Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 31
________________ જે ભારતમાં મૃતિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે (આ) શિલ્પ સાહિત્ય શિલ્પ-સાહિત્યમાં અલંકરણાત્મક શિલ્પોની અપેક્ષાએ મૂતિ શિલ્પ (પ્રતિમાઓ)ને લગતું સાહિત્ય અને ઉલ્લેખે વિશેષ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. પ્રતિમાને લગતા કેટલાક ઉલેખો વૈદિક સાહિત્યમાં જોવામાં આવે છે. શ્વેદમાં ઇન્દ્ર, વરુણ, સૂર્ય, રુદ્ર વગેરે દેનાં વર્ણન આપેલ છે. પરંતુ આ કાલની તેમજ અનવેદકાલની કઈ મતિઓ ઉપલબ્ધ ન હોવાના કારણે વૈદિક દેવને પ્રતિમા વૈધાનિક સ્વરૂપ વિશે નિશ્ચિત વિધાન કરી શકાય તેમ નથી. અલબત્ત, “વિશ્વકર્મા ઉલેખ એમાં થયો છે. વિશ્વકર્મા એ દેવોના શિલ્પી હોવાનું અનુદિક સાહિત્યનાં લખાણો પરથી લાગે છે, તેમણે મોટે ભાગે ઉત્તર ભારતની શિલ્પ-સ્થાપત્યની સ્વતંત્ર પ્રણાલિકા નિપજાવી હોવાનું મનાય છે. બ્રાહ્મણ ગ્રંથ અને સૂત્રગ્રંથમાં સ્થાપત્યકીય સ્વરૂપને લગતાં ઠીકઠીક વર્ણને આપેલાં છે, પણ એમાં શિલ્પ–પ્રતિભા-વિધાનને લગતી માહિતી ઓછી ઉપલબ્ધ થાય છે. રામાયણ અને મહાભારતમાં દેવાલયો, રાજમહાલય, નગરે વગેરે વાસ્તુકલાને લગતા ઉલ્લેખે જોવામાં આવે છે. ત્યાં પણ વિશ્વકર્મા અને ભયને અનુક્રમે દેવો અને દાનના શિલ્પીઓ તરીકે ઓળખાવ્યા છે. દેવોને જે સ્થાન પર પ્રસ્થાપિત કરવામાં આવતા તેને મંદિર, દેવાયતન, સુરાલય, વગેરે નામે ઓળખાવેલ છે ને તે પરથી વિવિધ દેવ, ઈન્દ્ર, યમ, વરુણ, કુબેર, બ્રહ્મા વગેરેની મૂર્તિઓ બનતી હોવાનું જાણવા મળે છે. રામાયણમાં બ્રહ્મા પાસેથી વાસ્તુવિદ્યાનું જ્ઞાન મયે કેવી રીતે મેળવ્યું હતું એનું વર્ણન “કિષ્કિન્ધાકાંડ ”માં આપ્યું છે (અ. ૧૧). વળી અહીં નિરૂપિત કથા પ્રમાણે મય અને શુક્ર એજ વાસ્તુવિદ્યાની પરંપરાને અનુસરતા તેવું પણ સૂચવાયું છે. પ્રતિમા–નિર્માણ અંગે સાહિત્યની મુખ્ય પાંચ ધારાઓ પુરાણ, આગમ, તંત્ર, શિલ્પશાસ્ત્ર અને પ્રતિષ્ઠપદ્ધતિ પ્રચલિત હોય તેમ જણાય છે. ભારતીય શિલ્પ અને પ્રતિમા રચનાનું મુખ્ય કારણ પૌરાણિક ધર્મને પ્રચાર અને પ્રસાર છે. આ કારણે જ ભારતમાં ભવ્ય પ્રસાદો, વિમાન, ચૈત્ય વિહારો, તીર્થસ્થાન, જલાશય વગેરેને વિકાસ થયો છે. આ વાસ્તુવૈભવના એક અંગ તરીકે પ્રતિમા અને શિલ્પ-નિર્માણથી અભુત પરંપરા વિકસી છે. ઉપરોક્ત સાહિત્યિક ધારાઓ ઉપરાંત જ્યોતિષ જેવા અર્ધવાસ્તુશાસ્ત્રીય ગ્રંથમાં પણ વાસ્તુ નિર્માણ સાથે પ્રતિમા કલાનાં પ્રકરણે આકાર પામ્યાં છે. દા. ત. વરાહમિહિરની બૃહત્સંહિતા.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90