________________
ભારતમાં મૂર્તિ પૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણા હુવિષ્યના સિક્કાઓ પર શવ, ઉમાસહિત શિવ, કાર્ત્તિય, વિશાખ વગેરેની આકૃતિ દૃષ્ટિગાચર થાય છે.
પાંચાલ રાજ્યના સિક્કાઓમાં ઇન્દ્રમિત્રના સિક્કા પર ઇન્દ્રની અને અગ્નિમિત્રના સિક્કા પર અગ્નિની પ્રતિમા જોવા મળે છે. સૂર્યમિત્રના સિક્કા પર સૂર્યબિંબ અને રુદ્રમિત્રના સિક્કા પર ત્રિશૂળની આકૃતિ પણ નજરે પડે છે.
આમ પ્રાચીન સિક્કાઓમાંથી મૂર્તિવિધાનને લગતી કેટલીક માહિતી મળે છે. શિલ્પકૃતિઓ : હરપ્પીય સભ્યતાના ઉપલબ્ધ, અવશેષામાં પથ્થરનાં શિક્ષેામાં ધાર્મિક મહિમા ધરાવતી વ્યક્તિનું શિલ્પ, માતૃદેવીની અસTMખ્ય મૂતિઓ, લિગ અને યાનિ આકારના પથ્થરા નોંધપાત્ર છે.
૩૪
વૈદ્ધિક કાલના કાઈ પ્રતિમાના નમૂના મળ્યા નથી, પરંતુ શિશુનાગ અને નંદુકાલનાં મૂતિ –સ્વરૂપના કેટલાક નમૂના પ્રાપ્ત થાય છે. માતૃદેવીનાં રૂપાંકનેવાળાં શ્રીચક્રા ખાસ નોંધપાત્ર છે. આ પ્રકારનાં શ્રીચક્રો મથુરા, કૌશામ્બી, રાજધાટ, તક્ષશિલા અને વૈશાલીમાંથી મળ્યાં છે.
બિહારના લોરિયા ગામમાં આવેલા એક સ્તૂપમાંથી દેવીનુ અ શમૃત સુવણ પત્ર મળી આવ્યુ છે. પિપરાવા (ઉત્તરપ્રદેશ)માંથી ધાતુમંજૂષા મળી છે, જેમાં એક સુવણ પત્ર પર અંકિત કરેલુ માતૃદેવીનુ અંશમ્રૂત શિલ્પ છે.
મૌયકાલીન પ્રતિમાઓમાં પારખમ(મથુરા જિ.)ની યક્ષમૂર્તિ, પટનાના દિદારગજમાંથી મળેલી ચામરધારિણી યક્ષિણીની મૂતિ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વિદિશાની યક્ષીની મૂર્તિ, ભરતપુર જિલ્લાના નાહ ગામની જખ (યક્ષ) મૂતિ, પટના, શૂર્પારક, અહિચ્છત્રા(ઉ. પ્ર.)ની કુષાણકાર્લીન યક્ષ મૂર્તિએ નોંધપાત્ર છે. ગુડીમલમમાંથી મળેલી ઈ. સ.ની ૨૭ સદીની શિવની લિ'ગપ્રતિમા નોંધપાત્ર છે.
આમ ઉપલબ્ધ પ્રાચીન મૂર્તિએ મૂર્તિવિધાનના અભ્યાસની દૃષ્ટિએ
મહત્ત્વની છે.