________________
૧૬
ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણે
સરસ્વતીના રૂપમાં, સપ્તવણીયા ચંડિકાના રૂપમાં, અષ્ટવષયા શાંભવીના રૂપમાં, નવવષયા દુર્ગાના રૂપમાં, દશવર્ષોથા ગૌરીને રૂ૫માં, ત્રદલવણીયા મહાલક્ષ્મીના રૂપમાં અને શવષયા લલિતાના રૂપમાં પૂજવાની પરંપરા છે. આ ઉપરાંત મહિષાસુરમર્દિનીની પૂજા પૂર્ણ થાય છે.
શાક્ત સંપ્રદાયમાં તાંત્રિક ભાવ અને આચાર પર વિશેષ ભાર મૂકાય છે. એના પરમ તત્વને માતૃરૂપ કલ્પેલ છે. શાકત પૂજ પરંપરામાં શ્રીચક્રની પ્રતીક રૂપે ઉપાસના થાય છે. સૌર સંપ્રદાય :
સૂર્યના ઉપાસકોને સંપ્રદાય સૌર સંપ્રદાય નામે ઓળખાય છે. સૂર્યપૂજકેને સૌરે કહેવામાં આવતા.
સૂર્યની ઉપાસના છેક વેદકાલ જેટલી પ્રાચીન છે. એમાં ઉપનયન સંસ્કારથી ગાયત્રી સૂચાને ઉપદેશ પામી દરેક બિજ પ્રતિદિન સંપાસના સમયે સૂર્યને અર્થ આપી ગાયત્રીને જ૫ અને સૂર્યનું ઉપસ્થાન કરતો રહે એવું વિહિત કરવામાં આવ્યું છે.
સૂર્ય પૂજા પંચાયતની પૂજા પરંપરાનું એક અભિન્ન અંગ છે, પરંતુ સૂર્યો. પાસનાને એક પૃથક સંપ્રદાય થયા જેમાં સૂર્યને પરમતત્વ માની તેની ઉપાસના કરાતી. સૂર્યની સગુણે પાસનાની પરંપરામાં અનેક સૂર્ય મંદિર બન્યાં. ગાણપત્ય સંપ્રદાય ?
હિંદુઓની વ્યાપક દેવપૂજામાં પંચાયતની પરંપરા પ્રચલિત છે, એમાં વિષ્ણુ શિવ, અને સૂર્યની સાથે ગણેશનું પણ પરમ પૂજ્ય સ્થાન છે.
રુદ્રના મરગણોને સ્વામી ગણપતિ છે. આ ગણેશની સ્તુતિ વિદને અને વ્યાધિઓને વિનાશ કરે છે. વિનાયકપૂજા ઘણું પ્રાચીન છે, પરંતુ ડો. ભાંડારકર અંબિકાસુત ગણપતિ વિનાયકની પૂજા અર્વાચીન ગણાવે છે. સ્થાપત્યમાં સર્વ પ્રથમ ગણપતિની પ્રતિમા પૂજા પરંપરા ૮મી સદીના ઈલેરાનાં બે ગુફા મંદિરમાં સપ્તમાતૃકાઓની સાથે ગણપતિની પ્રતિમાથી પ્રાપ્ત થાય છે, જોધપુરમાં ઘટિયાલા નામે સ્થાન પર સ્થાપિત સ્તંભ પર ચારે દિશાઓમાં ચાર વિનાયક પ્રતિમાઓ દર્શાવી છે. એના પરના એક અભિલેખમાં પણ ગણપતિની સ્તુતિ કરેલી છે. ગણેશનું ગજાનન સ્વરૂપ પૌરાણિક પરંપરામાં એક અનિવાર્ય અંગ છે. જેમાં પણ ગણેશની પૂજા પ્રચિલત હતી એમ આચાર-દિનકરમાં કહ્યું છે.