________________
૫
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
નમેલી એકમેકને અડેલી હોય તેવા પ્રકારની હસ્તની સ્થિતિને અભય મુદ્રા કહે છે. દા. ત., ત્રિપુરાદેવી, પાર્વતી, ઈશ્વરી, બુદ્ધને હસ્ત આ મુદ્રામાં હોય છે. વરદમુદ્રા
આ વરદાન આપતી મુદ્રા છે. આ મુદ્રામાં ડાબા હાથની હથેળીની આંગળીઓ નીચે નમેલી સ્થિતિમાં રાખવામાં આવે છે. દા. ત., રૌલેકય, વિજયાદેવી. કટકમુદ્રા (સિહકર્ણમુદ્રા)
આ મુદ્રામાં હાથના અંગૂઠાની ટોચ પાસે બધી આંગળીઓની ટે ભેગી કરવાથી આ મુદ્રા બને છે. અને તેને આકાર સિંહના કર્ણના આકાર જે બનતો હોવાથી તેનું અપરનામ સિંહકર્ણમુદ્રા છે. દેવીએના હાથ આ મુદ્રામાં હોય છે. તેવી જ રીતે વિષણુને હાથ પણ આ મુદ્રામાં હોય છે. સૂચિમુદ્રા
સૂચિ મુદ્રામાં નીચે પડેલી વસ્તુ બનાવવાને ભાવ હોય છે જ્યારે તજની મુદ્રા હસ્તની ઉપરની વસ્તુ બતાવે છે.
તજની મુદ્રા
હાથના અંગૂઠાની સમીપની આંગળીને તજની કહે છે. તજની મુદ્રામાં તજની સીધી ઊભી હોય છે. અને તેની પછીની ત્રણેય આંગળીઓ અંગૂઠાવાળી દબાયેલી રાખવામાં આવે છે. ભય, ઠપક, ચેતવણી વગેરે ભાવોની અભિવ્યક્તિ આ મુદ્રાના ઉપયોગ માટે થાય છે. દા. ત., સૂર્યને પ્રતિહારેની મુદ્રા આ પ્રકારની હોય છે.
કટચવલંબિત
કેડ ઉપર એક હાથ મૂકવાથી આ મુદ્રા બને છે. આરામને, મૂતિનો ભાવ વ્યક્ત કરવા માટે આ મુદ્દાને ઉપયોગ થાય છે. દા. ત., વિઠોબાની મૂર્તિ આ મુદ્રામાં હોય છે. દંડહરત (ગજહસ્ત)
દંડના આકારે હાથીની સૂંઢ પ્રમાણે હાથને લાંબે કવાથી આ મુદ્રા બને છે.