Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 33
________________ ર ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂતિવિધાનનાં લક્ષણે ખંડિત, ફુટિત અને લગ્ન પ્રતિમાઓનું સંધાન કરવાની વિધિ વજલેપનમાં નિરૂપાઈ છે. આગમ ગ્રંથ : આગમ ગ્રંથમાં પ્રતિમા–વિધાનને લગતી વિપુલ સામગ્રી આપી છે. વળી પુરાણે કરતાં આગમોની સંખ્યા (અનુક્રમે ૧૮ અને ૨૮) અધિક છે. ઉપપુરાણોની જેમ ઉપાગમ પણ છે અને તેમની સંખ્યા તે લગભગ બસોથી પણ વિશેષ છે. આથી આગમમાં વાસ્તુ અને પ્રતિભાશાસ્ત્રને લગતી વિપુલ માહિતી અને સાંગોપાંગ વિવેચનો જોવામાં આવે છે. કેટલાક આગમમાં તો વાસ્તુશાસ્ત્રીય રચનાઓ એટલી તે અધિક છે કે તે વાસ્તુગ્રંથ તરીકે જ ઓળખાય છે. દા. ત., કામિકાગમ, સુપ્રમેદાગમ, વૈખાનસાગમ, કરણગમ, અંશુમભેદાગમ વગેરે એ દષ્ટિએ ગણનાપાત્ર છે. વળી આગમોની વિશેષતા એ છે કે એમાં શિવની લિંગાદૂભવ મૂતિઓનાં વર્ણન સાંગોપાંગ છે. તલમાનનાં વિવેચને પણ પ્રશસ્ય છે. આટલી ચોકસાઈ પુરાણમાં જોવામાં આવતી નથી. આથી મૂર્તિ કલાના મહત્વપૂર્ણ સિદ્ધાંતનાં વિવર જેવાં આગમોમાં જોવામાં આવે છે, તેવાં પુરાણમાં નથી. પુરાણ પ્રતિમાઓનાં રૂપવિધાનને પ્રગટ કરે છે, જ્યારે આગમે પ્રતિમાઓનાં રચના-કૌશલને વિશદ રીતે પ્રગટ કરે છે. દક્ષિણ પ્રસ્તરકલા એમાં પૂરેપૂરી પ્રતિબિંબિત થાય છે. કામિકાગમમાં મૂર્તિ-વિધાનને લગતા જે ચેડા અધ્યાય (અ. ૨, ૬૪, ૬૫, ૬૭, ૬૮, ૭૪) છે એમાં સિંગલક્ષણ, પ્રતિમાલક્ષણ, દેવસ્થાપનવિધિ પ્રતિમા પ્રતિષ્ઠા અને પરિવાર સ્થાપન વગેરે વિધાને મુખ્ય છે. કારણગમના પહેલા ભાગ (અ. ૯, ૧૧, ૧૨, ૪૧૪, ૬૨)માં લિંગ અને મૂર્તિ સંબંધી તાલમાન સાથેનાં વર્ણન અને બીજા ભાગ (અ. ૧૩, ૨૧)માં લિંગ શુદ્ધિ અને સ્થાપન-વિધિની ચર્ચાઓ આપી છે. વૈખાનસાગમ (પટલ ૨૨)માં પ્રતિમા–લક્ષણને સ્વતંત્ર અધ્યાય છે. એ જ રીતે સુપ્રભેદાગમમાં મૂર્તિ -વિધાનને લગતા ચાર અધ્યાય(૩૩. ૩૪, ૩૬, ૪૦) આપ્યા છે. “અંશુમદભેદાગમમાં ઉત્તમ દશતલવિધિને માત્ર એકજ અધ્યાય આપેલ છે. તંત્ર ? શૈવ-તંત્રને “આગમ અને વૈષ્ણવતંત્રને પાંચરાત્ર” નામે ઓળખવાની પરિપાટી છે. પરંતુ અહીં એ તંત્રગ્રંથ સાથે નિસ્બત છે કે જેમાં શાકત, શૈવ કે

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90