Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 52
________________ ૪૫ મૂર્તિવિધાન : દેહમાન અને અંગ-ઉપાંગ સાદો અર્થ માપ થાય છે. મૂતિવિન્યાસમાં તલમાન વધુ અગત્ય ધરાવે છે. તાલ-- માનનું કેષ્ટક નીચે મુજબ છે : ૮ છાયાણું ૧ વાસાગ્ર ૮ વાલા.ગ્ર ૧ લીક્ષા ૮ લીક્ષા = ૧ ચૂકા ૧ યવ ૮ યવ ૧ આંગળ ૮ આંગળી = ૧ ગોલક ૨ ગોલક = ૧ કલા ૩ કલા = ૧ તાલ આમ તાલ વિશે આપણે પ્રાચીન મૂતિ કરે ચોકકસ માપ આપી ગયા છે. મૂર્તિ કારની પોતાની વાળેલી મહીના ચોથા ભાગને સામાન્ય રીતે એક અંગુલ કહે છે. આવા બાર આગળનો એક તાલ બને છે. માનના, આ ઉપરાંત પ્રમાણ, પરિમાણ, લંબમાન, ઉનામાન અને ઉપમાન વગેરે ભેદ હોવાનું માનસાર કહે છે. મૂર્તિની લંબાઈ તે માન, પહેલાઈ તે પ્રમાણ, પરિધ કે ફરતું માપ (જાડાઈ) તે પરિમાણ મૂતિના શિરોભાગથી પગ સુધી સૂર છેડતાં મૂર્તિના પ્રત્યેક અંગ અને સૂત્ર વચ્ચેના અંતરનું માપ તે લંબમાન. પ્રત્યેક અંગના અંતર વચ્ચેનું માપ તેને ઉપમાન કહેવામાં આવે છે. તાલાનુસારી મૂતિઓઃ દરેક મૂતિના રૂપવિધાનમાં તાલ અને અંગુલાદિ માને મુખ્ય ભાગ ભજવે છે. મૂર્તિના વિભિન્ન અવયવ માપ સિવાય બનવા શકય જ નથી. પરંતુ કઈ પ્રતિમા કેટલા તાલની સામાન્યતઃ બનાવવી તે માટે મૂતિશાસ્ત્રકારેએ ખૂબ ખૂબ સ્પષ્ટતા કરી છે. જેમ કે – નરમૂતિ : સામાન્ય રીતે નરમતિ દશતાલના માપ મુજબ નરનારાયણ, રામ, બાણ, બલિ, ઈન્દ્ર, ભાર્ગવ, અર્જુન, વગેરેની બનાવાય છે. સિદ્ધો અને જૈન મૂતિઓ પણ દસતાલની ઘડાય છે.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90