________________
૩૯
મૂર્તિવિધાન માટેનાં પદાર્થો અને એની પદ્ધતિઓ (ઈ) મૃત્તિકા :
માટીના માધ્યમથી મૂતિઓ બનાવવાની કલ્પના કદાચ માણસને એની સભ્યતાના આરંભના દિવસોમાં આવેલી હતી અને આજ દિન સુધી અવિરતપણે આ પરંપરા ચાલુ રહી છે. ભારતમાં આ કલાનો પ્રસાર દક્ષિણની અપેક્ષાએ ઉત્તરમાં અધિક થયેલું જોવા મળે છે. એની પાછળ સામાન્ય માણસ પણ માટીના માધ્યમથી પોતાની કલા-પ્રતિભા બતાવી શકે એવી ચીકણું માટી ઉત્તર ભારતનાં મેદાનમાં ઉપલબ્ધ થતી હોવાનું જણાય છે.
માટીમાં બહુ સહેલાઈથી ઘાટ નીપજાવી શકાતો હોવાને લઈને તદ્દન પ્રાથમિક અવસ્થાના માનવોથી માંડીને સભ્ય માનવની સર્જનાત્મક ઝંખનાને એમાં આકાર આપ્યા છે. માટીમાં ઘાટ પામેલા આકારનું વૈવિધ્ય ઘરગથ્થુ ચીજવસ્તુઓ કે રમકડાં પૂરતું સીમિત ન રહેતાં મોટા કદનાં શિલ્પ તેમજ મૂતિઓ સુધી વિસ્તરેલું જોવા મળે છે. પથ્થરનાં શિલ્પની જેમ માટીનાં શિલ્પ પણ લાબા કાળ સુધી જળવાઈ રહેતાં હોવાથી ઘણાં પ્રાચીન સમયમાં કાચી તેમજ પકવેલી માટીનાં શિલ્પના અવશેષ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થયા છે. - ભારતમાં સર્વ પ્રથમ આવ-અતિહાસિક કાલ(ઈ. પૂ. ૨૫૦૦ થી ઈ. પૂ ૧૫૦૦ )નાં માટીનાં પકવેલાં શિલ્પ, કુલ્ફી, બ, કટા, તેમજ હડપ્પીય સભ્યતાનાં જુદાં જુદાં સ્થાનોમાંથી મળી આવ્યાં છે. આ શિલ્પમાં સ્થાનિક લોકકલાનું પ્રતિબિંબ પડે છે.
લેકકલા તરીકે તેનું સાતત્ય છે, અત્યાર સુધી જળવાઈ રહેલું જોવા મળે છે. એથી કલા વિવેચક સ્ટેલા કેમરિશે આ પ્રકારના માટીનાં શિલ્પોને કાલાતીત (ageless) તરીકે વર્ણવ્યાં છે. પણ એ ઉપરાંત સમયની માંગ પ્રમાણે ઘડાયેલાં શિનો પ્રકાર પણ વિકસાવ્યું હતું, જેને સ્ટેલા ક્રેમરિશે કાલાધીન કે કાલાનુક્રમી (timed variation) કહ્યાં છે. ' લોકકલાનાં શિલ્પમાં શારીરિક રચના પર ધડ, માથું, હાથ અને પગ જેવાં શરીરનાં મહત્વનાં અંગ પર ધ્યાન કેન્દ્રિત કરેલું જણાય છે. તેની નિર્માણપદ્ધતિ સરળ હતી. માટીના લેદાને સાહજિકતાપૂર્વક હાથ વડે દબાવી ધડનું * નિર્માણ કરી, તેના પર અલગ અલગ બનાવેલાં માથું, હાથ પગ વગેરે ચુંટાડી આખો દેહ રચવામાં આવતો. અંગહેક, કાન, નાક નાભિ, વાળ વગેરે ઉપાંગોની રચના તે પર કાપા પાડીને કે નાની નાની ટીકડીએ ચુંટાડીને કરવામાં આવતી. એ જ રીતે દેહ પર આભૂષની સજાવટ બતાવવામાં આવતી. આ રચનાપદ્ધતિ “મૂર્તન-પદ્ધતિ” (modeling) તરીકે ઓળખાય છે. આવા