Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 40
________________ મૂર્તિવિધાનઃ કલા અને શ્વાસ પદાથ` જણાય છે. એક લાંછનમાં વચ્ચે એક વતુ ળ છ બાજુએ જુદાં જુદાં પશુનું ડાક... બહાર નીકળતું સૂર્યબિંબનું પ્રતીક લાગે છે. ૩૩ કાઢેલુ છે ને એમાંથી દેખાય છે. આ વર્તુળ ભીટામાંથી ઉપલબ્ધ કેટલીક મુદ્રાએ પર શિવની અને શિવ-પ્રતીકેાની આકૃતિએ જોવા મળે છે. આ ઉપરાંત વિષ્ણુ, લક્ષ્મી, સૂર્ય, સ્કંદ વગેરેની આકૃતિએ પણ અંકિત કરેલી હાય છે. રાજધાટમાંની મુદ્રાઓ પર દુર્ગી, સરસ્વતી, સ્કંદ, સૂર્ય, ધનદ વગેરે દેવાની આકૃતિએ જોવા મળે છે. અભિલેખે : અશાકના ૪થા શૈલલેખમાંના પ્રથમ ભાગમાં યિાનિ નિ શબ્દ આવે છે, જેના સરલાથ દેવપ્રતિમાઓ થાય છે. 66 રાજસ્થાનના લે!શ્રુણ્ડી નામના સ્થળે એક વાવની ભીંત પર ભાગવત ગાજાયન સતાત રાજાએ વાસુદેવના મંદિરની ભીંત અનાયાના નિર્દેશ છે.'' ભાગભદ્રના સમયના એસનગર ગરુડ સ્તંભ લેખ (પ્રાયઃ ઈ. પૂ. રજી સદી)માં ગ્રીક હેલિયે:દારે વાસુદેવપૂજા માટે ગરુડ સ્તંભ બનાવ્યાના ઉલ્લેખ છે. શાડાસના મથુરા શિલાલેખ (પ્રાયઃ ઈ. પૂ. ૧લી સદીનેા પૂર્વાધ`)માં પચષ્ણુિ મહાવીરાની દેવપ્રતિમાઓરા ઉલ્લેખ છે. ચંદ્રગુપ્ત રજાના ઉદ્દયગિરિ ગુફાલેખ (ઈ. સ. ૪૦૧)માં વિષ્ણુના લયનપ્રાસાદ-ગુફા મદિરને અને શંભુ શિવાલયને ઉલ્લેખ છે. સ્ક ંદગુપ્તના ભિતરી શિલાસ્ત’ભલેખ (ઈ. સ. ૪૫૫-૬)માં શા′′િગન દેવના દેવાલયના નિર્માતા નિર્દેશ છે. વિશ્વકર્માના ગજધરશિલાલેખમાં વિષ્ણુપ્રાસાદ અને સપ્તમાતૃકાગૃહ વગેરેની રચનાના ઉલેખ છે. બુધગુપ્તના એરણ પાષાણ લેખ (ઈ. સ. ૪૮૪)માં મહારાજ માતૃવિષ્ણુ દ્વારા જનાર્દનના દેવાલયની રચના વિશે જાણવા મળે છે. સિક્કાઓ પ્રાચીન સિક્કાએ પરથી ભારતીય પ્રતીક પરપરા અને પ્રતિમા પરંપરા પર પ્રકાશ પડે છે. ઉજ્જન અને એની આસપાસના પ્રદેશમાંથી ઉપલબ્ધ પ્રાચીન સિક્કાઓ પર શિવ-પ્રતિમા અંકિત છે. કુષાણ સમ્રાટ કનિષ્કના સિક્કાઓ પર મુદ્ધની પ્રતિમા અકિત છે. વિદેશી રાજાઓમાં શકપદ્ભવ અજિલિષ, મથુરાના શકે ક્ષત્રપ રાજુવુલ અને શેાડાસના સિક્કાઓ પર ગજલક્ષ્મીની આકૃતિ જોવા મળે છે. કાસલ, અવંતિ, વત્સ, વગેરે જનપદ રાજ્યેાના સિક્કાએ પર નદિનું ચિહ્ન અને પ'ચાલ જનપદના સિક્કાઓ પર શિવલિગનું ચિહ્ન તેમજ યૌધેયાના સિક્કાઓ પર મહાદેવ અને કાત્તિ યની આકૃતિએ જોવા મળે છે.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90