________________
મૂર્તિવિધાનઃ કલા અને શાસ્ત્ર
પુરાણો અને આગમે ?
આમ તે લગભગ બધાં જ પુરાણોમાં દેવપ્રતિમાનિર્માણની પ્રચુર માહિતી સંગ્રહાઈ છે, પરંતુ મત્સ્ય, વિષ્ણુ, લિંગ, અગ્નિ, ગરુડ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં અને ખાસ કરીને વિષ્ણુધર્મોત્તરમાં પ્રતિમા વિધાનને લગતી ચર્ચામાં આવી છે. મત્સ્યપુરાણમાં લગભગ દશ અધ્યાયે (૨૫૨–૨૫૯, ૨૬૭ માં વિવિધ પ્રતિમાને લક્ષણોની ચર્ચાઓ આપી છે. એમાં ચર્સેલ પ્રતિમા-માનનું પ્રકરણ (અ. ૨૭) તે અભુત છે. વળી શૈવ પ્રતિમાઓમાં લિંગભૂતિએ ઉપરાંત આગમ પ્રસિદ્ધ લિંગભવ મૂતિઓ તથા શિવની પ્રતિમાઓ–અર્ધનારીશ્વર, વગેરેનું વર્ણન છે. મહિષાસુરમર્દિની, ઇન્દ્રઈન્દ્રાણી, વગેરેની પ્રતિમાઓનાં વર્ણને એમના તાલમાન સાથે આવેલાં છે. મત્સ્યપુરાણમાં વાસ્તુવિદ્યાના અઢાર પ્રણેતાઓ, ભગુ, અગ્નિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનિક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર, અને બૃહસ્પતિ ગણાવ્યા છે.
અગ્નિપુરાણના અતિવિધાનની ચર્ચા કુલ ૧૧ (અધ્યાય ૪૨-૪૬, ૪૯.૫૫, ૬૦-૬૨) અધ્યાયમાં વિશદપણે આપી છે. એમાં વાસુદેવ, દશાવતાર વિષ્ણુ, સૂર્ય, ચતુષ્ટિયોગિની પ્રતિમા, લક્ષ્મી વગેરેને લગતાં વર્ણને વિગતવાર છે. વળી આ પુરાણમાં પ્રતિમા–દ્રવ્યને લગતું પ્રકરણ નિરૂપાયું છે એ એની બીજી વિશેષતા છે ૨૪ પ્રકારના શાલિગ્રામ તથા ૨૦ પ્રકારના લિંગનાં વર્ણને.
વિષ્ણુધર્મોત્તર પુરાણના ત્રીજા ખંડના અંતિમ કર અધ્યાયોમાં મૂર્તિ કલા પર વિસ્તૃત શાસ્ત્રીય વર્ણન છે. તેમાં દેવ-દેવીઓ ઉપરાંત દિપાલ, નાગ, યક્ષ, ગંધર્વ, નવગ્રહ, સૂય, તથા મૂર્તિરૂપે ઉપાસ્ય નહીં એવા વેદશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ વગેરેમાં આવતા દેવાની પ્રતિમાઓનાં વર્ણન આપ્યાં છે. એમાં લગભગ ૧૨૮ પ્રકારની પ્રતિમાઓનાં વર્ણન છે. સ્કંદપુરાણને માહેશ્વર ખંડ (અ-૪૫, ૪૭, ૪૮)માં મૂર્તિઓનાં વિધાને તથા શાલિગ્રામનાં લક્ષણે આપેલાં છે. ગરૂડપુરાણ (અ-૪૫)માં શાલિગ્રામના પ્રકારે વિસ્તારથી વર્ણવ્યા છે. ભવિષ્ય પુરાણમાં (અ-૧૨, ૧૩૧, ૧૩૨)માં પ્રતિમ-લક્ષણ, પ્રતિમા દ્રવ્યો, અને પ્રતિમા-માન વગેરે વિયે વર્ણવ્યા છે.
વરાહમિહિરની “બૃહત્સંહિતા” (અધ્યાય ૫૮.૬૦, ૬૯) અર્ધ પુરાણ ગણાય છે. એમાં પ્રતિમા–વિધાનને લગતા ચાર અધ્યાયે પ્રતિમા લક્ષણ, પ્રતિમા નિર્માણ માટેના આવશ્યક , પ્રતિમાવિધિ અને પંચમહાપુરુષ લક્ષણ (અ. ૫૮-૬૦, તથા ૬૬) તથા વજલેપનવિધિ (અ-૫,૭) વગેરેને લગતાં વર્ણન છે.