________________
૨૮
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે
લગતા છે. બાકીના ૩૮ અધ્યાયોમાં વિવિધ પ્રતિમાઓનાં સાંગોપાંગ વર્ણનો આપેલાં છે. “ભયમતીમાં મૂર્તિશાસ્ત્રને લગતા ચાર અધ્યાયો છે. વિશ્વકર્મા પ્રકાશ નાગર શૈલીને પ્રાચીન ગ્રંથ છે. એમાં ૧૭ અધ્યાય પ્રતિમા–વિધાનને લગતા છે. એમાં લક્ષ્મી વગેરે અષ્ટદેવીઓનું મૂતિ–નિમણ તેમજ બ્રહ્માદિ મૂર્તિઓનાં સ્વરૂપનું સુંદર વિવેચન છે. “સમરાંગણસૂત્રધારમાં પણ કેટલાક અધ્યાય મૂર્તિવિધાનને લગતા છે.
ભુવનદેવને “અપરાજિતપૂછો વાસ્તુની જેમ પ્રતિભા-વિધાનને એક અપ્રતિમ ગ્રંથ છે. મૂતિ–વિધાનના એના સ્વતંત્ર અધ્યાય (સૂત્રો) વિપુલ માહિતી આપે છે. એનાં ઘણાં સૂત્રો, લિંગ, શિવ, જૈન, વગેરેની મૂર્તિઓનાં અનેક વિધ પ્રકારનાં વૈધાનિક સ્વરૂપની વિશદ ચર્ચાઓ રજૂ કરે છે. આ સિવાય પ્રતિમા–વિધાનની ચર્ચાઓ રજૂ કરતા ગ્રંથમાં પાંચરાત્રદીપિકા, ચતુરંગચિંતામણિ, મૂતિધ્યાન, મૂર્તિ લક્ષણ, લક્ષણસમુચ્ચય, દેવતાશિ૯૫, રૂ૫મંડન, તંત્રસાર, વિશ્વકર્માવતાર, રૂપાવતાર, જ્ઞાનરત્નકેશ, શિલ્પસાર, શિ૯૫રત્ન, ક્ષીરાર્ણવ, દીપાર્ણવ વગેરે પ્રકરણે કે સ્વતંત્ર ગ્રંથે નોંધપાત્ર છે. શુક્રનીતિ, શારદા તિલકનિર્ણયસિંધુ, ધર્મસિંધુ, મંત્રમહાર્ણવ, મંત્રરત્નાકર, મેરુતંત્ર, શ્રીતવનિધિ પૂજા પદ્ધતિઓ, પ્રતિષ્ઠા વિધિઓ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ મૂતિવિધાનની ચર્ચાઓ છે. એમાં “ઈશાન–શિવ-ગુરૂદેવપદ્ધતિ', હરિભક્તિ-વિલાસ, અભિલક્ષિતાર્થચિંતામણિ (માનસોલ્લાસ), કૃષ્ણાનંદતંત્ર-સાર વગેરે ગ્રંથે પ્રતિમા વિધાનની અપાર સામગ્રી ધરાવે છે.
બૌદ્ધ ધર્મમાં પ્રતિમા નિર્માણ અંગે કેટલાક સ્વતંત્ર ગ્રંથ રચાયા છે. ચિત્રલક્ષણ નામના ગ્રંથમાં બૌદ્ધ દેવ-દેવીઓનાં ચિત્રોની શાસ્ત્રીય માહિતી છે. આ ગ્રંથની મૂળ પ્રત અપ્રાપ્ય છે, પરંતુ તિબેટી ભાષામાંથી એને જર્મનમાં અનુવાદ બહાર પડ્યો છે તે પરથી તે ઘણું મહત્વની માહિતી પૂરી પાડે છે. તારાલક્ષણ” નામના ગ્રંથમાં તારા તથા અન્ય દેવીઓનાં વણને આપ્યાં છે. બુદ્ધની દશતાલમૂતિ માટે તિબેટી ભાષામાં દશતાલ ગ્રોધ-પરિમંડલ-બુદ્ધ-પ્રતિમા લક્ષણ નામક ગ્રંથ રચાય છે. “સાધનમાલા”માંથી સેંકડે બૌદ્ધ પ્રતિમાઓનાં વિધાન મળે છે. બિંબમાન અને બુદ્ધ પ્રતિમાલક્ષણ પર બૌદ્ધ ધર્મના ગ્રંથો ઉપલબ્ધ છે.
જૈન ધર્મના પ્રતિભાવિધાન માટે કેટલાક ગ્રંથોમાં પ્રકરણ અપાય છે. જેમાં વાસ્તુસાર અપરાજિતપુછા, લોકપ્રકાશ, “આચારદિનકર, નિર્વાણલિકા, પ્રતિષ્ઠાસાહાર, રૂ૫મંડન, રૂપાવતાર વગેરેમાં જૈન પ્રતિમાઓ વિશે વિપુલ માહિતી આપી છે.