________________
F
મૃતિવિધાનઃ કલા અને શાસ્ત્ર
મૂતિવિધાનના અભ્યાસનાં સાધનો :
મૂતિવિધાનના અભ્યાસ માટે સાહિત્યિક અને પુરાતત્વીય એમ બંને પ્રકારનાં સાધને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
સાહિત્યિક : પ્રતિમાને લગતા કેટલાક ઉલેખે વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. ઋગ્વદમાં ઈન્દ્ર, વરુણ, સૂર્ય, વગેરે પ્રમુખ દેવનાં વર્ણન આપેલાં છે, પરંતુ આ કાલની તેમજ ઉત્તર વેદકાલની કઈ મૂર્તિઓ ઉપલબ્ધ ન હોવાને કારણે વેદિક દેવાના પ્રતિભાવિધાન વિશે નિશ્ચિત કહી શકાય નહીં. જો કે એમાં વિશ્વકર્માને ઉલ્લેખ છે, જે વૈદિક સાહિત્યનાં લખાણો પરથી લાગે છે કે તેઓ દેવના શિલ્પી હતા. વૈદિક સાહિત્યનાં લખાણે પરથી લાગે છે કે પ્રાયઃ એ ઉત્તર ભારતની શિલ્પ સ્થાપત્યની પ્રણાલિકાના આચાર્ય હશે. દક્ષિણની પરંપરાને મુખ્ય આચાર્ય “મય” નામથી ઓળખાય છે.
બ્રાહ્મણગ્રંથ અને સૂત્રગ્રંથમાં સ્થાપત્યને લગતાં વર્ણન મળે છે. પણ પ્રતિમાવિધાનને લગતી બહુ ઓછી માહિતી મળે છે. રામાયણ મહાભારતમાં દેવાલયને લગતા ઉલ્લેખ આવે છે. દેવાયતનના ઉલ્લેખો પરથી જણાય છે કે ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા વગેરેની મૂર્તિઓ બનતી હશે.
પ્રતિમા નિર્માણ અંગે સાહિત્યની મુખ્ય પાંચ ધારાઓ પુરાણ, આગમ, તંત્ર, શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠા-પદ્ધતિ પ્રચલિત હોય તેમ જણાય છે.
મસ્ય, વિષ્ણુ, લિંગ, અગ્નિ, ગરુડ, સ્કંદ, ભવિષ્ય અને ખાસ કરીને વિષણુ ધર્મેતરમાં પ્રતિભાવિધાનને લગતી વિસ્તૃત ચર્ચામાં આવે છે. વરાહમિહિરની બૃહત્સંહિતામાં પ્રતિમા વિધાનને લગતા ચાર અધ્યા છે. આગમગ્રંથો જેવા કે કામિકાગમ, સુપ્રભેદાગમ, ખાનસાગમ, કારણગમ, અંશુમદભેદાગમ વગેરેમાં પણ પ્રતિમાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી અને સાંગોપાંગ વિવેચને જોવા મળે છે.
શૈવ તંત્રોને “આગમ” અને વૈષ્ણવતંત્રોને પાંચરાત્ર” તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં એ તંત્રગ્રંથે સાથે નિસ્બત છે, જેમાં શાક્ત શૈવ કે વૈષ્ણવ દેવમૂતિને લગતી ચર્ચાઓ હેય, લગભગ ૨૫ જેટલા તંત્રગ્રંથમાં દેવભૂતિઓનાં રૂપવિધાન ચર્ચામાં છે. આ સર્વેમાં “હયશીર્ષ પાંચરાત્ર” નામને તંત્રગ્રંથ સર્વોત્તમ છે. મહાનિર્વાણતંત્ર, બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલતંત્ર વગેરેમાં પણ પ્રતિમાવિધાનની માહિતી મળે છે.
શિલ્પશાસ્ત્રની ભારતમાં બે પરંપરા છે. ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણ અથવા દ્રવિડ, ઉત્તરી મૌલીના ગ્રંથેના મુખ્ય પ્રણેતા “વિશ્વકર્મા” ગણાય છે.