________________
ક ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે રમૂતિ:
સામાન્યતઃ ક્રરમતિઓ એટલે કે ચંડી, ભૈરવ, નરસિંહ, હયગ્રીવ, વરાહ વગેરેની મૂર્તિઓ બારતાલની બનાવવામાં આવે છે. વેતાલમૂતિઓ પણ બારતાલની બનાવાય છે. અસુરતિઃ
હિરણ્યકશિપુ, વૃત્ર, હિરણ્યાક્ષ, રાવણ, કુંભકર્ણ, નિશુંભ, મહિષાસુર, રકતબીજ વગેરેની મૂર્તિઓ સોળ તાલને માપ મુજબ બનાવવામાં આવે છે. બાલમૂતિ: - બાળકની મૂતિ એટલે કે બાલકૃષ્ણ, ગોપાલ, વગેરેની મૂર્તિએ પાંચ તાલના માપ મુજબ બનાવાય છે. આ ઉપરાંત વિરૂપ મનુષ્યો તથા બેઠેલા માનવો, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, વૃષભની બેઠી પ્રતિમાઓ તથા વરાહ વગેરેની મૂતિ પણ પાંચ તાલની બનાવવામાં આવે છે. કુમારભૂતિઃ
તરણ વયના જેમ કે ઉમા, વામન, વગેરેની મૂતિઓ સામાન્ય રીતે છ તાલની બનાવવામાં આવે છે. આ ઉપરાંત વિનાયક, વરાહ, તેમજ વૃષભનું મધ્યમ સ્વરૂપ છ તાલનું બનાવવાનું સૂચન છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે મૂર્તિ ઘડતી વખતે મુખ્યત્વે કરીને દશ, બાર, સોળ, છ અને પાંચ તાલને ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત નવતલને પણ ઉપયોગ થાય છે. એને મૂર્તિ વિધાનની ભાષામાં “ઉત્તમનવતાલ” કહેવામાં આવે છે. નવતાલ મૂર્તિમાં મૂર્તિના નવ સમાન ભાગ કરવામાં આવે છે. આવા પ્રત્યેક ભાગને તાલ કહેવામાં આવે છે. તાલના ચેથા ભાગને અંશ કહે છે. આવા ચાર અંશથી એક તાલ બને છે. ઉત્તમમૂર્તિની ઊંચાઈના છત્રીસ અંશ અથવા નવતાલ રાખવામાં આવે છે. નવતાલમૂતિઃ (પ-૧)
ઉત્તમ નવતાલ પ્રમાણે ઘડવામાં આવતી મૂતિનાં વિવિધ અંગેનું અમુક ચેકસ માપ રાખવામાં આવે છે. તે જ પ્રમાણે નવતાલ મૂતિનાં જુદાં જુદાં અંગેનાં ચેકસ માપ પણ આપવામાં આવેલા છે. જેમ કે :