________________
પ્રકરણ ૨ મૂર્તિવિધાનઃ કલા અને શાસ્ત્ર
(અ) કલા :
ભારતીય કલાનાં મૂલ્ય મુખ્યત્વે ધર્મ, સંસ્કૃતિ અને તત્વજ્ઞાન પર નિર્ભર છે. હિન્દુ ધર્મ વિશ્વને વિશ્વનિયતાનું પરમ પરિફુરણ માને છે. ભારતીય કલામાં પરિફુરણને આ દિવ્ય અંશ દષ્ટિગોચર થાય છે. મોક્ષ પ્રાપ્તિ એ ભારતીય જનને અંતિમ આદર્શ છે. આ ધાર્મિક દૃષ્ટિબિંદુ પર ભારતીય કલા નિર્ભર છે. નિરાકાર અને નિર્ગુણ પરબ્રહ્મની ઉપાસના સાકાર અને સગુણ ઈશ્વર દ્વારા સાધી ભારતીય જન મોક્ષના અંતિમ આદર્શને વાંછે છે. ધર્મ, સાહિત્ય, કલા વગેરે તેના આ લક્ષ્યની સાધના માટેનાં ઉપકરણે છે.
આથી જ અપરિમિત પારલૌકિક શક્તિઓ વડે વિભૂષિત દેવ દેવીઓ માનુષી આકારમાં અંકિત થયાં હોવા છતાં તેમને આવી અલૌકિક શક્તિઓનાં ઘાતક અનેક મસ્તકે, હસ્ત વગેરેથી અલંકૃત કરી તેમને પરમતત્ત્વને ધર્મ અને કલાએ નિરૂપ્યાં છે.
ભારતીય કલાનું હાર્દ તેના વાગ્યાથ કરતાં લક્ષ્યાર્થમાં સવિશેષ રહેલું છે. (The Indian art Suggests rather than states.) 241 deal or culpally કલા, ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં એકસરખી રીતે નિષ્પન્ન થાય છે. ભારતીય કલાનાં તમામ પ્રતીકો લેકમાનસમાં રૂઢ થઈ ગયેલા આત્મિક સૌન્દર્યની નિષ્પત્તિ સાથે સંબંધ ધરાવે છે. આ પ્રતીકેને ધર્મ અને તત્ત્વજ્ઞાનની પરિભાષા દ્વારા સમજવા અનિવાર્ય છે.
જીવનના દરેક ક્ષેત્રમાં ધર્મનું સ્થાન ભારતમાં સવિશેષ છે. કલાનું ક્ષેત્ર પણ તેનાથી વંચિત રહ્યું નથી. બીજી રીતે કહીએ તે ધર્મ અને ચિંતનને જીવનમાં જે મમ અભિપ્રેત છે તે જ મર્મ કલામાં નિરૂપાયેલા છે. અને તેથી