________________
૨૨ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે (harmony) દ્વારા જ નિષ્પન્ન થાય છે. દા. ત. સંગીતમાં લયની સંવાદિતા, ચિત્રમાં રંગ અને રેખાની સંવાદિતા અને કાવ્યમાં શબ્દ અને અર્થની સંવાદિતા. કામ કરતી હોય છે.
સામાન્ય પરિસ્થિતિમાં વ્યક્તિને એક યા બીજા લાભની અપેક્ષા રહે છે, જ્યારે આનંદની ચરમ સીમા વ્યક્તિનું આધ્યાત્મિક ઊજવીકરણ સાધે છે.
કલામાત્રને નિર્માણ વિષય માનવ ભાવ કે લાગણી છે. એટલે કે સ્કૂલ ઉપાદાન દ્વારા કલાકૃતિ માનવીની આંતરવૃત્તિને વ્યક્ત કરવાનું કામ કરે છે.
વિશેષમાં ક્લાને અનુભવ અને વ્યાવહારિક અનુભવ તાત્વિક દષ્ટિએ ભિન્ન નથી, એટલે કે વ્યવહારમાં જેમ મનની લાગણીઓ પ્રત્યક્ષ જેવાથી અનુભવવાથી જ જાગે છે, તેમ કલામાં પણ પ્રત્યક્ષ જેવી પ્રતીતિથી લાગણીઓ જાગે છે.
વળી કલાકૃતિમાં વ્યક્તિગત અભિમાન કે અહંકારને સ્થાન નથી. તેને અનુભવ સર્વસાધારણ છે. વ્યક્તિનું અહમ ત્યાં વિચલિત થઈ જાય છે. કલામાં ચિત્તને અનુકૂળ વ્યાપારને ઉત્કર્ષ મળતાં ચિત્ત અહંકાર ભૂલી તેમાં રાચે છે, અને કલા કે કાવ્યનું વસ્તુ સારું નથી તેમ જાણવા છતાં રસ માણે છે. આમ નિરતિશય આનંદ એ કલાકૃતિનું લક્ષ્ય છે, જે સર્વને એક સરખી રીતે સ્પર્શ છે. અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કલાકૃતિના રસાનુભવમાં અહંકાર ગલિત થવો જોઈએ તે સાથે વ્યક્તિમાં સંસ્કાગ્રહણ કરવાની જાગરૂકતા પ્રકટવી જોઈએ. એટલે કે જેટલે અંશે ભાણસ અહંકાર ગાળી શકે, અભિમાનમૂલક રહે છેડી શકે અને તે સાથે ચેતનાને જાગ્રત રાખી કલાકૃતિને અનુકૂળ પિતાનું ચિત્ત કરી શકે તેટલે અંશે તે કલાવ્યાપારને બરાબર અનુભવ કરી શકે અને કલાનંદ ભેગવી શકે.
કલા એ ભાવ સંક્રમણની પ્રક્રિયા છે. ચિત્રકાર, શિલ્પકાર કે સ્થપતિના મનમાં કેઈ એક પ્રકારની ઊમિ( emotion) વિચાર( idea) સ્ફરે છે, તે સાથે જ ચિત્રકાર કે શિલ્પી એક અણુનીય ઊમિ કે વિચારને ચોક્કસ રૂ૫માં મૂકવા આતુર થાય છે. જ્યાં સુધી બાહ્ય ઉપાદાનની મદદ વડે તે તેને સુરેખ સ્વરૂપ આપી શકતા નથી ત્યાં સુધી તે બેચેની અનુભવે છે, પરંતુ જ્યારે તે સ્વયંસ્ફરિત વિચાર કે ઊર્મિને બાહ્ય આકાર આપી શકે છે, ત્યારે તે નિરવધિ આનંદ અનુભવે છે. એક પ્રકારને મેક્ષ (exhilaration) અનુભવે છે. ભાવક કે પ્રેક્ષક જ્યારે તે ચિત્ર કે શિલ્પ જુએ છે ત્યારે પેલા ચિત્રકાર કે શિલ્પકારની લાગણું કે ઊમિને રસાનુભવ પામે છે અને તે પણ તેના જેવો જ આનંદ