________________
મૂતિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ
-લક્ષણે સૂચવ્યાં છે. કેટલીક મૂતિઓમાંથી આ આસન જેવામાં આવે છે. મૂતિવિજ્ઞાનના વિદ્વાન લેખક શ્રી ખરે તેને માટે બીજે એક પ્રકાર જણાવતાં કહે છે કે “એક પગ વાળીને બેસી, બીજો પગ ઊભો સીધો રાખવાથી વીરાસનને અવર પ્રકાર બને છે.” સ્વસ્તિકાસન
યોગાસન અને પદ્માસનની માફક સ્વસ્થ આસનવાળી પલાંઠી વાળતાં પગની આંગળીઓ ઊરુ તથા જાનુની વચ્ચે રાખવાથી આ આસન બને છે. પર્યકાસન
પગના ઘૂંટણ ઉપર બેસવું અથતુ સાદી પલાંઠીવાળી બેસવું તેને પર્યકાસન કહે છે. અધપર્યકાસન
પલાંઠી વાળી એક પગ નીચે લટકતો અગર ઊભો રાખવાથી આ આસન બને છે. અર્થાત્ અધીર પલાંઠી હોવાના કારણે તેનું અધપય'ક એવું નામ પડયું છે. ઉમામહેશ્વર, લક્ષ્મીનારાયણ, બ્રહ્માસાવિત્રી, વગેરેની યુગલ મૂતિઓમાં આ આસન જોવા મળે છે. ખાસ કરીને શિવ, વિષ્ણુ વગેરે દેવો અધયકાસન વાળી બેઠેલા હોય છે. આ સિવાય સરસ્વતી, કૃશદરી વગેરે કેટલીક દેવીઓની મૃતિઓમાં પણ આ આસન જેવામાં આવે છે. ટૂંકમાં બેઠી મૂતિઓમાં અર્ધ પર્યકનો પ્રચાર વધુ થયો હોવાનું જણાય છે. વજાસન
પગ ઉપર પગ ચડાવી પલાંઠી વાળતાં બે હાથના પંજા ઘૂંટણ ઉપર ઊંધા મૂકવાથી આ આસન થાય છે. વજનવાળી મતિઓ ભાગ્યે જ જોવા મળે છે. આલીદ્રાસન
ડાબો પગ ઘૂંટણમાંથી વાંકે વાળી, જમણે પણ તેની પાછળ સીધે પણ સહેજ વાંકે રાખી જમણા પગની પાની વાંકી રાખવાથી આલીઢાસન બને છે. વારાહી અને મહાલક્ષ્મીની મૂતિઓમાં કેટલીક વખત આ આસન જેવામાં - આવે છે. મારુતિનું આ મુખ્ય આસન છે. હિંદી પહેલવાને પવિત્રામાં આજ આસન કરે છે.