________________
મૂતિવિધાનઃ કલા અને શાસ્ત્ર (૦) સાંસ્કૃતિક ઇતિહાસના સાધન તરીકે મૂતિવિધાનનું મહત્વ
ભારતના સાંસ્કૃતિક ઈતિહાસનાં વિવિધ પાસાઓ જાણવા માટે મતિવિધાનનું સાધન મહત્વનું છે.
મૂતિવિધાનથી તત્કાલીન ધર્મભાવના અને ધર્મનું સ્વરૂપ અમુક અંશે જાણવા મળે છે.
પૂર્વ-વેદિક કાલમાં આર્યોને ધાર્મિક જીવનનું કેન્દ્ર પ્રકૃતિના પ્રધાન પદાર્થોને દેવ દેવીઓના પ્રતીક રૂપમાં ક૯પી સ્તુતિ ગાયન દ્વારા તેમનામાં દેવભાવનાઓ સંચાર કરવાનું હતું. સ્તુતિમાં પ્રકૃતિના પ્રતીક દેવ અને દેવીઓ ઇન્દ્ર, વરુણ, સૂર્ય, પર્જન્ય, ઉષા, પૃથ્વી વગેરેના સ્તવનમાં તેમના ગુણગાન સાથે તેમના રૂ૫ અને વેષભૂષા વગેરેની કલ્પના કરવામાં આવી છે. વેદ વેદાંગોના સમયમાં ઉપાસની પદ્ધતિનું સ્વરૂપ વૈયકિતક હતું.
જે દેવ વેદકાલમાં અગ્રસ્થાન ધરાવતા તે પુરાણોના સમયમાં ગૌણ સ્થાન ધરાવતા થયા. જેમ કે અર્થે બહારથી આવ્યા ત્યારે વરુણની મહત્તા હતી. ભારતમાં તેમનાં આગમન બાદ દેવાધિદેવ ઈન્દ્રની મહત્તા થઈ. પછી શિવ અને વિષ્ણુ મહત્ત્વના બન્યા..
દેશને પાંચ ઉપાસના વર્ગોમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત, ગાણપત્ય અને સૌર સમાવેશ થતું. એમાં પ્રતિમા પૂજાવાદ (iconism) અને પ્રતીક પૂજાવાદ (anicopim) બંનેને સ્થાન હતું. શિવ વિષ્ણુના સમન્વયરૂપે હરિહર સ્વરૂપ વિકસ્યું. શિવ અને શક્તિો વચ્ચેની સ્પર્ધાને મીટાવવા અર્ધનારીશ્વરનું સ્વરૂપ વિકસ્યું. આગળ જતાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું ત્રિમૂર્તિ સ્વરૂપ વિકસ્યું.
વિભિન્ન દેવોનાં જુદાં જુદાં સ્વરૂપની ઉદ્દભાવના પુરાણેએ આપી છે. ભારતીય પ્રતિમા વિજ્ઞાનનાં ભારતીય ધર્મ ઉપરાંત પુરાણશાસ્ત્ર (Mythology) નું પણ મહત્વ છે. કલાકાર સમાજમાં પ્રચલિત પૌરાણિક કથાનકેનો આધારે મૂતિઓ તૈયાર કરતા, જેમકે વિષ્ણુના દશાવતાર તથા કૃષ્ણ સંબંધી વિભિન્ન કથાનક દૈવી શક્તિઓ દ્વારા રાક્ષસનો વિનાશ વગેરે કલાકૃતિમાં રજૂ થયાં. વરાહ, વામન, નૃસિંહ, અર્ધનારીશ્વર, મહિષમર્દિની દુર્ગા અને સપ્તમાતૃકાઓની મૂર્તિઓ આનાં ઉદાહરણ છે.
મૂર્તિપૂજાનો પ્રવાહ શરૂ થયા પછી મૂતિ–વિધાનની કલા વિકસતી ગઈ ને એનું શાસ્ત્ર ઘડાતું ગયું. તેમાં કલાના સંસ્કારો રેડાતા ગયા અને સમયે સમયે તેમાં કલાવિકાસ થતાં કેટલીક વિવિધતાઓ દાખલ થઈ. મૂતિનાં સ્વરૂપ, વસ્ત્રા