________________
૧૮ ભાસ્કમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણો બીજા કેટલાક યક્ષના ઉલેખે જૈન ધર્મશાસ્ત્રોમાંથી મળે છે. તેમાં મણિભદ્ર યક્ષ મુખ્ય હોઈ તથા યક્ષિણીઓ, મૃતદેવી, વિદ્યાદેવીઓ, વગેરે અને અન્ય દેવદેવીઓની મૂતિઓ પણ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત નવગ્રહે, દસ દિફપાલે, ગણેશ, લક્ષ્મી, શ્રી, માતકાઓ, કુબેર વગેરે કેટલાક હિંદુ દેવતાઓને પણ જૈન ધર્મમાં સ્થાન અપાયું છે. જૈન મંદિરની પૂજામાં દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે કેટલોક ફેર છે. દા. ત. શ્વેતાંબર મૂર્તિને ખૂબ પાણીથી સ્નાન કરાવે અને એની પૂજા પણ કરે છે; પરંતુ દિગંબર મૂતિની વર્ષમાં માત્ર એક જ વાર પૂજા કરે છે.