________________
કર ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મતિવિધાનનાં લક્ષણે
ઓરિસ્સાન જગન્નાથપુરીને મંદિરની કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની સેવ્ય પ્રતિમાઓ કાષ્ઠની બનેલી છે તે આનું સરસ દષ્ટાંત છે. દર બાર વર્ષે આ પ્રતિમાઓ પુનનિર્મિત કરવામાં આવે છે. ભારતમાં જ્યાં જ્યાં જગન્નાથનાં મંદિરે છે ત્યાં ત્યાં એ મૂતિએ કાષ્ઠની જ બનાવવાની પરંપરા છે. મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત અર્ધનારીશ્વરની એક સુંદર કાષ્ઠ પ્રતિમા પાટણમાંથી પ્રાપ્ત થયેલી છે. “જગતસ્વામી” નામથી ઓળખાતી સૂર્યની તથા તેમની પત્ની રન્નાદેવીની કાષ્ઠભૂતિએ પાટણના મહાલક્ષ્મીજીના મંદિરમાં પૂજાય