________________
કે ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણ જોવા મળે છે. જેમકે હડપ્પાનાં શિલ્પ ખાસ કરીને ચૂનાના પથ્થર કે સેલખડીનાં બનેલાં છે. આ ખનિજ પદાર્થો સિંધની સ્થાનિક ખાણાના છે. તે પ્રમાણે જોઈએ તે અશક્કાલીન મૂર્તિઓ મિરઝાપુર જિલ્લાના ચુનાર ગામની બદામી રંગના રેતિયા પથ્થરની બનેલી છે. ગાંધારની મૂર્તિને પથ્થર અફઘાનિસ્તાનની સ્વાતની ખાણમાંથી લવાય છે. ગુપ્તકાલીન મૂતિઓમાં કાળી આછી છાંટવાળે સફેદ પથ્થર વપરાયેલ છે જે ઉત્તરપ્રદેશમાં મોટા પ્રમાણમાં મળે છે. ગુજરાત અને રાજસ્થાનની મૂતિઓ સફેદ કે લાલ રેતિયા પથ્થરની છે. આ પથ્થર સ્થાનિક ખાણોને છે. વળી કેટલીક મૂતિઓ આરસ પથ્થરની બનેલી છે. આરસ પહાણની ખાણે આબુ અને જોધપુર પાસે મકરાણામાં આવેલી છે.
મૂતિઓ ઉપરાંત પાટિકા, જલાધારીઓ અને લિંગ વગેરે કંડારવા માટે લાવવામાં આવતી શિલાને ઘેર લાવતાં અગાઉ ખાણમાંથી બહાર કાઢી તેના ઉપર કેટલીક ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોવાનું વિધાન અગ્નિપુરાણ આપે છે. મૂતિની કલ્પના મૂર્તિનું સ્વરૂપ ઘડાઈ તૈયાર થતા અગાઉ શિલાહરણના સમયથી જ મૂર્તિકારના હૃદયમાં ઉત્થાન પામતી હતી. આવું જ વિધાન વિષણુધર્મોત્તરકારે વિસ્તારથી કર્યું છે.
પાષાણમાંથી પ્રતિમા બનાવવાની પ્રક્રિયા પ્રાચીનકાળથી અઘપયત ચાલુ છે. તેથી આજે પણ ઠેર ઠેર પાષાણમાંથી મૂર્તિઓ તૈયાર થતી નિહાળાય છે. આ પ્રકારે મૂતિઓ બનાવવાની પ્રક્રિયાથી આપણે મહદંશે માહિતગાર છીએ. ટાંકણ વડે પાષાણને કંડારીને શિલ્પી પોતાને અનુકૂળ તક્ષણકલા વડે પાષાણમાંથી દેવદેવીની સુરેખ અને સુંદર મૂતિ નિર્માણ કરીને પિતાના મનભાવને અભિવ્યક્ત કરે છે. મૂર્તિવિધાનમાં મૂર્તિના વિધાયક (શિલ્પી)નું સ્થાન મોખરે છે. એ મૂતિ કલાને ફક્ત જાણકાર નહીં પણ પ્રતિમાની સાથે તન્મયતા સાધી તેમાં એકરૂપ થનાર પણ હા જાઈએ. આવો મૂતિકાર મૂતિમાં દેવત્વનું સાકાર સ્વરૂપ ઉતારી દે છે. જે મૂતિ, સુરૂ૫, ભાવવાહી, આનંદદાયક, રમ્ય ન હોય તે તેમાં પ્રભુનો સાક્ષાત્કાર થઈ શકતો નથી એવી માન્યતા છે. - મૂર્તિ નિર્માણ માટે શિલા પરીક્ષા જરૂરી છે. મૂર્તિ માટે પાષાણ સારે સખત અને સુરુચિકર હોવો જોઈએ. પાષાણની પરીક્ષા ત્રણ પ્રકારે થાય છે? ૧. પુંલિંગ ૨. સ્ત્રીલિંગ ૩. નપુંસકલિંગ. જે પાષાણમાંથી ઉતમ રણકે ઉઠે તે પુલિંગ, જેમાંથી મધ્યમ રણકે ઊઠે તે સ્ત્રીલિંગ અને જેમાંથી રણકી ઉઠે જ નહિ તે નપુંસકલિંગ પાષાણ કહેવાય છે. પુલિંગ પાષાણમાંથી દેવમૂર્તિઓ બનાવવામાં આવે છે. સ્ત્રીલિંગ પાષાણમાંથી દેવીની મૂતિઓ, પાટિકાઓ તથા