________________
૧ી
મૂર્તિપૂજાની વિભાવના અને પ્રાચીનતા અશોકના શિલાખંભે અને તે પરનાં પશુશિ પૂરો પાડે છે. યક્ષ-યક્ષિણીની મૂતિઓ તથા ગુફાઓ પરનાં શિલ્પ આ કાલની મૂતિ કલાના ગણનાપાત્ર નમૂના છે. યક્ષ-પક્ષીની પૂજ લેકધર્મનું વ્યાપક સ્વરૂપ છે. આજે પણ કઈ એક યા બીજા સ્વરૂપે યા લેકધમ વીરપૂજાના સ્વરૂપે ભારતભરમાં નજરે પડે છે. મૌર્યકાલમાં લોકદેવતા તરીકે પૂજાતી યક્ષ યક્ષિણીની મૂર્તિઓ તત્કાલીન લેકકલાનું એક મહત્ત્વનું અંગ છે. આ પ્રકારની મૂર્તિઓ મથુરાથી માંડીને વારાણસી, વિદિશા, પાટલિપુત્ર અને શૂપરક સુધીના વિસ્તૃત પ્રદેશમાંથી પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની મૂર્તિઓને પિતાની સ્વતંત્ર કલા-પરિપાટી છે. અતિ માનવ મહાકાય મૂતિઓ ખુલ્લા આકાશ નીચે સ્થાપિત કરવામાં આવતી અને તેની કતરણ ચારેય બાજુએથી થતી.
અનુમૌર્યકાલીન મૂર્તિકલાના નમૂનાઓ (ઈ. સ. પૂર્વે ૧૮૭ થી ઈ. સ. ૩૫૦) સાંચી, ભરત, બોધગયા, એરિસ્સાના ઉદયગિરિ-ખંડગિરિ, ગંધાર, મથુરા, ગુજરાત, દખણ અને આંધ્ર સુધીના વિસ્તૃત પ્રદેશમાંથી પ્રાપ્ત થયા છે. શુગકાલીન સાંચીનો સ્તૂપનાં તેરણાર મધ્ય ભારતમાંથી અને ગુપ્તકાલીન શિલ્પ ઉત્તર અને પૂર્વભારત, મધ્યપ્રદેશ, ગુજરાત દખણ તથા આંધ સુધીના વિસ્તૃત પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. ગુપ્તકાલીન ભારતીય મૂતિ કલાનાં મુખ્ય કેન્દ્રો સારનાથ, મથુરા, અલાહાબાદ, રાજગૃહ, ઉદયગિરિ, એરણ, દેવગઢ, ભૂમરા, ખોહ, વિદિશા, બાઘ, મંદર, શામળાજી, અકોટા વગેરે છે. આ વિભિન્ન કેન્દ્રોમાંથી પ્રાપ્ત સૂતિકલાના નમૂનાઓ એકદમ સુવિકસિત છે. ગુપ્તકાલીન મૂતિકલા અકૃત્રિમ, સ્વાભાવિક, વાસ્તવિક, પરિપકવ, પરિપૂર્ણ, પ્રકૃતિસારૂપ્યપ્રધાન, ભાવપ્રધાન, વગેરે લક્ષણે ધરાવે છે.
આ ઉપરાંત અનુ-ગુપ્તકાલીન તેમજ રાષ્ટ્રકૂટ–પ્રતિહાર-પાલકાલીન, પૂર્વમધ્યકાલીન મૂર્તિ કલાના અનેક નમૂનાઓ ઉપલબ્ધ થયા છે.
ભારતમાંથી પ્રાપ્ત અભિલેખે પૈકી કેટલાક અભિલેખમાં સ્પષ્ટપણે મૂર્તિ પૂજા અને મૂતિ કલાના ઉલ્લેખ થયા છે. એ પરથી ભારતમાં મૂતિ કલાની પ્રાચીનતા પુરવાર થઈ શકે છે. ખારવેલના શિલાલેખમાં મગધના રાજા નંદે પાટલિપુત્રમાં આણેલી જિનપ્રતિમાને રાજા ખારવેલ કલિંગ લઈ આવ્યાને ઉલ્લેખ છે. શુંગકાલમાં ગ્રીક હેલિયોરે ઈ. સ. પૂ. ૧૪૪માં બેસનગરમાં વાસુદેવની પૂજા માટે એક ગરૂડ સ્તંભ બનાવ્યો હતો. અશોકના ચતુર્થ પ્રસ્તરલેખમાં “દિવ્યાનિ