________________
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા શૈવ ધર્મ :
શિવની પૂજ શિવ લિંગ તેમ જ પશુપતિ શિવના રૂપમાં પ્રાગૈતિહાસિક કાલથી જોવા મળે છે. પંચાનનશિવની પરંપરા પણ અતિ પ્રાચીન છે. તૈત્તિરીય આરણ્યક (૧૦-૪૩-૪૭) તથા વિષ્ણુધર્મોતર (-૪૮-૧)માં શિવને પંચ તુચ્છ કહ્યા છે. સોજાત, વામદેવ, અધર, તપુરુષ, અને ઈશાન એ શિવનાં પાંચ સ્વરૂપ છે. શિવનું વૈદિક સ્વરૂપ રુદ્ર છે. શિવ ધર્મની વિભિન્ન પરંપરાઓ છે અને એના વિભિન્ન સંપ્રદાય છે. આ બધા સંપ્રદાયોને પિતાના દાર્શનિક સિદ્ધાંત છે અને પિતપતાની પૂજા–પદ્ધતિ છે. તમિળ દેશમાં શૈવગણ શૈવ સિદ્ધાંતી” નામથી વિર-શૈવ-ધર્મ શક્તિ–વિશિષ્ટાદ્વૈત પર આશ્રિત છે. ગુજરાત અને રાજપૂતાનામાં પાશુપત મત વિશેષ પ્રસિદ્ધ છે. કાશ્મીરને શૈવધર્મ “પ્રત્યભિનાદર્શન”ના નામે પ્રસિદ્ધ છે. એ અદ્વૈતવાદી છે.
સંપ્રદાયમાં પાશુપત મત પ્રસિદ્ધ છે. એમાં વિધિવિધાન દ્વારા સાધક, કાયિક, વાચિક અને માનસિક શુચિતા પ્રાપ્ત કરે છે. પૂજાવિધિ વ્રતાદિ સાધનાથી સંપન્ન હોય છે. વ્રતમાં ભસ્મલેપન, મંત્રોચ્ચારણ, પ્રદક્ષિણા વગેરે મુખ્ય છે. શાક્ત સંપ્રદાયઃ
વૈદિક સાહિત્યમાં રુદ્રાણી, ભવાની વગેરે દેવીઓ રુદ્ર શિવની પત્નીઓ ગણાવાઈ છે. મહાભારત (ભીષ્મપર્વ, અ. ૨૭)ની દુર્ગાસ્તુતિ જાણીતી છે. એ સમયે દુર્ગાસ્તુતિમાં જે જે નામો દ્વારા ભગવતીનું સ્મરણ કરાયું છે, તેમાં કુમારી, કાલી, કાપાલી, મહાકાલી, ચંડી, કાત્યાયની, વિજયા, કૌશિકી, ઉમા, કાંતારવાસિની, વગેરેનો સમાવેશ થયેલ છે. દુર્ગાસ્તુતિમાં દુર્ગાને મહિષમદિની, નારાયણ પ્રિયતમા અને વિંધ્યવાસિની પણ જણાવી છે.
શાકતાની શક્તિ ઉપાસનામાં સામાન્ય દેવી પૂજા, વિકરાળ દેવી પૂજા તથા સંમોહન રૂ૫ રૈલોકય સુંદરી લલિતા આદિની પૂજા થાય છે. શાક્તો શક્તિને આવશક્તિ માને છે અને સુષ્ટિનું સર્જન પણ એના વડે થયાનું જણાવે છે. શક્તિને લઈને જ શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે તમામ દેવતાઓ શક્તિવિશિષ્ટ થાય છે અને પિતાની કામગીરી બજાવે છે. આથી કેવળ શક્તિની જ ઉપાસના શાક્તોને અભિપ્રેત છે.
પૌરાણિક અને આગમ બને પરંપરાઓમાં દેવીની વિભિન્ન અવસ્થાસૂચક રૂપની પૂજા થાય છે. જેમકે એકવર્ષીય દેવી સંધ્યાના રૂપમાં, દિવષીયા