Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 60
________________ તિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ ૫૩. સવ્ય લલિતાસન અને જમણો પગ વાળી ડાબે લટકતે રાખવામાં આવે તેને વામાં લલિતાસન કહે છે. સિંહાસન કુર્માસન વાળી બંને ઘૂંટણ ઉપર હાથનાં આંગળાં છૂટાં મુકી મેં પહોળું અને આંખ બંધ કરવાથી સિંહાસન થાય છે. પ્રેતાસન પ્રેતની માફક સ્તબ્ધ ચત્તા સુઈ રહી, બંને હાથ સીધા શરીરને અડાડવા. તેને પ્રેતાસન કહે છે. પ્રલંબાસન ખુરશીમાં બેસીએ એ ઢબે પગ ઘૂંટણેથી વાળી લટકતા રાખવાથી આ આસન બને છે. ભાવિબુદ્ધ મૈત્રેયની આવી એક મૂતિ ઈલેરાની ગુફા નંબર ૪માં આવેલી છે. (ઈ) ભંગીઓ (પટ-૨) મૂતિઓ બેઠી, ઊભી શયન કરતી કે ચરિત્રાત્મક વિવિધ કાર્યો કરતી જોવા મળે છે. આમાં શિવ તાંડવ, કૃષ્ણની ગોવધનધરણ, દેવીની યુદ્ધ કરતી મૂર્તિઓ વગેરેનો સમાવેશ થાય છે. મૂર્તિઓના વિવિધ પ્રકારમાં કોઈ સંપૂર્ણ સીધી ટટ્ટાર તે કઈ સહેજ વાંકી, જ્યારે શરીરના બધા અંગેથી વળેલી, તેમજ જુદા જુદા અભિનયે વ્યક્ત કરતી જણાય છે. મૂતિ-વિજ્ઞાનમાં આ પ્રકારોને ભંગ એવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. માનસારે ભંગીઓને કુલ ચાર પ્રકારે સમભંગ, તિભંગ, ત્રિભંગ અને અતિભંગ જણાવ્યા છે. સમભંગ જે મૂતિ તદન સીધી પછી તે ઊભી હોય કે બેઠી, જેનું મધ્ય સૂત્ર પગથી માથા સુધી સીધું હેય, બંને બાજુના અવયવો એક સરખા નીચા ઊંચા કે મૂકેલા નહિ તેવા, ડાબી તથા જમણું બે બાજુથી સરખા હોય તેવી મૂતિને સમભંગ કે સમપાદ કહેવાય છે. બુદ્ધની પ્રતિઓ સમભંગવાળી હોય છે અને દેવની પણ સમભંગ મૂતિઓ વિપુલ પ્રમાણમાં મળે છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90