________________
પ્રકરણુ ૩
મૂર્તિવિધાન માટેના પદાર્થો અને એની પદ્ધતિ X
મૂર્તિએ બનાવવા માટેના પ્રાચીન ભારતમાં પાષાણ ધાતુ, મૃત્તિકા (માટી પકવેલી તેમજ કાચી), કાષ્ઠ, હાથીદાંત, ચૂનેા (Stucco), સેલખડી (Steatite) ફ્રાયેન્સ (ધસીને બનાવેલી માટી) જેવા પદાર્થાંના પ્રયોગ થયેલા જોવા મળે છે.
મૂતિએ અથવા શિક્ષેામાં વપરાતા પદાર્થાના વપરાશની અનુકૂળતા પ્રતિકૂળતા સ્વાભાવિક રીતે તે પ્રદેશમાં સહેલાઈથી પ્રાપ્ત થતા તે તે પ્રકારના પદાર્થાને અનુરૂપ હોય છે. અનુકૂળતાની બાબતને વિચાર કરીએ તે માટી અને લાકડા જેવા પદાથ લગભગ દરેક સ્થળે મળે તે તે પ્રકારની મૂર્તિ એ બધે મળે છે. વળી વિશિષ્ટ પ્રકારનું લાકડું. પણ વપરાશની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ભેગવે છે. પાષાણ, ધાતુ, હાથીદાંત, છીપ વગેરે પદાર્થોં વિશિષ્ટ પ્રકારની કલાકારીગરી માટે તેમજ સફાઈદાર કામ કરવા માટે વિશેષતઃ પાષાણ અને ધાતુની મૂર્તિ એના પ્રયાગ થયેલા નજરે પડે છે. આ પદાર્થાંમાં મૂર્તિ એના નિર્માણની જુદી જુદી પદ્ધતિઓ પ્રયેાજાઈ હતી. અહીં તેનું સંક્ષેપમાં અવલાકન કરીએ.
(અ) પાષાણ ઃ
મૂતિ નિર્માણમાં અગત્યના પદાર્થ તરીકે પાષાણના ઉપયાગ છેક હડપ્પીય સભ્યતાના કાલથી થતા નજરે પડે છે અને અદ્યાપિપયંત તે પરંપરા ચાલુ રહી છે. ભારતીય શિલ્પ અને સ્થાપત્યેામાં કાષ્ટ અને ઈંટયુગ પછી પાષાણના ઉપયેાગ પહાડામાં ગુફાઓ કાતરવાની પ્રથાથી શરૂ થયે। હાવાનું મનાય છે. સ્થાપત્યની સાથે મૂતિ નિર્માણમાં પણ પાષાણના બહેાળા પ્રયાગ થવા લાગ્યા. મૂર્તિના માધ્યમ તરીકે સાધારણ રીતે પ્રાદેશિક પાષાણના ઉપયોગ થયેલા
X વિશેષ વિગતા અને વિસ્તાર તેમજ દૃષ્ટાંતા માટે આ ડેા. પ્રવીણચંદ્ર પરીખનું પુસ્તક ભારતીય પ્રાચીન શિલ્પકલા.