Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 27
________________ ૨૦ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે જ કલાકાર પિતાને સજનમાં જીવનના પરમ આનંદનો અનુભવ કરે છે. પ્રતિમા નિર્માણની કલા કલાકાર માટે મેક્ષપ્રદ છે તેમ ભારતીય કલાના સિદ્ધાંત નિરૂપે છે. ભારતીય કલાકાર પ્રકૃતિનું અનુસરણ નથી કરતો, પરંતુ પ્રતીક દ્વારા પ્રકૃતિનાં સ્વાભાવિક પરિબળોનાં આલેખને કરી ભારતીય જન માનસને અનુરૂપ અર્થ યા વ્યંજના પ્રગટ કરે છે.” આથી ભારતીય કલાકારની પ્રતિભા કેવળ અંતર્મુખી ન રહેતાં સર્વજનહિતાયના સિદ્ધાંતને પ્રસ્ફટ કરતી બહુમુખી બને છે. પ્રતિભા વિષયક એનાં જ્ઞાન અને તાલીમ ભૌહિત પરંપરાને આભારી છે. એની આગવી સિદ્ધિ નથી. પરંતુ સમગ્ર પ્રજામાનસના ઉત્કર્ષની એ દેન છે. ભારતીય કલાકાર મૂતિનિમણની બાબતમાં મૂર્તિનાં શારીરિક બાહ્ય સૌંદર્ય પર ધ્યાન આપતો નથી, પરંતુ મૂ ના મુખ પર આત્મિક સૌંદર્ય, પ્રસન્નતા, ગાંભીર્ય અને શક્તિ કે પ્રાસાદિકતાના ભાવ વ્યક્ત થાય છે કે નહીં તે પર લક્ષ આપે છે. આથી જ મનુષ્યદેહી દેવોનું આલેખન નિર્માતાની દૃષ્ટિએ મૂતિવિધાનના સિદ્ધાંતને અનુસરવા ઉપરાંત તેનામાં દેવત્વ અને પારલૈકિક સૌંદર્ય સંપન્નતા પ્રકટે છે કે કેમ તે જોવાનું છે. આ દેવત્વ અને પારલૌકિકતાના પ્રાકટય અર્થે દેવોના આલેખનમાં તેમને ઘણાં શિર કે હસ્તવાળા બતાવવામાં આવે છે. પ્રજામાનસમાં રૂઢ થયેલા કલાસંસ્કારોનું અહીં નિરૂપણ થતું જોવામાં આવે છે. દેવોના દેવત્વ તેમજ પરમ અગાધ અને અપાર શક્તિનું તે ઘાતક વરૂપ બની રહે છે. આમ ભારતીય કલા પ્રતીક દ્વારા પિતાના હાર્દને પ્રકટ કરે છે. ભારતીય ક્લા બહુધા ઈશ્વરપરક એટલે કે ઈશ્વર પરની આસ્થાને પ્રકટ કરનારી પીરહિત પરંપરાને અનુસરનારી છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક જગતને નિયંત્રિત કરનારા પરિબળ પરબ્રહ્મને આવિર્ભાવ કરવો એ ભારતીય કલાને પ્રધાન હેતુ છે. આ પરમ તત્વને પ્રકટ કરવા કલાને દરેક અંશ મથે છે. પરિણામે ભારતમાં દરેક મંદિર, મતિ, ચિત્ર પિતાને અભિપ્રેત કહપના-જગત દ્વારા પરમ સત્યના એક યા બીજા પાસાને સ્પર્શે છે. "Indian art may in a general way, be described as theological, hiaratic as perhaps best of all as traditional." બેન્જામિન હેલાડઃ “ધી આર્ટ એન્ડ આર્કિટેકચર ઓફ ઈન્ડિયા પૃ. ૫) પાશ્ચાત્ય વિચારસરણીની જેમ ભારતીય કલા કલા ખાતર કલાના સિદ્ધાંતને આ ધર્માભિમુખતાને કારણે, સ્વીકારતી નથી. અહીં કલા ધર્મને અનુસરે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90