી પસાર થાય છે. આગળના ભાગમાંથી તેની ગાંઠ વાળવામાં આવે છે. પ્રાચીન વેશભૂષાના પીતાંબર, ઉષ્ણીષ (પાલડી) ઉપવસ્ત્ર ખેસ વગેરેના પ્રસાર આજે પણ વિદ્યમાન છે, છતાં પ્રાંતીય ભેદ્યને કારણે કેટલાક તફાવત પરિધાનમાં હેાય તે સ્વાભાવિક છે. સધળા દેવાનાં વપ્નામાં મુખ્ય પીતાંબર, ઉષ્ણીષ યા તા મુકુટ અને ઉપવસ્ત્રના ઉલ્લેખા તે હાય છે જ, પરંતુ સૂર્ય અને ખીજા કેટલાક દેવાનાં વણતામાંથી નવીન વસ્ત્રપરિધાનનાં નામેા મળે છે, જેની ટૂંક વિચારણા સાદર કરવાની જરૂરત રહે છે.
ઉદ્દીચ્યવેશને સામાન્ય અર્થ ઉત્તર પ્રદેશમાંની વેશભૂષા ’’ એવા થાય છે. સૂર્યના સ્વરૂપ વર્ણ નમાં ઉદીચ્ય વેશના ખાસ નિર્દેશ છે. સૂર્યની પ્રાચીન