Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 47
________________ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિર્વિધનનાં લક્ષણે મૂર્તનમાં કલાકારની કલ્પના, પ્રતિભા અને સૌંદર્યબોધ બધું એની ક્ષમતા અનુસાર વ્યક્ત થતું. તેથી આ પ્રકારે બનેલી દરેક મૂર્તિ પિતાની વિશેષતા. ધરાવતી. કાલાધીન શિલ્પ બીબામાં ઢાળીને બનાવવામાં આવતાં. આમાં પહેલાં કઈ શિલ્પ પર ભીની માટી દબાવીને એની છાપ લેવામાં આવતી. એ છાપને અગ્નિમાં પકવતાં તેનું બીજું તૈયાર થતું. આ બીબામાં માટીના લેદા દબાવીને એમાં ઉપસાવેલ શિલ્પ પ્રાપ્ત થતું. તેને આવશ્યકતા અનુસાર સફાઈબંધ અને સુશોભનયુક્ત કરવામાં આવતું. આમ બીબાની મદદથી એકજ સ્વરૂપના અસંખ્ય શિલ્પ તૈયાર થતાં. શિલ્પ બનાવવામાં એકવડાં કે બેવડાં બીબાંએને પ્રયોગ પણ થતા. એકવડા બીબાથી અંશમત શિ૯૫ તયાર થતું, જ્યારે બેવડા બીબાથી પૂર્ણભૂત શિલ્પ તૈયાર થતું. બેવડા બીબાથી શિલ્પ વજનમાં ભારે બનતાં. આથી એનું વજન ઘટાડવા માટે આગળ અને પાછળની બે બીબાંઓની મદદથી શિલ્પને બે ભાગમાં તૈયાર કરી પછીથી તેને જોડવામાં આવતું. જો કે પ્રાચીન કાળમાં મુખ્યત્વે એકવડા બીબાને પ્રયોગ થતો. કાલાધીન દેવમૂતિઓના પ્રાચીન નમૂના વૈશાલી (બસાઢ)માંથી મળેલ. પંખયુક્ત દેવી, તામ્રલિપ્તિમાંથી મળેલ પાંખાળા દેવના, શિલ્પમાં શામળાજી પાસે દેવની મેરીને સૂપમાંથી મળેલી અસંખ્ય, બુદ્ધ પૂતિઓ વગેરે ગણાવી શકાય. કાલાતીત અને કલાધીન બંને પ્રકારનાં શિલ્પોને અગ્નિમાં પકવતાં પહેલાં તેમના પર માટીનું પાતળું અસ્તર લગાડવામાં આવતું, જેથી પાકા પછી તેમના પર ચમક આવતી. ગુપ્તકાલમાં માટીની પ્રતિમાઓ વ્યાપકપણે બનવા લાગી. વળી એની પદ્ધતિમાં પણ વિકાસ થશે. આવી મૂર્તિઓ મુખ્યત્વે હાથ દ્વારા મૂર્તન પદ્ધતિઓ બનાવવામાં આવતી. અલબત્ત, જરૂરિયાત અનુસાર એમાં બીબાને પ્રયોગ પણ થતો. કલાકાર બીબાંઓની મદદથી જુદાં જુદાં અંગે તૈયાર કરી હાથ અને છરીથી તેમને જોડી તેમને અલંકાર આદિથી સજાવતા. આ પદ્ધતિએ મનુષ્યકથી પણ મેટી મૂર્તિઓ બનાવવામાં આવતી. આવી મોટા કદની મૂતિઓનું વજન ઘટાડવા માટે તેઓ સુકાઈ ગયેલા છાણ પર ભીની માટીનું પડ ચડાવી તેના પર મૂર્તન કરતા. તેઓ પાછળ કે નીચેના ભાગમાં મેટું કાણું રાખતા. આથી મૂતિને પકવતી વખતે અંદરનું સૂકું છાણ બળી જતાં તેની રાખ કાણામાંથી બહાર કાઢી લેવાતી, અને મૂતિ વચ્ચેથી પોલી થતાં તેનું વજન

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90